P24 News Gujarat

હોસ્પિટલના બેડ પર પવનદીપે મહેફિલ જમાવી!:’મેરા સાયા’ ગીત ગાઈ ડોક્ટર-નર્સને મંત્રમુગ્ધ કર્યા, નવ દિવસ પહેલાં થયો હતો ગંભીર અકસ્માત

નવ દિવસ પહેલાં ‘ઈન્ડિયન આઈડલ 12’નો વિનર પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો. હાલ સિંગરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સારવાર દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. વીડિયોમાં, તે હોસ્પિટલના બેડ પર બેઠો છે અને ‘મેરા સાયા’ ગીત ગાઈ રહ્યો છે. ગીત સાંભળી હોસ્પિટલના ડોક્ટર-નર્સ સહિત તમામ સ્ટાફ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ​​​​​વીડિયો પોસ્ટ કરતી વખતે ​​પવનદીપે તમામ ફેન્સનો આભાર માન્યો છે અને કેપ્શનમાં હાર્ટ અને હાથ જોડાતું ઇમોજી શેર કર્યું હતું. આ વીડિયો જોઈ ફેન્સને હવે થોડી રાહત થઈ છે. 5 મેના રોજ, પવનદીપની કારનો ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેણે અનેક સર્જરી કરાવી પડી અને છ દિવસ સુધી તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં તેની તબિયતમાં સુધારો જોતા તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પવનદીપે લતા મંગેશકરનું ગીત ગાયું હતું
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં પવનદીપ હોસ્પિટલના બેડ પર બેઠો છે. તેની સાથે એક નર્સ છે. પવનદીપના એક હાથે પાટો છે અને બીજા હાથે સપોર્ટ બ્રેસ લગાવવામાં આવેલ છે. પવનદીપ તેના ફેન્સ માટે લતા મંગેશકરનું ફેમસ ગીત ‘કભી મુઝકો યાદ કર કે જો બહેંગે તેરે આંસુ, તો વહી પે રોક લેંગે ઉનકો આ કે મેરે આંસૂ’ ગાતા જોવા મળે છે. વીડિયો જોયા પછી, પવનદીપના ચાહકો ખુશ થઈ ગયા અને તેના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. કેવી રીતે થયો અકસ્માત?
પવનદીપ રાજનની MG-HECTOR કાર ડ્રાઈવર રાહુલ સિંહ ચલાવી રહ્યો હતો. રાત્રે લગભગ 2.30 વાગ્યે ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપાલા ક્રોસિંગ ઓવરબ્રિજ પરથી તેમની કાર નીચે ઉતરતાની સાથે જ તે હાઇવેની બાજુમાં પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી અથડાઈ ગઈ. રાહુલ ઝોકું આવી ગયું તેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સિંગર પવનદીપ, તેનો મિત્ર અજય મહેરા અને ડ્રાઈવર રાહુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને કારમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ડોક્ટરે ત્રણેયને મુરાદાબાદ રેફર કર્યા. ત્રણેયની ગંભીર હાલત જોઈને પોલીસે તેમને ડિડૌલીમાં હાઇવે પર સ્થિત એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કર્યા. પવનદીપ રાજનની ટીમે જણાવ્યું હતું કે ​​​​​​-​ સિંગરનો અમદાવાદમાં એક શો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી. પરંતુ તે પહેલાં હાઈવે પર તેનો અકસ્માત થયો હતો. હવે જાણો કોણ છે પવનદીપ
પવનદીપ સિંહ 28 વર્ષના છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 12’થી કરી હતી. તેઓ શોના વિજેતા હતા. પવનદીપે ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો છે. 2015માં પવનદીપ રિયાલિટી શો ‘ધ વોઇસ ઇન્ડિયા સિઝન 1’ના વિનર રહ્યા હતા. અહીંથી જ તેમના મ્યુઝિક કરિયરની શરૂઆત થઈ હતી. તેઓ માત્ર સારો સિંગર જ નહીં, પરંતુ કમ્પોઝર તથા મ્યુઝિક-ડિરેક્ટર પણ છે. મ્યુઝિક બેન્ડ રાઇટનો મેમ્બર, 13 દેશમાં પર્ફોર્મ કર્યું
પવનદીપ ચંદીગઢ સ્થિત રાઈટ બેન્ડનો મેમ્બર છે. આ બેન્ડમાં પવન ભટ્ટ, પારસ રોરિયાલ તથા વિશાંત નાગ્રા જેવા ગાયકો છે. પવનદીપે 13 દેશ તથા ભારતનાં 14 રાજ્યમાં 1200થી પણ વધુ શો કર્યા છે. શોમાં સોનાની ચેઇન મળી
‘ઇન્ડિયન આઇડલ’ના સેટ પર બપ્પી લહેરીએ પોતાની સોનાની ચેન પવનદીપને આપી દીધી હતી. આટલું જ નહીં, હિમેશ રેશમિયાએ પવનદીપને 10 ગીતની ઓફર કરી છે.

​નવ દિવસ પહેલાં ‘ઈન્ડિયન આઈડલ 12’નો વિનર પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો. હાલ સિંગરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. સારવાર દરમિયાન તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું છે. વીડિયોમાં, તે હોસ્પિટલના બેડ પર બેઠો છે અને ‘મેરા સાયા’ ગીત ગાઈ રહ્યો છે. ગીત સાંભળી હોસ્પિટલના ડોક્ટર-નર્સ સહિત તમામ સ્ટાફ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. ​​​​​વીડિયો પોસ્ટ કરતી વખતે ​​પવનદીપે તમામ ફેન્સનો આભાર માન્યો છે અને કેપ્શનમાં હાર્ટ અને હાથ જોડાતું ઇમોજી શેર કર્યું હતું. આ વીડિયો જોઈ ફેન્સને હવે થોડી રાહત થઈ છે. 5 મેના રોજ, પવનદીપની કારનો ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેને ગંભીર ઈજાઓ થઈ હતી. તેણે અનેક સર્જરી કરાવી પડી અને છ દિવસ સુધી તેને ICUમાં રાખવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં તેની તબિયતમાં સુધારો જોતા તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. પવનદીપે લતા મંગેશકરનું ગીત ગાયું હતું
ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા વીડિયોમાં પવનદીપ હોસ્પિટલના બેડ પર બેઠો છે. તેની સાથે એક નર્સ છે. પવનદીપના એક હાથે પાટો છે અને બીજા હાથે સપોર્ટ બ્રેસ લગાવવામાં આવેલ છે. પવનદીપ તેના ફેન્સ માટે લતા મંગેશકરનું ફેમસ ગીત ‘કભી મુઝકો યાદ કર કે જો બહેંગે તેરે આંસુ, તો વહી પે રોક લેંગે ઉનકો આ કે મેરે આંસૂ’ ગાતા જોવા મળે છે. વીડિયો જોયા પછી, પવનદીપના ચાહકો ખુશ થઈ ગયા અને તેના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. કેવી રીતે થયો અકસ્માત?
પવનદીપ રાજનની MG-HECTOR કાર ડ્રાઈવર રાહુલ સિંહ ચલાવી રહ્યો હતો. રાત્રે લગભગ 2.30 વાગ્યે ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપાલા ક્રોસિંગ ઓવરબ્રિજ પરથી તેમની કાર નીચે ઉતરતાની સાથે જ તે હાઇવેની બાજુમાં પાર્ક કરેલા ડમ્પરમાં પાછળથી અથડાઈ ગઈ. રાહુલ ઝોકું આવી ગયું તેના કારણે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સિંગર પવનદીપ, તેનો મિત્ર અજય મહેરા અને ડ્રાઈવર રાહુલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને કારમાંથી બહાર કાઢીને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાંથી ડોક્ટરે ત્રણેયને મુરાદાબાદ રેફર કર્યા. ત્રણેયની ગંભીર હાલત જોઈને પોલીસે તેમને ડિડૌલીમાં હાઇવે પર સ્થિત એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કર્યા. પવનદીપ રાજનની ટીમે જણાવ્યું હતું કે ​​​​​​-​ સિંગરનો અમદાવાદમાં એક શો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી. પરંતુ તે પહેલાં હાઈવે પર તેનો અકસ્માત થયો હતો. હવે જાણો કોણ છે પવનદીપ
પવનદીપ સિંહ 28 વર્ષના છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 12’થી કરી હતી. તેઓ શોના વિજેતા હતા. પવનદીપે ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાનો અવાજ આપ્યો છે. 2015માં પવનદીપ રિયાલિટી શો ‘ધ વોઇસ ઇન્ડિયા સિઝન 1’ના વિનર રહ્યા હતા. અહીંથી જ તેમના મ્યુઝિક કરિયરની શરૂઆત થઈ હતી. તેઓ માત્ર સારો સિંગર જ નહીં, પરંતુ કમ્પોઝર તથા મ્યુઝિક-ડિરેક્ટર પણ છે. મ્યુઝિક બેન્ડ રાઇટનો મેમ્બર, 13 દેશમાં પર્ફોર્મ કર્યું
પવનદીપ ચંદીગઢ સ્થિત રાઈટ બેન્ડનો મેમ્બર છે. આ બેન્ડમાં પવન ભટ્ટ, પારસ રોરિયાલ તથા વિશાંત નાગ્રા જેવા ગાયકો છે. પવનદીપે 13 દેશ તથા ભારતનાં 14 રાજ્યમાં 1200થી પણ વધુ શો કર્યા છે. શોમાં સોનાની ચેઇન મળી
‘ઇન્ડિયન આઇડલ’ના સેટ પર બપ્પી લહેરીએ પોતાની સોનાની ચેન પવનદીપને આપી દીધી હતી. આટલું જ નહીં, હિમેશ રેશમિયાએ પવનદીપને 10 ગીતની ઓફર કરી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *