ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે, દિવંગત એક્ટર ઇરફાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં, એક પાકિસ્તાની પત્રકાર એક્ટરને પાકિસ્તાન આવવા પર પ્રશ્ર પૂછે છે. જવાબમાં, ઇરફાન કંઈક એવું કહે છે જે ઇન્ટરનેટ યુઝર્સને ખૂબ જ ગમે છે. વાઈરલ વીડિયોમાં, પત્રકાર ઇરફાનને કહે છે – ‘હેલો ઇરફાન ભાઈ.’ હું લાહોરથી છું. પાકિસ્તાનમાં તમારા ચાહકોની સંખ્યા ખૂબ મોટી છે. હું ઈચ્છું છું કે તમે કોઈ દિવસ પાકિસ્તાન આવો. આ ખૂબ જ આનંદની વાત હશે. પત્રકારને અટકાવતા ઇરફાને કહ્યું, ‘હું આવીશ તો ખરાં, પરંતુ ત્યાંથી પાછો આવીશ કે નહીં?’ ઇરફાને આ કહ્યું કે- તરત જ ત્યાં હાજર દર્શકો, જેમાં પાકિસ્તાની પત્રકારો પણ હતા, હસવાં લાગ્યાં. ઇરફાનના જવાબ પર, પાકિસ્તાની પત્રકાર કહે છે કે- તમે ચોક્કસ પાછા આવશો. ઇરફાનના કેટલાક ચાહકો હાલ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને કેટલાક કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- ‘અદ્ભુત જવાબ, નહીંતર હાલના હીરોના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી.’ બીજા યુઝરે કહ્યું – ‘એટલા માટે જ પાન સિંહ તોમર આજે પણ દિલો પર રાજ કરે છે.’ ઇરફાન સરહદ પર પતંગ ઉડાડવા માંગતો હતો
‘ધ લલન્ટોપ’ સાથેના એક ઇન્ટરવ્યૂમાં, એક્ટર શશાંક અરોરાએ ફિલ્મ ‘ધ સોંગ ઓફ સ્કોર્પિયન્સ’ના સેટ પરથી ઇરફાન વિશે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. આ ફિલ્મમાં ઇરફાન મુખ્ય ભૂમિકામાં હતા, તેની સાથે ઈરાની એક્ટ્રેસ ગોલશિફતેહ ફરાહાની અને શશાંક અરોરા પણ હતા. અરોરાએ કહ્યું કે- ફિલ્મના શૂટિંગ દરમિયાન, ઇરફાન તેને ભારત-પાકિસ્તાન સરહદ પર ‘પતંગ ઉડાડવા’ માટે તેની સાથે જવા કહેતો હતો. પોસ્ટર અને ગીતોમાંથી પાકિસ્તાની કલાકારોને દૂર કરાયા
ઇરફાનનો જૂનો વીડિયો એવા સમયે વાઈરલ થઈ રહ્યો છે જ્યારે ભારતે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂક્યો છે. પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ, ફવાદ ખાન, માહિરા ખાન અને માવરા હોકેન જેવા પાકિસ્તાની કલાકારોના ફોટા પણ મ્યુઝિક એપ્સ અને તેમના બોલિવૂડ ફિલ્મ ગીતોમાંથી દૂર કરવામાં આવ્યા છે. વર્ષ 2017માં, ઇરફાને પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમર સાથે ફિલ્મ ‘હિન્દી મીડિયમ’માં કામ કર્યું હતું. ઇરફાનનું 29 એપ્રિલ, 2020ના રોજ અવસાન થયું.