‘દંગલ’ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીને લઈને ‘રામાયણ’ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં રાવણનું પાત્ર KGF સ્ટાર યશ ભજવી રહ્યો છે. અંદાજે 800 કરોડથી વધુના ખર્ચે બની રહેલી આ ફિલ્મ અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે ફિલ્મમાં મંદોદરીના પાત્ર માટે એક્ટ્રેસ કાજલ અગ્રવાલને પસંદ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક સૂત્રએ ETimesને જણાવ્યું હતું કે, ‘કાજલે ગત અઠવાડિયે જ પોતાનો લુક ટેસ્ટ કરાવ્યો હતો અને તે યશ સાથે મંદોદરીની ભૂમિકા ભજવશે. તેણે તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. મેકર્સ હાલમાં રાવણની લંકાનું શૂટિંગ કરી રહ્યા છે.’ જોકે, હજુ સુધી આ અંગે કંઈ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ‘રામાયણ’ને 2 ભાગમાં બનાવવામાં આવશે નિતેશ તિવારી શરૂઆતમાં એક જ ભાગમાં ફિલ્મ બનાવવાના હતા પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડ અને પાત્રોને ઊંડાણમાં સ્થાપિત કરવા માટે તેમણે ફિલ્મને 2 ભાગમાં બનાવવાનું નક્કી કર્યું છે. બંને પાર્ટનું શૂટિંગ એકસાથે 350 દિવસના શૂટિંગ શેડ્યૂલમાં પૂર્ણ થશે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, પહેલો ભાગ ભગવાન રામના બાળપણ, માતા સીતા સાથેના લગ્ન અને વનવાસની આસપાસ બનાવવામાં આવશે. ‘રામાયણ’ ફિલ્મ 835 કરોડમાં બનશે! એવા અહેવાલો છે કે, નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ 835 કરોડ રૂપિયાના મેગા બજેટ સાથે બની રહી છે. જો રિપોર્ટ્સ સાચા સાબિત થશે, તો આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની જશે. હાલમાં, ભારતની સૌથી મોટી બજેટ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ છે, જે રૂ. 600 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી હતી. ફિલ્મ ક્યારે રિલીઝ થશે? બે ભાગમાં રિલીઝ થનારી આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી-2026માં અને બીજો ભાગ દિવાળી-2027 સમયે રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. પ્રોડ્યૂસર અને પ્રાઇમ ફોકસ સ્ટૂડિયોના ગ્લોબલ સીઈઓ નમિત મલ્હોત્રાએ ‘રામાયણ’ને એક દાયકા જૂનું સ્વપ્ન ગણાવ્યું છે. અગાઉ પ્રોજેક્ટની જાહેરાત સમયે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘એક દાયકા કરતાં વધુ સમય પહેલાં મેં, 5000 વર્ષથી વધુ સમયથી અબજો હૃદય પર રાજ કરનારા આ મહાકાવ્યને મોટા પડદા પર લાવવા માટે એક ઉમદા શોધ શરૂ કરી હતી.’ ફિલ્મના સેટ પર નો-ફોન પોલિસી થોડા સમય અગાઉ ‘રામાયણ’ના સેટ પરથી કેટલાક ફોટો વાયરલ થયા હતા. જેમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવતાં નજરે પડ્યાં હતાં. જોકે, સેટ પરની આ ઘટના નિતેશ તિવારીને બિલકુલ પસંદ નહોતી આવી. આ ઘટના બાદ તેણે સેટ પર નો-ફોન પોલિસી લગાવી દીધી હતી. ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, ‘નિર્દેશક અને તેમની ટીમે શૂટિંગ શરૂ થવા પર વધારાના સ્ટાફ અને ક્રૂને સેટની બહાર રહેવાની સૂચના પણ આપી હતી. સીન મુજબ માત્ર જરૂરી સ્ટાર્સ અને ટેકનિશિયનને જ સેટ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. બાકીના દરેકના પ્રવેશ પર પ્રતિબંધ હતો.’
’દંગલ’ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીને લઈને ‘રામાયણ’ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં રાવણનું પાત્ર KGF સ્ટાર યશ ભજવી રહ્યો છે. અંદાજે 800 કરોડથી વધુના ખર્ચે બની રહેલી આ ફિલ્મ અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે ફિલ્મમાં મંદોદરીના પાત્ર માટે એક્ટ્રેસ કાજલ અગ્રવાલને પસંદ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક સૂત્રએ ETimesને જણાવ્યું હતું કે, ‘કાજલે ગત અઠવાડિયે જ પોતાનો લુક ટેસ્ટ કરાવ્યો હતો અને તે યશ સાથે મંદોદરીની ભૂમિકા ભજવશે. તેણે તાજેતરમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. મેકર્સ હાલમાં રાવણની લંકાનું શૂટિંગ કરી રહ્યા છે.’ જોકે, હજુ સુધી આ અંગે કંઈ પણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. ‘રામાયણ’ને 2 ભાગમાં બનાવવામાં આવશે નિતેશ તિવારી શરૂઆતમાં એક જ ભાગમાં ફિલ્મ બનાવવાના હતા પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડ અને પાત્રોને ઊંડાણમાં સ્થાપિત કરવા માટે તેમણે ફિલ્મને 2 ભાગમાં બનાવવાનું નક્કી કર્યું છે. બંને પાર્ટનું શૂટિંગ એકસાથે 350 દિવસના શૂટિંગ શેડ્યૂલમાં પૂર્ણ થશે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, પહેલો ભાગ ભગવાન રામના બાળપણ, માતા સીતા સાથેના લગ્ન અને વનવાસની આસપાસ બનાવવામાં આવશે. ‘રામાયણ’ ફિલ્મ 835 કરોડમાં બનશે! એવા અહેવાલો છે કે, નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ 835 કરોડ રૂપિયાના મેગા બજેટ સાથે બની રહી છે. જો રિપોર્ટ્સ સાચા સાબિત થશે, તો આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની જશે. હાલમાં, ભારતની સૌથી મોટી બજેટ ફિલ્મ ‘કલ્કી 2898 એડી’ છે, જે રૂ. 600 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી હતી. ફિલ્મ ક્યારે રિલીઝ થશે? બે ભાગમાં રિલીઝ થનારી આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી-2026માં અને બીજો ભાગ દિવાળી-2027 સમયે રિલીઝ થાય તેવી શક્યતાઓ છે. પ્રોડ્યૂસર અને પ્રાઇમ ફોકસ સ્ટૂડિયોના ગ્લોબલ સીઈઓ નમિત મલ્હોત્રાએ ‘રામાયણ’ને એક દાયકા જૂનું સ્વપ્ન ગણાવ્યું છે. અગાઉ પ્રોજેક્ટની જાહેરાત સમયે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું હતું કે, ‘એક દાયકા કરતાં વધુ સમય પહેલાં મેં, 5000 વર્ષથી વધુ સમયથી અબજો હૃદય પર રાજ કરનારા આ મહાકાવ્યને મોટા પડદા પર લાવવા માટે એક ઉમદા શોધ શરૂ કરી હતી.’ ફિલ્મના સેટ પર નો-ફોન પોલિસી થોડા સમય અગાઉ ‘રામાયણ’ના સેટ પરથી કેટલાક ફોટો વાયરલ થયા હતા. જેમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાની ભૂમિકા ભજવતાં નજરે પડ્યાં હતાં. જોકે, સેટ પરની આ ઘટના નિતેશ તિવારીને બિલકુલ પસંદ નહોતી આવી. આ ઘટના બાદ તેણે સેટ પર નો-ફોન પોલિસી લગાવી દીધી હતી. ફિલ્મ સાથે સંકળાયેલા એક સૂત્રએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે, ‘નિર્દેશક અને તેમની ટીમે શૂટિંગ શરૂ થવા પર વધારાના સ્ટાફ અને ક્રૂને સેટની બહાર રહેવાની સૂચના પણ આપી હતી. સીન મુજબ માત્ર જરૂરી સ્ટાર્સ અને ટેકનિશિયનને જ સેટ પર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. બાકીના દરેકના પ્રવેશ પર પ્રતિબંધ હતો.’
