પ્રખ્યાત એક્ટર – ડિરેક્ટર કમલ હાસને તાજેતરમાં તેમના સંઘર્ષો સાથે જોડાયેલી વાતો શેર કરી. કમલ હાસને કહ્યું કે તેણે તેની માતાને ચીડવવા માટે વાળંદ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે કહ્યું કે તેની માતાને લાગતું હતું કે તે કંઈ કરી રહ્યો નથી, તેથી તેણે વાળ કાપવાનું કૌશલ્ય શીખી લીધું હતું. હોલિવૂડ રિપોર્ટર ઇન્ડિયા સાથે વાત કરતા કમલ હાસને કહ્યું, ‘જે વ્યક્તિએ મને કહ્યું હતું કે હું શ્રી બાલાચંદર સાથે શ્રેષ્ઠ જોડી બનાવીશ તે મારા માર્ગદર્શક પણ હતા. તેઓ એક વાળંદ હતા અને તેમણે મને વાળ કાપવાનું શીખવ્યું હતું. હું સલૂનમાં વાળંદ તરીકે પણ કામ કરતો હતો, જો કે, મેં મારી માતાને ચીડવવા માટે આ કામ કર્યું હતું કારણ કે તેમને લાગતું હતું કે હું કંઈ કરતો નથી. હું ફક્ત પુસ્તકો વાંચતો અને ફિલ્મો જોતો હતો આથી મારી માતાને લાગતું હતું કે આ બધું નકામું છે. તેમના મતે, મારે કોઈ યોગ્ય કામ કરવું જોઈએ. કેમ કે, મારી પાસે જે કુશળતા હતી તે મુજબ મને સરળતાથી કામ મળતું ન હતું. પછી મેં વિચાર્યું, મારે એવું શું કરવું જોઈએ જે મારી માતાને સૌથી વધુ પરેશાન કરે… અને પછી હું વાળંદ બની ગયો.’ ‘ઝરા સી જિંદગી’માં વાસ્તવિક કિસ્સા પરથી સીન બન્યો કમલ હાસને એમ પણ કહ્યું કે તેમની વાર્તા સાંભળ્યા પછી, પ્રખ્યાત દિગ્દર્શક કે. બાલાચંદર ખૂબ પ્રભાવિત થયા. એટલું જ નહીં, તેમણે આ કિસ્સાનો ઉપયોગ તેમની ફિલ્મ ‘ઝરા સી જિંદગી’ના ક્લાઇમેક્સમાં પણ કર્યો હતો. તેમણે કહ્યું કે ફિલ્મમાં, જ્યારે એક પિતા દાઢી કરાવવા આવે છે, ત્યારે તેમને પોતાનો દીકરો મળે છે. દીકરો શિક્ષિત છે, ડિગ્રી ધારક છે, ડબલ ડિગ્રી ધારક છે. તે કહે છે, ‘હું અહીં નોકરી માટે નથી આવ્યો, હું અહીં જ્ઞાન મેળવવા આવ્યો છું અને મને તે અહીં મળ્યું છે.’ બાલાચંદરે મને દિગ્દર્શક બનતાં અટકાવ્યો હતો.
કમલે જણાવ્યું કે જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે તેણે બાલાચંદરજીને કહ્યું હતું કે તે ફિલ્મ ડિરેક્ટર બનવા માગે છે, પરંતુ બાલાચંદરજીએ તેને આ રસ્તો છોડી દેવાની સલાહ આપી. તેમણે કહ્યું, ‘જો તમે દિગ્દર્શક બનશો, તો તમે આખી જિંદગી ઓટો રિક્ષામાં મુસાફરી કરશો.’ હકીકતમાં, સૌપ્રથમ તેમણે જ કહ્યું હતું કે ‘કમલ હાસનમાં ફિલ્મ સ્ટાર બનવાની ક્ષમતા છે.’ કમલ હાસને કહ્યું, ‘જો મેં તેમની વાત ન સાંભળી હોત, તો આજે હું કદાચ ઓટો રિક્ષામાં મૃત હાલતમાં પડ્યો હોત. કોઈને પણ આ વિશે ખબર ન પડી હોત.’ તેમણે એમ પણ કહ્યું કે તેમના ઘણા મિત્રો, જે તેમના કરતા વધુ પ્રતિભાશાળી હતા, તેમણે દુ:ખદ સંજોગોમાં જીવ ગુમાવ્યા. ‘તેઓ રસ્તા પર જ મૃત્યુ પામ્યા.’ કમલ હાસને બાલાચંદરજીનો આભાર માન્યો અને એમ પણ કહ્યું, ‘જો તેમણે મને યોગ્ય સલાહ ન આપી હોત, તો હું પણ તે મિત્રોની જેમ ખોવાઈ ગયો હોત.’