ભારતની પ્રથમ ફીચર ફિલ્મ બનાવીને બોલિવૂડનો પાયો નાંખનારા દાદાસાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા માનવામાં આવે છે. તેમનું જીવન અને ફિલ્મોની યાત્રા ખૂબ જ રસપ્રદ રહી છે. ત્યારે વાર્તાને પ્રથમ વખત રૂપેરી પડદે કંડારનારા ધુંડીરાજ ગોવિંદ ફાળકે એટલે કે દાદાસાહેબ ફાળકેની વાર્તા રૂપેરી પડદા પર આવી રહી છે. એક્ટર આમિર ખાન અને ફિલ્મ મેકર રાજકુમાર હિરાણી દાદાસાહેબના જીવન પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જાણો ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર 2025થી શરૂ થવાનું છે. આમિર ખાન પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ રિલીઝ થયા પછી તરત જ આ નવી ફિલ્મમાં તેની ભૂમિકા માટે તૈયારી શરૂ કરશે. લોસ એન્જલસ (LA)માં VFX સ્ટુડિયોએ ફિલ્મની વાર્તાનો સમય અને માહોલને ધ્યાનમાં રાખીને પહેલાથી જ અદ્યતન AI ડિઝાઇન બનાવી દીધી છે. રાજકુમાર હિરાણી, ડિરેક્ટર અને સ્ક્રિન રાઇટર અભિજાત જોશી અને બે લેખકો હિન્દુકુશ ભારદ્વાજ અને અવિષ્કર ભારદ્વાજ છેલ્લા ચાર વર્ષથી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર સતત કામ કરી રહ્યા છે. દાદા સાહેબના પૌત્રે ટેકો આપ્યો દાદાસાહેબ ફાળકેના પૌત્ર ચંદ્રશેખર શ્રીકૃષ્ણ પુસાલકરે આ પ્રોજેક્ટને સંપૂર્ણ ટેકો આપ્યો છે અને દાદાસાહેબ ફાળકેના જીવન સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો અને ઘટનાઓ પણ શેર કરી છે. વધુમાં, આ ફિલ્મ રાજકુમાર હિરાણી અને આમિર ખાનની જોડીનો નવો પ્રોજેક્ટ છે, જેમણે ‘3 ઇડિયટ્સ’ અને ‘પીકે’ જેવી કલ્ટ ક્લાસિક અને સૌથી મોટી હિટ ફિલ્મો આપી છે. ત્યારે આ પ્રોજેક્ટ ભારતીય એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરવા માટે તૈયાર છે. એસ. એસ. રાજામૌલીએ 2023માં દાદાસાહેબ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી નોંધનીય છે કે, સાઉથના ફિલ્મ મેકર, ‘RRR’ ફિલ્મ બનાવનાર નેશનલ એવોર્ડ વિજેતા એસ. એસ. રાજામૌલીએ સપ્ટેમ્બર 2023માં દાદાસાહેબ ફાળકે પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર) પર ટ્વીટ કરી હતી કે, ‘જ્યારે મેં પહેલી વાર વાર્તા સાંભળી, ત્યારે હું ભાવનાત્મક રીતે ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. બાયોપિક બનાવવી એ પોતે જ અઘરું છે, પણ ભારતીય સિનેમાના પિતા વિશે કલ્પના કરવી એ તેનાથી પણ વધુ પડકારજનક છે. અમે અને અમારા છોકરાઓ આ બનાવવા માટે તૈયાર છીએ. ખૂબ ગર્વ સાથે ‘મેડ ઇન ઇન્ડિયા’ રજૂ કરીએ છીએ.’ સાઉથની ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં જુનિયર એનટીઆર દાદાસાહેબની ભૂમિકા ભજવશે? ઉલ્લેખનીય છે કે, એક જ વિષય પર બોલિવૂડ અને સાઉથના બે દિગ્ગજ ફિલ્મ મેકર ફિલ્મ બનાવી રહ્યા છે, ત્યારે દર્શકોમાં પણ બંને ફિલ્મોને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાઉથની ફિલ્મ ‘મેડ ઇન ઇન્ડિયા’માં એક્ટર જુનિયર એનટીઆર દાદાસાહેબ ફાળકેની ભૂમિકા ભજવવાનો હોવાનું સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર આવ્યું નથી.