મુંબઈમાં જર્મન કોન્સ્યુલેટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકમાં, મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ જૈન સમુદાયના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 4 વર્ષની ભારતીય બાળકી અરિહા શાહને તાત્કાલિક સ્વદેશ પરત મોકલવાની અપીલ કરવામાં આવી હતી, જેને જર્મન ફોસ્ટર કેરમાં અનાથની જેમ રાખવામાં આવી અને તેના સાંસ્કૃતિક મૂળથી દૂર રાખવામાં આવી હતી. જો કે જર્મન કોન્સ્યુલેટના કહેવા પ્રમાણે, અરિહા કેસમાં ભારત હેગ કન્વેન્શનમાં સહીકર્તા ન હોવાની બાબત અવરોધરૂપ બની રહી છે. આ મામલે જૈન સમુદાયે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતીય બાળ સુરક્ષા પ્રણાલીનું મૂલ્યાંકન કરવામાં વિલંબ ચિંતાનો વિષય “જર્મની એક ભારતીય બાળકને કેટલો સમય રોકશે જેનો પોતાનો દેશ તેની સુરક્ષા માટે તૈયાર છે?” પ્રતિનિધિમંડળે અરિહા શાહના ભાવિ જીવન અંગે જર્મન સરકારના વલણને સમજવાનો પ્રયાસ કર્યો. બાળકના માતાપિતાની કસ્ટડીનો કેસ હવે કોર્ટમાં સુનાવણી હેઠળ નથી, પરંતુ તેમ છતાં જર્મન સરકારે ભારતીય બાળકની કસ્ટડી કેમ રોકી રાખી છે અને ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા તેના સંબંધીઓ અથવા જૈન પરિવારને કસ્ટડી ટ્રાન્સફર કેમ કરવામાં આવતી નથી. પ્રતિનિધિમંડળે ભાર મૂક્યો હતો કે જર્મન પાલક ગૃહમાં અરિહાનું સાંસ્કૃતિક મૂળ ભૂંસી નાખવું અને જર્મન અધિકારીઓ દ્વારા ભારતીય બાળ સુરક્ષા પ્રણાલીનું મૂલ્યાંકન કરવામાં વિલંબ સમગ્ર જૈન સમુદાય માટે ચિંતાનો વિષય છે કારણ કે આ વલણ ભારતીય બાળકીના જર્મનીકરણ તરફ દોરી જાય છે. હવે અરિહાને રક્ષણની નહીં, સ્વતંત્રતાની જરૂર છેઃ મહારાષ્ટ્ર મંત્રી અરિહા મામલે મંત્રી લોઢાએ ટિપ્પણી કરી, “અમારું માનવું છે કે ઘટના સમયે, રક્ષણની જરૂર હતી. પરંતુ હવે, અરિહાને જે જોઈએ છે તે સ્વતંત્રતા છે – પોતાના દેશમાં, પોતાની ભાષા, પોતાની શ્રદ્ધા અને પોતાના લોકો સાથે ઉછેર પામવાની સ્વતંત્રતા તેના માટે આવશ્યક છે.” અરિહાની કસ્ટડી તેના માતાપિતાને પરત મળે એ માટેના પ્રયાસોમાં ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સહિતના લોકોનો સહયોગ મળ્યો છે. આમ છતાં જર્મન અધિકારીઓએ અરિહાની કસ્ટડી સોંપવાની કાર્યવાહીમાં વિલંબ કર્યો છે અને કહ્યું કે ભારતની બાળ સુરક્ષા પ્રણાલીથી અજાણ છે. આ અંગે પ્રતિનિધિમંડળે એવો પ્રસ્તાવ મૂક્યો કે આ માટે જર્મન બાળ સુરક્ષા ટીમને ભારત મોકલવામાં આવે. જર્મન કોન્સ્યુલેટે ચોંકાવનારો ખુલાસો કર્યો બાળકી અરિહાની કસ્ટડી તેના માતાપિતાને સોંપવા અંગેની અપીલ બાદ જર્મન કોન્સ્યુલેટે એવી વાત કરી હતી કે હેગ કન્વેન્શનમાં ભારતે સહી ન કરી હોવાની બાબત મુખ્ય અવરોધ અરિહા કેસમાં છે. જર્મન કોન્સ્યુલેટે તો આ સાથે એવું પણ સૂચન કર્યુ કે પ્રતિનિધિમંડળે ભારત સરકારને વિનંતી કરવી જોઈએ કે તેઓ અરિહાને સ્વદેશ પરત લાવવા માટે હેગ કન્વેન્શન પર હસ્તાક્ષર કરવા તરફ પગલાં શરૂ કરે. જેના વિશે જૈન પ્રતિનિધિ મંડળે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સંધિઓના પેપરવર્કના મામલે અરિહાનો કેસ વિલંબમાં ન મૂકાવો જોઈએ. કેમકે બાળકીની સાંસ્કૃતિક ઓળખ અને ભાવનાત્મક સુખાકારી જોખમમાં છે. જેથી જર્મન સરકારે આ મુદ્દો માનવતાવાદી ધોરણે હાથ પર લેવો જોઈએ. સમસ્ચ મહાસંઘના મુખ્ય સભ્ય નીતિન શાહે આ દરમિયાન જણાવ્યું હતું કે હેગ સંધિમાં પરસ્પર કરાર સાથે બાળકોને સ્થાનાંતરિત કરવાની જોગવાઈ પણ છે. જો જર્મની ન્યાયમાં માને છે તો તેણે અરિહાને અનાથ રાખવાને બદલે ભારતમાં વિસ્તૃત પરિવાર, સંબંધીઓ અને સમુદાયની કસ્ટડીમાં તેના દેશમાં પરત કરવી જોઈએ. અમે તમને યાદ અપાવવા આવ્યા છીએ કે ભારત અરિહાને ભૂલ્યું નથી કોન્સલ જનરલે “હેગ કન્વેન્શનમાં ભારતનો સહી ન કરનાર દરજ્જો એક મુખ્ય અવરોધ તરીકે ગણાવીને જવાબ આપ્યો, અને સૂચવ્યું કે પ્રતિનિધિમંડળે ભારત સરકારને વિનંતી કરવી જોઈએ કે તેઓ સ્વદેશ પરત લાવવા માટે તેના પર હસ્તાક્ષર કરવા તરફ પગલાં શરૂ કરે.” હું મંત્રી તરીકે નહીં, એક પિતા અને એક ભારતીય તરીકે અપીલ કરું છુંઃ મંગલ પ્રભાત લોઢા મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ મીટિંગના અંતે કહ્યું, “હું ફક્ત એક મંત્રી તરીકે જ નહીં, પરંતુ એક પિતા તરીકે, એક ભારતીય તરીકે અપીલ કરું છું કે – અરિહાને તેના દેશ અને સમુદાયમાં પાછી મોકલો. ભારત અરિહાને ગૌરવ અને પ્રેમથી ઉછેરવા માટે તૈયાર, પ્રતિબદ્ધ અને સક્ષમ છે.” અરિહા મુદ્દે જનરલ કોન્સ્યુલેટ મુંબઈ સાથે મુલાકાત શ્રી મંગલ પ્રભાતજી લોઢા, કેબિનેટ મંત્રી, કૌશલ્ય મંત્રાલય, મહારાષ્ટ્ર સરકારના નેતૃત્વ અને મુંબઈના 1000 ચેરિટેબલ અને ધાર્મિક ટ્રસ્ટનો સમાવેશ થાય છે એવા શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના જૈન પ્રતિનિધિમંડળ હેઠળ થઈ હતી, જે 15 લાખ જૈનોનું પ્રતિનિધિત્વ કરે છે. જર્મનીની ‘ચાઇલ્ડ વેલ્ફેર’ સંસ્થાનો ‘કાળો ચહેરો’ અરિહાના કેસે જર્મનીની ‘ચાઇલ્ડ વેલ્ફેર’ સંસ્થાના ‘કાળા ચહેરા’નો પરિચય કરાવ્યો છે. આ ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાઓનું કામ શું હોય છે? બસ, આવું જ. બાળકને કોઇપણ રીતે પોતાનાં મા-બાપ પાસેથી પડાવી લેવું. ત્યારે હવે જર્મનીની ‘ચાઇલ્ડ વેલ્ફેર’ સંસ્થાઓની દાનત અને તેમના એજન્ડા સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. એક સુનિયોજિત ષડ્યંત્રના ભાગરૂપે ચાઇલ્ડ વેલ્ફેર સંસ્થાઓ બાળકનાં માતા પિતાની પેરન્ટિંગ સ્કિલ સામે સવાલો ઉઠાવે છે. કોર્ટમાં કેસ ચાલે છે. બાળકને કાયદેસર રીતે માતા-પિતાથી છીનવી લેવામાં આવે છે. શું છે હેગ કન્વેન્શન અને તેમાં ભારતની ભૂમિકા? હેગ કન્વેન્શન એ આંતરરાષ્ટ્રીય સંધિઓની શ્રેણી છે, જે મુખ્યત્વે નાગરિક અને વાણિજ્યિક બાબતો પર કેન્દ્રિત છે. ભારત હેગ સર્વિસ કન્વેન્શન (1965) અને હેગ એપોસ્ટિલ કન્વેન્શન (1961)નું સભ્ય છે. જોકે, ભારત આંતરરાષ્ટ્રીય બાળ અપહરણના નાગરિક પાસાઓ પર હેગ કન્વેન્શનમાં સહીકર્તા નથી. ચાઈલ્ડ એબ્ડક્શન પર ભારતનું વલણ: ભારત આંતરરાષ્ટ્રીય ચાઈલ્ડ એબ્ડક્શનના નાગરિક પાસાઓ પર હેગ કન્વેન્શનમાં સહીકર્તા તરીકે નથી, ત્યારે તે આંતરરાષ્ટ્રીય કેસોમાં બાળ કસ્ટડી નક્કી કરતી વખતે “હેબિચ્યુઅલ રેસિડન્સ”ના સિદ્ધાંતને ધ્યાનમાં લે છે. ભારતીય અદાલતો પણ કસ્ટડી વિવાદોનો ઉકેલ લાવતી વખતે બાળકના શ્રેષ્ઠ હિતોને પ્રાથમિકતા આપે છે.