ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE)એ ભારતીય પ્રોડ્યૂસર્સને તુર્કીયે દેશનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. FWICEના મુખ્ય સલાહકાર અશોક પંડિતે એક પત્ર લખીને, તમામ ભારતીય ફિલ્મ પ્રોડ્યૂસર્સને શૂટિંગના સ્થળ તરીકે તુર્કીયે દેશ પસંદ કરતા પહેલા વિચાર કરવા વિનંતી કરી છે. તેમણે ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રભાવિત કરતી બાબતોમાં તુર્કીયેના પાકિસ્તાન પ્રત્યે વધતા સમર્થનનો ઉલ્લેખ કરીને બહિષ્કારની વાત કરી છે. ‘રાષ્ટ્ર પહેલા આવે છે’ પત્રમાં કહેવામાં આવ્યું છે કે- ‘FWICE હંમેશા એ હકીકત પર અડગ રહ્યું છે કે, રાષ્ટ્ર પહેલા આવે છે. તાજેતરના ઘટનાક્રમ અને પાકિસ્તાનના સમર્થનમાં તુર્કીયેના સતત વલણને ધ્યાનમાં રાખીને તેણે રાષ્ટ્રીય સુરક્ષા અંગે ચિંતાઓ ઉભી કરી છે. અમારું માનવું છે કે, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એવા કોઈપણ વ્યક્તિ કે દેશ સાથે જોડાણ કે રોકાણ કરવું જોઈએ, જે પરોક્ષ રીતે પાકિસ્તાનને ટેકો આપતું હોય કે લાભ પહોંચાડતું હોય.’ ‘તુર્કીયેના વલણને માત્ર રાજદ્વારી રીતે જ નહીં પરંતુ વિવિધ આંતરરાષ્ટ્રીય મંચ પર પણ જોવામાં આવ્યું છે, જ્યાં તેણે ભારતના સાર્વભૌમ હિતોની વિરુદ્ધ વલણ અપનાવ્યું છે. આ ઇન્ડસ્ટ્રી ભારતીય ભૂમિ અને સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, તેથી આપણે આપણા રાષ્ટ્રની ગરિમા કે સુરક્ષાને નુકસાન પહોંચાડતી કાર્યવાહી પ્રત્યે ઉદાસીન રહી નહીં શકીએ.’ ‘અમે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ પ્રોડક્શન હાઉસ, લાઇન પ્રોડ્યૂસર્સ, અભિનેતાઓ, ડિરેક્ટરો અને ક્રૂ મેમ્બર્સને અપીલ કરીએ છીએ કે, તે દેશ સાથે એકતામાં ઉભા રહે અને જ્યાં સુધી દેશ તેના રાજદ્વારી વલણ પર પુનર્વિચાર ન કરે અને પરસ્પર આદર અને દખલ ન કરવાના સિદ્ધાંતો પ્રત્યે ફરીથી પ્રતિબદ્ધ ન થાય ત્યાં સુધી તુર્કીયેનો ફિલ્મ શૂટિંગ માટે બહિષ્કાર કરે.’ ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા બાદ, ફિલ્મ ફેડરેશન FWICEએ ભારતમાંથી પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ફેડરેશન FWICEના મુખ્ય સલાહકાર અશોક પંડિતે કહ્યું હતું કે, ‘ભારતીય કલાકારો હવે કોઈપણ રીતે પાકિસ્તાની એક્ટર્સ, સિંગર્સ કે ટેકનિશિયન સાથે કામ નહીં કરે.’ નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ‘આ નિર્ણય પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન સાથેની ફિલ્મ ‘અબીર ગુલાલ’ પર પણ લાગુ પડશે.’