P24 News Gujarat

‘હિપૉક્રિસી કી ભી સીમા હોતી હૈ’:પાકિસ્તાની ગીત પર રીલ બનાવી કંગના ફસાઈ, સોશિયલ મીડિયા પર યૂઝર્સે કરી ટ્રોલ

બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ કંગના રનૌતને સોશિયલ મીડિયા પર પાકિસ્તાની યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. કંગનાએ રાજસ્થાનના જયપુરમાં મોર સાથે ડાન્સ કરતી હોય તેવી 35 સેકેન્ડની રીલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તેણે એક ગીત મુક્યું છે. આ ગીત પાકિસ્તાની કલાકારોનું ગીત હોવાથી લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. કંગનાએ 4 દિવસ પહેલા રીલ પોસ્ટ કર્યા પછી, તે વાયરલ થવા લાગી અને પાકિસ્તાની યૂઝર્સે કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાની યૂઝર્સ પૂછવા લાગ્યા કે, જો કંગના રનૌત પાકિસ્તાનને આટલી બધી નફરત કરે છે, તો તેણે પાકિસ્તાની ગીત કેમ વગાડ્યું. જોકે, આ અંગે કંગના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઇન્સ્ટાગ્રામ પર કંગનાની આ રીલને 16 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. જ્યારે સાડા 11 હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ્સ કરી છે અને 35 હજારથી વધુ લોકોએ આ રીલ શેર કરી છે. આ પાકિસ્તાની સિંગર ભાઈઓનું ગીત લગાવ્યું છે કંગના રનૌત 10 મેના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જયપુર પહોંચી હતી. આ દરમિયાન, તેણે જયપુરના રામબાગ પેલેસમાં આ રીલ બનાવી અને શેર કરી. જેમાં તેણે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક તરીકે પાકિસ્તાની ગીત ‘દમ નાલ દમ ભરાંગી રાંજેયા વે, જીવેં કવેંગા કરાંગી રાંજેયા વે’નો ઉપયોગ કર્યો છે. આ ગીત પાકિસ્તાનના પ્રખ્યાત સંગીતકાર જોડી ઝૈન-ઝોહેબે ગાયું છે. ઉલ્લેખનીય છે કે, ઝૈન અલી અને ઝોહેબ અલી ભાઈઓ છે, જે સ્વર્ગસ્થ પાકિસ્તાની ગાયક ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનના સમકાલીન હાજી રહેમત અલીના પૌત્ર છે. પાકિસ્તાની યૂઝર્સે કંગનાને શું લખ્યું… કંગનાની ફિલ્મ અને રાજકીય વિવાદો…

​બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશના મંડીની સાંસદ કંગના રનૌતને સોશિયલ મીડિયા પર પાકિસ્તાની યૂઝર્સ ટ્રોલ કરી રહ્યા છે. કંગનાએ રાજસ્થાનના જયપુરમાં મોર સાથે ડાન્સ કરતી હોય તેવી 35 સેકેન્ડની રીલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તેણે એક ગીત મુક્યું છે. આ ગીત પાકિસ્તાની કલાકારોનું ગીત હોવાથી લોકો તેને ટ્રોલ કરી રહ્યાં છે. કંગનાએ 4 દિવસ પહેલા રીલ પોસ્ટ કર્યા પછી, તે વાયરલ થવા લાગી અને પાકિસ્તાની યૂઝર્સે કમેન્ટ્સ કરવાનું શરૂ કર્યું. પાકિસ્તાની યૂઝર્સ પૂછવા લાગ્યા કે, જો કંગના રનૌત પાકિસ્તાનને આટલી બધી નફરત કરે છે, તો તેણે પાકિસ્તાની ગીત કેમ વગાડ્યું. જોકે, આ અંગે કંગના તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઇન્સ્ટાગ્રામ પર કંગનાની આ રીલને 16 લાખથી વધુ લોકોએ લાઇક કરી છે. જ્યારે સાડા 11 હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ્સ કરી છે અને 35 હજારથી વધુ લોકોએ આ રીલ શેર કરી છે. આ પાકિસ્તાની સિંગર ભાઈઓનું ગીત લગાવ્યું છે કંગના રનૌત 10 મેના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જયપુર પહોંચી હતી. આ દરમિયાન, તેણે જયપુરના રામબાગ પેલેસમાં આ રીલ બનાવી અને શેર કરી. જેમાં તેણે બેકગ્રાઉન્ડ મ્યૂઝિક તરીકે પાકિસ્તાની ગીત ‘દમ નાલ દમ ભરાંગી રાંજેયા વે, જીવેં કવેંગા કરાંગી રાંજેયા વે’નો ઉપયોગ કર્યો છે. આ ગીત પાકિસ્તાનના પ્રખ્યાત સંગીતકાર જોડી ઝૈન-ઝોહેબે ગાયું છે. ઉલ્લેખનીય છે કે, ઝૈન અલી અને ઝોહેબ અલી ભાઈઓ છે, જે સ્વર્ગસ્થ પાકિસ્તાની ગાયક ઉસ્તાદ નુસરત ફતેહ અલી ખાનના સમકાલીન હાજી રહેમત અલીના પૌત્ર છે. પાકિસ્તાની યૂઝર્સે કંગનાને શું લખ્યું… કંગનાની ફિલ્મ અને રાજકીય વિવાદો… 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *