P24 News Gujarat

રામ ચરણની દીકરીનું ભોળપણ, મીણના પૂતળાંને પિતા સમજી બેઠી:ક્વીન એલિઝાબેથ પછી પૅટ સાથે વેક્સ સ્ટેચ્યૂ ધરાવતો પહેલો ભારતીય સ્ટાર બન્યો

લંડનના પ્રતિષ્ઠિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામ ચરણનું મીણનું પૂતળું મૂકવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યૂના અનાવરણ દરમિયાન રામ ચરણની દીરકી ક્લિન કારાએ ઉપસ્થિત તમામને મોહિત કરી દીધાં. પૂતળાંના અનાવરણ દરમિયાન દીકરી ક્લિન કારા સ્ટેજ પર પહોંચી અને પિતા રામ ચરણની પાસે જવાના બદલે વેક્સ સ્ટેચ્યૂ તરફ દોડી ગઈ. આ ક્યૂટ મોમેન્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. તાજેતરમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામ ચરણ અને તેના પ્રિય પાલતું શ્વાન રાયમ સાથેના મીણના પૂતળાંનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રામ ચરણ સાથે તેની પત્ની ઉપાસના, દીકરી ક્લિન કારા, માતા સુરેખા અને પિતા અને એક્ટર ચિરંજીવી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ તેમનો પ્રિય રાયમ પણ ઉપસ્થિત રહ્યો હતો. રામ ચરણની પત્ની ઉપાસનાએ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યાં છે. જેમાં ક્લિન કારા સ્ટેજ પર પહોંચે છે અને રામ ચરણના સ્ટેચ્યૂ પાસે દોડી જાય છે. દરમિયાન રામ ચરણ કેમેરા સામે પોઝ આપી રહ્યો હોય છે. જોકે કે વ્હાલી દીકરીને પ્રેમથી પોતાની તરફ ખેંચે છે. ક્લિન કારાની આ રમતિયાળ હરકતે ઈવેન્ટમાં હળવી ક્ષણ ઉમેરી દીધી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. રામ ચરણની પત્ની ઉપાસનાએ ફોટો શેર કરી કેપ્શનમાં પૂછ્યું કે, ‘ટીમ રાયમ કે ટીમ રામ? અને મારી ક્લિન કારા ખૂબ જ મોહક’. સાથે જ તેણે રમુજ કરતા લખ્યું કે, ‘ક્યારેક મીણનું વર્ઝન વધુ સારો પતિ બનાવે છે, દરેક ફોટોમાં માત્ર સાંભળવું અને સુંદર દેખાવું.’ લંડનમાં અનાવરણ બાદ રામ ચરણ અને રાયમના મીણના પૂતળાંને મેડમ તુસાદ મ્યુઝિયમ સિંગાપોરમાં ખસેડવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યૂની ખાસ વાત એ છે કે, રામ ચરણની સાથે તેના પ્રિય પાલતું શ્વાન રાયમનું પણ વેક્સ સ્ટેચ્યૂ મૂકાયું છે. આ અંગે સૌથી પહેલી વખત 2024માં જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રામ ચરણ અને રાયમ વચ્ચેના હૃદયસ્પર્શી ક્ષણો દર્શાવતો પ્રમોશનલ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. સૌથી અગત્યની વાત એ છે કે, ક્વીન એલિઝાબેથ 2 પછી રામચરણ પહેલો એવો ભારતીય સ્ટાર છે, જેનું તેના પેટ સાથે મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પુતળું મૂકવામાં આવ્યું હોય. અગાઉ સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ 2નું તેમના પેટ કોર્ગી સાથે વેક્સ સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું હતું.

​લંડનના પ્રતિષ્ઠિત મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામ ચરણનું મીણનું પૂતળું મૂકવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યૂના અનાવરણ દરમિયાન રામ ચરણની દીરકી ક્લિન કારાએ ઉપસ્થિત તમામને મોહિત કરી દીધાં. પૂતળાંના અનાવરણ દરમિયાન દીકરી ક્લિન કારા સ્ટેજ પર પહોંચી અને પિતા રામ ચરણની પાસે જવાના બદલે વેક્સ સ્ટેચ્યૂ તરફ દોડી ગઈ. આ ક્યૂટ મોમેન્ટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. તાજેતરમાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં રામ ચરણ અને તેના પ્રિય પાલતું શ્વાન રાયમ સાથેના મીણના પૂતળાંનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં રામ ચરણ સાથે તેની પત્ની ઉપાસના, દીકરી ક્લિન કારા, માતા સુરેખા અને પિતા અને એક્ટર ચિરંજીવી ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ તેમનો પ્રિય રાયમ પણ ઉપસ્થિત રહ્યો હતો. રામ ચરણની પત્ની ઉપાસનાએ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યાં છે. જેમાં ક્લિન કારા સ્ટેજ પર પહોંચે છે અને રામ ચરણના સ્ટેચ્યૂ પાસે દોડી જાય છે. દરમિયાન રામ ચરણ કેમેરા સામે પોઝ આપી રહ્યો હોય છે. જોકે કે વ્હાલી દીકરીને પ્રેમથી પોતાની તરફ ખેંચે છે. ક્લિન કારાની આ રમતિયાળ હરકતે ઈવેન્ટમાં હળવી ક્ષણ ઉમેરી દીધી છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે. રામ ચરણની પત્ની ઉપાસનાએ ફોટો શેર કરી કેપ્શનમાં પૂછ્યું કે, ‘ટીમ રાયમ કે ટીમ રામ? અને મારી ક્લિન કારા ખૂબ જ મોહક’. સાથે જ તેણે રમુજ કરતા લખ્યું કે, ‘ક્યારેક મીણનું વર્ઝન વધુ સારો પતિ બનાવે છે, દરેક ફોટોમાં માત્ર સાંભળવું અને સુંદર દેખાવું.’ લંડનમાં અનાવરણ બાદ રામ ચરણ અને રાયમના મીણના પૂતળાંને મેડમ તુસાદ મ્યુઝિયમ સિંગાપોરમાં ખસેડવામાં આવ્યું છે. આ વેક્સ સ્ટેચ્યૂની ખાસ વાત એ છે કે, રામ ચરણની સાથે તેના પ્રિય પાલતું શ્વાન રાયમનું પણ વેક્સ સ્ટેચ્યૂ મૂકાયું છે. આ અંગે સૌથી પહેલી વખત 2024માં જાહેરાત કરવામાં આવી હતી, જેમાં રામ ચરણ અને રાયમ વચ્ચેના હૃદયસ્પર્શી ક્ષણો દર્શાવતો પ્રમોશનલ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. સૌથી અગત્યની વાત એ છે કે, ક્વીન એલિઝાબેથ 2 પછી રામચરણ પહેલો એવો ભારતીય સ્ટાર છે, જેનું તેના પેટ સાથે મેડમ તુસાદ મ્યુઝિયમમાં મીણનું પુતળું મૂકવામાં આવ્યું હોય. અગાઉ સ્વર્ગસ્થ ક્વીન એલિઝાબેથ 2નું તેમના પેટ કોર્ગી સાથે વેક્સ સ્ટેચ્યૂ મૂકવામાં આવ્યું હતું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *