બોલિવૂડ એક્ટર સલમાન ખાન પાર્ટીના ખૂબ જ શોખીન છે. સલમાન ઘણીવાર પાર્ટીઓનું આયોજન કરે છે. તાજેતરમાં, ફિલ્મ ‘લકી: નો ટાઇમ ફોર લવ’ ના ડિરેક્ટર, રાધિકા રાવ અને વિનય સપ્રુએ સલમાનની પાર્ટી સાથે જોડાયેલી એક રસપ્રદ સ્ટોરી શેર કરી. બંને ડિરેક્ટરે જણાવ્યું કે રશિયન ટીમ સલમાનની પાર્ટીમાં જોડાયા પછી ફસાઈ ગઈ હતી. હિન્દી રશને આપેલા એક ઇન્ટરવ્યૂમાં, ડિરેક્ટર રાધિકા રાવ અને વિનય સપ્રુએ શેર કર્યું હતું કે- સલમાનની પાર્ટીમાં દારૂની રેલમછેલ હતી. રાધિકા અને વિનયે રશિયન ક્રૂને પહેલેથી જ આ બાબતે ચેતવણી આપી દીધી હતી, ‘સલમાનની પાર્ટીમાં ન જાવ, તમે બીજા દિવસે સવારે સેટ પર નહીં પહોંચી શકો.’ પણ રશિયન ક્રૂએ મજાકમાં જવાબ આપ્યો, ‘અમે રશિયન છીએ, અમારાથી વધુ કોઈ ન પી શકે.’ બંને ડિરેક્ટરોએ સ્માઈલ આપી અને કહ્યું, ‘ઠીક છે, ટ્રાય કરી લો. પણ સલમાનને હળવાશમાં ન લેશો.’ બીજા દિવસે રશિયન ક્રૂ ઊભા થવાની હાલતમાં નહોતું
રાધિકા અને વિનયે જણાવ્યું કે- પાર્ટીમાં વોડકાની નદીઓ વહેતી રહી. રશિયન ક્રૂએ સાબિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો કે તેઓ વિશ્વમાં સૌથી વધુ પી શકે છે, પરંતુ આ મામલે સલમાનની જીત થાય છે. બીજા દિવસે સવારે કેટલાક સીડી પરથી લથડ્યાં ખાઈને નીચે ઉતરી રહ્યા હતા તો કેટલાક માથું પકડીને બેઠા હતા. કેટલાક તો ઊઠ્યાં જ નહિ. રાધિકાએ કહ્યું કે- રશિયન લોકો ઘણા શિસ્તમાં રહે છે, પરંતુ તે દિવસે તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. ‘સલમાનને જરાય અસર નહોતી થઈ’
જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે સલમાન પર તેની કોઈ અસર નહોતી થઈ. રાધિકાએ હસતાં હસતાં-હસતાં કહ્યું- ‘રશિયન ક્રૂ એ પોતે સ્વીકાર્યું કે તેમના માટે સૌથી શરમજનક વાત એ હતી કે સલમાન પર કોઈ અસર થઈ નહીં.’ તે પણ બધા સાથે દારૂ પી રહ્યો હતો, પણ તેને જરાય હેંગોવર નહોતો થયો. ડિરેક્ટર રાધિકા રાવ અને વિનય સપ્રુએ પણ જણાવ્યું કે- સલમાન બીજા દિવસે શૂટિંગ માટે સમયસર સેટ પર પહોંચ્યો હતો. તેને કંઈ થયું નથી. ફિલ્મ ‘લકી: નો ટાઇમ ફોર લવ’ 2005 માં રિલીઝ થઈ હતી. આ એક્ટ્રેસ સ્નેહા ઉલ્લાલની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં સલમાને આદિત્યનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ ભલે મોટી હિટ ન રહી હોય, પણ સલમાનના ચાહકો તેને યાદ રાખે છે.