રાજેશ ખન્નાને ઘણીવાર બોલિવૂડના પહેલા સુપરસ્ટાર કહેવામાં આવે છે, પરંતુ તેમના પહેલા દિલીપ કુમાર અને ભારત ભૂષણ જેવા દિગ્ગજ કલાકારોએ ઉદ્યોગ પર રાજ કર્યું હતું. ભારત ભૂષણ એક સરળ માણસ હતા, પરંતુ 1950ના દાયકામાં તેમણે ‘બૈજુ બાવરા’, ‘મિર્ઝા ગાલિબ’ જેવી ફિલ્મોથી પોતાની ઓળખ બનાવી હતી. તેમની અભિનય કુશળતા અને માસૂમિયતએ તેમને તે યુગના રોમેન્ટિક હીરો બનાવ્યા હતા, પરંતુ ફિલ્મ નિર્માણમાં કેટલાક ખોટા નિર્ણયોએ તેમની કારકિર્દી અને તેમની બચત બંને બરબાદ કરી દીધી. એવું પણ કહેવાય છે કે તેમણે પોતાનો બંગલો, કાર અને પુસ્તકો વેચી દીધાં. આખરે, તેઓ મુંબઈના મલાડ વિસ્તારમાં એક નાના ફ્લેટમાં રહેવા લાગ્યા. 1992માં જ્યારે તેમનું અવસાન થયું ત્યારે તેમના અંતિમ સંસ્કારમાં ફક્ત સાત-આઠ લોકો હાજર હતા. અમિતાભે બ્લોગમાં ઉલ્લેખ કર્યો હતો ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક્ટર અમિતાભ બચ્ચને પણ તેમના બ્લોગમાં ભારત ભૂષણ સાથે જોડાયેલી એક ઘટના શેર કરી હતી. 2008માં એક બ્લોગમાં તેમણે લખ્યું હતું કે,’એક સવારે જ્યારે તેઓ કામ પર જઈ રહ્યા હતા, ત્યારે તેમણે સાન્તાક્રુઝના બસ સ્ટોપ પર ભારત ભૂષણને એકલા ઊભેલા જોયા. કોઈ તેમને ઓળખી રહ્યું ન હતું, કોઈ તેમની પાસે આવી રહ્યું ન હતું. તે ભીડમાં એક સામાન્ય માણસ જેવા જ હતા.’ અમિતાભ ભારત ભૂષણને કારમાં બેસાડવા માગતા હતા બચ્ચને લખ્યું હતું કે, તેમણે તેમને કારમાં લઈ જવાનું વિચાર્યું હતું પણ હિંમત એકઠી કરી શક્યા નહીં. તેમને લાગ્યું કે તેનાથી તે(ભારત ભૂષણ) શરમમાં મૂકાઈ શકે છે. અમિતાભે લખ્યું હતું કે, ‘પણ તે દૃશ્ય મારા હૃદયમાં રહ્યું છે અને કદાચ હંમેશા માટે ત્યાં જ રહેશે. આ કોઈની પણ સાથે બની શકે છે.’ ગુરુ દત્તની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ ની પંક્તિઓ યાદ કરતાં તેમણે લખ્યું – ‘વક્તને કિયા ક્યા હસીન સિતમ,તુમ રહે ન તુમ હમ રહે ન હમ…” તે જ સમયે, પત્રકાર અલી પીટર જોને પણ ભારત ભૂષણના ઉતાર-ચઢાવ પર લખ્યું. તેમના મતે, ‘બૈજુ બાવરા’ ફિલ્મ માટે દિલીપ કુમાર અને નરગિસ પહેલી પસંદગી હતા, પરંતુ અંગત કારણોસર તેમણે સાથે કામ કરવાનો ઇનકાર કરી દીધો. આ પછી, ભારત ભૂષણને તક મળી અને ફિલ્મે ઇતિહાસ રચ્યો, પરંતુ સમય બદલાઈ ગયો. સ્ટારડમ ખતમ થઈ ગયું. કામ મળવાનું બંધ થઈ ગયું. એક સમયના હીરોને નાની ભૂમિકાઓ કરવી પડી. તે એક અનામી(ગુમનામ) કલાકારની જેમ મૃત્યુ પામ્યા. ભારત ભૂષણની વાર્તા ફક્ત એક અભિનેતાની નથી, પરંતુ ફિલ્મ જગતની વાસ્તવિકતા છે – જ્યાં સૌથી તેજસ્વી સ્ટાર્સ પણ ક્યારેક અંધારામાં ખોવાઈ જાય છે. આવી હતી ભારત ભૂષણની કારકિર્દી
ભારત ભૂષણનો જન્મ 1920માં મેરઠમાં થયો હતો. તેમની માતાના મૃત્યુ પછી, તેઓ તેમના દાદા સાથે રહેવા માટે અલીગઢ ગયા. પિતા ઇચ્છતા હતા કે તે વકીલ બને, પરંતુ ભારતે અભિનેતા બનવાનું નક્કી કર્યું. પહેલા કલકત્તા અને પછી મુંબઈ ગયેલા ભારત ભૂષણે 1941માં કિદાર શર્માની ફિલ્મ ‘ચિત્રલેખા’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેમની ફિલ્મોને વધારે સફળતા મળી ન હતી. 1948ની ‘સુહાગરાત’ કેટલોક સમય સુધી ચાલી. 1952માં ‘બૈજુ બાવરા’ સુપરહિટ રહી અને તેમણે પોતાને હીરો તરીકે સ્થાપિત કર્યા. ફિલ્મનું સંગીત ખૂબ જ લોકપ્રિય થયું અને નૌશાદને તેમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. તે જ વર્ષે ‘મા’ અને ‘આનંદ મઠ’ એ પણ સારું પ્રદર્શન કર્યું. 1953માં આવેલી ફિલ્મ ‘લાર્કી’ ખૂબ જ સફળ રહી અને તે વર્ષની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. આ રીતે ભારત ભૂષણ સ્ટાર બની ગયા. તેમણે મધુબાલા સાથે ઘણી હિટ ફિલ્મો આપી. તે મધુબાલા સાથે લગ્ન કરવા માગતા હતા, પણ તે થઈ શક્યું નહીં. તેમના લગ્ન સરલા સાથે થયા હતા, જેનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયું હતું. બાદમાં તેમણે એક્ટ્રેસ રત્ના સાથે લગ્ન કર્યા. પછી નાના રોલ કરવા પડ્યા.
60ના દાયકામાં તેમણે ઘણાં બંગલા, કાર અને પુસ્તકો ખરીદ્યા. તેમના ભાઈની સલાહ પર, તેમણે ફિલ્મોમાં પૈસા રોક્યા. ‘બસંત બહાર’ અને ‘બરસાત કી રાત’ હિટ રહી હતી, પરંતુ પછીના પ્રોજેક્ટ ફ્લોપ થયા હતા. બધું વેચાઈ ગયું. ખરાબ સમયમાં, તેમણે જુનિયર કલાકારની ભૂમિકા પણ ભજવવી પડી. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, “મારે રોટલા માટે રોલ કરવો પડ્યો.” પુત્રી અપરાજિતાએ જણાવ્યું હતું કે તેમણે પોતાના છેલ્લા દિવસો મુંબઈના એક નાના ફ્લેટમાં વિતાવ્યા હતા. તેમણે ક્યારેય કોઈની પાસેથી મદદ માગી નહીં.