‘શહેનશાહ’, ‘કાલિયા’, ‘ચમત્કાર’ જેવી અઢળક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલા સિનિયર એક્ટર ટીનુ આનંદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં, ટીનુ આનંદે કૂતરાઓને હોકી સ્ટીકથી મારવા વિશે વાત કરી હતી. એટલું જ નહિ તેમણે કહ્યું હતું કે- દરેક ડોગ લવર્સે ખડતાં કૂતરાઓને ઘરે લઈ જવા જોઈએ અથવા તેમની હરકતો પર નજર રાખવી જોઈએ. ટીનુ આનંદનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ ગયું, જેમાં લખ્યું હતું કે- હું એક ભયાનક શૂટિંગમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો, જ્યાં એક ડરામણો કૂતરો મારા પર ભસી રહ્યો છે અને મને ખબર નથી કે તે કોને કરડવાનો છે. પડકાર સ્વીકારો, તેમનો સામનો કરવા માટે હોકી સ્ટીક રાખો. હું બધા ડોગ લવર્સને ચેતવણી આપું છું કે તે કૂતરાઓને ઘરે લઈ જાય નહીંતર મારા ગુસ્સાને સહન કરો. મારા સોસાયટીમાં પણ મેં પહેલેથી જ આ જાણ કરી દીધી છે. આ મેસેજ વાઈરલ થયા પછી, સ્થાનિક રહેવાસી આંચલ ચઢ્ઢાએ ટીનુ આનંદ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં પશુ અધિનિયમની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. મુંબઈ પોલીસના સિનિયર અધિકારી અને એનિમલ રાઈટ્સ કાર્યકર્તા સુધીર કુડાલકરે ટીનુ આનંદ પાસેથી લેખિત માફી માંગી છે. ‘દીકરીનો હાથ ભાંગ્યો હતો, તેને પોતાની જાતને બચાવવાનો પૂરો અધિકાર છે’
આ વિવાદ પર ટીનુ આનંદે ફ્રી પ્રેસ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, મારો મતલબ એ જ હતો જે મેં લખ્યું, કારણ કે મારી દીકરીનો હાથ ભાંગી ચૂક્યો છે. છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી છે. બે વાર ઓપરેશન કરાવવા માટે મારે 90,000 રૂપિયા ખર્ચવા પડ્યા. દીકરીના પાલતુ કૂતરા પર સોસાયટીના 3 રખડતાં કૂતરાઓએ હુમલો કર્યો; તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે, તે પડી ગઈ અને તેને કાંડાંમાં ફ્રેક્ચર આવ્યું. ટીનુએ આગળ કહ્યું, ડોગ લવર્સ તેમના પર પટ્ટા કેમ નથી લગાવતા. સોસાયટીની નજીકના સ્ટોર્સમાં પૂછો, તેમના ડિલિવરી મેન પર પણ આ રખડતા કૂતરાઓએ બે વાર હુમલો કર્યો છે. હવે ડિલિવરી બોયે પણ આવવાનું બંધ કરી દીધું છે કારણ કે તે નથી ઇચ્છતા કે કૂતરાઓ તેના પર હુમલો કરે. હું 80 વર્ષનો છું, જો કોઈ કૂતરો મારા પર હુમલો કરે તો મને મારો બચાવ કરવાનો અધિકાર છે. મારો કહેવાનો મતલબ એ જ છે. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. ટીનુ આનંદ 80ના દાયકાથી ફિલ્મોમાં એક્ટિવ છે. ‘કાલિયા’, ‘શહેનશાહ’, ‘દયાવાન’, ‘અગ્નિપથ’, ‘ખિલાડી’, ‘દામિની’, ‘ઘટક’, ‘દે દાના દાન’, ‘દબંગ’, ‘સાહો’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે, ઉપરાંત તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘કાલિયા’, ‘શહેનશાહ’ અને ‘મેજર સાહબ’નું દિગ્દર્શન પણ કર્યું છે.
’શહેનશાહ’, ‘કાલિયા’, ‘ચમત્કાર’ જેવી અઢળક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલા સિનિયર એક્ટર ટીનુ આનંદ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં, ટીનુ આનંદે કૂતરાઓને હોકી સ્ટીકથી મારવા વિશે વાત કરી હતી. એટલું જ નહિ તેમણે કહ્યું હતું કે- દરેક ડોગ લવર્સે ખડતાં કૂતરાઓને ઘરે લઈ જવા જોઈએ અથવા તેમની હરકતો પર નજર રાખવી જોઈએ. ટીનુ આનંદનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ ગયું, જેમાં લખ્યું હતું કે- હું એક ભયાનક શૂટિંગમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો, જ્યાં એક ડરામણો કૂતરો મારા પર ભસી રહ્યો છે અને મને ખબર નથી કે તે કોને કરડવાનો છે. પડકાર સ્વીકારો, તેમનો સામનો કરવા માટે હોકી સ્ટીક રાખો. હું બધા ડોગ લવર્સને ચેતવણી આપું છું કે તે કૂતરાઓને ઘરે લઈ જાય નહીંતર મારા ગુસ્સાને સહન કરો. મારા સોસાયટીમાં પણ મેં પહેલેથી જ આ જાણ કરી દીધી છે. આ મેસેજ વાઈરલ થયા પછી, સ્થાનિક રહેવાસી આંચલ ચઢ્ઢાએ ટીનુ આનંદ વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં પશુ અધિનિયમની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી. મુંબઈ પોલીસના સિનિયર અધિકારી અને એનિમલ રાઈટ્સ કાર્યકર્તા સુધીર કુડાલકરે ટીનુ આનંદ પાસેથી લેખિત માફી માંગી છે. ‘દીકરીનો હાથ ભાંગ્યો હતો, તેને પોતાની જાતને બચાવવાનો પૂરો અધિકાર છે’