P24 News Gujarat

‘બાપ રે..!! પાંસળીમાં અસહ્ય દુખાવો થતો’:દીપિકાએ પ્રેગ્નન્સીનાં છેલ્લા મહિનાઓનો અનુભવ શેર કર્યો, મને યોગ કરવાથી ખૂબ જ તાકાત મળી

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં જ તેની પ્રેગ્નન્સીનો અનુભવો શેર કર્યો હતો. તેણે કહ્યું કે- પ્રેગ્નન્સીનાં છેલ્લા મહિનાઓ બાપ રે!!! મારા માટે તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. આઠમાં અને નવમાં મહિનામાં મને પાંસળીઓના ભાગમાં ખૂબ જ દુખાવો થતો હતો. ડિલિવરી પછી, દીપિકાએ સ્વિમિંગ, પિલેટ્સ અને વેઇટ ટ્રેનિંગ શરૂ કરી. ફ્રેન્ચ આંતરરાષ્ટ્રીય મેગેઝિન મૈરી ક્લેયયર સાથે વાત કરતા દીપિકાએ કહ્યું, “પ્રેગ્નન્સી અને ડિલિવરીના આઠ-નવ મહિના દરમિયાન મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. અચાનક તમને તમારા શરીરના ભાગો વિશે ખ્યાલ આવે છે કારણ કે ત્યાં દુખાવો થાય છે.” દીપિકાએ જણાવ્યું કે તેને પાંસળીઓમાં દુખાવો થતો હતો. જોકે, તેણે કહ્યું કે- યોગ કરવાથી મને ખૂબ જ મદદ મળી, હું આજે પણ યોગ કરવાનું ચૂકતી નથી. ડિલિવરી પછી, મેં સ્વિમિંગ સાથે ફિટનેસ શરૂ કર્યું
દીકરીના જન્મ પછી પોતાની ફિટનેસ રૂટિન વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું કે- તેણે પહેલા સ્વિમિંગ શરૂ કર્યું, પછી પિલેટ્સ (એક પ્રકારની એક્સર્સાઇઝ છે) અને ધીમે ધીમે ફંક્શનલ ટ્રેનિંગમાં પાછી ફરી. બાદમાં તેણે કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ પણ શરૂ કરી. જેના કારણે હવે તેનું શરીર ફરી કંટ્રોલમાં આવ્યું છે. દીપિકાએ કહ્યું- “હું ખૂબ જ ક્લિયર હતી કે ડિલિવરી પછી, હું ફક્ત તે ક્ષણમાં રહેવા માંગતી હતી, મારા શરીરને પ્રેમ કરવા માંગતી હતી, મારા બાળકને પ્રેમ કરવા માંગતી હતી અને મારી જાતને ફરીથી ઊર્જા આપવા માંગતી હતી.” આગળ કહ્યું કે- “મને ખબર છે કે હું મારા શરીર અને મનને કેટલી હદ સુધી આગળ ધપાવી શકું છું. જ્યારે મને લાગે છે કે મને મારા માટે થોડો સમય જોઈએ છે, પછી ભલે તે જીમમાં એક કલાક હોય કે આરામ કરવા માટે પાવર નેપ હોય, હું તે જ કરું છું.” દીપિકાએ ઊંઘને ​​સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સાધન ગણાવ્યું
દીપિકાએ જણાવ્યું કે- તેની પુત્રી દુઆના જન્મ પહેલાં, તે તેની ઊંઘની ક્વોલિટી અને ક્વૉન્ટિટી બંને ટ્રેક કરતી હતી, પરંતુ હવે તે બદલાઈ ગયું છે. હવે જ્યારે પણ તક મળે ત્યારે તે 10 મિનિટનો પાવર નેપ લઈ લઉં છું. દીપિકાએ કહ્યું કે ઊંઘ એ સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સાધન છે જેને લોકો ખૂબ જ હળવાશથી લે છે. દીપિકા પાદુકોણે કહ્યું- મારે મારી જાતને કહેવું પડે છે કે બાળક થયા પછી તમારું જીવન સમાપ્ત થતું નથી. તમારા જૂના જીવનમાં પાછા ફરવું અથવા તેનો એક ભાગ ફરીથી જીવવું મહત્વપૂર્ણ છે… પરંતુ જ્યારે પણ હું મારી પુત્રી સાથે રહી શકતી નથી, ત્યારે મને ગિલ્ટ ફિલ થાય છે.” દીપિકા હંમેશા પોતાની સહજતા પર વિશ્વાસ રાખતી હતી
તાજેતરમાં, દીપિકાએ એક ડિરેક્ટરને મળવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે તેની પુત્રી સાથે રહેવા માંગતી હતી. ડિરેક્ટરનો જવાબ આશ્ચર્યજનક હતો. તેણે કહ્યું કે- એવું લાગે છે કે તમે માતૃત્વને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છો. દીપિકાએ કહ્યું, “મને ખબર નથી કે તે પ્રશંસા હતી કે મજાક. શું માતૃત્વને ગંભીરતાથી લેવું ખોટું છે? હા, હું ચોક્કસ માનું છું!” દીપિકાએ આગળ કહ્યું, “ભલે તે ફિલ્મો હોય જેમાં હું કામ કરવા માંગુ છું કે મારી જીવનશૈલી, હું એ જ કરીશ જે મને ગમે છે. બાકીની દુનિયા શું વિચારે છે તેની મને પરવા નથી. હું હંમેશા મારી સહજતા પર વિશ્વાસ રાખું છું અને મને જે યોગ્ય લાગે છે તે કરું છું.” દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પુત્રીનો જન્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયો હતો. તેણે પોતાની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. ગયા વર્ષે દિવાળી પર, તેમણે પહેલી વાર ચાહકો સાથે તેમની પુત્રીની એક ઝલક શેર કરી અને તેનું નામ જાહેર કર્યું. 2018માં ઇટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા
દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યાં અને 5 વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કરી લીધા. દીપિકા અને રણવીર ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’, ‘પદ્માવત’, ‘બાજીરાવ મસ્તાની’ અને ’83’માં સાથે જોવા મળ્યા છે. આ સિવાય દીપિકાએ રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં પણ કેમિયો કર્યો છે.

​બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં જ તેની પ્રેગ્નન્સીનો અનુભવો શેર કર્યો હતો. તેણે કહ્યું કે- પ્રેગ્નન્સીનાં છેલ્લા મહિનાઓ બાપ રે!!! મારા માટે તે સમય ખૂબ જ મુશ્કેલ હતો. આઠમાં અને નવમાં મહિનામાં મને પાંસળીઓના ભાગમાં ખૂબ જ દુખાવો થતો હતો. ડિલિવરી પછી, દીપિકાએ સ્વિમિંગ, પિલેટ્સ અને વેઇટ ટ્રેનિંગ શરૂ કરી. ફ્રેન્ચ આંતરરાષ્ટ્રીય મેગેઝિન મૈરી ક્લેયયર સાથે વાત કરતા દીપિકાએ કહ્યું, “પ્રેગ્નન્સી અને ડિલિવરીના આઠ-નવ મહિના દરમિયાન મેં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. અચાનક તમને તમારા શરીરના ભાગો વિશે ખ્યાલ આવે છે કારણ કે ત્યાં દુખાવો થાય છે.” દીપિકાએ જણાવ્યું કે તેને પાંસળીઓમાં દુખાવો થતો હતો. જોકે, તેણે કહ્યું કે- યોગ કરવાથી મને ખૂબ જ મદદ મળી, હું આજે પણ યોગ કરવાનું ચૂકતી નથી. ડિલિવરી પછી, મેં સ્વિમિંગ સાથે ફિટનેસ શરૂ કર્યું
દીકરીના જન્મ પછી પોતાની ફિટનેસ રૂટિન વિશે વાત કરતાં દીપિકાએ કહ્યું કે- તેણે પહેલા સ્વિમિંગ શરૂ કર્યું, પછી પિલેટ્સ (એક પ્રકારની એક્સર્સાઇઝ છે) અને ધીમે ધીમે ફંક્શનલ ટ્રેનિંગમાં પાછી ફરી. બાદમાં તેણે કાર્ડિયો અને વેઇટ ટ્રેનિંગ પણ શરૂ કરી. જેના કારણે હવે તેનું શરીર ફરી કંટ્રોલમાં આવ્યું છે. દીપિકાએ કહ્યું- “હું ખૂબ જ ક્લિયર હતી કે ડિલિવરી પછી, હું ફક્ત તે ક્ષણમાં રહેવા માંગતી હતી, મારા શરીરને પ્રેમ કરવા માંગતી હતી, મારા બાળકને પ્રેમ કરવા માંગતી હતી અને મારી જાતને ફરીથી ઊર્જા આપવા માંગતી હતી.” આગળ કહ્યું કે- “મને ખબર છે કે હું મારા શરીર અને મનને કેટલી હદ સુધી આગળ ધપાવી શકું છું. જ્યારે મને લાગે છે કે મને મારા માટે થોડો સમય જોઈએ છે, પછી ભલે તે જીમમાં એક કલાક હોય કે આરામ કરવા માટે પાવર નેપ હોય, હું તે જ કરું છું.” દીપિકાએ ઊંઘને ​​સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સાધન ગણાવ્યું
દીપિકાએ જણાવ્યું કે- તેની પુત્રી દુઆના જન્મ પહેલાં, તે તેની ઊંઘની ક્વોલિટી અને ક્વૉન્ટિટી બંને ટ્રેક કરતી હતી, પરંતુ હવે તે બદલાઈ ગયું છે. હવે જ્યારે પણ તક મળે ત્યારે તે 10 મિનિટનો પાવર નેપ લઈ લઉં છું. દીપિકાએ કહ્યું કે ઊંઘ એ સૌથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સાધન છે જેને લોકો ખૂબ જ હળવાશથી લે છે. દીપિકા પાદુકોણે કહ્યું- મારે મારી જાતને કહેવું પડે છે કે બાળક થયા પછી તમારું જીવન સમાપ્ત થતું નથી. તમારા જૂના જીવનમાં પાછા ફરવું અથવા તેનો એક ભાગ ફરીથી જીવવું મહત્વપૂર્ણ છે… પરંતુ જ્યારે પણ હું મારી પુત્રી સાથે રહી શકતી નથી, ત્યારે મને ગિલ્ટ ફિલ થાય છે.” દીપિકા હંમેશા પોતાની સહજતા પર વિશ્વાસ રાખતી હતી
તાજેતરમાં, દીપિકાએ એક ડિરેક્ટરને મળવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે તેની પુત્રી સાથે રહેવા માંગતી હતી. ડિરેક્ટરનો જવાબ આશ્ચર્યજનક હતો. તેણે કહ્યું કે- એવું લાગે છે કે તમે માતૃત્વને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છો. દીપિકાએ કહ્યું, “મને ખબર નથી કે તે પ્રશંસા હતી કે મજાક. શું માતૃત્વને ગંભીરતાથી લેવું ખોટું છે? હા, હું ચોક્કસ માનું છું!” દીપિકાએ આગળ કહ્યું, “ભલે તે ફિલ્મો હોય જેમાં હું કામ કરવા માંગુ છું કે મારી જીવનશૈલી, હું એ જ કરીશ જે મને ગમે છે. બાકીની દુનિયા શું વિચારે છે તેની મને પરવા નથી. હું હંમેશા મારી સહજતા પર વિશ્વાસ રાખું છું અને મને જે યોગ્ય લાગે છે તે કરું છું.” દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની પુત્રીનો જન્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થયો હતો. તેણે પોતાની દીકરીનું નામ દુઆ રાખ્યું છે. ગયા વર્ષે દિવાળી પર, તેમણે પહેલી વાર ચાહકો સાથે તેમની પુત્રીની એક ઝલક શેર કરી અને તેનું નામ જાહેર કર્યું. 2018માં ઇટાલીમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા
દીપિકા પાદુકોણે વર્ષ 2018માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને પ્રેમમાં પડ્યાં અને 5 વર્ષના સંબંધ પછી બંનેએ લગ્ન કરી લીધા. દીપિકા અને રણવીર ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’, ‘પદ્માવત’, ‘બાજીરાવ મસ્તાની’ અને ’83’માં સાથે જોવા મળ્યા છે. આ સિવાય દીપિકાએ રણવીરની ફિલ્મ ‘સર્કસ’માં પણ કેમિયો કર્યો છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *