એક્ટર વિજય રાજને (સેક્સુઅલ હેરેસમેન્ટ) જાતીય સતામણી અને પીછો કરવાના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ફિલ્મ ‘શેરની’ (જેમાં વિદ્યા બાલન પણ મુખ્ય ભૂમિકામાં હતી) ના શૂટિંગ દરમિયાન તેના એક સાથીદાર દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણી અને પીછો કરવાના આરોપોમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. કેસની સંપૂર્ણ સુનાવણી બાદ, કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો અને એક્ટરને તમામ આરોપોમાંથી મુક્ત કર્યો. તેમના વકીલ, પ્રખ્યાત એડવોકેટ સવિના બેદી સચ્ચરે અમને જણાવ્યું કે નાગપુર નજીક ‘શેરની’નું શૂટિંગ કરી રહેલા એક્ટર વિજય રાજને આ કેસને કારણે ફિલ્મનું શૂટિંગ અધૂરું છોડી દેવાની ફરજ પડી હતી, આ પછી તેમણે ઘણી નોકરીઓ પણ ગુમાવી હતી. જોકે, હવે જ્યારે તેમને કોર્ટ દ્વારા સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તેમને આશા છે કે આ કેસ એવા લોકો માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે જેઓ કોઈ પર આરોપ લાગતાંની સાથે જ દોષિત માની લે છે. આ કેસ 4 નવેમ્બર, 2020નો છે, જ્યારે મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક હોટલમાં રોકાયેલા ફિલ્મ ક્રૂના સભ્ય દ્વારા લગાવવામાં આવેલા છેડતીના આરોપો બાદ વિજય રાજની ધરપકડ કરવામાં આવી હતી. તે જ દિવસે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. દુબઈમાં ડ્રગ્સ કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી આ પહેલા વિજય રાજની 2005માં દુબઈમાં ડ્રગ્સ રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. એક્ટર ‘કૌવા બિરયાની’ સીનથી પ્રખ્યાત બન્યો વિજયરાજ રાજ બોલિવૂડ ફિલ્મ ‘રન’માં તેમના ‘કૌવા બિરયાની’ સીન માટે ખૂબ જ લોકપ્રિય થયો હતો. તેમ કેટલીક લોકપ્રિય ફિલ્મોમાં ‘ધમાલ’, ‘વેલકમ’, ‘દીવાને હુયે પાગલ’, ‘રઘુ રોમિયો’, ‘મુંબઈ એક્સપ્રેસ’, ‘બોમ્બે ટુ ગોવા’ અને ‘મોનસૂન વેડિંગ’નો સમાવેશ થાય છે.