‘હું છેલ્લાં પાંચ વર્ષથી પોકર રમું છું. છતાં મને હજુ એવું થાય છે કે હું પૂરું પોકર નથી શીખ્યો. એટલે મેં પોકર શીખવા માટે કોચ પણ રાખ્યા છે. રોજ સવારે મારી જાતને પૂછું છું કે ગઈકાલે કઈ બાજી હું કેમ હાર્યો હતો? એમાં બીજા પ્લેયરે કેવી ચાલ ચાલી હતી? આવું કેમ કર્યું હતું? કોણ કેટલી સ્પીડથી પોતાની ચાલ ચાલે છે, એ બધો જ અંદાજો શીખવો પડે.
જો તમે પ્રોફેશનલી પોકર રમો છો, તો વર્ષે આરામથી તમે ₹20-25 લાખ કમાઈ શકો છો. આ તો થઈ સાધારણ પ્લેયરની વાત, પણ જે ઈન્ડિયાના ટોપ પ્લેયર્સ છે, એ તો વર્ષે એકાદ કરોડ કમાઈ લે છે.’ આ શબ્દો છે પ્રોફેશનલ પોકર પ્લેયર મોહિત બોહરાના. જી હા, ગંજીફાનાં 52 પત્તાંની દિમાગી ગેમ પોકર. અને એના ‘પ્રોફેશનલ’ પ્લેયર! કેમ કે મોહિતનું કરિયર કહો કે જોબ કે પેશન, બધું જ પોકર જ છે. અમદાવાદના મોહિતે છેલ્લાં પાંચેક વર્ષોથી બધું જ છોડી પોકરમાં ઝંપલાવ્યું અને આજે દેશના નંબર-1 પોકર પ્લેયર બની ગયા છે. એવું અમે નથી કહેતા, તાજેતરમાં જ રમાયેલી ‘નેશનલ પોકર ચેમ્પિયનશિપ’માં મોહિત ચેમ્પિયન બની એક કરોડ રૂપિયાનું ફર્સ્ટ પ્રાઇઝ જીત્યો છે! મોહિત પોકરને એટલી ગંભીરતાથી લે છે કે પોકર માટે એણે 3-3 કોચ પણ રાખ્યા છે. પણ શું ભારતમાં પોકર લીગલ છે? ફેમિલીનો વેલ સેટ બિઝનેસ છોડી મોહિતે પોકરને કરિયર કેવી રીતે બનાવ્યું? પોકર રમી કરોડપતિ કેવી રીતે બન્યા? એ બધી જ વાતો જાણવા દિવ્ય ભાસ્કરે મોહિત સાથે વાતો માંડી. CA સ્ટુડન્ટ કેમ પોકર તરફ વળ્યો?
અંગ્રેજીમાં એક શબ્દપ્રયોગ છે, ‘પોકર ફેસ’. ચહેરા પર કોઇ જ હાવભાવ ન હોય, એકદમ ધીર-ગંભીર, શાંત ચહેરા માટે આ શબ્દપ્રયોગ થાય છે. મોહિતે એેવા જ ભાવવિહિન ચહેરે અમારી સાથે વાતો માંડી, ‘મારો જન્મ અમદાવાદમાં થયો છે. શાહીબાગ વિસ્તારમાં મારા ફેમિલી સાથે રહી દસમા ધોરણ સુધી ભણી 11-12 નોઇડાથી પૂરું કર્યું. મુંબઈથી કોલેજ પૂરી કરીને અમદાવાદ રિટર્ન આવ્યો. CAની તૈયારી કરતાં કરતાં સાથે સાથે ફેમિલીના ટેક્સ્ટાઇલ ટ્રેડિંગ બિઝનેસમાં ધ્યાન આપતો ગયો. પણ કોવિડમાં આ બધું બંધ થયું એટલે મને પોકરમાં રસ પડ્યો. પોકર પર પ્રોપર સ્ટડી કર્યું અને છેલ્લાં થોડાં વર્ષોથી ફુલ ટાઇમ પોકર જ રમું છું.’ પોકર માટે બે વર્ષનું પ્રોપર સ્ટડી કર્યું
પોકરનું સ્ટડી કરીને ફુલ ટાઈમ પોકર રમવાનું? આમાં શેનું સ્ટડી? પ્રોફેશનલી કેવી રીતે રમાય? મોહિતે પહેલીવાર સ્મિત વેર્યું. પછી ડિટેલ્સમાં સમજાવવાનું શરૂ કર્યું, ‘પોકર બે પ્રકારે રમાય છે. ટુર્નામેન્ટ પોકર અને કેશ પોકર. હું રેગ્યુલર ઓનલાઈન ભાગ લઈને ખાલી ટુર્નામેન્ટ પોકર જ રમું છું. મારો અહીં અમદાવાદનો જ એક ફ્રેન્ડ સિદ્ધાર્થ કારિયા વર્ષોથી પોકર રમતો હતો. કોવિડમાં જ્યારે હું સિદ્ધાર્થના ઘરે જતો ત્યારે મેં એને પોકર રમતા જોતો. એને રમતા જોઈને થોડું થોડું શીખતો. મને પણ ધીમે ધીમે રસ પડ્યો અને પછી એની પાસેથી જ પ્રોપર શીખવાનું ચાલુ કર્યું. 2019થી મેં વિધિસર પોકર સ્ટડી કરવાનું શરૂ કર્યું અને 2021થી મેં પ્રોફેશનલી શરૂઆત કરી.’ ‘ઘર કરતાં સંબંધીઓનો ત્રાસ હતો’
ઘરે કહ્યું કે મારે પત્તાંની ગેમમાં કરિયર બનાવવું છે તો ખીજાયા નહોતા? કેમ કે અલ્ટિમેટલી તો એને જુગાર જ સમજે છે બધા. મોહિત કહે, ‘ના ના, બિલકુલ નહીં. મારા ઘરે તો બધા એકદમ ઓપન માઇન્ડેડ છે. કોઈને કંઈ વાંધો નહોતો. મારે મુંબઈ જઈને ભણવું હોય કે CA કરવું હોય કે સ્ટાર્ટઅપ… મેં જ્યારે જ્યારે જે કહ્યું એમાં મને ક્યારેય ના નથી પાડી, પણ રિલેટિવ્સનો ત્રાસ હતો. એ લોકોને સમજાવવા ઘણા અઘરા હતા. એ ઉલ્ટાનું મારાં પેરેન્ટ્સને કહે રાખતાં કે, ‘આ શું કર્યે રાખે છે? એને કહો કે સાઈડમાં સાથે બિઝનેસ પણ કરે.’ પણ એમને સમજાવવા અઘરા હતા. કેમ કે આ કોઈ એવી ગેમ નથી કે હું 1 કલાકમાં તમને સમજાવી શકું. એમાં ટાઇમ આપવો પડે. મારા ફેમિલીએ જોયું હતું કે, હું આ ગેમ માટે કેટલો ટાઇમ રેગ્યુલર સ્ટડી કરું છું એટલે એ લોકો સમજતા હતા.’ મને બસ એક વર્ષનો સમય આપો : પપ્પા માની ગયા
પોકર માટે તમે જોબ પણ છોડી દીધી હતી. તો એટલો બધો કોન્ફિડન્સ હતો? મોહિત કહે, ‘હા, મેં શરૂઆતમાં ઘરે કહ્યું હતું કે, મને એક વર્ષનો સમય આપો. જો હું આમાં કરિયર નહીં બનાવી શકું તો તમારી સાથે ફરી બિઝનેસમાં કામ કરવા લાગી જઈશ. મેં મારા ફ્રેન્ડનું કરિયર પણ જોયું હતું અને ચાર મહિના મારું પોતાનું પણ. એટલે મને વિશ્વાસ બેસી ગયો હતો કે, હું ફોડી લઇશ.’ ટૂંકી રમત લકની, લાંબી રમત સ્કિલની
મોહિત આગળ કહે, ‘પોકરને લઈને લોકોના વિચાર જ ખોટા છે કે. લોકો સમજે છે કે આ માત્ર પત્તાંનો જુગાર છે. એવું નથી. ખરેખર તો એક આ સ્કિલ ગેમ છે. જો તમે શોર્ટ ગેમ રમશો, બે-ચાર બાજી જ રમશો, તો એ 100% તમારા લક પર છે. 100 રમીશ તો પણ લક ગેમ છે. પણ જો હું એક મિલિયન ગેમ્સ રમું તો એ સ્કિલ ગેમ થઈ જાય છે. કેમ કે પછીથી તમારે સામેવાળાની ચાલ સમજવી પડે, પોતાનું નોલેજ વધારવું પડે, સ્ટ્રેટેજી બનાવવી પડે. તમે 50-100 ગેમ રમશો તો નસીબથી તમારી પાસે જે કાર્ડ આવશે એમાં તમારે રમવાનું છે, પણ જો તમે 10-15 લાખ બાજી રમશો તો તમારી પાસે બધી જ બાજી આવી જવાની છે, કોઈ વહેલી તો કોઈ મોડી. એટલે બધું મેનેજ કરી કેવી રીતે સ્ટ્રેટેજીથી રમવું એ પોકર છે. પોકર 90% લક પર છે, 10% સ્કિલ પર છે. પણ જો પ્રોફેશનલી રમીએ તો 100% સ્કિલ પર છે, 0% લક છે. મારા ધ્યાનમાં જેટલા પણ લોકો પ્રોફેશનલી રમે છે, એમાંથી કોઈ પણ છેલ્લાં 4 વર્ષમાં એક પણ રૂપિયો નથી હાર્યો.’ ‘પોકર અને ચેસમાં કોઈ જ ફરક નથી’
જે લોકો પોકરને જુગાર જ સમજે છે, એમને પોકર વિશે થોડું સમજાવો, ‘પોકર આખી માઇન્ડ ગેમ છે. યુરોપિયન દેશોમાં તો પોકરને ચેસનો દરજ્જો આપવામાં આવે છે. કેમ કે આ શોર્ટ ટર્મ ગેમ નથી. લાંબા ટાઇમ સુધી કન્ટિન્યુ પર્ફોર્મ કરશો તો આ એક ચાલાકીની ગેમ છે. પોકરમાં એક સ્ટ્રેટેજી છે કે તમારી પાસે જેટલી એમાઉન્ટ હોય, એના 200મા ભાગ જેટલું જ ટેબલ સિલેક્ટ કરવું જોઈએ. જેમ કે 50 હજાર લઈને બેઠો છું તો 250નું ટેબલ જ સિલેક્ટ કરીશ, જો એ 50 હજારના લાખ થયા તો 500નું ટેબલ કરી નાખીશ, જો 50ના 25 હજાર થયા તો 125નું ટેબલ પકડી લઇશ. એનાથી શું થશે કે, મારું લક ફેક્ટર એમાં ઓછું થઈ જશે અને સ્કિલ ફેક્ટર વધી જશે. લોકોને જો 50ના લાખ જીતે તો એમને ઓવર કોન્ફિડન્સ આવી જાય છે અને એ 250થી સીધા 1000ના ટેબલ પર જતા રહે છે. આવી મૂર્ખામી કરો તો તમે પ્રોફેશનલી ન રમી શકો. ડિસિપ્લિન એ પોકરની ચાવી છે.’ ‘સાંજે સાત વાગ્યે મારો દિવસ ઊગે’
પોકરને ખાલી મજા માટે રમતા લોકો કરતાં પ્રોફેશનલ પોકર પ્લેયરનો દિવસ જોબ કરતાં લોકો અને બિઝનેસમેન કરતાં પણ વધુ કડક હોય છે. મોહિત પોતાના રેગ્યુલર દિવસ વિશે વાત કરતાં કહે, ‘અમારા દિવસની શરૂઆત થાય સાંજે 7 વાગ્યાથી. 7 વાગ્યે ટુર્નામેન્ટ ચાલુ કરી સવારના 4 કે 5 વાગ્યા સુધી રમીએ. એ પછી સૂઈ જઈએ અને સવારે 11 વાગ્યે ફરજિયાત ઊઠી જ જવાનું. ઊઠીને નોર્મલ રૂટિન પૂરું કરી, બપોરના 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી આગલી રાત્રે રમેલી બધી ગેમ્સનું સ્ટડી, નવું સ્ટડી કરીએ, નવી થિયરી શીખીએ અને 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી મેડિટેશન, યોગા કે ફિઝિકલ વર્કઆઉટ કરી 7 વાગ્યે ફરી મારી બાજી મારા ટેબલ પર લાગી ગઈ હોય. પોકરમાં માઇન્ડથી શાર્પ અને ફિટ રહેવું જરૂરી છે, કેમ કે 7 થી 8 કલાક સુધી તમારે સતત મગજ ચલાવવાનું છે.’ પોકર શીખવા માટે કોચ રાખ્યા
હજુ જો તમને એવું થતું હોય કે મોહિત પોકરને જુગારની જેમ જ રમે છે, તો મોહિતે તેનું હજુ એક પત્તું ખોલ્યું કે, ‘પોકરમાં મારી પાસે કોચ પણ છે.’ લાગ્યો ને ઝટકો? ‘હું 5 વર્ષથી પોકર શીખું છું અને રમું છું, છતાં મને હજુ એવું થાય છે કે, હું પૂરું પોકર નથી શીખ્યો. રોજે આટલા બધા લોકો સાથે રમતો હોઉં, તો દરેકની સ્ટ્રેટેજી હું ન જાણી શકું. એટલે રોજ અમે કોચ પાસે શીખીએ. રોજે રમીને પછી જે જે બાજી હાર્યા હોઈએ, એનું સવારે ડિસ્કશન થાય. કાલે આ બાજી હું કેમ હાર્યો હતો? એમાં બીજા પ્લેયરે કેવી ચાલ ચાલી હતી? આવું સામેવાળાએ કેમ કર્યું હતું? એ બધું જ અલગ અલગ લોકો પાસેથી અમે શીખીએ. એ સિવાય, કોણ કેટલી સ્પીડથી પોતાની ચાલ ચાલે છે, એ બધો જ અંદાજો શીખવો પડે.’ મોંઘો પડે એવો પોકરનો કોચિંગ ચાર્જ
આગળ કોચિંગ પ્રાઇસ વિશે વાત કરતાં મોહિત કહે, ‘ભારતમાં પોકર કોચ પાસેથી ટ્રેનિંગ લેવી એટલી પણ સહેલી અને સસ્તી નથી. જો તમારે ટોપ કોચ પાસેથી ટ્રેનિંગ લેવી હોય તો એમનો ચાર્જ એક કલાકનો ₹10 હજાર જેટલો હોય છે. પણ રોજે અમને આ ન પરવડે એટલે કોચ સિવાય અમારું પોકરના મિત્રોનું એક ગ્રૂપ પણ છે. જેમાં અમે એકબીજાના પ્રોબ્લેમ સોલ્વ કરતા હોઈએ છીએ. જો કોઈને મદદની કે ડિસ્કશનની જરૂર હોય તો એ એક લિન્ક જનરેટ કરી અમારા ગ્રૂપમાં શેર કરી દે. એમાં જેટલા લોકો ફ્રી હોય એ બધા એ કૉલમાં જોઇન થઈ જાય. જેથી કોચનો ખર્ચો બચી જાય.’ પ્રોફેશનલી રમશો તો 25 લાખ તો રમતાં રમતાં જીતી જશો
તમે પ્રોફેશનલી પોકર રમો છો તો વર્ષે કેટલાની રોકડી થાય? મોહિત જીતેલા રૂપિયા છુપાવતા પાક્કા પોકર પ્લેયરની જેમ કહે, ‘એક જોબની જેમ આમાં દરેક મહિને ફિક્સ કે મિનિમમ જીત થાય એવું નક્કી ન હોય. પણ જો તમે રોજે સ્ટડી કરો છો, સારી રીતે પ્રોફેશનલી અને મહેનત સાથે રમો છો, તો વર્ષે આરામથી તમે ₹20-25 લાખ કમાઈ શકો છો. ઘણું ઇઝી છે. પણ આ તો થઈ સાધારણ પ્લેયરની વાત. પરંતુ જે ઈન્ડિયાના ટોપ પ્લેયર્સ છે, એ તો વર્ષે એકાદ કરોડ કમાઈ લે છે.’ (મોહિતે પોતાની ઇન્કમ કહેવાની ના પાડી, પણ મોહિત તાજેતરમાં જ 1 કરોડ રૂપિયાનું ટોપ પ્રાઇઝ ધરાવતી ઓલ ઈન્ડિયા ચેમ્પિયનશિપ જીત્યા છે!) ‘આવી તો રોજની 25 ટુર્નામેન્ટ રમું’
છેલ્લાં 5 વર્ષના તમારા પોકર કરિયરની સૌથી મોટી ગેમ? મોહિત છેલ્લી ચેમ્પિયનશિપ યાદ કરતાં કહે, ‘હમણાં છેલ્લે હું જે નેશનલ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બની એક કરોડ જીત્યો એ જ સૌથી મોટી ગેમ હતી. એ સિવાય તો આમ કોઈ એક બાજી યાદ નહીં હોય. કેમ કે હું એક દિવસની 25 ટુર્નામેન્ટ રમું છું. હું એકસાથે 9 ટેબલ પર રમું છું. મારા ધ્યાનમાં ઘણા એવા પ્લેયર્સ પણ છે, જે એક ટાઈમે 16 ટેબલ રમે છે.’
‘અત્યાર સુધીમાં તમે કેટલી બાજી રમ્યા હશો?’
(મોહિતે અમારી સામે એનો રેકોર્ડ ઓપન કરીને ચેક કર્યું) ‘અત્યાર સુધીમાં આ એક વેબસાઇટ પર હું 98 હજાર બાજી રમ્યો છું. આવું હું એકસાથે 5-6 વેબસાઇટ પર રમું છું. અને આ રેકોર્ડ છેલ્લાં 2 વર્ષનો છે. મતલબ કે છેલ્લાં 2 વર્ષમાં હું નહીં નહીં તો પણ લગભગ પાંચ લાખ બાજી રમ્યો છું. એ પહેલાંનો રેકોર્ડ નથી મારી પાસે.’ ‘9 ટેબલ પર એક સાથે મારી 9 બાજી પડે’
અમને થોડો આઘાત લાગ્યો એટલે થોડું વેરીફાય કર્યું, ‘મતલબ કે તમે એક સાથે 9 ગેમ રમો છો. 9 ટેબલ પર તમારી બાજી એકસાથે પડે?’ મોહિત કોઈ જ નવાઈની વાત ન હોય અને એના માટે ડાબા હાથનો ખેલ હોય એમ એકદમ સ્વાભાવિક અવાજે બોલ્યો, ‘હા, એકસાથે 9 ટેબલ પર મારી બાજી પડે. પણ હું તો કંઇ જ નથી રમતો, મારા ધ્યાનમાં તો ઘણા એવા પ્લેયર્સ પણ છે, જે એકસમયે 16 ટેબલ રમે છે. અને 16 ટેબલમાં જે બાજીમાંથી આઉટ થઈએ ત્યાં તરત જ બીજું ટેબલ જોઇન કરી લેવાનું. એ રીતે સાંજે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી અમે રમીએ કહીએ. ઘણીવાર હું મેન્ટલી એટલો બધો સ્ટેબલ ન હોઉં તો ક્યારેય 9થી 7 ટેબલ પણ કરી નાખું.’ ‘ત્યારે તો મહિને 4 લાખ રૂપિયા હારી ગયો હતો’
તમારો આજ સુધીનો સૌથી મોટો લોસ? કેટલું હાર્યા છો એક બાજીમાં? મોહિત કહે, ‘હું બહુ સેફ ગેમ રમું છું. એટલે મારી જેમ રમતા લોકોને બહુ ઓછી હાર થતી હોય છે. પણ મને યાદ છે કે એક વાર મને બહુ વધુ કોન્ફિડન્સ આવી ગયો હતો ત્યારે હું એકસાથે 12 ટેબલ રમવા બેસી ગયો હતો અને એ પણ વર્લ્ડના ટોપ પ્લેયર્સની વેબસાઇટ પર. એ ટાઈમે હું એક મહિનાના સૌથી વધુ ચાર લાખ રૂપિયા હાર્યો હતો. પણ જે લોકો આટલાં ટેબલ રમતા હોય, એમના માટે 4 લાખનો લોસ એ કોઈ મોટી વાત નથી. પણ હું સેફ ગેમ રમું છું, એટલે મને એ લોસ બહુ જ મોટો લાગ્યો હતો. પણ એ પછી હું ફરી મારા 9 ટેબલ પર આવી ગયો હતો અને રેગ્યુલર ગેમ રમતો થઈ ગયો હતો.’ ‘સામેવાળાને પ્રેશરમાં મૂકી બાજી જીતી જઉં’
તમારી કોઈ સ્પેશિયલ ટ્રિક? મોહિત થોડી હળવી સ્માઇલ સાથે કહે, ‘મને હરીફને પ્રેશરમાં મૂકવો વધારે ગમે છે. જ્યારે પણ મને લાગે કે, આની પાસે થોડું ચેલેન્જિંગ છે, એટલે હું એવો એગ્રેસિવ ટર્ન લઉં કે સામેવાળો થોડો પ્રેશરમાં આવી જાય. અને એ પ્રેશરમાં આવશે એટલે થોડી તો ભૂલ કરશે જ. બસ, થઈ ગયું મારું કામ. જેટલું વધું સામેવાળાને પ્રેશરમાં મૂકીશું એટલું આપણું કામ ઇઝી થઈ ગયું.’ ઈન્ડિયામાં પોકર ક્યાં અને કેવી રીતે લીગલ?
ઈન્ડિયામાં કેટલી જગ્યાએ આ રીતે પોકર ટુર્નામેન્ટ રમાય છે? મોહિત કહે, ‘ઈન્ડિયામાં ઓનલાઈન પોકર લીગલ છે. પણ લાઈવ પોકર ખાલી દરિયામાં જ લીગલ છે. ગોવાના દરિયામાં ઘણા કસીનો છે, ત્યાં તમે લાઈવ પોકર રમી શકો છો. ત્યાં ત્રણ-ચાર મહિને એક વાર પોકર ઈવેન્ટ થતી રહેતી હોય છે. એક ઈવેન્ટ અઠવાડિયું કે દસ દિવસની હોય છે. જેમાં અલગ અલગ લેવલની 10-12 ટુર્નામેન્ટ થતી હોય છે. એ સિવાય અમારે જ્યારે ટુર્નામેન્ટ રમવી હોય ત્યારે અમે વિયેતનામ જઈએ છીએ. ત્યાં પોકરનું બહુ જ મોટું માર્કેટ છે. ત્યાં પોકર ઈન્ડિયા કરતાં ઘણું વિકસિત છે અને ત્યાંના લોકો સાથે નવી નવી ચેલેન્જથી પોકર રમવામાં બહુ જ મજા આવે.’ 10 હજારમાંથી 250 જ ગુજરાતી પોકર પ્લેયર
પૂરા ઈન્ડિયામાં પોકરનું માર્કેટ કેટલું મોટું હશે? મોહિત ઇન્ડિયન પોકર પ્લેયર્સ વિશે વાત કરતાં કહે, ‘હમણાં જે પોકર ટુર્નામેન્ટ થઈ એમાં પોકર રમતા હોય મોટાભાગના બધા જ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હું જો ખાલી ટુર્નામેન્ટની વાત કરું તો હમણાં જે પોકર ટુર્નામેન્ટ થઈ એમાં 10 હજાર લોકોએ એન્ટ્રી કરાવી હતી. અને જો ખાલી ગુજરાતની વાત કરું તો, પોકર ટુર્નામેન્ટમાં 240 લોકો ગુજરાતમાંથી હતા.’
‘અત્યાર સુધીમાં તમે કેટલી ટુર્નામેન્ટ જીત્યા હશો?’
‘આમાં જીતવું અમારા હાથમાં નથી હોતું. પણ ફાઇનલ ટેબલ પર પહોંચવું મુશ્કેલ હોય છે. અઠવાડિયામાં હું આવી રીતે 3-4 વાર ફાઇનલ ટેબલ પર પહોંચી જતો હોઉ છું. પણ અત્યાર સુધીનું ટોટલ જેવું તો કાઉન્ટિંગ નહિ કર્યું હોય.’ ઇન્ટરનેશનલ લેવલે પણ ઇન્ડિયન પ્લેયર્સનો દબદબો
પોકરના ઇન્ટરનેશનલ માર્કેટમાં ભારતનું કેટલું નામ છે? ઇન્ડિયન પ્લેયર્સનું કેટલું માન છે? મોહિત કહે, ‘છેલ્લાં દસેક વર્ષથી ઇન્ડિયન પ્લેયર્સ પોકર પર ફોકસ કરતા થયા છે. પણ છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી આપણા પોકર પ્લેયર્સ પ્રોપર સ્ટડી કરીને રમતા થયા છે. હવે પ્લેયર્સ આવી રીતે પ્રોફેશનલી રમવા જાય છે, એમનું તો માન વધવાનું જ છે. હવે દુનિયામાં કોઈ ઇન્ડિયન પ્લેયર્સને હળવાશથી નથી લેતું. ઇન્ડિયન પ્લેયર્સને ટાઈટ હેન્ડ પ્લેયર્સ કહેવાય છે. મતલબ કે જો સારી બાજી હોય તો જ રમશે. ઈન્ડિયામાં અત્યારે 200થી 300 પ્લેયર્સ એવા હશે કે જે ખાલી પ્રોફેશનલી પોકર જ રમે છે. એ જ એમનું પ્રોફેશન છે. કોવિડ પહેલાં આંકડો 100થી પણ નીચે હતો.’ ‘હું પોકરનો ને પોકર મારું’
પોકરની બહાર મોહિત શું છે? પોકર સિવાય તમને શું શું કરવું ગમે છે? મોહિત કહે, ‘છેલ્લાં 3-4 વર્ષની વાત કરું તો પોકર જ મારા માટે સર્વસ્વ છે. પોકર સિવાય મને કશું જ નથી ગમતું. હમણાં બે મહિના પહેલાં હું ગોવામાં રહેતો હતો, તો ત્યાં મને દરિયાકિનારો બહુ જ પસંદ છે. એટલે હું ત્યાં પૂરી ટ્રાય કરતો કે, અઠવાડિયામાં એક વાર ત્યાં બીચ પર જતો. બપોરે નીકળી જવાનું અને છેક રાત્રે ઘરે આવવાનું. એ સિવાય હું ટેબલ ટેનિસ રમું છું.’ આટલું કરી શકો તો જ પોકર રમજો
અચ્છા, તો તમારી જેમ પોકરમાં કરિયર બનાવવા શું કરવું પડે? મોહિત ચેતવણીના સૂરે કહે, ‘પહેલાં તો પોકરને સમજો કે તમને એમાં કેટલો ઇન્ટરેસ્ટ પડે છે? પોકરમાં તમારે રેગ્યુલર નોકરી કરતાં ડબલ ટાઈમ આપવો પડશે, તો પણ શરૂઆતમાં પૈસા નહિ બને. આખો દિવસ એની પાછળ વિતાવવો પડશે. એક અઠવાડિયે 4 હજાર કમાઈ લીધા તો બીજા અઠવાડિયે 8 હજાર જશે પણ ખરા. જો તમને ખરેખર ઇન્ટરેસ્ટ છે, તો એક મેન્ટર રાખો, કોચ રાખો, પ્રોપર શીખો. મારી કોઈ મદદ જોઈએ તો પણ મને કહો. જો કોઈ મારી પાસે શીખવા આવે તો મને શિખવાડવું ગમે છે. હું ખુશી ખુશી શીખવાડું છું, પણ જો કોચ પાસે શીખવું હોય તો હું તમને સારા સારા કોચ વિશે પણ ગાઈડ કરીશ. અને હું જ નહીં ઈન્ડિયાના પોકરના કોઈ પણ પ્લેયરને તમે કહેશો એ તમને હેલ્પ કરવા તૈયાર જ હશે.’ જો સ્માર્ટ હશો તો પોકર તમને પૈસા આપશે
મોહિત પોકર અને લાઈફનું કનેક્શન સમજાવતાં કહે, ‘જો તમે થોડા પણ સ્માર્ટ છો તો તમે પોકરમાં પૈસા બનાવી શકો છો. પોકરમાં સૌથી મહત્ત્વની છે સ્માર્ટનેસ. લાઈફમાં તમે લોકોને ઓળખી જાઓ છો, એમની ચાલ ઓળખી લો છો. કોણ તમને હેરાન કરવાનું છે કે કોણ તમારી સાથે કેવી રીતે વાત કરે છે એ બધું તમે ઓળખી શકતા હોય તો તમે પોકરમાં આરામથી જીતી શકો છો. પોકર રમતી વખતે જો તમે સામાવાળાના દિમાગને ઓળખી ગયા અને એની સાથે રમી ગયા એટલે જીતી ગયા.’ ‘પોકરે મારી લાઈફ બદલી નાખી’
પોકરના કારણે તમારી લાઈફમાં કેટલો ફરક આવ્યો? મોહિત કહે, ‘ધરમૂળથી બદલાઈ ગઈ છે. પોકરના કારણે મારી લાઈફમાં ડિસિપ્લિન આવી ગયું છે. પોકરના કારણે શીખવા મળ્યું છે કે, જે વસ્તુ જેટલી ઇમ્પોર્ટન્ટ હોય એમાં એટલો જ ટાઈમ આપવાનો. પોકરમાં માઇન્ડ સેટ કરવા માટે તમારે પ્રોપર આરામ અને શાંત મગજ જોઈએ, જો તમે ઊંઘ પૂરી ન કરો કે શાંત ન હોય તો તમે ખોટાં ડિસિઝન લેશો અને પૈસા હારશો. એટલે પૈસા બચાવવા માટે પણ તમે તમારી બોડી પર ધ્યાન આપવા લાગશો.’ ફિલ આઇવી : મોહિતે જેના જેવું પોકર પ્લેયર બનવું છે
ઇન્ટરનેશનલ પોકરમાં તમારો કોઈ આઇડલ? મોહિત પોતાના રોલ મોડેલ વિશે વાત કરતાં કહે, ‘અમેરિકન પોકર પ્લેયર ફિલ આઇવી (Phil Ivey) મારા રોલ મોડેલ છે. એ પોકરમાં વર્લ્ડ બેસ્ટ પ્લેયર છે. એ જ્યારે પણ લાઈવ પોકર રમતા હોય ત્યારે એકદમ શાંત મનથી અને કોઈ જ એક્સપ્રેશન વિના બહુ જ મસ્ત રમે છે. હું જ્યારે પણ લાઈવ રમું ત્યારે એમની જેમ રમવાની ટ્રાય કરું છું. કેમ કે લાઈવ જેમ આખી એક્સપ્રેશન પરની જ છે.’