કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મધ્યપ્રદેશના મંત્રીના વિવાદાસ્પદ નિવેદન પર નોંધાયેલી FIRની ભાષા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુરુવારે, હાઈકોર્ટની ડબલ બેન્ચે મંત્રી વિજય શાહ સામેની FIRને માત્ર ઔપચારિકતા ગણાવી. હાઈકોર્ટે કહ્યું કે, હવે કોર્ટ આ પોલીસ તપાસ પર નજર રાખશે. આ કરવું જરૂરી છે જેથી તપાસ કોઈપણ દબાણથી પ્રભાવિત ન થાય. હાઈકોર્ટ આ કેસની ફરી સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું- મંત્રી પાસેથી જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે મંત્રી વિજય શાહની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. ઉધડો લેતા સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે તમે હાઈકોર્ટમાં કેમ ન ગયા. તમે કેવા પ્રકારના નિવેદનો આપી રહ્યા છો? શું આપણે જોવું જોઈએ કે પરિસ્થિતિ કેવી છે? તમે એક જવાબદાર પદ પર છો, તમારે તમારી જવાબદારીઓ નિભાવવી જોઈએ. હાઇકોર્ટની ટિપ્પણી અને રાજ્ય સરકારની દલીલ મધ્યપ્રદેશ સરકાર- એડવોકેટ જનરલ પ્રશાંત સિંહે કોર્ટને જણાવ્યું હતું કે કોર્ટના આદેશના આધારે, બુધવારે સાંજે 7:55 વાગ્યે ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી છે. હાઈકોર્ટ- જસ્ટિસ અતુલ શ્રીધરે કહ્યું કે આ કોઈ હત્યાની તપાસ નથી, પરંતુ વાંધાજનક ભાષણ સાથે સંબંધિત કેસ છે. આવી સ્થિતિમાં લાંબી તપાસની જરૂર નથી. હાઇકોર્ટે વિજય શાહ સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો FIR એવી રીતે નોંધવામાં આવી કે તેને રદ કરી શકાય: હાઈકોર્ટ ગુરુવારે પોતાનો આદેશ જાહેર કરતી વખતે, ન્યાયાધીશ અતુલ શ્રીધર અને ન્યાયાધીશ અનુરાધા શુક્લાની બનેલી હાઇકોર્ટની બેન્ચે કહ્યું હતું… FIR પર સંપૂર્ણ નજર નાખતાં, શંકાસ્પદ વ્યક્તિના કાર્યોનો એક પણ ઉલ્લેખ જોવા મળ્યો નથી જે તેની સામે નોંધાયેલા ગુનાઓના તત્વોને સંતોષે. FIR એવી રીતે નોંધવામાં આવી હતી કે જો તેને અગાઉના CRPCની કલમ 482 હેઠળ પડકારવામાં આવે તો તેને રદ કરી શકાય કારણ કે તેમાં મહત્વપૂર્ણ વિગતોનો અભાવ હતો. કોર્ટ નિર્દેશ આપે છે કે 14 મેના સમગ્ર આદેશને FIRના ફકરા 12ના ભાગ રૂપે વાંચવામાં આવે. મંત્રી વિજય શાહે કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણીને આતંકવાદીઓની બહેન તરીકે વર્ણવવામાં આવી હતી. બુધવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટે પોતે આ કેસ હાથમાં લીધો. જબલપુર હાઈકોર્ટના જસ્ટિસ અતુલ શ્રીધરન અને જસ્ટિસ અનુરાધા શુક્લાની બેન્ચે ડીજીપીને મંત્રી શાહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું- ભારતની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધો. જો FIR નોંધવામાં નહીં આવે તો DGP સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. મંત્રી વિજય શાહના નિવેદનથી સાંપ્રદાયિકતા વધશે. હાઈકોર્ટે કહ્યું હતું કે, મંત્રી સામેનો ગુનો ભારતીય દંડ સંહિતાની કલમ 152 હેઠળ બનેલો છે, જે ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતા કૃત્યોને ગુનાહિત ગણે છે. ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા અથવા જાતિના આધારે વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત કલમ 192 હેઠળ પણ પ્રથમ દૃષ્ટિએ ગુનો ગણવામાં આવે છે. હાઈકોર્ટે કહ્યું કે ઇસ્લામના અનુયાયી કર્નલ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહીને તેમનું અપમાન કરવું એ આ કલમો હેઠળ ગુનાહિત કૃત્ય છે. ગુરુવારે હાઈકોર્ટે પોતાના આદેશમાં FIRના ફકરા 12માં 14 મેના રોજ આપેલા આદેશને વાંચવા કહ્યું. મંત્રી વિજય શાહે 11 મેના રોજ ઇન્દોરમાં નિવેદન આપ્યું હતું
મંત્રી વિજય શાહે રવિવારે ઇન્દોરના મહુના રાયકુંડા ગામમાં કહ્યું હતું કે, ‘તેમણે કપડાં ઉતારી-ઉતારીને આપણા હિન્દુઓને માર્યા અને મોદીજીએ તેમની બહેનને તેમની ઐસી કી તૈસી કરવા તેમના ઘરે મોકલી. હવે મોદીજીતો કપડા ઉતારી ના શકે. તેમના સમુદાયની એક બહેનને મોકલી કે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી, તેથી તમારા સમુદાયની બહેન આવીને તમને નગ્ન કરશે. જાતિ અને સમુદાયની બહેનોને પાકિસ્તાન મોકલીને દેશના માન-સન્માન અને આપણી બહેનોના સુહાગનો બદલો લઈ શકે છે.’ ઓપરેશન સિંદૂર પછી, કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને વિદેશ વિભાગના સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ઓપરેશન અને અન્ય માહિતી આપી હતી. નિવેદન પર વિવાદ વધ્યો ત્યારે શાહે માફી માગી
વિજય શાહે બુધવારે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો. તેણે કહ્યું, ‘હું શરમ અનુભવું છું અને ભારે હૃદયથી માફી માગુ છું. મારા ભાષણમાં મારો હેતુ આર્મી અને સિસ્ટર સોફિયાના કાર્યોને સમાજ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવાનો હતો, પરંતુ દુઃખી અને વ્યગ્ર મનને કારણે મારા મોંમાંથી કેટલાક એવા શબ્દો નીકળી ગયા, જેના કારણે હવે મને શરમ આવે છે. આ માટે હું સમગ્ર સમાજ અને સમુદાયની હાથ જોડીને માફી માગુ છું.’ વિજય શાહ હવે રાજીનામું નહીં આપે, કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે
મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR દાખલ થઈ હોવા છતાં, તેઓ હજુ સુધી રાજીનામું આપી રહ્યા નથી. બુધવારે બેંગલુરુથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે મુખ્યમંત્રી ગૃહમાં ભાજપ રાજ્ય સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા અને ભાજપ પ્રદેશ પ્રમુખ વીડી શર્મા સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે મંત્રી વિજય શાહ હાલમાં રાજીનામું આપશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય શાહે પક્ષ પાસે માગ કરી છે કે તેમને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે. સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે મંત્રી વિજય શાહ પોતાના નિવેદન અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. કોંગ્રેસની માગ છે કે ભાજપ શાહને પાર્ટીમાંથી હાંકી કાઢે
મંત્રી વિજય શાહના નિવેદનની હાઈકોર્ટે સ્વતઃ નોંધ લેતા અને FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યા બાદ, કોંગ્રેસે વિજય શાહ સામે કેસ નોંધવાની માગ કરી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ યાદવે કહ્યું છે કે વિજય શાહને તાત્કાલિક અસરથી ભાજપમાંથી બહારનો રસ્તો બતાવવો જોઈએ. પક્ષની કાર્યવાહી: સંગઠન મહાસચિવને નિવેદન બદલ ઠપકો
મંત્રી શાહના નિવેદનથી ગુસ્સે ભરાયેલા પાર્ટી હાઇકમાન્ડે તેમને રાજ્ય મુખ્યાલયમાં બોલાવ્યા. સંગઠન મહાસચિવ હિતાનંદ શર્માના કહેવા પર, મંત્રી ચપ્પલ પહેરીને પાર્ટી કાર્યાલય પહોંચ્યા. અહીં સંગઠનના મહાસચિવે તેમને નિવેદન બદલ ઠપકો આપ્યો, ત્યાર બાદ મંત્રીએ પોતાના શબ્દો બદલી નાખ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહે માફી માગી છે અને ફરી આવું નહીં કરવાનું વચન આપ્યું છે.