P24 News Gujarat

‘દર્શન દો આત્માજી!’:શ્રેયસ તલપડે અને તુષાર કપૂરની હોરર-કોમેડી ફિલ્મ ‘કપકપી’નું ટ્રેલર રિલીઝ

‘ગોલમાલ’ની ધમાકેદાર જોડી શ્રેયસ તલપડે અને તુષાર કપૂર ફરી એકવાર સાથે જોવા મળવાના છે. તેમની આગામી ફિલ્મ ‘કપકપી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘અપના સપના મની મની’ જેવી કોમેડી ફિલ્મોના પ્રખ્યાત ડિરેક્ટર સ્વર્ગસ્થ સંગીત સિવનની આ હોરર-કોમેડી ફિલ્મ 23 મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. હોરર-કોમેડી ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ થયું છે. શ્રેયસ તલપડે અને તુષાર કપૂર અભિનીત આ ઘોસ્ટ ડ્રામામાં Ouija (ઉઈજા) બોર્ડની આસપાસ સર્જાતી અરાજકતા અને કોમિક ટાઇમિંગ તમને હસવા અને ડરવા પર મજબૂર કરી દેશે. (Ouija બોર્ડને ટોકિંગ બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સપાટ બોર્ડ છે, જેમાં સંખ્યા અને અક્ષરોની એક ચોક્કસ પેટર્ન હોય છે. થીયરીમાં તેનો ઉપયોગ મૃતકો સાથે વાત કરવા માટે થાય છે. વાર્તાની શરૂઆત ‘અપની દુનિયા સે કાફી દૂર એક ઓર દુનિયા હે, ઉસી દુનિયા સે કોન્ટેક્ટ કરને કા ગેમ હે યે’ ડાયલોગ અને Ouija બોર્ડની સાથે ગરબડ કરતા જિજ્ઞાસુ મિત્રોના ટોળા સાથે થાય છે પરંતુ ભયના બદલે શરૂ થાય છે મેડનેસ. ફિલ્મમાં શ્રેયસ તલપડે અને તેના મિત્રો આત્માને ‘દર્શન દો આત્માજી’ કહીને બોલાવે છે. આત્મા પોતાનો પરિચય અનામિકા તરીકે આપે છે. ‘કપકપી’નું નિર્માણ જયેશ પટેલે બ્રાવો એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કર્યું છે. ફિલ્મની વાર્તા સૌરભ આનંદ અને કુમાર પ્રિયદર્શીએ લખી છે. ફિલ્મમાં શ્રેયસ તલપડે અને તુષાર કપૂર ઉપરાંત સોનિયા રાઠી, સિદ્ધી ઇદનાની, જય ઠક્કર, વરુણ પાંડે, ધીરેન્દ્ર તિવારી, દિનેશ શર્મા અને અભિષેક કુમાર સહિતના અનુભવી કલાકારો જોવા મળશે. ‘કપકપી’ વાસ્તવિક હોરર કોમેડી ફિલ્મ છે- શ્રેયસ શ્રેયસ તલપડેએ અગાઉ ‘કપકપી’ વિશે કહ્યું હતું કે, ‘કપકપી’ મારી બીજી ફિલ્મો કરતાં ઘણી અલગ છે. તેણે કહ્યું કે, ‘આજકાલ ઘણી બધી થ્રિલર, ડાર્ક કે દેશભક્તિ ફિલ્મોનો ટ્રેન્ડ વધ્યો છે, તેથી અમે દર્શકો માટે એક વાસ્તવિક હોરર કોમેડી ફિલ્મ લાવ્યા છીએ. જે દર્શકોને પેટ પકડીને હસાવશે.’ અગાઉની ફિલ્મોમાં ભજવેલા કોમેડી પાત્રોથી તદ્દન અલગ પાત્ર છે- તુષાર તુષાર કપૂરે અગાઉ ફિલ્મ વિશે કહ્યું હતું કે, ‘મને સ્ક્રિપ્ટ ખરેખર ગમી. અલબત ટીમનો માહોલ ખૂબ જ સારો હતો, ખાસ કરીને સંગીત સર, જેમની સાથે મેં અગાઉ ‘ક્યા કૂલ હૈ હમ’માં કામ કર્યું હતું. મારું પાત્ર કોમેડી અને હોરરની મર્યાદા વચ્ચે છે પરંતુ મારી પાછલી ફિલ્મોમાં મેં ભજવેલા પાત્રોથી તદ્દન અલગ છે. આ ફિલ્મ તમને દરેક વળાંક પર આશ્ચર્યચકિત કરશે અને આ જ મારું પાત્ર પણ છે. સંગીત સર અને શ્રેયસે ખરેખર મારી કોમિક એક્ટર તરીકેની છબી વધારી છે.’ ‘કપકપી’નું ગીત ‘તિતલી’નું લોન્ચ મુલતવી રખાયું હતું ફિલ્મનું ‘તિતલી’ ગીત ગત અઠવાડિયે દુબઈમાં રિલીઝ થવાનું હતું. દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાને રાખીને ફિલ્મના મેકર્સે ગીતનું રિલીઝ મુલતવી રાખ્યું હતું. મેકર્સે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન શેર કર્યું હતું કે, ‘ અમે આ અઠવાડિયે અમારી આગામી ફિલ્મ ‘કપકપી’ના ગીત ‘તિતલી’નું ભવ્ય લોન્ચનું દુબઈમાં આયોજન કર્યું હતું. પણ ક્યારેક રિયલ માટે રીલને મુલતવી રાખવું પડે છે. રાષ્ટ્રીય એક્તાના સમયમાં, આપણી ફરજ છે કે આપણે આપણા સશસ્ત્ર દળો સાથે મજબૂત રીતે ઉભા રહીએ.’

​’ગોલમાલ’ની ધમાકેદાર જોડી શ્રેયસ તલપડે અને તુષાર કપૂર ફરી એકવાર સાથે જોવા મળવાના છે. તેમની આગામી ફિલ્મ ‘કપકપી’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ક્યા કૂલ હૈ હમ’ અને ‘અપના સપના મની મની’ જેવી કોમેડી ફિલ્મોના પ્રખ્યાત ડિરેક્ટર સ્વર્ગસ્થ સંગીત સિવનની આ હોરર-કોમેડી ફિલ્મ 23 મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે. હોરર-કોમેડી ફિલ્મનું ટ્રેલર યુટ્યુબ પર રિલીઝ થયું છે. શ્રેયસ તલપડે અને તુષાર કપૂર અભિનીત આ ઘોસ્ટ ડ્રામામાં Ouija (ઉઈજા) બોર્ડની આસપાસ સર્જાતી અરાજકતા અને કોમિક ટાઇમિંગ તમને હસવા અને ડરવા પર મજબૂર કરી દેશે. (Ouija બોર્ડને ટોકિંગ બોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સપાટ બોર્ડ છે, જેમાં સંખ્યા અને અક્ષરોની એક ચોક્કસ પેટર્ન હોય છે. થીયરીમાં તેનો ઉપયોગ મૃતકો સાથે વાત કરવા માટે થાય છે. વાર્તાની શરૂઆત ‘અપની દુનિયા સે કાફી દૂર એક ઓર દુનિયા હે, ઉસી દુનિયા સે કોન્ટેક્ટ કરને કા ગેમ હે યે’ ડાયલોગ અને Ouija બોર્ડની સાથે ગરબડ કરતા જિજ્ઞાસુ મિત્રોના ટોળા સાથે થાય છે પરંતુ ભયના બદલે શરૂ થાય છે મેડનેસ. ફિલ્મમાં શ્રેયસ તલપડે અને તેના મિત્રો આત્માને ‘દર્શન દો આત્માજી’ કહીને બોલાવે છે. આત્મા પોતાનો પરિચય અનામિકા તરીકે આપે છે. ‘કપકપી’નું નિર્માણ જયેશ પટેલે બ્રાવો એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ કર્યું છે. ફિલ્મની વાર્તા સૌરભ આનંદ અને કુમાર પ્રિયદર્શીએ લખી છે. ફિલ્મમાં શ્રેયસ તલપડે અને તુષાર કપૂર ઉપરાંત સોનિયા રાઠી, સિદ્ધી ઇદનાની, જય ઠક્કર, વરુણ પાંડે, ધીરેન્દ્ર તિવારી, દિનેશ શર્મા અને અભિષેક કુમાર સહિતના અનુભવી કલાકારો જોવા મળશે. ‘કપકપી’ વાસ્તવિક હોરર કોમેડી ફિલ્મ છે- શ્રેયસ શ્રેયસ તલપડેએ અગાઉ ‘કપકપી’ વિશે કહ્યું હતું કે, ‘કપકપી’ મારી બીજી ફિલ્મો કરતાં ઘણી અલગ છે. તેણે કહ્યું કે, ‘આજકાલ ઘણી બધી થ્રિલર, ડાર્ક કે દેશભક્તિ ફિલ્મોનો ટ્રેન્ડ વધ્યો છે, તેથી અમે દર્શકો માટે એક વાસ્તવિક હોરર કોમેડી ફિલ્મ લાવ્યા છીએ. જે દર્શકોને પેટ પકડીને હસાવશે.’ અગાઉની ફિલ્મોમાં ભજવેલા કોમેડી પાત્રોથી તદ્દન અલગ પાત્ર છે- તુષાર તુષાર કપૂરે અગાઉ ફિલ્મ વિશે કહ્યું હતું કે, ‘મને સ્ક્રિપ્ટ ખરેખર ગમી. અલબત ટીમનો માહોલ ખૂબ જ સારો હતો, ખાસ કરીને સંગીત સર, જેમની સાથે મેં અગાઉ ‘ક્યા કૂલ હૈ હમ’માં કામ કર્યું હતું. મારું પાત્ર કોમેડી અને હોરરની મર્યાદા વચ્ચે છે પરંતુ મારી પાછલી ફિલ્મોમાં મેં ભજવેલા પાત્રોથી તદ્દન અલગ છે. આ ફિલ્મ તમને દરેક વળાંક પર આશ્ચર્યચકિત કરશે અને આ જ મારું પાત્ર પણ છે. સંગીત સર અને શ્રેયસે ખરેખર મારી કોમિક એક્ટર તરીકેની છબી વધારી છે.’ ‘કપકપી’નું ગીત ‘તિતલી’નું લોન્ચ મુલતવી રખાયું હતું ફિલ્મનું ‘તિતલી’ ગીત ગત અઠવાડિયે દુબઈમાં રિલીઝ થવાનું હતું. દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાને રાખીને ફિલ્મના મેકર્સે ગીતનું રિલીઝ મુલતવી રાખ્યું હતું. મેકર્સે સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન શેર કર્યું હતું કે, ‘ અમે આ અઠવાડિયે અમારી આગામી ફિલ્મ ‘કપકપી’ના ગીત ‘તિતલી’નું ભવ્ય લોન્ચનું દુબઈમાં આયોજન કર્યું હતું. પણ ક્યારેક રિયલ માટે રીલને મુલતવી રાખવું પડે છે. રાષ્ટ્રીય એક્તાના સમયમાં, આપણી ફરજ છે કે આપણે આપણા સશસ્ત્ર દળો સાથે મજબૂત રીતે ઉભા રહીએ.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *