‘કાંતારા 2’ ના એક્ટર રાકેશ પૂજારાનું તાજેતરમાં નિધન થયું. રાકેશે થોડા દિવસ પહેલા જ ‘કાંતારા 2’ નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. 11 મેના રોજ, તે તેના નજીકના મિત્રના મહેંદી સેરેમનીમાં હાજર રહ્યો હતો. તે ફંક્શનમાં તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક તે બેભાન થઈને પડી ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, 34 વર્ષીય એક્ટર રાકેશ પૂજારાએ કર્ણાટકના કરકલામાં મહેંદી સેરેમનીમાં હાજરી આપી હતી. તે ઉડુપીનો રહેવાસી હતો. તેના અંતિમ સંસ્કાર કરનાલમાં જ કરવામાં આવ્યા હતા. તેણે 11 મેના રોજ ‘કાંતારા 2’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. રાકેશ પૂજારાએ તેના મિત્રના ઘરે થઈ રહેલા લગ્ન દરમિયાન ઘણી તસવીરો શેર કરી હતી. નોંધનીય છે કે, રાકેશ ‘કાંતારા 1’ માં પણ જોવા મળ્યો હતો. તેણે 2020 માં ‘કોમેડી ખિલાડીલૂ 3’ જીતી હતી, ત્યારબાદ તેને લોકપ્રિયતા મળવા લાગી હતી. આ ઉપરાંત રાકેશે ટીવી શો હિટલર કલ્યાણીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મોની વાત કરીએ તો, તે ‘પેથાકમ્મી’, ‘અમ્માર પોલીસ’, ‘પમ્મન્ના ધ ગ્રેટ’, ‘ઉમિલ’ અને ‘એલોકેલ’ જેવી સાઉથની ફિલ્મોમાં જોવા મળ્યો છે. ‘કાંતારા 2’ ના એક્ટર એમ.એફ. કપિલનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું આ પહેલા 6 મેના રોજ, ‘કાંતારા 2’ ના એક્ટર એમએફ કપિલનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. આર્ટિસ્ટ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 6 મેના રોજ, એમએફ કપિલ ‘કાંતારા 2’ ના શૂટિંગ દરમિયાન લંચ બ્રેક દરમિયાન સૌપર્ણિકા નદીમાં તરવા ગયો હતો. ત્યારબાદ તે ધસમતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તે જ સાંજે તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો. કોલ્લુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ કેસની તપાસ ચાલી રહી છે. આર્ટિસ્ટ એસોસિએશનનો દાવો- સેટની વચ્ચે નદીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું કપિલના મૃત્યુના સમાચાર પછી, AICWA (ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન)એ ચિંતા વ્યક્ત કરી છે અને આ મામલાની કડક તપાસની અપીલ કરી છે. ઉપરાંત, તેમની પોસ્ટમાં, ફિલ્મ ‘કાંટારા’ ના એક્ટર અને નિર્માતા ઋષભ શેટ્ટીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કપિલનું શૂટિંગ દરમિયાન મૃત્યુ થયું હતું. પોસ્ટમાં લખ્યું હતું- ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન 33 વર્ષીય જુનિયર કલાકાર એમએફ કપિલના અવસાનથી ખૂબ જ દુઃખી છે. એસોસિએશને પોતાની પોસ્ટમાં ફિલ્મ ‘કાંતારા’ના એક્ટર અને નિર્માતા ઋષભ શેટ્ટી, ને ટાંકીને કહ્યું છે કે કપિલનું મૃત્યુ નદીમાં ડૂબી જવાથી થયું છે. આ સાથે, એસોસિએશને આ મામલે કડક કાર્યવાહીની માગ કરી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સેટ પર અકસ્માતોના સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યા છે. જુનિયર કલાકારોથી ભરેલી બસનો અકસ્માત થયો ‘કાંતારા 2’ ના સેટ પર અકસ્માત થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. તાજેતરમાં, શૂટિંગ સ્થળ પરથી પરત ફરતી વખતે જુનિયર કલાકારોને લઈ જતી બસ પલટી ગઈ હતી અને ભારે તોફાન અને વરસાદને કારણે સેટને પણ નુકસાન થયું હતું. ‘કાંતારા 2’ એ કાંતારા સિરીઝનો બીજો ભાગ છે. ‘કાંતારા’નો પહેલો ભાગ 2022 માં આવ્યો હતો અને તેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.
’કાંતારા 2’ ના એક્ટર રાકેશ પૂજારાનું તાજેતરમાં નિધન થયું. રાકેશે થોડા દિવસ પહેલા જ ‘કાંતારા 2’ નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. 11 મેના રોજ, તે તેના નજીકના મિત્રના મહેંદી સેરેમનીમાં હાજર રહ્યો હતો. તે ફંક્શનમાં તેના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક તે બેભાન થઈને પડી ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. પીટીઆઈના અહેવાલ મુજબ, 34 વર્ષીય એક્ટર રાકેશ પૂજારાએ કર્ણાટકના કરકલામાં મહેંદી સેરેમનીમાં હાજરી આપી હતી. તે ઉડુપીનો રહેવાસી હતો. તેના અંતિમ સંસ્કાર કરનાલમાં જ કરવામાં આવ્યા હતા. તેણે 11 મેના રોજ ‘કાંતારા 2’નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. રાકેશ પૂજારાએ તેના મિત્રના ઘરે થઈ રહેલા લગ્ન દરમિયાન ઘણી તસવીરો શેર કરી હતી. નોંધનીય છે કે, રાકેશ ‘કાંતારા 1’ માં પણ જોવા મળ્યો હતો. તેણે 2020 માં ‘કોમેડી ખિલાડીલૂ 3’ જીતી હતી, ત્યારબાદ તેને લોકપ્રિયતા મળવા લાગી હતી. આ ઉપરાંત રાકેશે ટીવી શો હિટલર કલ્યાણીમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મોની વાત કરીએ તો, તે ‘પેથાકમ્મી’, ‘અમ્માર પોલીસ’, ‘પમ્મન્ના ધ ગ્રેટ’, ‘ઉમિલ’ અને ‘એલોકેલ’ જેવી સાઉથની ફિલ્મોમાં જોવા મળ્યો છે. ‘કાંતારા 2’ ના એક્ટર એમ.એફ. કપિલનું નદીમાં ડૂબી જવાથી મોત થયું હતું આ પહેલા 6 મેના રોજ, ‘કાંતારા 2’ ના એક્ટર એમએફ કપિલનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. આર્ટિસ્ટ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 6 મેના રોજ, એમએફ કપિલ ‘કાંતારા 2’ ના શૂટિંગ દરમિયાન લંચ બ્રેક દરમિયાન સૌપર્ણિકા નદીમાં તરવા ગયો હતો. ત્યારબાદ તે ધસમતા પ્રવાહમાં તણાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તે જ સાંજે તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો. કોલ્લુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ આ કેસની તપાસ ચાલી રહી છે. આર્ટિસ્ટ એસોસિએશનનો દાવો- સેટની વચ્ચે નદીમાં ડૂબી જવાથી તેમનું મોત થયું કપિલના મૃત્યુના સમાચાર પછી, AICWA (ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન)એ ચિંતા વ્યક્ત કરી છે અને આ મામલાની કડક તપાસની અપીલ કરી છે. ઉપરાંત, તેમની પોસ્ટમાં, ફિલ્મ ‘કાંટારા’ ના એક્ટર અને નિર્માતા ઋષભ શેટ્ટીને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે કપિલનું શૂટિંગ દરમિયાન મૃત્યુ થયું હતું. પોસ્ટમાં લખ્યું હતું- ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન 33 વર્ષીય જુનિયર કલાકાર એમએફ કપિલના અવસાનથી ખૂબ જ દુઃખી છે. એસોસિએશને પોતાની પોસ્ટમાં ફિલ્મ ‘કાંતારા’ના એક્ટર અને નિર્માતા ઋષભ શેટ્ટી, ને ટાંકીને કહ્યું છે કે કપિલનું મૃત્યુ નદીમાં ડૂબી જવાથી થયું છે. આ સાથે, એસોસિએશને આ મામલે કડક કાર્યવાહીની માગ કરી છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી સેટ પર અકસ્માતોના સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યા છે. જુનિયર કલાકારોથી ભરેલી બસનો અકસ્માત થયો ‘કાંતારા 2’ ના સેટ પર અકસ્માત થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. તાજેતરમાં, શૂટિંગ સ્થળ પરથી પરત ફરતી વખતે જુનિયર કલાકારોને લઈ જતી બસ પલટી ગઈ હતી અને ભારે તોફાન અને વરસાદને કારણે સેટને પણ નુકસાન થયું હતું. ‘કાંતારા 2’ એ કાંતારા સિરીઝનો બીજો ભાગ છે. ‘કાંતારા’નો પહેલો ભાગ 2022 માં આવ્યો હતો અને તેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.
