P24 News Gujarat

જેલમાં બંધ કેનેડિયન રેપર ટોરી લેનેઝ પર જીવલેણ હુમલો:સાથી કેદીએ ચાકૂના 14 ઘા માર્યાં;સિંગર મેગન રૂથને ગોળી મારવાના આરોપમાં જેલમાં હતો રેપર

અમેરિકન સિંગર મેગન રૂથને ગોળી મારવાના આરોપમાં 10 વર્ષની સજા ભોગવી રહેલા ગ્રેમી-નોમિનેટેડ કેનેડિયન રેપર ટોરી લેનેઝ પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેલમાં તેની સાથે રહેતા એક વ્યક્તિએ તેના પર છરીથી 14 વાર ઘા કર્યા હતા, જેના કારણે સિંગરની હાલત ગંભીર છે. તાજેતરમાં, તેની ટીમે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે જીવલેણ હુમલાને કારણે તેના બંને ફેફસાંને નુકસાન થયું છે. ટોરી લેનેઝની ટીમ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, ટોરી લેનેઝ પર 14 વખત ચાકૂના ઘા મારવામાં આવ્યા છે, જેમાં પીઠ પર 7 વખત, ધડ પર 4 વખત, માથાના પાછળના ભાગમાં 2 વખત અને ચહેરા પર એક વાર ચાકૂથી ઘા મારવામાં આવ્યા હતા. તેમના બંને ફેફસાં ખરાબ થઈ ગયા છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલમાં, તે પોતાની મેળે શ્વાસ લઈ શકે છે. પીડા થતી હોવા છતાં, તે સામાન્ય રીતે વાત કરી શકે છે. તે ભગવાન અને તેના માટે પ્રાર્થના કરી રહેલા ચાહકોનો આભારી છે. TMZના અહેવાલ મુજબ, સોમવારે સવારે 7 વાગ્યે કેલિફોર્નિયા કરેક્શનલ ઇન્સ્ટિટ્યૂટમાં કેદ કરાયેલા એક વ્યક્તિ દ્વારા ટોરી લેનેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના સમાચાર મળતાં જ, 911 ને તાત્કાલિક મદદ માટે બોલાવવામાં આવ્યું અને ટોરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. નોંધનીય છે કે, કેનેડિયન રેપર ટોરી લેનેઝે વર્ષ 2020 માં અમેરિકન સિંગર અને લેખિકા મેગન રૂથ ઉર્ફે મેગન થી સ્ટેલિયનને ગોળી મારી હતી. 2020 માં, ગાયિકા મેગને ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં આરોપ લગાવ્યો હતો કે ટોરીએ એક પાર્ટી પછી તેના પગમાં બે ગોળી મારી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે સિંગરે આ બાબતે ફરિયાદ ન કરવા માટ તેને પૈસાની ઓફર કરી હતી. આ કેસમાં રેપર ટોરીની એપ્રિલ 2022 માં ધરપકડ કરવામાં આવી હતી. જો તે ઓગસ્ટ 2023 માં દોષિત ઠરે છે, તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે.

​અમેરિકન સિંગર મેગન રૂથને ગોળી મારવાના આરોપમાં 10 વર્ષની સજા ભોગવી રહેલા ગ્રેમી-નોમિનેટેડ કેનેડિયન રેપર ટોરી લેનેઝ પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેલમાં તેની સાથે રહેતા એક વ્યક્તિએ તેના પર છરીથી 14 વાર ઘા કર્યા હતા, જેના કારણે સિંગરની હાલત ગંભીર છે. તાજેતરમાં, તેની ટીમે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે જીવલેણ હુમલાને કારણે તેના બંને ફેફસાંને નુકસાન થયું છે. ટોરી લેનેઝની ટીમ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, ટોરી લેનેઝ પર 14 વખત ચાકૂના ઘા મારવામાં આવ્યા છે, જેમાં પીઠ પર 7 વખત, ધડ પર 4 વખત, માથાના પાછળના ભાગમાં 2 વખત અને ચહેરા પર એક વાર ચાકૂથી ઘા મારવામાં આવ્યા હતા. તેમના બંને ફેફસાં ખરાબ થઈ ગયા છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. હાલમાં, તે પોતાની મેળે શ્વાસ લઈ શકે છે. પીડા થતી હોવા છતાં, તે સામાન્ય રીતે વાત કરી શકે છે. તે ભગવાન અને તેના માટે પ્રાર્થના કરી રહેલા ચાહકોનો આભારી છે. TMZના અહેવાલ મુજબ, સોમવારે સવારે 7 વાગ્યે કેલિફોર્નિયા કરેક્શનલ ઇન્સ્ટિટ્યૂટમાં કેદ કરાયેલા એક વ્યક્તિ દ્વારા ટોરી લેનેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના સમાચાર મળતાં જ, 911 ને તાત્કાલિક મદદ માટે બોલાવવામાં આવ્યું અને ટોરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. નોંધનીય છે કે, કેનેડિયન રેપર ટોરી લેનેઝે વર્ષ 2020 માં અમેરિકન સિંગર અને લેખિકા મેગન રૂથ ઉર્ફે મેગન થી સ્ટેલિયનને ગોળી મારી હતી. 2020 માં, ગાયિકા મેગને ન્યૂ યોર્ક ટાઈમ્સ સાથેની એક મુલાકાતમાં આરોપ લગાવ્યો હતો કે ટોરીએ એક પાર્ટી પછી તેના પગમાં બે ગોળી મારી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે સિંગરે આ બાબતે ફરિયાદ ન કરવા માટ તેને પૈસાની ઓફર કરી હતી. આ કેસમાં રેપર ટોરીની એપ્રિલ 2022 માં ધરપકડ કરવામાં આવી હતી. જો તે ઓગસ્ટ 2023 માં દોષિત ઠરે છે, તો તેને 10 વર્ષની સજા થઈ શકે છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *