‘હેરાફેરી’ ફિલ્મે દર્શકોના જીવનમાં એક અનોખુ સ્થાન મેળવ્યું છે. ફિલ્મના દરેક કેરેક્ટર્સ, ડાયલોગ્સ લોકોને મોઢે યાદ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના મીમ્સ પણ ખૂબ વાયરલ થાય છે. ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ત્રિપુટી લોકોને પેટ પકડીને હસાવવા મજબૂર કરી દે છે. જ્યારે ‘હેરાફેરી 3’ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે ફેન્સમાં ખુશી ફેલાઈ ગઈ હતી. જોકે, હવે ફિલ્મને લઈને એક મોટી અપડેટ આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘બાબુરાવ ગણપતરાવ આપ્ટે’ એટલે કે પરેશ રાવલે ફિલ્મ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મ મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે કેટલાક ક્રિએટિવ મતભેદ થયા છે, પરિણામે એક્ટરે ફિલ્મમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે. આ અંગે બોલિવૂડ હંગામાનો દાવો છે કે, તેમણે જ્યારે પરેશ રાવલને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, આ અંગે ફેન્સે પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે, પરેશ રાવલ વિના આ ફિલ્મ બનાવવાની જરૂર નથી. તો કેટલાક ત્રિપુટી તૂટવા અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રી નિષ્ણાતો માને છે કે, જેમ અક્ષય કુમારે 2022માં ફિલ્મ છોડી હતી, ત્યારે દર્શકો નિરાશ થયાં હતાં પરંતુ પછીથી તે ફિલ્મમાં પાછો ફર્યો હતો. તે જ રીતે પરેશ રાવલ પણ પાછા આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. વર્ષની શરૂઆતમાં ‘હેરાફેરી 3’ની જાહેરાત કરાઈ હતી ડિરેક્ટર પ્રિયદર્શને તેમના જન્મદિવસ પર ફિલ્મ ‘હેરાફેરી 3’ની જાહેરાત કરી હતી. પોતાની એક પોસ્ટમાં તેમણે, પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને ટેગ કર્યા. જોકે, ફિલ્મ રિલીઝની તારીખ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળી શકે છે તબ્બુ ફિલ્મ ‘હેરા ફેરી 3’માં પણ જોવા મળી શકે છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘તેના વિના સ્ટાર કાસ્ટ અધૂરી છે.’ એક્ટ્રેસની આ પોસ્ટ પછી, ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે પણ આ ફિલ્મનો ભાગ હશે. તબ્બુ ‘હેરા ફેરી’ માં જોવા મળી હતી તબ્બુ ‘હેરા ફેરી’ના પહેલા ભાગમાં જોવા મળી હતી, જેમાં તેણીએ સુનીલ શેટ્ટીની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી અને તેનું ડિરેક્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી, આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2006માં આવ્યો, જેનું ડિરેક્શન નીરજ વોરાએ કર્યું હતું. જોકે, આ ફિલ્મમાં તબ્બુ જોવા મળી ન હતી.
’હેરાફેરી’ ફિલ્મે દર્શકોના જીવનમાં એક અનોખુ સ્થાન મેળવ્યું છે. ફિલ્મના દરેક કેરેક્ટર્સ, ડાયલોગ્સ લોકોને મોઢે યાદ છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના મીમ્સ પણ ખૂબ વાયરલ થાય છે. ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ત્રિપુટી લોકોને પેટ પકડીને હસાવવા મજબૂર કરી દે છે. જ્યારે ‘હેરાફેરી 3’ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે ફેન્સમાં ખુશી ફેલાઈ ગઈ હતી. જોકે, હવે ફિલ્મને લઈને એક મોટી અપડેટ આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘બાબુરાવ ગણપતરાવ આપ્ટે’ એટલે કે પરેશ રાવલે ફિલ્મ છોડવાનો નિર્ણય લઈ લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મ મેકર્સ અને પરેશ રાવલ વચ્ચે કેટલાક ક્રિએટિવ મતભેદ થયા છે, પરિણામે એક્ટરે ફિલ્મમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે. આ અંગે બોલિવૂડ હંગામાનો દાવો છે કે, તેમણે જ્યારે પરેશ રાવલને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે આ વાતની પુષ્ટિ કરી છે. જોકે, આ અંગે ફેન્સે પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે. કેટલાક ફેન્સનું કહેવું છે કે, પરેશ રાવલ વિના આ ફિલ્મ બનાવવાની જરૂર નથી. તો કેટલાક ત્રિપુટી તૂટવા અંગે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રી નિષ્ણાતો માને છે કે, જેમ અક્ષય કુમારે 2022માં ફિલ્મ છોડી હતી, ત્યારે દર્શકો નિરાશ થયાં હતાં પરંતુ પછીથી તે ફિલ્મમાં પાછો ફર્યો હતો. તે જ રીતે પરેશ રાવલ પણ પાછા આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. વર્ષની શરૂઆતમાં ‘હેરાફેરી 3’ની જાહેરાત કરાઈ હતી ડિરેક્ટર પ્રિયદર્શને તેમના જન્મદિવસ પર ફિલ્મ ‘હેરાફેરી 3’ની જાહેરાત કરી હતી. પોતાની એક પોસ્ટમાં તેમણે, પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટીને ટેગ કર્યા. જોકે, ફિલ્મ રિલીઝની તારીખ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ફિલ્મમાં તબ્બુ પણ જોવા મળી શકે છે તબ્બુ ફિલ્મ ‘હેરા ફેરી 3’માં પણ જોવા મળી શકે છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘તેના વિના સ્ટાર કાસ્ટ અધૂરી છે.’ એક્ટ્રેસની આ પોસ્ટ પછી, ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે તે પણ આ ફિલ્મનો ભાગ હશે. તબ્બુ ‘હેરા ફેરી’ માં જોવા મળી હતી તબ્બુ ‘હેરા ફેરી’ના પહેલા ભાગમાં જોવા મળી હતી, જેમાં તેણીએ સુનીલ શેટ્ટીની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 2000માં રિલીઝ થઈ હતી અને તેનું ડિરેક્શન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી, આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2006માં આવ્યો, જેનું ડિરેક્શન નીરજ વોરાએ કર્યું હતું. જોકે, આ ફિલ્મમાં તબ્બુ જોવા મળી ન હતી.
