78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ 13 મેથી શરૂ થયો છે જે 24 મે સુધી ચાલશે. 13 મેના રોજ, ફેસ્ટિવલના પહેલા દિવસે, ઉર્વશી રૌતેલાએ વિશ્વભરના ઘણા પ્રખ્યાત લોકો સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું. દરમિયાન, ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા આ વર્ષે કાનના જ્યુરી સભ્ય બની છે, જેમની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ ગયા વર્ષે કાનમાં ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ જીતી હતી. આલિયા ભટ્ટ આ વર્ષે કાનના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની હતી, જોકે, દેશમાં ચાલી રહેલા તણાવને કારણે, તેનું ડેબ્યૂ રદ કરવામાં આવ્યું છે. બીજી તરફ, આ ફિલ્મ ફેસ્ટિવલ પામ ડી’ઓર વિજેતા એક્ટર રોબર્ટ ડી નીરોના નિવેદનને કારણે પણ હેડલાઇન્સમાં રહ્યો, જેમાં તેણે સ્ટેજ પર અમેરિકન રાષ્ટ્રપતિ પર નિશાન સાધ્યું હતું અને તેમને અસંસ્કારી રાષ્ટ્રપતિ કહ્યા હતા. કાનના પહેલા દિવસે મંગળવારે (13 મે) ના રોજ ‘ડાકુ મહારાજ’ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા રેડ કાર્પેટ પર મલ્ટી કલર ગાઉન પહેરીને આવી હતી. ઉર્વશીએ તેના ડાયમંડ ક્રાઉન અને પોપટ ક્લચથી બધાનું ધ્યાન ખેંચ્યું. ઉર્વશીએ જુડિથ લીબર દ્વારા બનાવેલ 5,000 ડોલર((₹4,68,064.10))નો ક્રિસ્ટલ પોપટ ક્લચ પહેર્યો હતો. ઉર્વશી રૌતેલા ફિલ્મ “પાર્ટિર ઉન જોર” (લીવ વન ડે) ના ઉદ્ઘાટન સમારોહ અને સ્ક્રીનિંગ માટે રેડ કાર્પેટ પર ચાલી હતી. રંગબેરંગી આઉટફિટ પહેરેલી ઉર્વશીએ તાજ અને પોપટ આકારના ક્રિસ્ટલ-એમ્બેડેડ ક્લચ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. રેડ કાર્પેટ પરથી ઉર્વશીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. એક્ટ્રેસે કાર્પેટ પર વોકિંગ માટે વાદળી, લાલ અને પીળા રંગનો સ્ટ્રેપલેસ સ્ટ્રક્ચર્ડ આઉટફિટ પસંદ કર્યો હતો. ઉર્વશીએ મેચિંગ તાજ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. પણ બધાની નજર તેના પોપટ સ્ફટિક-જડિત ક્લચ પર હતી. એક ફોટામાં, ઉર્વશી પોપટ આકારની બેગ પકડીને તેને ચુંબન કરતી જોવા મળે છે. એવો દાવો કરે છે કે આ ક્લચ જુડિથ લીબર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે પહેલા દિવસે ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચીને, ઉર્વશીએ ફ્રેન્ચ કોમેડી ડ્રામા ‘પાર્ટિર ઉન જોર’ના સ્ક્રીનિંગમાં હાજરી આપી. ઉર્વશીના લૂક પર યુઝર્સે ટિપ્પણીઓ કરી ઉર્વશીનો આ લુક લોકોને પસંદ નથી આવી રહ્યો. કેટલાક લોકો તેના લૂકની મજાક ઉડાવી રહ્યા છે. લોકો કહે છે કે એવું લાગે છે કે ઉર્વશી મેટ ગાલામાં પહોંચી ગઈ છે. તે જ સમયે, એક યુઝરે લખ્યું – તે પોપટ સાથે ભવિષ્ય કહેવા ગઈ છે. બીજા યુઝરે લખ્યું – સર્જરી શોપ. એક યુઝરે લખ્યું – તે જાદુગર જેવી લાગે છે. આવી જ ઘણી ટિપ્પણીઓ જોવા મળી રહી છે. ઉર્વશીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ફિલ્મ ‘ડાકુ મહારાજ’નું તેનું ગીત ‘દાબીડી દિબીડી…’ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. ચાહકોને ગીતના સ્ટેપ્સ ગમ્યા નહોતા. આ ઉપરાંત, તેણે ફિલ્મ ‘જાટ’માં એક આઇટમ નંબર આપ્યું હતું. હવે તે ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘કસૂર 2’ માં જોવા મળશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે ટાઇટેનિક એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિયો પામ ડી’ઓર એવોર્ડના પ્રેજેન્ટર બન્યા હતા. તેઓ રેડ કાર્પેટ પર પહોંચ્યા ન હતા, જોકે એવોર્ડ આપવા પહોંચતાની સાથે જ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. હોલિવૂડના સિનિયર એક્ટર રોબર્ટ ડી નીરોને એવોર્ડ આપતી વખતે, તેમણે તેમને પોતાનો રોલ મોડેલ ગણાવ્યા. એવોર્ડ મેળવ્યા પછી, રોબર્ટે કાનનો આભાર માન્યો અને પછી ડોનાલ્ડ ટ્રમ્પના તે નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી જેમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ અમેરિકાની બહાર બનેલી ફિલ્મો પર ટેરિફ લાદવા માગે છે. મંચ પર ભાષણ આપતાં તેમણે કહ્યું, ‘કલા સત્ય છે, કલા વિવિધતાને સ્વીકારે છે અને તેથી જ કલા વિશ્વના સરમુખત્યારો માટે ખતરો છે. યુનાઇટેડ સ્ટેટ્સના અભદ્ર રાષ્ટ્રપતિએ પોતાને અમેરિકાની અગ્રણી સાંસ્કૃતિક સંસ્થાઓમાંની એકના વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે કલા, માનવતા, શિક્ષણ માટેના ભંડોળમાં કાપ મૂક્યો છે. હવે તેઓએ યુએસએની બહાર બનેલી ફિલ્મો પર 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે. તમે કનેક્ટિવિટી પર કોઈ ટેરિફ ન લગાવી શકો.’ પાયલ કાપડિયા જ્યુરી સભ્ય બન્યાં ગયા વર્ષના ગ્રાન્ડ પ્રિકસ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’ના ડિરેક્ટર પાયલ કાપડિયા આ વર્ષે કાનમાં જ્યુરી સભ્ય છે. કાનના પહેલા દિવસે તેમને સાથી જ્યુરી સભ્યો સાથે જોવા મળ્યા હતા. આ વર્ષના જ્યુરી સભ્યોમાં ફ્રેન્ચ એક્ટ્રેસ જુલિયટ બિનોચે, એક્ટર-ડિરેક્ટર હેલ બેરી, ઇટાલિયન એક્ટ્રેસ આલ્બા રોહરવાચર, લેખક લીલા સ્લિમાની, ડિરેક્ટર હોંગ સાંગ-સૂ, ડિરેક્ટર-રાઇટર ડુડો હમાદી, ડિરેક્ટર-રાઇટર કાર્લોસ રેગાદાસ અને અમેરિકન એક્ટર જર્મેઇન સ્ટ્રોંગનો સમાવેશ થાય છે. આલિયા ભટ્ટનો કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ રદ થયો આલિયા ભટ્ટ 14 મેના રોજ 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે કાનના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની હતી, પરંતુ હવે તેનું ડેબ્યૂ રદ કરવામાં આવ્યું છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આલિયાએ આ નિર્ણય લીધો છે. આ સંવેદનશીલ સમય દરમિયાન કાનમાં ભાગ લેવાનું તેને યોગ્ય લાગ્યું નથી. ઐશ્વર્યાથી લઈને દીપિકા સુધી, બધા જ જ્યુરી સભ્ય બન્યા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે દર વર્ષે જ્યુરી સભ્યોની પસંદગી કરવામાં આવે છે. આ સભ્યોમાંથી, વિવિધ દેશોના એવા લોકોની પસંદગી કરવામાં આવે છે જેઓ સિનેમા સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીમાં, ભારતમાંથી 9 સેલેબ્સને જ્યુરી સભ્ય બનવાની તક મળી છે. જેમાં ડિરેક્ટર મૃણાલ સેન, ડિરેક્ટર મીરા નાયર, રાઇટર અરુંધતિ રોય, ઐશ્વર્યા રાય બચ્ચન, એસ્ટ્રેસ અને ડાયરેક્ટર નંદિતા દાસ, એક્ટ્રેસ શર્મિલા ટાગોર, ડાયરેક્ટર શેખર કપૂર, એક્ટ્રેસ વિદ્યાબાલન, એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે કાન 2025માં ભારતની 4 ફિલ્મો દર્શાવવામાં આવશે આ વર્ષે, ભારતની 4 ફિલ્મો કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે, જેમાં ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા અભિનિત ફિલ્મ ‘હોમબાઉન્ડ’નો સમાવેશ થાય છે, જે ‘અન સર્ટેન રિગાર્ડ’ વિભાગમાં દર્શાવવામાં આવશે. અહેવાલો અનુસાર, આ ત્રણેય સ્ટાર્સ રેડ કાર્પેટ પર પણ જોવા મળશે. ઉપરાંત, દિગ્દર્શક નીરજ ઘાયવાન અને ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ આ મહોત્સવમાં ભાગ લેશે. અન્ય ફિલ્મોમાં ‘તન્વી ધ ગ્રેટ’, ‘અ ડોલ મેડ ઓફ ક્લે’ અને સત્યજીત રેની 1970 ની ક્લાસિક ‘અરણ્યેર દિન રાતરી’નો સમાવેશ થાય છે. ‘દો બીઘા જમીન’ થી ‘કેનેડી’ સુધીના પ્રીમિયર થયા કાન એવોર્ડ સમારોહમાં ભારતીય ફિલ્મોની સત્તાવાર પસંદગી જ નહોતી, પરંતુ કાનમાં પ્રીમિયર થયેલી ઘણી ફિલ્મો પણ હતી. ગયા વર્ષે, કાનમાં 8 ભારતીય ફિલ્મો દર્શાવવામાં આવી હતી.