P24 News Gujarat

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2025, જેકલિનનો જલવો!:17 વર્ષની ‘લાપતા લેડીઝ’ ફેમ નિતાંશીનું ડેશિંગ ડેબ્યૂ, મધુબાલા અને મીના કુમારીને આપી ટ્રિબ્યૂટ

ફ્રાન્સના કાન શહેરમાં 13થી 24 મે દરમિયાન 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 2025માં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અને ‘લાપતા લેડીઝ’ ફેમ નિતાંશી ગોયલે (જેને સિરીઝમાં ‘ફૂલ’નું પાત્ર ભજવ્યું હતું) પોતાની સ્ટાઇલ અને ભારતીયતાથી બધાનું દિલ જીતી લીધું. ‘વુમન ઇન સિનેમા’ની ખાસ મહેમાન બની જેકલીન
જેકલીન ફર્નાન્ડીઝ ભલે ઓપનિંગ સેરેમનીના રેડ કાર્પેટ પર ન પહોંચી હોય, પરંતુ તે ત્રીજા દિવસે સંપૂર્ણ સ્ટાઇલમાં કાન ફેસ્ટિવલમાં પહોંચી. તેણે સફેદ શર્ટ, સિલ્વર-ટચ પેન્ટ અને કમર સુધી પહોંચેલી મેટાલિક ચેઇન સાથે ખાસ લુકમાં એન્ટ્રી કરી હતી. સ્લીક બનમાં બાંધેલા વાળ, મેચિંગ ઇયરિંગ્સ અને બ્લેક પંપ્સ સાથે, જેકલીનનો લુક અપ્સરાથી ઓછો નહોતો લાગતો. ‘વુમન ઇન સિનેમા’ પહેલ હેઠળ વિશ્વભરમાંથી પસંદ કરાયેલી 6 ખાસ મહિલાઓમાં જેકલીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેક્લીને પણ આ સન્માનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, “@redseafilm સાથે કાનનો પહેલો દિવસ. મહિલા સ્ટોરી ટેલરને પ્રોત્સાહન આપતી પહેલ ‘વુમન ઇન સિનેમા’માં સન્માનિત થવાનો આનંદ છે.” નિતાંશી ગોયલે બોલિવૂડના ગોલ્ડ એરાને આપી શ્રદ્ધાંજલિ
આ વર્ષે કાનના રેડ કાર્પેટ પર ડેશિંગ ડેબ્યૂ કરનાર નિતાંશી ગોયલ પણ હેડલાઈનમાં છે. તેણે બે લુક અપનાવ્યા, પહેલો લુક સ્ટ્રેપલેસ બ્લેક ગાઉનમાં હતો, જેમાં ગોલ્ડન ડિઝાઇન અને લાઈટ ટ્યૂલ હતા. બીજો લુક ટ્રેડિશનલ લુક હતો. જેમાં તેણે મોતીથી ડેકોરેટિવ ખાસ લહેંગા સાડી પહેરી હતી. આ પરંપરાગત દેખાવમાં, નીતાંશીએ પોતાના વાળને વેણીમાં બાંધ્યા હતા અને રેખા, મધુબાલા, મીના કુમારી અને નરગીસ જેવી ક્લાસિક એક્ટ્રેસની તસવીર સમાવિષ્ટ કરી હતી.બોલિવૂડના ગોલ્ડ એરાને એક્ટ્રેસે ખાસ રીતે ટ્રિબ્યૂટ આપી. કાન ફેસ્ટિવલમાં ભારતીય સિતારાઓ ચમક્યા
આ વર્ષે ભારતમાંથી ઘણા નામોએ કાન ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. પહેલા દિવસે જેકલીન અને નિતાંશી ઉપરાંત ઉર્વશી રૌતેલા અને પાયલ કાપડિયા પણ રેડ કાર્પેટ પર જોવા મળ્યાં હતાં. આગામી દિવસોમાં, ઐશ્વર્યા રાય, જ્હાન્વી કપૂર, ઈશાન ખટ્ટર અને શર્મિલા ટાગોર પણ હાજરી આપી શકે છે. કાનના પહેલા દિવસે મંગળવારે (13 મે)ના રોજ ‘ડાકુ મહારાજ’ની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા રેડ કાર્પેટ પર મલ્ટીકલર ગાઉન પહેરીને આવી હતી. ઉર્વશીએ તેના ડાયમંડ ક્રાઉન અને પોપટ ક્લચથી બધાનું ધ્યાન ખેંચ્યું. ઉર્વશીએ જુડિથ લીબર દ્વારા બનાવેલો 5,000 ડોલર(₹4,68,064.10)નો ક્રિસ્ટલ પોપટ ક્લચ પહેર્યો હતો. ઉર્વશી રૌતેલા ફિલ્મ ‘પાર્ટિર ઉન જોર’ (લિવ વન-ડે)ના ઉદ્ઘાટન સમારોહ અને સ્ક્રીનિંગ માટે રેડ કાર્પેટ પર ચાલી હતી. રંગબેરંગી આઉટફિટ પહેરેલી ઉર્વશીએ તાજ અને પોપટ આકારના ક્રિસ્ટલ-એમ્બેડેડ ક્લચ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. રેડ કાર્પેટ પરથી ઉર્વશીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. એક્ટ્રેસે કાર્પેટ પર વોકિંગ માટે વાદળી, લાલ અને પીળા રંગનો સ્ટ્રેપલેસ સ્ટ્રક્ચર્ડ આઉટફિટ પસંદ કર્યો હતો. ઉર્વશીએ મેચિંગ તાજ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો, પણ બધાની નજર તેના પોપટ સ્ફટિક-જડિત ક્લચ પર હતી. એક ફોટામાં ઉર્વશી પોપટ આકારની બેગ પકડીને એને ચુંબન કરતી જોવા મળે છે. પાયલ કાપડિયા જ્યુરી સભ્ય બન્યાં
ગયા વર્ષના ગ્રાં પ્રી એવોર્ડ વિજેતા ફિલ્મ ‘ઓલ વી ઇમેજીન એઝ લાઈટ’નાં ડિરેક્ટર પાયલ કાપડિયા આ વર્ષે કાનમાં જ્યુરી સભ્ય છે. કાનના પહેલા દિવસે તેમને સાથી જ્યુરી સભ્યો સાથે જોવા મળ્યાં હતાં. આ વર્ષના જ્યુરી સભ્યોમાં ફ્રેન્ચ એક્ટ્રેસ જુલિયટ બિનોચે, એક્ટર-ડિરેક્ટર હેલ બેરી, ઇટાલિયન એક્ટ્રેસ આલ્બા રોહરવાચર, લેખક લીલા સ્લિમાની, ડિરેક્ટર હોંગ સાંગ-સૂ, ડિરેક્ટર-રાઇટર ડુડો હમાદી, ડિરેક્ટર-રાઇટર કાર્લોસ રેગાદાસ અને અમેરિકન એક્ટર જર્મેઇન સ્ટ્રોંગનો સમાવેશ થાય છે. ઐશ્વર્યાથી લઈને દીપિકા સુધી, બધાં જ જ્યુરી સભ્ય બન્યાં કાન ફિલ્મ ફેસ્ટિવલ માટે દર વર્ષે જ્યુરી સભ્યોની પસંદગી કરવામાં આવે છે. આ સભ્યોમાંથી વિવિધ દેશોના એવા લોકોની પસંદગી કરવામાં આવે છે જેઓ સિનેમા સાથે સંકળાયેલા છે. અત્યારસુધીમાં ભારતમાંથી 9 સેલેબ્સને જ્યુરી સભ્ય બનવાની તક મળી છે. જેમાં ડિરેક્ટર મૃણાલ સેન, ડિરેક્ટર મીરાં નાયર, રાઇટર અરુંધતિ રોય, ઐશ્વર્યા રાય બચ્ચન, એસ્ટ્રેસ અને ડાયરેક્ટર નંદિતા દાસ, એક્ટ્રેસ શર્મિલા ટાગોર, ડાયરેક્ટર શેખર કપૂર, એક્ટ્રેસ વિદ્યા બાલન, એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો સમાવેશ થાય છે. ‘ઇન્ડિયા પેવેલિયન’નું ઓપનિંગ
ગુરુવારે 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ઇન્ડિયા પેવેલિયન’નું પણ ઓપનિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે અનુપમ ખેર અને શેખર કપૂર જેવા દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. કાન 2025માં ભારતની 4 ફિલ્મ દર્શાવવામાં આવશે
આ વર્ષે ભારતની 4 ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે, જેમાં ઇશાન ખટ્ટર, જાહ્નવી કપૂર અને વિશાલ જેઠવા અભિનિત ફિલ્મ ‘હોમબાઉન્ડ’નો સમાવેશ થાય છે, જે ‘અન સર્ટેન રિગાર્ડ’ વિભાગમાં દર્શાવવામાં આવશે. અહેવાલો અનુસાર, આ ત્રણેય સ્ટાર્સ રેડ કાર્પેટ પર પણ જોવા મળશે. ઉપરાંત દિગ્દર્શક નીરજ ઘાયવાન અને ફિલ્મ-નિર્માતા કરણ જોહર પણ આ મહોત્સવમાં ભાગ લેશે. અન્ય ફિલ્મોમાં ‘તન્વી ધ ગ્રેટ’, ‘અ ડોલ મેડ ઓફ ક્લે’ અને સત્યજિત રેની 1970 ની ક્લાસિક ‘અરણ્યેર દિન રાત્રિ’નો સમાવેશ થાય છે. સત્યજિત રેની ફિલ્મના સ્ક્રીનિંગ માટે વરિષ્ઠ અભિનેત્રી શર્મિલા ટાગોર પણ કાન પહોંચી ગયાં છે.

​ફ્રાન્સના કાન શહેરમાં 13થી 24 મે દરમિયાન 78માં કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 2025માં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ અને ‘લાપતા લેડીઝ’ ફેમ નિતાંશી ગોયલે (જેને સિરીઝમાં ‘ફૂલ’નું પાત્ર ભજવ્યું હતું) પોતાની સ્ટાઇલ અને ભારતીયતાથી બધાનું દિલ જીતી લીધું. ‘વુમન ઇન સિનેમા’ની ખાસ મહેમાન બની જેકલીન

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *