સોશિયલ મીડિયામાં માત્ર યુવક-યુવતીઓ જ લોકપ્રિય થાય તેવું સહેજ પણ નથી. જો તમે સો.મીડિયા રસિયા હશો તો ખ્યાલ હશે કે છેલ્લા થોડા સમયથી 91 વર્ષીય નીની-નાનુ ખાસ્સા લોકપ્રિય થયાં છે. આજે 91 વર્ષની ઉંમરે પણ તેમની એનર્જી ને જીવન જીવવાનો ઉત્સાહ ને જોમ યુવાનોને પણ શરમાવે તેવો છે. લંડનમાં રહેતા આ નીની-નાનુ સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાત કરી હતી. વાતચીતમાં નીની-નાનુનો ઉત્સાહ ને મીઠા ઝઘડા તથા અનુભવોનું ભાથું ખરેખર કંઈક અલગ શીખવી જાય તેવાં હતાં. નીની-નાનુ કેટલું ભણ્યાં?
નાનુ એટલે કે ચંદ્રકાંત ચંદારાણાનો જન્મ જાન્યુઆરી, 1934માં આફ્રિકાના કેન્યાના મોમ્બાસામાં થયો ને ત્યાં સાત ધોરણ સુધી ભણ્યા બાદ 17-18 વર્ષની ઉંમરે બેંક ઑફ ઇન્ડિયામાં જૉબ મળી. નીની એટલે કે શારદાબેન કોટકની વાત કરીએ તો, 1934માં રાજકોટમાં જન્મેલાં અને પછી આઠ વર્ષની ઉંમર સુધી મુંબઈ રહ્યાં. તેઓ બે વર્ષનાં હતાં ત્યારે માતાનું અવસાન થયું ને પિતાએ દીકરી શારદા ને દીકરા એમ બે બાળકો માટે બીજીવાર લગ્ન કર્યાં નહીં. જૂના દિવસો યાદ આવતાં જ આંખમાંથી આંસુ સરી પડ્યાં
શારદાબેન જીવનના જૂના દિવસો યાદ કરીને રડી પડ્યાં હતાં અને ભાવુક સ્વરમાં કહ્યું હતું, ‘આઠ વર્ષની થઈ ત્યારે પપ્પાએ પોરબંદરની નાનજી કાલીદાસ કન્યા સ્કૂલમાં ભણવા મૂકી. પપ્પા પાસે પૈસાની સગવડ હોય તો વેકેશનમાં મુંબઈ આવતી અને ના હોય તો પોરબંદર જ રહેતી. એ સ્કૂલમાં દસ ધોરણ સુધી ભણી. મારાથી મોટો એક ભાઈ હતો. 1976માં પપ્પાનું અને લૉકડાઉન પહેલાં મોટા ભાઈનું તથા થોડા સમય પહેલાં ભાભીનું લંડનમાં જ અવસાન થયું. હવે મારાં પિયરિયાં કોઈ નથી એટલે એકલી રહી ગઈ. આજેય મુંબઈની યાદ આવે. જો કોઈ મુંબઈ જવાનું કહે તો મારા મનમાં આનંદ છવાઈ જાય. એવું નથી કે હું લંડનમાં સુખી નથી, પરંતુ મુંબઈની વાત જ નોખી છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી અમે દીકરી નીતા સાથે લેસ્ટરમાં રહીએ છીએ. એ પહેલાં અમે બંને એકલાં લંડનમાં રહેતાં. નીતાને દીકરી રૂપા ને દીકરો રાજીવ છે.’ ‘ડાન્સમાં માહેર હતી’
સ્કૂલના દિવસોમાં ખોવાઈ જતાં શારદાબેન જણાવે છે, ‘મને આજે પણ યાદ છે કે સ્કૂલમાં આર્ય સમાજ ધર્મ પાળવો પડતો. રોજ સવારે પોણા પાંચે પહેલો બેલ ને પાંચ વાગ્યે બીજો બેલ પડે એટલે રૂમમાં અમે 6-8 છોકરીઓ હોઈએ તે તમામ ફ્રેશ થઈ, પોતાનાં કપડાં જાતે ધોઈ, રૂમ સાફ કરીને સ્કૂલે જતાં. ત્યાં સૌ પહેલાં હવન કરીએ. સ્કૂલમાં લેસન ના કરો કે ભૂલો કરો તો નીની-મોટી પનિશમેન્ટ મળતી. ગુરુકુળ (હોસ્ટેલ)ની લાઇફ જ મજ્જાની હતી. હવે તો એ લાઇફ પાછી આવવાની નથી. નાનપણમાં જે એન્જોયમેન્ટ મળે તેના જેવું નસીબદાર બીજું કોઈ નથી. હું ભણવામાં પણ એવરેજ હતી. સ્કૂલમાં સરિતાદીદીએ મણિપુરી ડાન્સ શીખવ્યો હતો અને અમે ગુરુકુળમાંથી આફ્રિકા પર્ફોર્મ કરવા ગયાં હતાં. મુંબઈમાં ભારતીય વિજ્ઞાન ભવનમાં પણ શો હતો, પરંતુ ત્યારે મને પગમાં તકલીફ હોવાથી ભાગ ના લઈ શકી. ગરબા પણ એટલા જ ગમે. નૃત્યમાં મારી મૂવમેન્ટ્સ બહુ જ સારી એટલે સ્ટેજ પર સૌ પહેલાં હું જ એન્ટ્રી લેતી. નાનપણમાં કનૈયાલાલ મુનશી, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની બુક્સ પુષ્કળ વાંચી છે.’ ‘આઝાદી સમયે રાષ્ટ્રગીત ગાયું’
1947માં ભારત દેશને મળેલી આઝાદીની વાતો યાદ કરીને નાનુ કહે છે, ‘ઘડપણને કારણે હવે મને બહુ યાદ રહેતું નથી, પરંતુ થોડું થોડું યાદ છે કે અમે મોમ્બાસામાં ‘જન ગણ મન..’ ગીત ગાયું હતું.’ તો નીની બોલે છે, ‘અમે સ્કૂલમાં હતાં એટલે ત્યાંના નિયમો પાળવા જરૂરી હતાં એટલે અમે માત્ર રાષ્ટ્રગીત ગાઈને ઝંડો લહેરાવ્યો હતો.’ ‘તે અમને લેવા આવ્યા હતા ત્યારે પહેલી જ વાર જોયા’
લગ્નની વાત કરતાં જ નાનુના ચહેરા પર અલગ જ રોનક જોવા મળે છે, પરંતુ જવાબ નીની આપે છે, ‘તેમનાં (ચંદ્રકાંતભાઈનાં) કાકી આફ્રિકાના કમ્પાલામાં રહેતાં અને તેઓ બેંકમાં રજા હોય ત્યારે ત્યાં જતા. મારા ભાઈને યુગાન્ડાની પરમિટ મળતાં, તે ત્યાં કમાવા ગયો અને સંયોગ તો જુઓ કે તે તેમનાં કાકીને ત્યાં જ કામ કરતો એટલે બંને વચ્ચે મિત્રતા થઈ. થોડા સમય બાદ ભાઈએ મને અને પપ્પાને કમ્પાલા બોલાવ્યાં. અમે શિપથી પહેલી જ વાર આફ્રિકા આવવાનાં હતાં. મોમ્બાસાથી કમ્પાલાની ટ્રેન વીકમાં ત્રણ જ વાર જાય એટલે અમારે મોમ્બાસા કંઈક બે દિવસ રોકાવાનું હતું. આ સમયે ભાઈએ તેમને (ચંદ્રકાંતભાઈએ) અમને લેવા જવાનું કહ્યું પણ એ કન્ફ્યૂઝ થયા કે કેવી રીતે ઓળખીશ? ભાઈએ ત્યારે કહ્યું હતું કે પપ્પાએ ધોતિયું, ઝભ્ભો ને ટોપી પહેરી હશે અને તેમની સાથે એક છોકરી એટલે કે હું હોઈશ. અમે બે દિવસ તેમના ઘરે રોકાયાં અને પછી કમ્પાલા આવ્યાં. વર્ષની પરમિટ પૂરી થતાં કાકીએ જ તેમનાં પેરેન્ટ્સ સમક્ષ અમારાં લગ્નની વાત ચલાવી ને અમે 24 મે, 1957માં કમ્પાલમાં લગ્ન કર્યાં.’ ‘તેઓ હેન્ડસમ ને ઊંચા હતા તો ગમી ગયા’
વધુમાં તેઓ કહે છે, ‘અમારા સમયમાં આજની જેમ કંઈ મળવાનું કે વિચારવાનું ના હોય. મા-બાપ નક્કી કરે એની સાથે પરણી જવાનું. ત્યારે તો મા-બાપ પણ છોકરો સારું કમાતો હોય એટલે છોકરી આપે. મેં તો તેઓ શિપ પર લેવા આવ્યા ત્યારે જ જોયા હતા. દેખાવમાં એકદમ ઊંચા ને હેન્ડસમ હતા તો ગમી ગયા.’ નાનુ લગ્ન અંગે બોલે છે, ‘અમે બંને એકબીજા માટે અજાણ્યાં હતાં. તેઓ જ્યારે આવ્યા ત્યારે ઘર સુધી થોડી ઘણી વાત થઈ હતી. બાકી એક વર્ષમાં ક્યારેય વાત થઈ નહોતી. આજે તો હું સહેજ પણ ડર્યા વગર શારદાનો હાથ પકડી લઉં છું, પરંતુ તે સમયે તો આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત નહોતી. મને તો શારદા બધી રીતે યોગ્ય લાગી ને તેનો ચહેરો ગમી ગયો હતો. આ મહિને અમારાં લગ્નને 68 વર્ષ પૂરાં થશે.’ ‘સમસ્યા દરેકના જીવનમાં આવે, મારા જીવનમાં વધુ હતી’
લગ્નની વાતને આગળ વધારતાં નીની જણાવે છે, ‘અમે લગ્નના દિવસે જ મળ્યાં. એ સમય અલગ હતો એટલે તેમને મળવું છે કે વાત કરવી છે તેવો વિચાર આવે જ નહીં. લગ્ન બાદ પણ એ નોકરી કરીને રાત્રે આવે ત્યારે જો હું આખો દિવસ કામ કરીને થાકી ગઈ હોઉં તો સૂઈ જ જતી. વાત પણ ભાગ્યે જ થતી. ત્યારે આજની જેમ પૈસા નહોતા એટલે કામ કરવું પડે. એ વાત અલગ છે કે મને ક્યારેય એવું થયું જ નહીં કે કેમ મેં તે સમયે આટલું બધું કામ કર્યું હતું. સાસુ-સસરા જીવ્યાં ત્યાં સુધી મારી સાથે રહ્યાં. હું મા વગરની હતી તો લગ્ન બાદ ભર્યોભાદર્યો પરિવાર મળ્યો. મુંબઈનું જીવન મુશ્કેલ હતું, પરંતુ હવે મારે એ જૂના દિવસો યાદ જ નથી કરવા. સમસ્યા તો બધાના જીવનમાં નાની-મોટી આવે જ છે પણ મારા જીવનમાં થોડી વધારે હતી. સ્કૂલમાં ભરતકામ, સિલાઈ ને બધું શીખવ્યું હતું તો તે કામ પણ કરતી.’ ’37 વર્ષ કેન્યામાં રહ્યો’
વાત આટલી પૂરી થતાં જ નાનુ જીવનની વાતને આગળ વધારતાં કહે છે, ’37 વર્ષ કેન્યામાં રહ્યો પણ મારી પાસે બ્રિટિશ પાસપોર્ટ હોવાથી 1971માં હું, શારદા ને દીકરી નીતા સાથે લંડન આવી ગયો. લંડનમાં શારદાએ બલ્બની ફેક્ટરીમાં કામ કર્યું. મેં લંડનમાં ક્લેરિકલ જૉબ કરી. હું જ્યારે જૉબ કરતો ત્યારે વ્હાઇટ પીપલ વધારે હતા અને પછી વેકેન્સી પડે એટલે હું ગુજરાતીઓને જૉબ અપાવવા મદદ કરતો. આ દરમિયાન અમે 2012-13 સુધી દર વર્ષે ઇન્ડિયા ત્રણેક મહિના રહેવા આવતાં.’ ‘આટલાં વર્ષોથી લંડનમાં છું પણ એક જ બેનપણી છે’
નીની લંડનના અનુભવો યાદ કરતાં બોલે છે, ‘આટલા વર્ષોથી રહું છું, પરંતુ ફેક્ટરીમાં કામ કરતી વખતે એક જ બેનપણી ધર્મિષ્ઠા બની અને તેની સાથે આજેય સંબંધો છે. અમે લંડનમાં રહેતાં ત્યારે આસપાસ લોહાણા, રાજપૂત, વાણિયા, બ્રાહ્મણ સહિતના ગુજરાતી પરિવાર રહેતા.’ ચંદ્રકાંતભાઈ રિટાયરમેન્ટની વાત કરતાં જણાવે છે, ‘હું 1999માં રિટાયર થયો. વર્ષ 2000માં લોહાણાની સિનિયર સિટીઝન ક્લબ જોઇન કરી. રોજ બપોરે એક વાગ્યે જતો ને સાંજે પાંચેક વાગ્યે આવતો. સિનિયર સિટીઝનની ટેબલ ટેનિસની સ્પર્ધામાં હું રનરઅપ રહી ચૂક્યો છું. આ સમય દરમિયાન શારદા મંદિરે જતી.’ ‘રોજ લડીએ ને પાછા ભેગાં થઈએ’
લગ્નજીવનનાં 68 વર્ષમાં કેટલીવાર ઝઘડ્યાં તેવું પૂછતાં જ નાનુ બોલે છે, ‘અરે, બેટા અમે તો રોજ સવાર પડે એટલે ઝઘડીએ, બપોરે સાથે જમીએ ને રાત પડે એટલે ભેગાં સૂઈ જઈએ. આમ જ જીવન પસાર થાય.’ નીની સ્વીકારે છે, ઝઘડા તો આજેય થાય. પહેલાંના સમયે તો કોઈ એકબીજાને મનાવતું નહીં. એકબીજાની જરૂર પડે એટલે વાતો કરવા લાગીએ. અમે રિસામણાં ને મનામણાં કરતાં નહીં. એમનું (ચંદ્રકાંત) મગજ ગરમ છે અને તેમને નાની-નાની વાતમાં ગુસ્સો આવી જાય. જોકે, ઉંમર થતાં હવે થોડા શાંત પડ્યા છે. નવાં નવાં લગ્ન કરીને આવી ત્યારે તો સંયુક્ત પરિવાર એટલે એ મારા પર ગુસ્સો કરે પણ સામે હું તો કરી શકું નહીં. આજકાલ તો બધા બહુ આવું વિચારે ને સામે ગુસ્સો કરે ને પછી મોટા ઝઘડા થાય. અલબત્ત, હું તો એ ગુસ્સે કરે તો કરવા દઉં ને હું મારા કામમાં મસ્ત રહું. બાકી તો ઉપરવાળાની મરજી હશે એટલે જ સાથે રહ્યાં. આજકાલ સમાજમાં સહનશક્તિ ઘટી ગઈ છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વની વાત કરું તો લેટ ગો (જવા દો.. )ની ભાવના રાખશો તો જ જીવી શકાય. ગિવ એન્ડ ટેક (એકબીજા પ્રત્યે આદરભાવ)ને જીવન મંત્ર બનાવી દો. એ ભલે ગુસ્સો કરે, પરંતુ સ્વભાવ એકદમ હસમુખો. અમે તો આજે પણ એકબીજાને I Love You કહીએ છીએ. એકબીજાને સહન કરીને જીવી ગયા તે જ વાત સૌથી સારી છે.’ ‘અમારું બુકિંગ ભેગું જ છે એટલે સાથે જ જઈશું’
નાનુ વચ્ચે ટાપશી પૂરાવતા કહે, ‘મને તો તારાં નીનીની બધી જ વાતો ગમે છે.’ હજી વાત પૂરી થાય તે પહેલાં જ નીની બોલે, ‘ના ના તમને મારી એક વાત પણ ગમતી નથી.’ (બસ, બંને વચ્ચે મીઠો ઝઘડો થયો) નાનુ હસતાં હસતાં કહે છે, ‘અમે બસ આમ ઝઘડીએ ને સાથે રહીએ. શારદાને આઇસક્રીમ આપું એટલે એ ખુશ. એ વાત તો નક્કી છે કે ઉપર અમારું બુકિંગ ભેગું જ છે એટલે જઈશું તો સાથે જ.’ સમય પસાર કેવી રીતે કરે?
નીની પોતાના ડેઇલી રૂટિન અંગે કહે, ‘સવારે ઊઠીને ફ્રેશ થઈને સૌ પહેલાં ભગવાનને પ્રાર્થના કરું કે બધાને સુખી રાખે. પૂજા-પાઠ આઠ વાગ્યાથી શરૂ થાય જે બે વાગ્યા સુધી ચાલે. સૂર્યનારાયણનો પાઠ કરું. પછી ઘરમાં મોટું મંદિર છે તેમાં બધા ભગવાનને પગે લાગું. અલગ-અલગ શ્લોકો બોલું. શિવજીને દૂધ-જળ ચઢાવું. પછી ભગવાનની થાળી તૈયાર કરું. મારે જે ખાવું હોય તે જ ભગવાનને ધરાવું. જો એ ના ખાઈ શકું તો નાની ડબ્બીમાં ભરીને બીજા દિવસે ખાઉં. ભગવાનની અલગ-અલગ સ્તુતિમાં જ બેથી અઢી કલાક જાય. માળા કરું ને પછી થોડો આરામ કરું. તારા નાના બે વાગ્યે ક્લબ જાય એટલે રામાયણ-ગીતાનો પાઠ કરું. સાંજે એ આવે એટલે ડિનર કરીએ ને પછી હિંદી સિરિયલ ‘અનુપમા’, ‘રાધિકા દિલ સે’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘આસમાન પોકેટ મેં’, ‘અંજલિ અવસ્થી’ જોઈએ. મને ‘ક્રાઇમ પેટ્રોલ’ ને ‘સાવધાન ઇન્ડિયા’ પણ ગમે, તો એ જોઉં. ગીતા-રામાયણની વાત કરું તો 1990માં મને ગુરુજીએ કહ્યું હતું કે રામાયણ વાંચ્યા પછી યજ્ઞ કરવો અને ના કરી શકો તો ભગવદ્ ગીતા વાંચવી. બસ તો ત્યારથી રોજ રામાયણ-ગીતા અચૂકથી વાંચું છું. પહેલાં તો વર્ષમાં 5-6વાર વંચાતી પણ હવે ઉંમર થઈ એટલે થોડું વંચાય. સાડા નવની આસપાસ રૂમમાં આવીએ ને પછી સૂઈએ.’ તો નાનુ પોતાનું રૂટિન જણાવે છે, ‘હું તો બપોરે દોઢ વાગ્યે એટલે ક્લબમાં જઈને પત્તાં રમું ને સાંજે પાંચ વાગ્યે આવું. બાકી મારો તો આખો દિવસ મોબાઇલમાં રીલ જોવામાં જ જાય.’ ‘ડૉક્ટરની વાત માનીને લાંબું જીવી ગઈ’
વાત-વાતમાં નીની કહે છે, ‘1990ની આસપાસ મારી તબિયત નરમ-ગરમ રહેતી એટલે ડૉક્ટરે સમજાવી કે જો વધારે જીવવું હોય તો આજથી જ કામ મૂકી દો. તેમની વાત માની તો સાચે જ હું વધારે જીવી ગઈ. 1992માં હાર્ટ અટેક આવ્યો હતો પણ ભગવાનની દયાથી કંઈ થયું નહીં.’ હજી વાત પૂરી થાય તે પહેલાં જ નાનુ વચ્ચે બોલ્યા, ‘એ તો ગયા વર્ષે મને એકલી મૂકીને નીકળી પડી હતી. મેં તો પરિવારમાં પણ કહી દીધું કે આ તો હવે ગઈ. સિવિયર હાર્ટ અટેક આવી ગયો હતો. જોકે, મને ત્યારે ખ્યાલ નહોતો કે આ રિટર્ન ટિકિટ લઈને આવી છે તો પાછી આવી જશે.’ હસતાં હસતાં નીની કહે છે, ‘સાયલન્ટ હાર્ટ અટેક હતો. ડૉક્ટરે પણ જવાબ આપી દીધો કે હવે અમારા હાથમાં કંઈ જ નથી. ત્યારે હૉસ્પિટલના બિછાને એક જ પ્રાર્થના કરતી કે મારે રામાયણનો પાઠ બાકી છે. સાજી થઈ તો પૂરો કરીશ અને ના થઈ તો માફ કરજો. મને લાગે છે કે ભગવાને મને આ વાંચવા માટે જ પાછી મોકલી છે. તે સમયે ત્રણ મહિના માત્ર લિક્વિડ પર રહી. વ્હીલચેર પર ફરતી. હવે તો સારું છે.’ ‘સાત વાગ્યા પહેલાં જમી લઈએ એ જ લાંબા આયુષ્યનું રહસ્ય’
નીનીને પૂછ્યું કે લાંબું જીવવું હોય તો ધ્યાન શું રાખવું તો તેમણે જવાબ આપ્યો, ‘છેલ્લાં કેટલાંય વર્ષોથી અમારો એક નિયમ છે કે રોજ સાંજે છ-સાડા છ, બહુ તો સાત વાગ્યા સુધીમાં જમી જ લેવાનું. આ ઉપરાંત અમે બપોરે 11-11.30ની આસપાસ લંચ કે બ્રેકફાસ્ટ જે કહો એ કરીએ. જો વચ્ચે ભૂખ લાગે તો હળવો નાસ્તો કરીએ. એક ખાસ વાત એ કે અમારે બંનેને રોજ જમવામાં બટાટાનું શાક તો જોઈએ. મને લાગે છે કે આ બટાટાએ જ અમને આટલું બધું જીવાડ્યા છે. રોજ રાત્રે ગળ્યું તો ખાવાનું જ. ભગવાનની દયાથી આ ઉંમરે પણ અમને બંનેમાંથી કોઈને ડાયાબિટીસ નથી. આ ઉંમરે પણ અમને જે ભાવે એ બધું જ દિલથી માપસર ખાઈએ. તારા નાના રોજ બ્રેકફાસ્ટમાં રોટલો કે ભાખરીમાં એક ચમચી ઘી નાખીને જ ખાય.’ નાનુ કહે છે, ‘રોજ રાત્રે ચોકલેટ ખાઈને જ સૂવું. અમે પ્યોર વેજિટેરિયન છીએ.’ ‘મારાં બનાવેલાં પોચવડાં બધાને બહુ ભાવે’
91 વર્ષની ઉંમરે પણ શારદાબેન દોહિત્ર માટે રસોઈ બનાવે છે. તેઓ કહે છે, દીકરીનો દીકરો રાજીવ લંડનમાં રહે અને જ્યારે પણ લેસ્ટર આવે ત્યારે હું તેના માટે રસોઈ બનાવું. તેને મારા હાથના પરોઠા, પુરી-થેપલાં, લસણિયા બટાટાનાં ભજીયાં, ખીચડી અને ઢોકળાં બહુ જ ભાવે તો બનાવું. હજી બે વર્ષ પહેલાં સુધી તો હું રોજ રસોઈ કરતી. ભાતના પૂડલાને મેં પોચવડાં નામ આપ્યું છે તે પણ બધાને બહુ ટેસ્ટી લાગે છે.’ ‘જતું કરવાની ભાવના રાખો તો સંબંધોમાં ખટાશ નહીં આવે’
નીનીને પૂછવામાં આવ્યું કે આજકાલ પરિવારમાં પેરેન્ટ્સ-ગ્રાન્ડ પેરેન્ટ્સ ને બાળકો વચ્ચે ઝઘડા સતત વધી રહ્યા છે તો તમે શું ટિપ્સ આપશો? તેમણે કહ્યું, ‘કોઈને ખુશ કરો ને તમે ખુશ રહો. ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જ જઈશું. કહેવાય છે ને કે ક્યા લાયા થા સિકંદર, ક્યા લે ગયા જહાં સે, યે દોનોં હાથ ખાલી, બહાર કફન સે નિકલે. પરિવારમાં પ્રેમ તો હોય છે, પરંતુ ઝઘડા કે મતભેદ થાય ત્યારે જતું કરવાની ભાવના રાખો તો સંબંધોમાં ક્યારેય ખટાશ આવશે નહીં. જીવો ને જીવવા દોમાં માનો. અતિ આગ્રહ ના રાખો ને ઘરમાં બધા સાથે હોય તો બે વાસણ ખખડે તો નવાઈ નથી.’ ‘આજે તો બહાર જઈએ તો બધા અમારી સાથે ફોટો ક્લિક કરાવે’
સો.મીડિયા ઇન્ફ્લુઅન્સર કેવી રીતે બન્યાં તે અંગે નીની બોલ્યાં, ‘આ બધું જ મારી દોહિત્રી રૂપાએ જ કર્યું છે. હજી થોડા દિવસ પહેલાં જ રૂપાએ મીટ એન્ડ ગ્રીટનું આયોજન કર્યું હતું, તેમાં બહુ બધા લોકો આવ્યા. તેમની સાથે ફોટો ક્લિક કરાવ્યા. બધાને મળીને ઘણી જ ખુશ થઈ, તેમાં એક દીકરી તો અમને ભેટીને એટલું બધું રડી કે વાત જ ના પૂછો. તેને તેનાં ગ્રાન્ડ પેરેન્ટ્સની યાદ આવતી હતી. અમે નસીબદાર કે દોહિત્રીએ અમને આટલાં ફેમસ કર્યાં.’ તો નાનુ કહે છે, ‘હવે તો અમે પબ્લિક પ્લેસમાં જઈએ એટલે તરત જ લોકો અમને ઓળખી જાય ને પછી સેલ્ફી ક્લિક કરાવે.’ ‘ઝઘડો રેકોર્ડ કરીને સો.મીડિયા અકાઉન્ટ બનાવ્યું’
નીની-નાનુની દોહિત્રી રૂપાએ વાતચીતમાં જણાવ્યું, મેં કંઈ વિચારીને અકાઉન્ટ બનાવ્યું નહોતું. હું તો એક દિવસ એમના રૂમમાં ગઈ ને બંને ઝઘડતાં હતાં. આ ક્ષણ મોબાઇલમાં રેકોર્ડ કરીને પછી શાંતિથી વીડિયો જોયો તો ઘણો જ ફન્ની લાગ્યો તો અકાઉન્ટ બનાવી પોસ્ટ કર્યો. પછી તો ધીમે ધીમે ફોલોઅર્સ વધતા જ ગયા. દેશ-વિદેશમાંથી મેસેજ આવવા લાગ્યા ને આ રીતે બંને લોકપ્રિય થયાં’ ‘ફેમિલીમાં કન્વર્ઝેશન સતત થવું જોઈએ’
પોતાનાં ગ્રાન્ડ પેરેન્ટ્સની રૅર ક્વોલિટી અંગે રૂપા કહે છે, ‘મારાં નાના-નાની મોટા લોકો સાથે મોટા ને નાના લોકો સાથે નાના બનીને વાત કરે છે. આ જ કારણે અમે આટલા બધા ક્લોઝ છીએ અને તેથી જ તેઓ આ ઉંમરે પણ યંગ જેવાં છે. હું માનું છું કે તમે તમારી ઉંમરના લોકો સાથે વાત કરો તો નેક્સ્ટ જનરેશનમાં શું થઈ રહ્યું છે તે ખ્યાલ જ ના આવે. નાના-નાની પોતાને સતત અપડેટ રાખે છે. બંનેને ફેસટાઇમ આવડે છે. નાનુ તો આ ઉંમરે વ્હોટ્સએપ જોતા હોય અને બધાને વીડિયો મોકલે. હું આસપાસ નજર કરું તો ઘણા ઉંમરલાયક લોકો નવી બાબતો શીખવા તૈયાર નથી, પરંતુ નાનુ-નીની નવું શીખે છે અને ઉત્સાહ બતાવે છે. બંને ઝઘડો પણ કરે છે, પરંતુ તેઓ ક્યારેય એકબીજા સાથે વાત કરવાનું બંધ કરતા નથી. મારા મતે તો, ફેમિલીમાં હંમેશાં કન્વર્ઝેશન થવું જ જોઈએ અને તેનાથી જ એજ ગેપ ઓછો થાય.’ ‘પેરેન્ટ્સ છે ત્યારે પૂરતો સમય આપો, નહીંતર પછી અફસોસ થશે’
રૂપા માને છે, ‘પેરેન્ટ્સ ને ગ્રાન્ડ પેરેન્ટ્સને પૂરતો સમય આપવો જોઈએ. ઇંગ્લેન્ડ હોય કે ગમે તે દેશ… બધાની લાઇફ બિઝી છે, પરંતુ એટલો સમય તો અચૂકથી કાઢો કે ઘરના વડીલોને સમય આપી શકો. જ્યારે તેઓ આ દુનિયામાં નહીં હોય ત્યારે સમય ના આપ્યાનો અફસોસ થશે. બસ, છેલ્લે એટલું જ કે એ વાત સ્વીકારો કે તેમના વિચારો થોડા અલગ છે. એકબીજાને માન આપો તો ક્યારેય ઘરમાં વડીલો સાથે મોટા ઝઘડાઓ થશે નહીં.’