P24 News Gujarat

‘મેક્સવેલ સાથે લગ્ન ન કર્યા એટલે IPLમાં સારું ન રમ્યો?’:યૂઝર્સના સવાલો સાંભળી પ્રીટિ ઝિન્ટાએ માથું પકડ્યું; એક્ટ્રેસે કહ્યું, ‘કલ હો ના હો’ પહેલાં પ્રેમની યાદ અપાવે છે

બોલિવૂડ એક્ટ્રેસ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ ‘પંજાબ કિંગ્સ’ની માલિક પ્રીટિ ઝિન્ટાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસને તેની ફિલ્મો, આઈપીએલ અને અંગત જીવન અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેના જવાબ પણ તેણે આપ્યા. તેણીએ જણાવ્યું કે, ફિલ્મ ‘કલ હો ના હો’માં તે ખરેખર રડી હતી, કારણકે તેના પ્રથમ પ્રેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોકે, જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે, ‘ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ સાથે તમારા લગ્ન ન થયાં, તેથી તે તમારી ટીમમાં સારું રમતો ન હતો.’ જેના પર પ્રીટિ ભડકી ગઈ હતી. ટ્રોલ્સના આ તર્ક વિનાના પ્રશ્ન પર પ્રીટિ ઝિન્ટા ગુસ્સે થઈ ગઈ અને લખ્યું, ‘શું તમે આ પ્રશ્ન કોઈ પુરુષ ટીમ માલિકને પૂછશો કે, શું આ ભેદભાવ ફક્ત મહિલાઓ માટે છે? ક્રિકેટમાં આવતા પહેલાં મને ખબર નહોતી કે કોર્પોરેટ સેટઅપમાં મહિલાઓ માટે ટકી રહેવું કેટલું મુશ્કેલ છે. મને ખબર છે કે, તમે આ પ્રશ્ન મજાકમાં પૂછ્યો છે પણ મને આશા છે કે જો તમે આ પ્રશ્ન જોશો તો તમને ખબર પડશે કે તમે શું કહેવા માંગો છો, કારણ કે જો તમે ખરેખર સમજો છો કે તમે શું કહ્યું છે તો તમને તે ગમશે નહીં.’ પ્રીટિએ આગળ લખ્યું, ‘મને લાગે છે કે મેં છેલ્લા 18 વર્ષમાં સખત મહેનત કરીને પોતાનું નામ બનાવ્યું છે. કૃપા કરીને મને એ માન આપો જેને હું લાયક છું અને આ લિંગ ભેદભાવ બંધ કરો. આભાર.’ ઉલ્લેખનીય છે કે, પ્રીટિ ઝિન્ટાના ઠપકો બાદ, ટ્રોલ્સે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. ‘કલ હો ના હો’ ફિલ્મ પહેલા પ્રેમની યાદ અપાવે છે જ્યારે PBKS Fantastic નામના એક યૂઝરે ફિલ્મમાં પ્રીટિના રોલ માટે લખ્યું – ‘મેડમ, જ્યારે પણ હું ‘કલ હો ના હો’ જોઉં છું, ત્યારે બાળકની જેમ રડું છું. તમે નૈના કેથરિન કપૂરનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. સાથે જ એક શીખ એ પણ મેળવી કે પ્રેમનો અર્થ ક્યારેક જવા દેવાનો હોય છે.’ યૂઝરે આગળ પુછ્યું, ‘જ્યારે તમે 20 વર્ષની શુટિંગ બાદ ‘કલ હો ના હો’ જુઓ છો, ત્યારે શું તમે પણ અમારી જેમ રડો છો?’ તેનો જવાબ આપતાં પ્રીટિએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન આખી ટીમ કેવી રીતે ઑફ-સ્ક્રીન ભાવુક થઈ જતી હતી. એક્ટ્રેસે એ પણ ખુલાસો કર્યો કે તેણીએ પોતાનો પહેલો પ્રેમ કાર અકસ્માતમાં ગુમાવ્યો હતો અને તે ખરેખર હૃદયદ્રાવક હતું. પ્રીટિએ જવાબ આપ્યો, ‘હા, હું જ્યારે પણ તેને જોઉં છું ત્યારે રડું છું. જ્યારે અમે તેનું શૂટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે પણ હું રડી હતી! મારો પહેલો પ્રેમ એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો, તેથી આ ફિલ્મ હંમેશા મને અલગ રીતે અસર કરે છે.’ તેણે વધુમાં લખ્યું, ‘મજાની વાત- મોટાભાગના સીનમાં બધા કલાકારો સ્વાભાવિક રીતે રડી રહ્યાં હતાં… અને અમનના મૃત્યુના સીનમાં, બધા કેમેરા સામે અને પાછળ રડી રહ્યાં હતાં!’ જોકે, રેડિફ (વેબ પોર્ટલ)નો દાવો છે કે, પ્રીટિ જેને ‘પહેલો પ્રેમ’ કહી રહી છે, તે તેના પિતા મેજર દુર્ગાનંદ ઝિન્ટા હતા, જેમનું 1988માં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. પ્રીટિ ત્યારે 13 વર્ષની હતી. શાહરૂખ ખાન, પ્રીટિ ઝિન્ટા અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ‘કલ હો ના હો’ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કમર્શિયલી અને સંગીતની દૃષ્ટિએ સફળ રહી હતી. તેના ગીતો આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 6 વર્ષ બાદ પ્રીટિ કમબેક કરશે 1998માં આવેલી ફિલ્મ ‘દિલ સે’માં સપોર્ટિંગ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી પ્રીટિ ઝિન્ટા છેલ્લાં કેટલાક વર્ષોથી એક્ટિંગથી દૂર છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘વેલકમ ટુ ન્યૂ યોર્ક’ માં જોવા મળી હતી. જોકે, પ્રીટિ ટૂંક સમયમાં રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર 1947’થી એક્ટિંગમાં વાપસી કરશે. અભિનયથી દૂર, પ્રીટિ ઝિન્ટાએ પ્રોડક્શનમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. તે 2023ની સિરીઝ ‘ધ નાઇટ મેનેજર’ની એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર હતી.

​બોલિવૂડ એક્ટ્રેસ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ ‘પંજાબ કિંગ્સ’ની માલિક પ્રીટિ ઝિન્ટાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસને તેની ફિલ્મો, આઈપીએલ અને અંગત જીવન અંગે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેના જવાબ પણ તેણે આપ્યા. તેણીએ જણાવ્યું કે, ફિલ્મ ‘કલ હો ના હો’માં તે ખરેખર રડી હતી, કારણકે તેના પ્રથમ પ્રેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોકે, જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે, ‘ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલ સાથે તમારા લગ્ન ન થયાં, તેથી તે તમારી ટીમમાં સારું રમતો ન હતો.’ જેના પર પ્રીટિ ભડકી ગઈ હતી. ટ્રોલ્સના આ તર્ક વિનાના પ્રશ્ન પર પ્રીટિ ઝિન્ટા ગુસ્સે થઈ ગઈ અને લખ્યું, ‘શું તમે આ પ્રશ્ન કોઈ પુરુષ ટીમ માલિકને પૂછશો કે, શું આ ભેદભાવ ફક્ત મહિલાઓ માટે છે? ક્રિકેટમાં આવતા પહેલાં મને ખબર નહોતી કે કોર્પોરેટ સેટઅપમાં મહિલાઓ માટે ટકી રહેવું કેટલું મુશ્કેલ છે. મને ખબર છે કે, તમે આ પ્રશ્ન મજાકમાં પૂછ્યો છે પણ મને આશા છે કે જો તમે આ પ્રશ્ન જોશો તો તમને ખબર પડશે કે તમે શું કહેવા માંગો છો, કારણ કે જો તમે ખરેખર સમજો છો કે તમે શું કહ્યું છે તો તમને તે ગમશે નહીં.’ પ્રીટિએ આગળ લખ્યું, ‘મને લાગે છે કે મેં છેલ્લા 18 વર્ષમાં સખત મહેનત કરીને પોતાનું નામ બનાવ્યું છે. કૃપા કરીને મને એ માન આપો જેને હું લાયક છું અને આ લિંગ ભેદભાવ બંધ કરો. આભાર.’ ઉલ્લેખનીય છે કે, પ્રીટિ ઝિન્ટાના ઠપકો બાદ, ટ્રોલ્સે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. ‘કલ હો ના હો’ ફિલ્મ પહેલા પ્રેમની યાદ અપાવે છે જ્યારે PBKS Fantastic નામના એક યૂઝરે ફિલ્મમાં પ્રીટિના રોલ માટે લખ્યું – ‘મેડમ, જ્યારે પણ હું ‘કલ હો ના હો’ જોઉં છું, ત્યારે બાળકની જેમ રડું છું. તમે નૈના કેથરિન કપૂરનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. સાથે જ એક શીખ એ પણ મેળવી કે પ્રેમનો અર્થ ક્યારેક જવા દેવાનો હોય છે.’ યૂઝરે આગળ પુછ્યું, ‘જ્યારે તમે 20 વર્ષની શુટિંગ બાદ ‘કલ હો ના હો’ જુઓ છો, ત્યારે શું તમે પણ અમારી જેમ રડો છો?’ તેનો જવાબ આપતાં પ્રીટિએ જણાવ્યું કે શૂટિંગ દરમિયાન આખી ટીમ કેવી રીતે ઑફ-સ્ક્રીન ભાવુક થઈ જતી હતી. એક્ટ્રેસે એ પણ ખુલાસો કર્યો કે તેણીએ પોતાનો પહેલો પ્રેમ કાર અકસ્માતમાં ગુમાવ્યો હતો અને તે ખરેખર હૃદયદ્રાવક હતું. પ્રીટિએ જવાબ આપ્યો, ‘હા, હું જ્યારે પણ તેને જોઉં છું ત્યારે રડું છું. જ્યારે અમે તેનું શૂટિંગ કરી રહ્યાં હતાં, ત્યારે પણ હું રડી હતી! મારો પહેલો પ્રેમ એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો, તેથી આ ફિલ્મ હંમેશા મને અલગ રીતે અસર કરે છે.’ તેણે વધુમાં લખ્યું, ‘મજાની વાત- મોટાભાગના સીનમાં બધા કલાકારો સ્વાભાવિક રીતે રડી રહ્યાં હતાં… અને અમનના મૃત્યુના સીનમાં, બધા કેમેરા સામે અને પાછળ રડી રહ્યાં હતાં!’ જોકે, રેડિફ (વેબ પોર્ટલ)નો દાવો છે કે, પ્રીટિ જેને ‘પહેલો પ્રેમ’ કહી રહી છે, તે તેના પિતા મેજર દુર્ગાનંદ ઝિન્ટા હતા, જેમનું 1988માં એક કાર અકસ્માતમાં અવસાન થયું હતું. પ્રીટિ ત્યારે 13 વર્ષની હતી. શાહરૂખ ખાન, પ્રીટિ ઝિન્ટા અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મ ‘કલ હો ના હો’ વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કમર્શિયલી અને સંગીતની દૃષ્ટિએ સફળ રહી હતી. તેના ગીતો આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. 6 વર્ષ બાદ પ્રીટિ કમબેક કરશે 1998માં આવેલી ફિલ્મ ‘દિલ સે’માં સપોર્ટિંગ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી પ્રીટિ ઝિન્ટા છેલ્લાં કેટલાક વર્ષોથી એક્ટિંગથી દૂર છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ‘વેલકમ ટુ ન્યૂ યોર્ક’ માં જોવા મળી હતી. જોકે, પ્રીટિ ટૂંક સમયમાં રાજકુમાર સંતોષીની ફિલ્મ ‘લાહોર 1947’થી એક્ટિંગમાં વાપસી કરશે. અભિનયથી દૂર, પ્રીટિ ઝિન્ટાએ પ્રોડક્શનમાં પણ પોતાનો હાથ અજમાવ્યો છે. તે 2023ની સિરીઝ ‘ધ નાઇટ મેનેજર’ની એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *