બુધવારે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક મળી. આમાં ઓપરેશન સિંદૂર મુદ્દે શશિ થરૂર સહિત પાર્ટીના કેટલાક નેતાઓના નિવેદનો પર ચર્ચા થઈ. સાથે જ કેન્દ્ર સરકાર પર ઓપરેશન સિંદૂર પર રાજકારણ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. ANI અનુસાર, બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ સમય પોતાના વિચારો વ્યક્ત કરવાનો નથી, પરંતુ પાર્ટીના સત્તાવાર વલણને સ્પષ્ટ કરવાનો છે.’ આપણે એક લોકશાહી પાર્ટી છીએ, અને લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરતા રહે છે, પરંતુ આ વખતે થરૂરે લક્ષ્મણ રેખા પાર કરી દીધી છે. ખરેખરમાં, શશિ થરૂરે 8 મેના રોજ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર પાકિસ્તાન અને વિશ્વ માટે એક મજબૂત સંદેશ છે. ભારતે 26 નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા માટે ચોક્કસ કાર્યવાહી કરી છે. CWCએ તેના પ્રસ્તાવમાં કહ્યું – રાષ્ટ્ર શોક અને સંકલ્પમાં એકજુથ છે. ભારતીય સશસ્ત્ર દળોએ સમય- સમયે આગળ આવીને આપણા રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે બહાદુરીથી કાર્ય કર્યું છે. કોંગ્રેસે કહ્યું કે ઓપરેશન સિંદૂર દેશના સંરક્ષણ દળો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું અને તેથી કોઈ પણ રાજકીય પક્ષ તેના પર વિશિષ્ટ દાવો કરી શકે નહીં, જે રીતે ભાજપ કરી રહ્યું છે. દિલ્હીમાં કોંગ્રેસ હેડકવાર્ટરમાં યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી અને અન્ય CWCના સભ્યો અને નેતાઓ હાજર રહ્યા હતા. થરૂરનું નિવેદન… વિદેશ સચિવ વિક્રાંત મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની હાજરીએ સાબિત કર્યું કે આ લડાઈ હિન્દુ-મુસ્લિમની નથી, પરંતુ આતંક સામે ભારતની એકતાની છે. નાગરિકોને કોઈ નુકસાન ન થાય તે માટે રાત્રે 1 વાગ્યા પછી જ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. ટારગેટ માત્ર આતંકવાદી અડ્ડાઓ હતા, પાકિસ્તાની સેના કે સરકારી સંસ્થાઓ નહીં. CWC પ્રસ્તાવમાં જણાવેલી બાબતો… કોંગ્રેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો… કાશ્મીર પર ટ્રમ્પના નિવેદનથી પાકિસ્તાન ખુશ: અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું હતું- હું હજાર વર્ષ જૂના મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરીશ પાકિસ્તાને કાશ્મીર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પર ખુશી વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ માટે કાશ્મીર મુદ્દાનો ઉકેલ જરૂરી છે. આ નિવેદન માટે તેઓ ટ્રમ્પના વખાણ કરે છે. ખરેખરમાં, ટ્રમ્પે રવિવારે સવારે કહ્યું હતું કે તેઓ ભારત અને પાકિસ્તાન સાથે હજાર વર્ષ પછી કાશ્મીર મુદ્દાનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે.