‘ઓપરેશન સિંદૂર’ અને યુદ્ધવિરામને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે એક્ટર અનિલ કપૂરે હવે ‘ઓપરેશન સિંદૂર’ વિશે પોસ્ટ કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે. અનિલે પોસ્ટમાં લખ્યું, ‘જે કરવાનું હતું, તે કરી દીધું. કયો પરિવાર એવો છે, જેના સભ્યોમાં મતભેદ નથી થતાં પણ જ્યારે દેશની વાત આવે છે, ત્યારે આપણે એક થઈ જઈએ છીએ. હંમેશા હતા, હંમેશા રહેશે. હું આપણા સશસ્ત્ર દળોનો આભારી છું કે, તેઓ મક્કમ રહ્યા અને બહાદુરીથી જવાબ આપ્યો. ભારત ભૂલતું નથી. ભારત માફ કરતું નથી. જય હિંદ… જય હિંદની સેના!’ ‘ઓપરેશન સિંદૂર’ વિશે આટલી મોડી પોસ્ટ લખતાં ફેન્સ ગુસ્સે ભરાયા. તેમણે કમેન્ટ સેક્શનમાં એક્ટરની ટીકા કરી છે. એક યૂઝરે લખ્યું- ‘તમે ખૂબ મોડા પડી ગયા સાહેબ.’ બીજા યૂઝરે અનિલને ટોણો માર્યો અને પૂછ્યું- ‘શું બોમ્બેમાં સવાર થઈ ગઈ છે?’ એક યૂઝરે લખ્યું, ‘આ બધા એકસાથે ઊંઘમાંથી જાગી ગયા છે. ખૂબ જ વિચિત્ર.’ બીજા એક યુઝરે પૂછ્યું, ‘બધા સેલિબ્રિટીઓએ અચાનક દેશભક્તિ પર પોસ્ટ કેવી રીતે શરૂ કરી દીધી?’ ભાઈઓ, યુદ્ધવિરામ થઈ ગયું છે. હવે કેમ?’ પહેલગામ હુમલો અને ‘ઓપરેશન સિંદૂર’ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. એક તરફ, પાકિસ્તાની કલાકારો સોશિયલ મીડિયા પર પોતાના દેશના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યાં હતાં, જ્યારે ભારતીય સેલિબ્રિટીઓએ કંઈ પોસ્ટ કરી ન હતી. આખો મામલો શાંત થયા પછી, આલિયા ભટ્ટે શહીદો અને સૈનિકો માટે એક લાંબી પોસ્ટ લખી. આલિયાની પોસ્ટથી કેટલાક યૂઝર્સ ગુસ્સે થયાં હતાં. યુઝર્સે કહ્યું કે, ‘આલિયાએ પોતાની પોસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ કંઈ લખ્યું નથી અને હવે તે આ પોસ્ટ દ્વારા તેને ઢાંકી રહી છે.’ એક્ટર કુણાલ ખેમુને મોડી પોસ્ટ કરવા બદલ સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો. એક યૂઝરે લખ્યું, ‘ભાઈ સૂઈ જાવ’, જ્યારે બીજા યૂઝરે કટાક્ષમાં કહ્યું, ‘હવે યાદ આવ્યું, તમને ખૂબ જ ઝડપથી યાદ આવી ગયું.’ આ ઉપરાંત એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા અને AIMIM નેતા વારિસ પઠાણે પણ બોલિવૂડ સ્ટાર્સ પર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે, ‘જે દેશના નથી, તે આપણા નથી.’
’ઓપરેશન સિંદૂર’ અને યુદ્ધવિરામને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. ત્યારે એક્ટર અનિલ કપૂરે હવે ‘ઓપરેશન સિંદૂર’ વિશે પોસ્ટ કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેની આકરી ટીકા કરી રહ્યા છે. અનિલે પોસ્ટમાં લખ્યું, ‘જે કરવાનું હતું, તે કરી દીધું. કયો પરિવાર એવો છે, જેના સભ્યોમાં મતભેદ નથી થતાં પણ જ્યારે દેશની વાત આવે છે, ત્યારે આપણે એક થઈ જઈએ છીએ. હંમેશા હતા, હંમેશા રહેશે. હું આપણા સશસ્ત્ર દળોનો આભારી છું કે, તેઓ મક્કમ રહ્યા અને બહાદુરીથી જવાબ આપ્યો. ભારત ભૂલતું નથી. ભારત માફ કરતું નથી. જય હિંદ… જય હિંદની સેના!’ ‘ઓપરેશન સિંદૂર’ વિશે આટલી મોડી પોસ્ટ લખતાં ફેન્સ ગુસ્સે ભરાયા. તેમણે કમેન્ટ સેક્શનમાં એક્ટરની ટીકા કરી છે. એક યૂઝરે લખ્યું- ‘તમે ખૂબ મોડા પડી ગયા સાહેબ.’ બીજા યૂઝરે અનિલને ટોણો માર્યો અને પૂછ્યું- ‘શું બોમ્બેમાં સવાર થઈ ગઈ છે?’ એક યૂઝરે લખ્યું, ‘આ બધા એકસાથે ઊંઘમાંથી જાગી ગયા છે. ખૂબ જ વિચિત્ર.’ બીજા એક યુઝરે પૂછ્યું, ‘બધા સેલિબ્રિટીઓએ અચાનક દેશભક્તિ પર પોસ્ટ કેવી રીતે શરૂ કરી દીધી?’ ભાઈઓ, યુદ્ધવિરામ થઈ ગયું છે. હવે કેમ?’ પહેલગામ હુમલો અને ‘ઓપરેશન સિંદૂર’ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. એક તરફ, પાકિસ્તાની કલાકારો સોશિયલ મીડિયા પર પોતાના દેશના સમર્થનમાં પોસ્ટ કરી રહ્યાં હતાં, જ્યારે ભારતીય સેલિબ્રિટીઓએ કંઈ પોસ્ટ કરી ન હતી. આખો મામલો શાંત થયા પછી, આલિયા ભટ્ટે શહીદો અને સૈનિકો માટે એક લાંબી પોસ્ટ લખી. આલિયાની પોસ્ટથી કેટલાક યૂઝર્સ ગુસ્સે થયાં હતાં. યુઝર્સે કહ્યું કે, ‘આલિયાએ પોતાની પોસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ કંઈ લખ્યું નથી અને હવે તે આ પોસ્ટ દ્વારા તેને ઢાંકી રહી છે.’ એક્ટર કુણાલ ખેમુને મોડી પોસ્ટ કરવા બદલ સોશિયલ મીડિયા પર ટ્રોલનો સામનો કરવો પડ્યો. એક યૂઝરે લખ્યું, ‘ભાઈ સૂઈ જાવ’, જ્યારે બીજા યૂઝરે કટાક્ષમાં કહ્યું, ‘હવે યાદ આવ્યું, તમને ખૂબ જ ઝડપથી યાદ આવી ગયું.’ આ ઉપરાંત એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા અને AIMIM નેતા વારિસ પઠાણે પણ બોલિવૂડ સ્ટાર્સ પર સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે, ‘જે દેશના નથી, તે આપણા નથી.’
