P24 News Gujarat

‘તો જરૂર ચૂંટણી લડીશ, કોઇના બાપુજીની પેઢી થોડી છે’:નિખીલ દોંગાનો ધડાકો, ‘જયરાજસિંહના કોઇ હરિફ નહોતા એટલે બણગા ફૂંકતાં’, નરેશ પટેલ અંગે પણ કર્યો શોકિંગ ખુલાસો

‘મારું ગ્રુપ, મારો સમાજ અને ગોંડલની જનતા કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ. વિધાનસભા ટિકિટમાં કોઈના બાપુજીની પેઢી થોડી ચાલે. અત્યાર સુધી જયરાજસિંહના કોઈ હરીફ નહોતા એટલે બણગા મારી બધાને દબાવતા અને દાદાગીરી કરતા. જયરાજસિંહને બીક લાગે છે કે હું જેલની બહાર રહીશ તો તેની કારકિર્દી ખતમ કરી નાખીશ. અગાઉ તેણે મને બે વખત ઘરે બોલાવી તાલુકા પંચાયતની ઓફર કરી હતી. મને મોતનો જરાય ડર નથી. જો ડર હોય તો જયરાજસિંહ સામે પડવાની વાત જ ક્યાં આવે? મને એ બાબતનું પૂરેપુરું દુ:ખ છે કે અલ્પેશ કથીરિયા ગોંડલમાં આવ્યા ત્યારે હું હાજર નહોતો. નહીંતર હુમલાની કોઇ વાત જ ન આવત. ‘ આ ધડાકો નિખીલ દોંગાએ દિવ્ય ભાસ્કર સામે કર્યો હતો. અગાઉ અનેક વખત રક્તરંજિત થઇ ચૂકેલા ગોંડલમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. દલિત યુવક સંજય સોલંકી પર જીવલેણ હુમલો, જાટ યુવક રાજકુમારનું રહસ્યમય મોત, અલ્પેશ કથીરિયાની રેલી પર હુમલો તેમજ પાટીદાર યુવક અમિત ખૂંટની આત્મહત્યાના બનાવ બાદ હાલ ગોંડલ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તમામ કેસમાં ક્યાંકને ક્યાંક એક વ્યક્તિનું નામ જોડાયેલું આવે છે. તે વ્યક્તિ એટલે જયરાજસિંહ જાડેજા. દબંગ સ્ટાઇલ માટે જાણીતા પાવરફૂલ નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનો ગોંડલમાં દબદબો છે. જેને ભૂતકાળમાં ચેલેન્જ આપનારા આજે શોધ્યા પણ જડતાં નથી. જોકે જયરાજસિંહની 27 વર્ષની સત્તાને એક પાટીદાર યુવકે પડકારી છે. તે યુવક એટલે નિખીલ રમેશભાઈ દોંગા. ‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગ્રુપ ચલાવતા 40 વર્ષીય નિખીલ દોંગા પર 100થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને 10થી વધુ વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેના પર જયરાજસિંહની હત્યા માટે જેલ તોડીને ભાગવાનો પણ આરોપ છે. નિખીલ દોંગાએ દિવ્ય ભાસ્કરને સુપર એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો છે. મીડિયા જગતમાં નિખીલ દોંગાનો આ પહેલો ઈન્ટરવ્યૂ છે, જેમાં તેણે તમામ સવાલોના વિગતવાર જવાબ આપી પોતાની આગામી રણનીતિ જણાવી હતી. આ ઉપરાંત અનેક શૉકિંગ ખુલાસા પણ કર્યા છે. તો હું 100% આવીશ અને ભાજપમાંથી ચૂંટણી લડીશ
અમે સૌથી પહેલો સવાલ કર્યો હતો કે શું તમે 2027માં ગોંડલ વિધાનસભાની ચૂંટણી લડશો? જેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘જો ગોંડલની જનતા મને અપીલ કરશે. મારો સમાજ, અઢારે વર્ણ તેમજ મારું ‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગ્રુપ કહેશે કે મારે આવવું જોઇએ (ચૂંટણી લડવી જોઇએ) તો હું 100% આવીશ અને ભાજપમાંથી ચૂંટણી લડીશ.’ જયરાજસિંહ જાડેજા જાહેરમાં કહી ચૂક્યા છે કે ગોંડલમાં તેના પરિવાર સિવાય કોઇને ભાજપની ટિકિટ નહીં મળે, આ અંગે તમારું શું કહેવું છે? જેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘ના ના એ બધી ખોટી બણગા ફૂંકવાની વાતો કરે છે. એમાં કોઈના બાપુજીની પેઢી થોડી હોય. એમાં મોદી સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે એ બધું થાય.’ તેમણે આગળ કહ્યું, ‘હાલ તો મને સૌરાષ્ટ્રમાં આવવાની પરમિશન નથી એટલે સુરતમાં છું. અહીંના યોગીચોકમાં મારી ઓફિસ છે. અહીં યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના લોકો આવે તેની સાથે સમય પસાર કરું છું. બાકી તો મને મારા એરિયામાં જવાની પરમિશન મળે એમાં જ બધું સાચું આવે ને?’ તમારી પાછળ કોનો હાથ છે? તેના જવાબમાં તેમણે કહ્યું, ‘મારી પાછળ હાલ કોઇ મજબૂત વ્યક્તિ નથી. મારા ગુરુ અમરગીરીબાપુનો મને સપોર્ટ છે. કોઇનો એક રૂપિયાનો પણ સપોર્ટ મેં ક્યારેય લીધો નથી. ક્યારેક ક્યાંક અટવાયો હોઇશ તો મિત્ર સર્કલમાં પાંચ-પચીસ રૂપિયા લીધા હશે એ પણ ટાઇમસર પાછા આપી દીધા છે. મેં કોઇ દિવસ કોઇનો ફંડ-ફાળો પણ લીધો નથી. કોઇ એક વ્યક્તિ મને એવું ના કહી શકે કે મેં તમને આમાં 100 રૂપિયા પણ ફંડ ફાળો આપ્યો હતો.’ જયરાજસિંહને બીક છે કે હું ચૂંટણી લડીશ તો તેનો કાર્યક્રમ પૂરો થઈ જશે
તમારી સાથે જયરાજસિંહને શું વાંધો પડ્યો? તેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું ‘મૂળમાં જયરાજસિંહને એ વસ્તુની બીક હતી કે જો હું જેલમાંથી બહાર નીકળું અને હું પટેલ છું અને પટેલની ગોંડલમાં વસ્તી વધારે છે અને મારા ગ્રુપમાં કોળી, બ્રાહ્મણ, દલિત, ભરવાડ, આહિર, દરબાર સહિત અઢારેય વર્ણ (જ્ઞાતિ)ના લોકો હતા. એટલે તેને એ વસ્તુની બીક લાગી ગઇ કે કાલ સવારે આ બહાર નીકળે અને ચૂંટણી લડે તો તેનો કાર્યક્રમ પૂરો કરી નાખશે.’ શું તમે જયરાજસિંહને ક્યારેય મળ્યા છો? તેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘હા, મારે તેમને બે વખત મળવાનું થયું છે. જયરાજસિંહે મને કહ્યું હતું કે ‘તું ભાજપમાં ભળી જા. અંદર બેઠા-બેઠા હું તને ટિકિટ આપું. તારે ચૂંટણી લડવાની અને તને જીતાડી દેવાની જવાબાદારી અમારી.’ એ બધી વાતો કરી હતી. એટલે મેં તેમને પછી ના પાડી અને કહ્યું કે ‘ભાજપ કે કોંગ્રેસની એવી કોઇ વાત નથી પણ મારે ચૂંટણી લડવી નથી. મારે મારું યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવું છે અને કાલ સવારે જો હું ચૂંટણી લડું તો બધું ભેળવાઇ જાય.’ એટલે આ કારણે મેં તેમને ના પાડી હતી. ‘ નિખીલ દોંગાએ વધુમાં કહ્યું, ‘ત્યાર બાદ જયરાજસિંહે મને તાલુકા પંચાયતના પ્રમુખ બનવાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે હું તને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવી દઉં. તેમણે મને વર્ષ 2020માં આ ઓફર કરી હતી. ત્યારે મને એ નહોતી ખબર પડતી કે તાલુકા પંચાયત શું અને અને પ્રમુખ શું કે આનો શું પાવર હોય. મને એ બાબતમાં કોઇ રસ નહોતો એટલે મેં તેમને ગુજરાતીમાં ના પાડી દીધી કે મારે એમાં ક્યાંય પડવું નથી.’ જયરાજસિંહ સાથે સમાધાનનો કોઈ પ્રશ્ન જ નથી
તમારા અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થશે? જેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘આમા સમાધાનનો કોઇ પ્રશ્ન જ ન આવે. કોઈ તમારી પહેલેથી છેલ્લે સુધી આખી કારકિર્દી પૂરી કરી નાખી હોય. તમારો કોઇ વાંક ન હોય. તમે કોઇના ઘરની બાજુમાંથી ચાલ્યા જતા હોય અને એને એવી શંકા જાય કે આ મારી હત્યા કરી નાખશે અને એના આધારે તમારા પર ઘા કરી લે. તો એમાં સમાધાનની ક્યાં વાત આવે? મારે કંઇ લેવા-દેવા નહોતું. મારે એ વખતે કોઇ ચૂંટણી લડવી નહોતી. એ વખતે મને બોલાવ્યો પણ મેં ના પાડી એટલે તેને (જયરાજસિંહ)ને એવું થયું કે હું તેની સીટ લઇ લઇશ. તેના અનુસંધાને મારા પર ખોટી રીતે ગુના દાખલ કરાવ્યા.’ નિખીલ દોંગાએ આગળ કહ્યું, ‘તેમણે બહુ બધો અમારી પર દમન ગુજાર્યો છે. બહુ બધી અમારી જેલ ફેરવી. અમારી પથારી ફેરવી નાખી. અમારી ભેગા જે નિર્દોષ માણસો હતા, જેને આમાં કંઇ લેવા-દેવા નહોતું. તેમના નાના-નાના છોકરાને ભણતા ઊઠી જવું પડ્યું. ઘણાના ઘર ભાંગી ગયા. કેટલાયના ઘરે બધું ઉલટસુલટ થઇ ગયું. ઘણા બધા એવા પ્રશ્નો ઊભા થયા કે જેના જવાબો મને આજેય નથી મળ્યા. હું તેની ભરપાઇ કરી શકું તેમ નથી. મારી ટીમની આ લોકોએ જે પથારી ફેરવી, જે નુકસાન કર્યું, જે હું આખી જિંદગી ભરપાઇ નથી કરી શક્યો. એટલે સમાધાન જેવું આમાં કંઇ હોય જ નહીં.’ જયરાજસિંહના ગ્રુપે સામેથી સમાધાનના કોઇ પ્રયાસ કર્યા છે? તેના જવાબમાં દોંગાએ કહ્યું, ‘હા તેમણે ઘણા બધા પ્રયાસ કર્યા છે. મને જેલમાં આવીને સમજાવ્યો. મને તાલુકા પંચાયત અને નાગરિક બેંકની ઓફર કરી. તમામ પ્રકારે જે થતું હતું એ બધું કરી લીધું. મને કહ્યું કે તારે જે લેતી-દેતી હોય, પૈસાનું કે બીજું નુકસાન થયું હોય એ માટે બેસીને વાત કરીએ. એટલે મે કહ્યું, કે આમાં તો બેસવાની વાત જ ન આવે.’ હું તો સારવાર કરાવવા માટે જાપ્તામાંથી ભાગ્યો હતો
પોલીસ ચાર્જશીટમાં તમારા પર આરોપ લાગ્યો છે કે તમે જયરાજસિંહની હત્યા કરવા માગતા હતા. આ અંગે તમારું શું કહેવું છે? જેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘જ્યારે જેલમાંથી ભાગ્યો ત્યારે હું તો મારી સારવાર કરાવવા માટે ગયો હતો. આ તો પોલીસે બધી ગોઠવણ કરીને તેના (જયરાજસિંહ) કહેવાથી લખી નાખ્યું હોય. હું તો સારવાર કરાવવા માટે નીકળ્યો હતો.’ તેમણે વધુમાં કહ્યું, ‘જેલમાં મારા પર 268ની કલમ લગાવવામાં આવી હતી. ભારત આઝાદ થયો ત્યાર પછી ગુજરાતમાં 75 લોકો પર પણ આ કલમ નહીં લાગી હોય એવી કલમ લગાવી, જેમાં મને હાર્ટ અટેક આવે કે મારા પર હુમલો થાય તો મને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં ન આવે. પહેલા ગૃહ વિભાગની પરમિશન આવે પછી પોલીસને મોટો જાપ્તો ફાળવવામાં આવે પછી મને હોસ્પિટલ લઇ જાય એટલે આ બધા માનસિક ત્રાસ દેવાના ધંધા હતા.’ પોલીસ જાપ્તામાંથી ભાગીને શું કર્યું તેના જવાબમાં તેમણે કહ્યું, ‘હું ભૂજની હોસ્પિટલમાંથી નીકળીને સીધો ઉત્તરાખંડના નૈનીતાલ ગયો હતો. ત્યાં હું બીજા કે ત્રીજા દિવસે હોટલમાંથી પકડાઇ ગયો હતો. મેં જેની પાસેથી મોબાઇલ નંબર લીધો હતો એ નંબર ચાલુ કર્યો એ પોલીસ પાસે આવી ગયો એટલે હું પકડાયો હતો.’ મારા પર જયરાજસિંહના કહેવાથી ગુજસીટોક લાગ્યો હતો
નિખીલ દોંગાએ કહ્યું, ‘હું જો જેલમાંથી બહાર આવું તો તેને સીટ જવાનો ખતરો દેખાતો હતો. એને એવું લાગતું હતું કે આ છૂટશે તો મારી કારકિર્દી પૂરી કરી નાખશે એટલા માટે તેણે મને ભાજપમાં કહ્યું હતું તો પણ જોડાયો નહીં, એટલે મારા પર ગુજસીટકોક લગાવ્યો.’ શું ગોંડલમાં પાટીદારો પર દમન થાય છે? જેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘ગોંડલમાં 100% પાટીદારો પર દમન થાય છે અને ડર છે. તમે અત્યારની આ બધી ઘટના જુઓ જ છો ને. રાજકુમાર જાટ કે અમિત ખૂંટની ઘટના હોય. પોલીસ જયરાજસિંહ કહે એ પ્રમાણે જ કરે છે. હું આટલો બધો તાકાતવર હતો છતાં મારા પર ગુજસીટોક લગાવ્યો અને રાતોરાત જેલ બદલી કરાવી તેમજ મારું બધું પૂરું કરાવી નાખ્યું, મારી સંપત્તિ જપ્ત કરાવી, તો સામાન્ય માણસ તો ચોખ્ખી વાત છે ને કે એ ડરવાનો જ છે. સામાન્ય માણસને તેનો ઘર-પરિવાર સંભાળવો કે આ મગજમારીમાં પડવું એટલે એના હિસાબે બધા દબાયેલા છે.’ મને મોતનો જરાય ડર નથી
શું તમને કોઇ ધમકી મળે છે કે ડર લાગે છે? તેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘ના મને કોઇ ધમકી મળી નથી. તેમજ મને મોતનો પણ જરાય ડર નથી. જો ડર હોય તો જયરાજસિંહ સામે પડવાની વાત જ ક્યાં આવે? ‘ તેમણે આગળ કહ્યું, ‘ગોંડલની જનતાએ એ સમજવાની જરૂર છે કે અમે બધાએ કેટલો સંઘર્ષ કર્યો છે. અમે ખોટા ગુનાઓમાં કેટલી બધી જેલ ભોગવી છતાં અમે અડીખમ છીએ. અમે ગમે તેવી સ્થિતિમાં આજીવન સમાધાન નથી કરવાના. ખરેખર તમારે મુક્ત થવું હોય તો ખુલીને તમે બહાર આવો. કોઇનાથી ડરવાની જરૂર નથી. એ લોકોમાં એવો કોઇ પાણિયારો (પાણીદાર) નથી કે આવીને ગોળી મારી દે. એ એટલા માટે નથી કે જેલ કાપી શકે એવી કોઇની સ્થિતિ જ નથી. કોઇ જેલ જ ભોગવી શકે એમ નથી. ગોંડલની જનતાને કોઇ બીક હોય કે અમને મારી કે કૂટી નાખે તો વાત જ ખોટી છે. ક્રાઇમ કરીને બધાને દબાવીને રાખતા એ બધા દિવસો ગયા. એ જીણામોટું કરે અને પોલીસથી ડરાવે. એ તો તમારે એવા ધંધા કરવા હોય તો ડરાવે. તમારે દારુ પીવો હોય તો પોલીસથી ડરવાનું હોય બાકી શેનાથી ડરવાનું? બાકી તમે કોઇ ધંધો કરતા હો તો જીઇબી કે નગરપાલિકામાં કંઇક પાસ કરાવવામાં નાનો-મોટો સંઘર્ષ કરવો પડે. એમાં કંઇ ડરવાની જરૂર નથી. જે લોકો નથી ડરતા એ અમને ખુલીને સપોર્ટ કરે જ છે ને. જો તમારે આઝાદ થવું હશે તો ખુલીને સપોર્ટ કરવો જ પડશે. બાકી આ વસ્તુની કોઇ દવા નથી.’ ગુજસીટોક વખતે નરેશે પટેલે માણસો ભેગા કર્યા, પણ તેનું કોઈ રિઝલ્ટ નહોતું આવ્યું
ખોડલાધામના નરેશ પટેલ તમને સપોર્ટ કરતાં હોવાની વાત ચાલી રહી છે, આ અંગે શું કહેશો? જેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘જે-તે સમયે મારા પર ગુજસીટોક લાગ્યો ત્યારે મને ટીવીના માધ્યમથી જાણવા મળ્યું હતું કે નરેશ પટેલે અવાજ ઉઠાવ્યો હતો. એ વખતે તેમણે બધાને ભેગા કરી મિટિંગ કરીને એવું બધું થયું હતું પણ તેમાં કોઇ વસ્તુનું રિઝલ્ટ આવ્યું નહોતું. મેં ક્યારેય પણ તેનો કોઇપણ પ્રકારનો સપોર્ટ લીધો નથી. એ વખતે તેમણે ફોન કરીને ચિંતા ન કરતો એવું બધું કહ્યું હતું પણ તેનાથી શું થાય? આવું તો મને ઘણા બધા માણસોએ કહ્યું હતું અને મેં પછી તેની સાથે ક્યારેય વાત નથી કરી.’ પાટીદાર નેતા અને ભૂતપૂર્વ સાંસદ રમેશભાઈ ધડૂક અંગે નિખીલ દોંગાએ કહ્યું, ‘તેમની પાસે બીજી કોઇ અપેક્ષા રાખવા જેવી નથી. અંદાજે 2017નો બનાવ છે. તેમનો દીકરો રસ્તા પર જતો હતો ત્યારે કોઇકે છરીના ઘા માર્યા હતા. આરોપી પર 307 કલમ મુજબ ગુનો દાખલ થયો હતો. જો પાછળથી આ કેસમાં કોઇના દબાણમાં આવી સમાધાન થઇ જતું હોય અને આરોપી છૂટી જતા હોય તો શું કહેવું. ગોંડલમાં ક્યાંય પણ ક્રાઇમ થાય તો એક વ્યક્તિના કહેવાથી જ બધું ઓપરેટ થાય છે. તેને આખી સિસ્ટમ બેસાડેલી છે. પંચ-પુરાવાથી લઈને પોલીસ તેણે સેટ કરેલી હોય છે. આવડા મોટા સાંસદના દીકરાને છરી મારનારા જો નિર્દોષ છૂટી જતા હોય તો મારે તેની પાસે શું અપેક્ષા રાખવી.’ ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને તેના માણસો પર હુમલા અંગે નિખીલ દોંગાએ કહ્યું, ‘મને એ બાબતનું પૂરેપુરું દુ:ખ છે કે હું ત્યારે હાજર નહોતો. નહીંતર એમાં કંઇ હુમલાની કે એવી કોઇ વાત જ ન આવે. સોશિયલ મીડિયાના માધ્યમથી જાણીને મને ખૂબ દુ:ખ થયું. મને ગોંડલમાં મારી ગેરહાજરીનો અહેસાસ થયો. જો હું હાજર હોત તો 100% ખાતરી આપું છું કે હુમલાનો કોઇ પ્રકારનો નાનો એવો પણ બનાવ ન બનત અને ગોંડલની પબ્લિકે પહેલાં આ બધું જોયેલું છે.’ બધી જ્ઞાતિના લોકો સમજશે નહીં ત્યાં સુધી આવી હત્યાના ઘણા બધા પરિણામ ગોંડલે ભોગવવા પડશે
અમિત ખૂંટની આત્મહત્યા અંગે તેમણે કહ્યું, ‘આ એક રહસ્યમય બાબત છે. પોલીસ તપાસ કરે છે પણ નથી લાગતું કે એ વિસ્તારની પોલીસ તપાસ કરે છે ત્યાં સુધી સત્ય બહાર આવે. ત્યાં જગજાહેર જ છે કે કોના કહેવાથી બધું ઓપરેટ થાય છે. ત્યાં તમે તપાસની અપેક્ષા શું રાખી શકો? સીબીઆઇ કે રિટાયર મેજીસ્ટ્રેટના નેતૃત્વમાં સીટની રચના થાય તો તથ્યો બહાર આવે. આ લોકો ગોંડલમાં દાદાગીરી કરીને જ તંત્ર ચલાવે છે. જ્યાં સુધી ભાજપ આને (જયરાજસિંહ)ને ટિકિટ આપશે અને જ્યાં સુધી પટેલ સમાજ સહિત બધી જ્ઞાતિના લોકો સમજશે નહીં ત્યાં સુધી આવી હત્યાના ઘણા બધા પરિણામ ગોંડલે ભોગવવા પડશે.’ જેલમાં રીબડાવાળા અનિરુદ્ધસિંહ જાડેજા સાથેની મુલાકાત અંગે તેમણે કહ્યું, ‘વર્ષ 2008ના આઠમા કે નવમા મહિનામાં જેલમાં મારી અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે પહેલીવાર મુલાકાત થઈ હતી. અમારી વચ્ચે ગાઢ નહીં પણ ઠીક ઠીક સંબંધો હતા. એકબીજાને મિત્રતાના નાતે ચા-પાણી સલાહ કરતા કે ઊભા રહીને 2-5 મિનિટ વાતો કરતા. બીજા કોઇ ખાસ સંબંધ નહોતા. મેં ક્યારેય તેનો સપોર્ટ લીધો નથી કે મારી સાથે એકેય બાબાતમાં તેનું નામ ક્યારેય જોડાયું નથી. આજે તેમની સાથે કોઇ પ્રકારનો સંપર્ક નથી.’ અનિરુદ્ધસિંહ જાડેજા તમારા યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપમાં હાજર રહ્યા એટલે તમારા જયરાજસિંહ સાથે સંબંધો બગડ્યા હતા? તેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘ના, એવું હું માનતો નથી. મારા કાર્યક્રમમાં તો એવા ઘણા બધા માણસો હાજર રહેતા તો બધા સાથે જયરાજસિંહના સંબંધો બગડવા જોઇએ ને?’ વિઠ્ઠલ રાદડિયા પ્રત્યે મને બીજા કરતાં વિશેષ લાગણી હતી
કદાવર પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયા સાથેના સંબંધો અંગે નિખીલ દોંગાએ કહ્યું, ‘તેમની સાથે મારે ખૂબ સારા સંબંધ હતા. જ્યારે 2016માં આ બધા બનાવો બન્યા અને મારે ગોંડલમાંથી નીકળી જવાનું થયું. એ પછી હું વિઠ્ઠલભાઇ પાસે જ જવાનો હતો પણ પછી તેઓ બીમાર પડી ગયા અને અમે ક્યારેય મળી ન શક્યા. અમારે પછી ફોનમાં 3-4 વાર વાત થઇ હતી. તેમના કિસ્સા બહુ બધા સાંભળ્યા છે. એટલે મને તેમના પ્રત્યે બીજા કરતાં વિશેષ લાગણી હતી. તેમના દીકરા જયેશ રાદડિયા સાથે સંબંધ ખરા, પણ એટલા બધા ખાસ નહીં. આ સિવાય મારે ભાજપના ગોવિંદભાઇ પટેલ સહિતના ઘણા નેતાઓ સાથે સારા સંબંધો છે, જેમાં અમુક નામ હું ડિક્લેર નથી કરવા માગતો.’ વર્ષ 2008માં હીરાના વેપારીના મર્ડર કેસમાં નામ જોડાવા અંગે નિખીલ દોંગાએ કહ્યું, ‘મારો મિત્ર મનીષ મગન શિરોયા હીરાનું કારખાનું ચલાવતો હતો.તેને અને હીરાના દલાલ વચ્ચે કોઇક મુદ્દે માથાકૂટ થઇ હતી. એમાં આવેશમાં આવીને મારા મિત્ર મનીષ મગન શિરોયા હીરા દલાલનું ગળું દબાવી દીધું હતું. પછી તેને દવાખાના લઇને જતો હતો ત્યારે તેને થયું કે હીરા દલાલ તો મરી ગયો છે તો તેને દવાખાન ન લઇ જવાય એટલે રસ્તામાં ફેંકી દીધો હતો. આ કેસમાં મારે કોઇ લેવા-દેવા નહોતું.’ 2013માં કાઠી યુવક વનરાજ ધાંધલની હત્યા કેસમાં લાગેલા આરોપ અંગે નિખીલ દોંગાએ કહ્યું, ‘વનરાજ કાઠી અને મારે અગાઉ બે-ત્રણ વખત માથાકૂટ થઇ હતી. જેના આધારે તેના મર્ડર કેસમાં મારું નામ આવ્યું હતું, જેમાં હું પાછળથી નિર્દોષ છૂટી ગયો હતો. વનરાજ કાઠીની પીઠડિયા ટોલ નાકે હત્યા થઇ હતી અને ગોંડલમાં ગાયત્રીનગરમાં તેની લાશ મળી હતી. વનરાજ સાથે અનિરુદ્ધસિંહને પણ વાંધો ચાલતો હતો એટલે આ કેસમાં અનિરુદ્ધસિંહનું પણ નામ જોડાયું હતું. ત્યાર બાદ મારું અને અનિરુદ્ધસિંહ બંનેનું પણ તેમાં નામ જોડાયું હતું.’ તમારા પર 117 કેસ હોવાની વાત છે આ અંગે શું કહેશો? જેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘હાલ મારા પર 6થી 7 કેસ છે. એક શક્તિસિંહ, બીજા નવઘણ ભરવાડ એવા અલગ અલગ વ્યક્તિને મારી સાથે લેવા-દેવા વગર જોડી દીધા છે. જે લોકો સાથે મારે 2014-15 પહેલાં સંબંધ હતા એ લોકોના પણ મારી સાથે નામ જોડી દીધા હતા અને ગુજસીટોકનો કાયદો તો 2019માં આવ્યો, જેમાં અમુક લોકોએ સાથે ક્રાઇમ કર્યો હોય અને કેસો થાય તેના અનુસંધાને ગુજસીટોક લાગે પણ આ લોકોએ તો આના (જયરાજસિંહ)ના કહેવાથી ખોટું ચિત્રકામ કરી નાખ્યું અને અમારી પર ગુજસીટોક લગાવી દીધો. ગુજસીટોકમાં એવું હોય કે 1 નંબરના આરોપી પર 25 ગુના હોય, 2 નંબરના આરોપી પર 35 ગુના હોય, 3 નંબરના આરોપી પર 12 ગુના હોય એ બધુ ભેગું કરીને 117 ગુના દેખાડે. ભેટમાં મળેલી વસ્તુને પોલીસે હથિયાર તરીકે ગણી લીધા હતા
‘યુદ્ઘ એ જ કલ્યાણ’ ગ્રુપની ઓફિસમાંથી હથિયાર મળવાની ઘટના અંગે તેમણે કહ્યું, ‘અમારું ગ્રુપ વૃક્ષારોપણના કાર્યક્રમો પણ કરે છે. એ માટે પાવડો-કોદાળી-ત્રિકમ જેવા સાધનો બીજા પાસેથી લેવા પડતા હતા. એટલે અમે વિચાર્યું કે જાતે જ વસાવી લઇએ કે જેથી વારંવાર માગવા ન પડે. એટલે અમે એવા સાધનો વસાવ્યા હતા. એને પોલીસે હથિયાર તરીકે ગણી લીધા હતા. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ કર્યો એમાં મારું સન્માન કરવા આવેલા લોકોએ તલવારને એ બધું ભેટમાં આપ્યું હતું. એ વસ્તુઓને પોલીસે હથિયાર તરીકે ગણી લીધા હતા. ગોંડલમાં બધાને ખબર જ છે કે આ બધુ તૂત ઊભું કરેલું છે.’ પોતાના બાળપણ અંગે જણાવતા નિખીલ દોંગાએ કહ્યું, ‘મારો જન્મ 12 ડિસેમ્બર, 1985માં મારા મામાના ઘરે રાજકોટ થયો હતો. હાલ પરિવાર ગોંડલમાં રહે છે. મૂળ વતન દેરડી કુંભાજી ગામ છે. જ્યાં ઘર નથી પણ અમારી 2.5 વિઘા ખેતીની જમીન છે. પરિવારમાં મમ્મી-પપ્પા, હું એક ભાઇ અને એક બહેન છે. બહેનના મેરેજ થઈ ગયા છે. મારા મમ્મી શિક્ષક હતા અને પરિમલ સ્કૂલ સંભાળતા. સાથે ઘરે ટ્યૂશન પણ કરાવતા હતા. મારા પપ્પા પહેલાં બગસરાનું ગોલ્ડ વેચતા. ત્યાર બાદ ખાદી વેચવા સહિતના અલગ અલગ ધંધા કરતા. હાલ જમીન-મકાનની દલાલીનું કામ કરે છે.’ મને બાળપણથી ભણવામાં રસ ઊડી ગયો હતો
તેમણે કહ્યું, ‘મેં 1થી 4 ધોરણ સુધી ગોંડલની તન્ના સ્કૂલ તેમજ ત્યાર બાદ ધોરણ 8 સુધી માધવ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. ધોરણ-9માં હાઇવે પર આવેલા સ્વામીનારાયણ ગુરુકૂળમાં પ્રવેશ લીધો હતો પણ પછી ભણવાનું અડધેથી છોડી દીધું હતું.’ અધૂરો અભ્યાસ છોડવાનું કારણ જણાવતા તેમણે કહ્યું, ‘મારા પપ્પાને એ ત્રણ ભાઇઓ છે. મારા કાકાના છોકરાઓ બહુ ભણ્યા હતા પણ તેમને ક્યાંય નોકરી મળી નહોતી. એટલે મને બાળપણથી ભણવામાં રસ ઊડી ગયો હતો એટલે મેં પછી હીરા ઘસવાનું ચાલુ કર્યું હતું’ હીરાની જર્ની વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘મારા પપ્પાના બાળપણના દેરડી કુંભાજીના એક મિત્ર રાજુભાઈ નરોડિયાને સુરતમાં પાનનો ગલ્લો હતો. તેમણે મારા પપ્પાએ વાત કરી કે ‘મારા છોકરાને ભણવું નથી અને હીરામાં રસ જાગ્યો છે અને બીજી એકેય વાતે માનતો નથી.’ એટલે પપ્પાના મિત્રએ કહ્યું કે ‘કંઇ વાંધો નહીં સુરત મોકલો. તેને હીરા ઘસતા શીખવાડી દઇશું.’ આ સિવાય મારા પપ્પાના માસીના એક દીકરા સુરતમાં રૂમ ભાડે રાખીને હીરા ઘસતા હતા. એટલે ત્યાં હીરા ઘસવાનું શીખ્યો. પહેલા એક વર્ષ સુરત રહ્યો. ત્યાર બાદ ગોંડલ અને અમદાવાદમાં હીરા ઘસ્યા. પછી ફરી સુરત ગયો અને પાછો ગોંડલ આવ્યો. આમ અલગ અલગ જગ્યાએ હીરા ઘસવાનું કામ કર્યું હતું. મારી પહેલી કમાણી 1850 રૂપિયા હતી. જેમાંથી 1 હજાર રૂપિયા ઘરે મોકલ્યા હતા. જ્યારે બાકીના રહેવા-જમવામાં ખર્ચ કર્યા હતા. ‘યુદ્ધ એ જ કલ્યાણ’ વાક્ય મારા મગજમાં અવાર-નવાર ઘૂમતું રહેતું
‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગ્રુપની સ્થાપના કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? તેના વિશે નિખીલ દોંગાએ કહ્યું, ‘હીરા ઘસતો ત્યારે મારા શેઠે મને તેના ઘરે સામાન આપવાનું કામ સોંપ્યું હતું. જ્યાં શેઠના ઘરે દિવાલ પર ચિત્ર લગાવેલું હતું, જેમાં રથ પર સવાર કૃષ્ણ ભગવાન હતા અને નીચે ‘યુદ્ધ એ જ કલ્યાણ’ લખ્યું હતું. હું આ વાક્યથી પ્રભાવિત થયો હતો. આ વાક્ય મારા મગજમાં અવાર-નવાર ઘૂમતું રહેતું.’ આગળની જર્ની વિશે વાત કરતાં તેમણે કહ્યું, ‘વર્ષ 2008માં મર્ડર કેસમાં મારું નામ આવ્યું અને હું જેલમાં ગયો. પછી 2013માં બીજા મર્ડરમાં મારું નામ આવ્યું અને હું જેલમાં ગયો. ત્યાર બાદ વર્ષ 2014માં મારી પાસે જે બાઇક હતું તેમાં મેં ‘યુદ્ધ એ જ કલ્યાણ’ લખાવ્યું હતું. ત્યાર બાદ ધીમે ધીમે મારા ગ્રુપના બીજા લોકો પણ ‘યુદ્ધ એ જ કલ્યાણ’ લખાવતા ગયા. ત્યાર બાદ મને એક શિક્ષકે સલાહ આપી કે આ નામ આપણે રજિસ્ટર કરીએ તો સારું. એટલે મેં કહ્યું કે કંઇ વાંધો નહીં. આપણે ચેક કરાવીએ કે આ નામ રજિસ્ટર છે કે નહીં. તો ખબર પડી કે આ નામ રજિસ્ટર નથી થયું. એટલે પછી એ નામ પર ટ્રસ્ટ રજિસ્ટર કરાવ્યું. અત્યારે 22થી 25 હજાર લોકો આ ગ્રુપના સભ્ય છે. 2020માં મારા પર ગુજસીટોક લાગ્યો ત્યારે 13થી 14 હજાર સભ્યો હતા.’ તેમણે આગળ કહ્યું, ‘અમારા ગ્રુપની કામગીરી જગજાહેર છે. વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશનના અનેક કેમ્પ કર્યા છે. ગોંડલમાં અમે 5128 બોટલનો સૌથી મોટો બ્લડ કેમ્પ કર્યો હતો. સરદાર જયંતીના દિવસે અંગદાનનો કાર્યક્રમ કર્યો હતો, જેમાં 1028 અંગદાન સાથે ગોલ્ડન બુકમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. કોરાનાકાળમાં બે જગ્યાએ રસોડાં ચલાવ્યા હતા, જેમાં ગોંડલમાં રોજ 4 હજારથી વધુ તેમજ સુરતમાં રોજ 6 હજારથી વધુ લોકો જમતા હતા. ‘ મારે હજી ઘણા બધા કામ કરવા છે
હજી સુધી લગ્ન કેમ નથી કર્યા? તેના જવાબમાં નિખીલ દોંગાએ કહ્યું, ‘મારી 28થી 40 વર્ષની ઉંમર જેલમાં જ વિતી ગઇ હતી. એ દરમિયાન મેં યુદ્ધ એ જ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં મારે હજી ઘણા બધા કામ કરવા છે. સ્કૂલ અને હોસ્પિટલ બનાવવી છે. ગૃહઉઘોગ ચાલુ કરવો છે. મારાથી થાય એટલા સામાજિક કામ કરવા છે, જેમાં મારો 50% સમય વેડફાઇ જાય છે એટલે મેં હજી લગ્ન નથી કર્યા અને હું હવે મેરેજ કરવાનો પણ નથી.’ પોતાના પ્રાણી પ્રેમ અંગે વાત કરતાં નિખીલ દોંગાએ કહ્યું, ‘મને બાળપણથી પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો. ઘરેથી નીકળતો તો શેરીમાં કૂતરા, બિલાડી કે ગાયને રોટલી નાખતો. 2015માં પેરોલ પર છૂટીને શિયાળાના સમયમાં એકવાર આબુ જતા હતા ત્યારે રસ્તામાં વાંદરા આવ્યા પણ અમારી પાસે ખાવાની બીજી કોઇ વસ્તુ નહોતી, માત્ર અડદિયા હતા. એટલે પછી એક પછી એક અડદિયા વાંદરાઓને ખાવા આપ્યા અને અમે નવરા થઇ ગયા. અડધી રાત્રે અમને કંઇ ખાવાનું નહોતું મળ્યું. આ પ્રસંગ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું.’ પોતાના શોખ વિશે પૂછતા તેમણે કહ્યું, ‘મને ઓર્ગેનિક અને નેચરલ વસ્તુ ખાવાનો શોખ છે. આ સિવાય ખેતી અને પહાડી વિસ્તારમાં ફરવું ગમે છે.’

​’મારું ગ્રુપ, મારો સમાજ અને ગોંડલની જનતા કહેશે તો હું જરૂર ચૂંટણી લડીશ. વિધાનસભા ટિકિટમાં કોઈના બાપુજીની પેઢી થોડી ચાલે. અત્યાર સુધી જયરાજસિંહના કોઈ હરીફ નહોતા એટલે બણગા મારી બધાને દબાવતા અને દાદાગીરી કરતા. જયરાજસિંહને બીક લાગે છે કે હું જેલની બહાર રહીશ તો તેની કારકિર્દી ખતમ કરી નાખીશ. અગાઉ તેણે મને બે વખત ઘરે બોલાવી તાલુકા પંચાયતની ઓફર કરી હતી. મને મોતનો જરાય ડર નથી. જો ડર હોય તો જયરાજસિંહ સામે પડવાની વાત જ ક્યાં આવે? મને એ બાબતનું પૂરેપુરું દુ:ખ છે કે અલ્પેશ કથીરિયા ગોંડલમાં આવ્યા ત્યારે હું હાજર નહોતો. નહીંતર હુમલાની કોઇ વાત જ ન આવત. ‘ આ ધડાકો નિખીલ દોંગાએ દિવ્ય ભાસ્કર સામે કર્યો હતો. અગાઉ અનેક વખત રક્તરંજિત થઇ ચૂકેલા ગોંડલમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. દલિત યુવક સંજય સોલંકી પર જીવલેણ હુમલો, જાટ યુવક રાજકુમારનું રહસ્યમય મોત, અલ્પેશ કથીરિયાની રેલી પર હુમલો તેમજ પાટીદાર યુવક અમિત ખૂંટની આત્મહત્યાના બનાવ બાદ હાલ ગોંડલ આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તમામ કેસમાં ક્યાંકને ક્યાંક એક વ્યક્તિનું નામ જોડાયેલું આવે છે. તે વ્યક્તિ એટલે જયરાજસિંહ જાડેજા. દબંગ સ્ટાઇલ માટે જાણીતા પાવરફૂલ નેતા જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવારનો ગોંડલમાં દબદબો છે. જેને ભૂતકાળમાં ચેલેન્જ આપનારા આજે શોધ્યા પણ જડતાં નથી. જોકે જયરાજસિંહની 27 વર્ષની સત્તાને એક પાટીદાર યુવકે પડકારી છે. તે યુવક એટલે નિખીલ રમેશભાઈ દોંગા. ‘યુદ્ધ એ જ કલ્યાણ’ ગ્રુપ ચલાવતા 40 વર્ષીય નિખીલ દોંગા પર 100થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને 10થી વધુ વર્ષ જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેના પર જયરાજસિંહની હત્યા માટે જેલ તોડીને ભાગવાનો પણ આરોપ છે. નિખીલ દોંગાએ દિવ્ય ભાસ્કરને સુપર એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ આપ્યો છે. મીડિયા જગતમાં નિખીલ દોંગાનો આ પહેલો ઈન્ટરવ્યૂ છે, જેમાં તેણે તમામ સવાલોના વિગતવાર જવાબ આપી પોતાની આગામી રણનીતિ જણાવી હતી. આ ઉપરાંત અનેક શૉકિંગ ખુલાસા પણ કર્યા છે. તો હું 100% આવીશ અને ભાજપમાંથી ચૂંટણી લડીશ

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *