ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA)એ તુર્કીયે અને અઝરબૈજાનનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. AICWAનું કહેવું છે કે, આ બંને દેશોનું વલણ ભારત વિરુદ્ધ છે. તેથી, હવે તેમની સાથે ફિલ્મ સંબંધિત કોઈપણ પ્રવૃત્તિમાં ભાગ લેશે નહીં. આ નિર્ણયને દેશભક્તિ અને એકતાનું પ્રતીક ગણાવવામાં આવ્યો છે. AICWA એ એમ પણ કહ્યું છે કે, તે દરેક પગલાં પર સરકારની સાથે રહેશે. AICWAએ સરકાર પાસે આ દેશોના તમામ કલાકારોના વિઝા રદ કરવાની પણ માંગ કરી છે. સાથે જ તેમને ભવિષ્યમાં વિઝા ન આપવાની પણ અપીલ કરી છે. તુર્કીયે-અઝરબૈજાનના કલાકારો અને ફાઈનાન્સરોનો બોયકોટ AICWAએ બોલિવૂડ અને તમામ પ્રાદેશિક ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અપીલ કરી છે કે, કોઈપણ કલાકાર કે નિર્માતાએ તુર્કીયે અને અઝરબૈજાનમાં શૂટિંગ માટે ન જવું જોઈએ. આ દેશોમાંથી પ્રાયોજિત કોઈપણ કાર્યક્રમોમાં ભાગ લેશો નહીં. તુર્કીયે અને અઝરબૈજાનના કલાકારો કે ફાઇનાન્સરો સાથે કોઈ પ્રોજેક્ટ ન કરો. બંને દેશોના કલાકારોના વિઝા રદ કરવા માંગ
ઉપરાંત, AICWAએ વિદેશ મંત્રી એસ. જયશંકર પાસે માંગ કરતા કહ્યું કે, તુર્કીયે અને અઝરબૈજાનના દરેક કલાકારોના તાત્કાલિક વિઝા રદ્દ કરી દેવામાં આવે. ભવિષ્યમાં પણ આ દેશોના કોઈપણ ફિલ્મી હસ્તીને વિઝા ન આપવામાં આવે. જ જે નિયમો તોડશે, તેની સામે કડક કાર્યવાહી કરાશે
AICWA એ સ્પષ્ટપણે કહ્યું છે કે, જો કોઈ કલાકાર કે નિર્માતા આ બહિષ્કારનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેને ઈન્ડસ્ટ્રીમાં નિંદા અને વિરોધનો સામનો કરવો પડશે. નાગરિકોને અપીલ
AICWA એ ભારતીય નાગરિકોને પણ આ નિર્ણયને સમર્થન આપવા અપીલ કરી છે. તેણે કહ્યું કે, લોકોએ એવા કલાકારોની ફિલ્મો, ગીતો કે શો ન જોવા જોઈએ, જે આ બહિષ્કારને અવગણશે. તુર્કીયેમાં ઘણી બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘એક થા ટાઈગર’, ‘રેસ 2’, ‘દિલ ધડકને દો’, ‘પઠાણ’, ‘લાલ સિંહ ચઢ્ઢા’ જેવી ઘણી ફિલ્મોનું શૂટિંગ તુર્કીયેમાં થયું છે. તુર્કીયે અને અઝરબૈજાનના બહિષ્કારની માંગ
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, તુર્કીયે અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનને ટેકો આપ્યો છે. તેણે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના તાજેતરના હુમલાઓની પણ નિંદા કરી. પાકિસ્તાનને સમર્થન આપ્યા બાદ, દેશભરમાં તુર્કીયેના માલ અને પર્યટનનો બહિષ્કાર કરવાની માંગ થઈ રહી છે.