મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર મધ્યપ્રદેશના આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર સ્વતઃ નોંધ લીધી છે. હાઈકોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે, જોકે આ સંદર્ભમાં કોર્ટનો વિગતવાર આદેશ હજુ સુધી જાહેર કરાયો નથી. તમને જણાવી દઈએ કે વિજય શાહનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન ગણાવી હતી. તેમના આ નિવેદન બાદ દેશભરમાં તેમના વિરુદ્ધ વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. શાહ રવિવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. કર્નલ સોફિયા પર ભાજપમંત્રીએ વાંધાજનક નિવેદન આપ્યું
મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિજય શાહે ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વાંધાજનક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું- જે લોકોએ આપણી દીકરીઓનો સિંદૂર ઉજાડ્યો હતો, મોદીજીએ તેમની જ બહેનને મોકલીને તેમની ઐસી કી તૈસી કરી દીધી. શાહે સોમવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં આયોજિત હલમા કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. એનો વીડિયો મંગળવારે વાઇરલ થયો હતો. આમાં તેઓ એમ પણ કહી રહ્યા છે કે મોદી સમાજ માટે જીવે છે અને સમાજ માટે કામ કરી રહ્યા છે. મંત્રી વિજય શાહનું સંપૂર્ણ નિવેદન વાંચો…
શાહે એમ પણ કહ્યું હતું કે તેઓ આપણા હિન્દુઓને કપડાં ઉતારીને મારતા હતા અને મોદીજીએ તેમની બહેનને તેમના ઘરે તેમને મારવા મોકલી હતી. હવે મોદીજી તો કપડાં ઉતારી ના શકે, તેથી તેમણે તેમના સમુદાયની એક બહેનને મોકલી કે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી, તેથી તમારા સમુદાયની બહેન આવીને તમને નગ્ન કરશે. જાતિ અને સમુદાયની બહેનોને પાકિસ્તાન મોકલીને દેશનાં માન-સન્માન અને આપણી બહેનોના સુહાગનો બદલો લઈ શકો છો. શાહે કહ્યું- મોદીજીએ કહ્યું હતું કે ઘરમાં ઘૂસીને મારીશું. જમીનમાં દાટી દઈશું. આતંકવાદીઓ ત્રણ માળના મકાનમાં બેઠા હતા. એક મોટા બોમ્બથી છત ઉડાડી દેવામાં આવી, પછી વચ્ચેની છત ઉડાડી દેવામાં આવી અને અંદર ગયા પછી પરિવાર ભાંગી પડ્યો. ફક્ત 56 ઇંચની છાતી ધરાવતી વ્યક્તિ જ આ કરી શકે છે. શાહે કહ્યું- ભાષણને ખોટા સંદર્ભમાં ન જુઓ
વીડિયો વાઇરલ થયા પછી મંત્રી વિજય શાહે મંગળવારે સમાચાર એજન્સી ANIને જણાવ્યું, પ્રધાનમંત્રીએ આપણી બહેનોના સિંદૂરને ઉજાડનારાઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. મારા ભાષણને અલગ સંદર્ભમાં ન જુઓ. કેટલાક લોકો એને અલગ સંદર્ભમાં જોઈ રહ્યા છે. તેઓ આપણી બહેનો છે અને તેમણે પોતાની પૂરી તાકાતથી સેના સાથે કામ કર્યું છે. સંગઠન મહાસચિવને નિવેદન બદલ ઠપકો
મંત્રી શાહના નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાર્ટી હાઇકમાન્ડે તેમને રાજ્ય મુખ્યાલયમાં બોલાવ્યા. સંગઠન મહાસચિવ હિતાનંદ શર્માના કહેવા પર મંત્રી ચપ્પલ પહેરીને પાર્ટી કાર્યાલય પહોંચ્યા. અહીં સંગઠનના મહાસચિવે તેમને નિવેદન બદલ ઠપકો આપ્યો, ત્યાર બાદ મંત્રીએ પોતાના શબ્દો બદલી નાખ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે માફી માગી છે અને ફરી આવું નહીં કરવાનું વચન આપ્યું છે. પટવારીએ કહ્યું, શાહને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ
મંત્રી શાહના નિવેદન અંગે પીસીસી પ્રમુખ જિતુ પટવારીએ કહ્યું- ભાજપના મંત્રી વિજય શાહે જે દેશની દીકરીએ પાકિસ્તાની સેનાને હચમચાવી દીધી તેમના માટે ખૂબ જ વાહિયાત શબ્દોનો ઉપયોગ કર્યો છે. વિજય શાહ મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી છે અને કેબિનેટ સભ્યની સામૂહિક જવાબદારી કેબિનેટ પ્રત્યે છે. આવી સ્થિતિમાં સીએમ મોહન યાદવે સ્પષ્ટ કરવું જોઈએ કે શું સમગ્ર ભાજપ અને સમગ્ર મંત્રીમંડળ વિજય શાહના નિવેદન સાથે સહમત છે? જો ભાજપ સહમત ન થાય તો વિજય શાહને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. પટવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું – શું દેશની બહાદુર દીકરીઓ માટે અત્યંત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનારી વ્યક્તિ કેબિનેટમાં રહેવાને લાયક છે? હું વડાપ્રધાન, સંરક્ષણમંત્રી, ભાજપ-પ્રમુખ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીને પત્ર લખીને પૂછીશ કે જો તેઓ આ નિવેદન સાથે સહમત થાય અને વિજય શાહ કેબિનેટમાં રહે તો શું આ ભાજપની ભાષા છે? જો નહીં- તો વિજય શાહને કાઢી મૂકો. રાજ્યસભાના સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ તેમને મંત્રીપદ પરથી હટાવવાની માગ કરી અભદ્ર ટિપ્પણીઓને કારણે મંત્રીપદ ગુમાવ્યું હતું 2013ની વિધાનસભા ચૂંટણી પહેલાં વિજય શાહે ઝાબુઆમાં એક કાર્યક્રમમાં તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની પત્ની સાધના સિંહ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. એ સમયે તેઓ શિવરાજ સરકારમાં મંત્રી હતા. ટિપ્પણી પર વિવાદ વધ્યા બાદ પાર્ટીએ તેમનું રાજીનામું લઈ લીધું. રાહુલ ગાંધી અપરિણીત હોવા પર પણ ટિપ્પણી કરી
સપ્ટેમ્બર 2022માં વિજય શાહે રાહુલ ગાંધીના અપરિણીત હોવા પર ટિપ્પણી કરી હતી. તેમણે ખંડવામાં એક સભામાં કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ 50-55 વર્ષની ઉંમર પછી પણ લગ્ન ન કરે તો લોકો પૂછવા લાગે છે કે શું છોકરામાં કોઈ ખામી છે? વિદ્યા બાલને રાત્રે મળવાની ના પાડી, તો શૂટિંગ બંધ કરાવ્યું
નવેમ્બર 2023માં શાહે રાત્રે બાલાઘાટમાં શૂટિંગ માટે આવેલી અભિનેત્રી વિદ્યા બાલનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. વિદ્યા બાલને આનો વિરોધ કર્યો હતો. આ પછી શાહે વન વિભાગ દ્વારા ફિલ્મનું શૂટિંગ બંધ કરાવ્યું. જ્યારે મામલો રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો ત્યારે શાહ અને વન વિભાગને પાછળ હટવું પડ્યું. કર્નલ સોફિયાએ ઓપરેશન સિંદૂરની બ્રીફિંગ આપી ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ સાથે મળીને એક પ્રેસ બ્રીફિંગમાં ભારત દ્વારા પાકિસ્તાન પર હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. બંને અધિકારીએ ‘ઓપરેશન સિંદૂર’ની આખી કહાની કહી. કર્નલ સોફિયા આર્મી કોમ્યુનિકેશન નિષ્ણાત છે. કોંગ્રેસે કહ્યું- મંત્રી શાહ અને ધારાસભ્ય ઉષાને બરતરફ કરો
મંત્રી વિજય શાહના નિવેદન બાદ કોંગ્રેસે કહ્યું હતું કે સમગ્ર દેશ જાણે છે કે ભાજપ અને આરએસએસ ભારતીય ધ્વજ પ્રત્યે કેટલો આદર રાખે છે જ્યારે તેમણે 50 વર્ષ સુધી પોતાના મુખ્યાલય પર તિરંગો ફરકાવ્યો નહોતો. હવે એ જ ભાજપ દેશભરમાં તિરંગાયાત્રા કાઢવાની તૈયારી કરી રહ્યો છે. મંત્રી વિજય શાહ, ધારાસભ્યની હાજરીમાં ઓપરેશન સિંદૂરમાં ભાગ લેનાર કર્નલ સોફિયા કુરેશી વિશે ખૂબ જ વાંધાજનક નિવેદનો આપી રહ્યા છે અને દેશભરમાં તેમની પ્રશંસા થઈ રહી છે. મહિલા ધારાસભ્ય પણ સ્ટેજ પર તેમના ભાષણનાં વખાણ કરે છે. ભાજપની આ કેવી ઘૃણાસ્પદ અને ભ્રષ્ટ માનસિકતા છે? કોંગ્રેસે મુખ્યમંત્રી મોહન યાદવ પર સવાલ ઉઠાવતાં કહ્યું, શું મંત્રી વિજય શાહનું આ નિવેદન ભાજપ સરકારના ઈશારે આપવામાં આવ્યું છે? જો નહીં, તો શાહ સાથે ધારાસભ્ય ઉષા ઠાકુર સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને તેમને બરતરફ કરો. કર્નલ સોફિયાનો જન્મ છતરપુર, મધ્યપ્રદેશમાં થયો કર્નલ સોફિયા કુરેશીનો જન્મ 12 ડિસેમ્બર, 1975ના રોજ રંગરેઝ મોહલ્લા, નૌગાંવ, છતરપુરમાં થયો હતો. તેમણે નૌગાંવની સરકારી જીટીસી પ્રાથમિક શાળામાંથી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તેમના કાકાનો પરિવાર નૌગાંવમાં રહે છે. તેમના કાકા વલી મુહમ્મદ, જે એક નિવૃત્ત આર્મી મેમ્બર છે, કહે છે કે સોફિયાને બાળપણથી જ શસ્ત્રોનો શોખ હતો. તે કહેતી હતી, હું સેનામાં જોડાઈશ. જ્યારે સોફિયાએ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે તેણે કહ્યું કે તે આર્મીમાં જોડાવા માગે છે. નાના ભાઈએ આ કરવાની ના પાડી હતી, પણ મેં દીકરીને દેશની સેવા કરવા જવા દીધી. તેમણે ગર્વથી માથું ઊંચું કર્યું. જો સરકાર તક આપશે તો આજે પણ હું પાકિસ્તાન જઈશ અને આતંકવાદીઓને ખતમ કરવા માટે કામ કરીશ. માતા હલીમા કુરેશીએ કહ્યું, દીકરીએ તેની બહેનો અને માતાઓના સિંદૂરનો બદલો લીધો છે. સોફિયા તેના પિતા અને દાદાના પગલે ચાલવા માગતી હતી. તે બાળપણથી જ કહેતી હતી કે તે સેનામાં જોડાવા માગે છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- બેટિયાં બેટોં સે કમ નહીં… અહીં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મંગળવારે કહ્યું, કર્નલ સોફિયાએ સાબિત કરી દીધું છે કે દીકરીઓ કોઈપણ રીતે દીકરાઓથી ઓછી નથી. બુંદેલખંડની રહેવાસી સોફિયા કુરેશીએ ભારતીય સેનામાં પોતાની કાર્યશૈલીથી એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. બુંદેલખંડની રહેવાસી સોફિયા કુરેશીએ ભારતીય સેનામાં પોતાની કાર્યશૈલીથી એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. પં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ પાકિસ્તાન પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે લડાઈ વિના વિજયની ઉજવણી ફક્ત પાકિસ્તાનમાં જ થઈ શકે છે. તેમણે સરકારને દરેક ગામ અને શહેરમાં તાલીમ કેન્દ્રો સ્થાપવા વિનંતી કરી.