P24 News Gujarat

Editor’s View: પાકિસ્તાનના પરમાણુ અડ્ડામાં તબાહી?:કિરાણા હિલ્સમાં કંઈક મોટું થયાની અટકળો, મોદી-એરફોર્સનો સ્પષ્ટ સંદેશ, દુશ્મનોને પરસેવો છૂટ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે ન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં ચાલે. આ સીધો સંદેશો આપવા પાછળનું કારણ છે. થયું એવું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બે એરબેઝને સમજીને ટાર્ગેટ કર્યા, સરગોધા અને મુશાકને. આમાં સરગોધા એરબેઝથી માત્ર 15 કિલોમીટરના અંતરે કિરાણા હિલ્સ એરિયા છે. કિરાણા હિલ્સ એ પહાડી વિસ્તાર છે, જ્યાં પાકિસ્તાને પોતાના ન્યૂક્લિયર વેપન છુપાવી રાખ્યાં છે અને ભારતે એ જ જગ્યા નજીક બ્રહ્મોસથી તબાહી મચાવી હોવાનું કહેવાય છે. ભારતના આ જનોઈવઢ ઘાથી પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો છે. નમસ્કાર, જ્યારે ત્રણેય પાંખના DGMOની પ્રેસ-કોન્ફરન્સ હતી ત્યારે એરમાર્શલ એ.કે. ભારતીને એક પત્રકારે સવાલ કર્યો કે પાકિસ્તાને કિરાણા હિલ્સમાં જ્યાં ન્યૂક્લિયર વેપન છુપાવ્યાં છે ત્યાં પ્રહાર કર્યો છે? ત્યારે એરમાર્શલે મૂછમાં હસીને જવાબ આપ્યો હતો કે કિરાણા હિલ્સ એરિયા? એ શું છે? અમને આ વિસ્તારની કાંઈ ખબર જ નથી ! ભારતે બહુ સ્ટ્રેટેજી સાથે પાકિસ્તાન પર પ્રહાર કર્યો છે. ઓસ્ટ્રિયાના વોર એનાલિસ્ટ શું કહે છે?
ઓસ્ટ્રિયાના વોર એનાલિસ્ટ ટોમ કૂપરે ઈન્ડિયા ટીવી સાથેની વાતચીતમાં કહ્યું, જ્યારે કોઈ દેશ વોર સાયન્સ સાથે કામ કરે ત્યારે બહુ વ્યવસ્થિત આયોજન સાથે કરે છે. ભારતે સ્ટ્રેટેજી સાથે પાકિસ્તાનના હુમલાને રોક્યા છે. એને નિષ્ફળ બનાવ્યા છે. પછી ભારતે દુશ્મનના એરબેઝને નષ્ટ કર્યા, આનાથી દુશ્મનની વાયુસેનાની કમર તૂટી જાય છે.
જ્યારે ભારતને ખબર છે કે પાકિસ્તાન પાસે ન્યૂક્લિયર ભંડાર અને કમાન્ડ સેન્ટર છે અને ત્યાં નજીકમાં એટેક કરવાનું પગલું ભરવામાં આવે છે. ત્યારે પાકિસ્તાન જવાબી કાર્યવાહી નથી કરી શકતું. એ જ કારણ છે કે ભારતે 90થી 96 કલાકની અંદર પાકિસ્તાની જોખમને એ હદે નિષ્ક્રિય કરી નાખ્યું છે કે તે કિરાણા હિલ્સમાં પણ હુમલો કરવા સક્ષમ હતું. કિરાણા હિલ્સ ગાઢ વિસ્તાર છે, જે સરગોધા અને મુશાક એકબેઝથી માંડ 10-15 કિલોમીટર જ દૂર છે. સરગોધા એરબેઝ પર એવી રીતે હુમલો કરાય છે કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી નથી કરી શકતું તો ભારતની આ સ્પષ્ટ જીત છે. કિરાણા હિલ્સ શું છે ને એને પાકિસ્તાનનો પરમાણુ ભંડાર કેમ કહેવાય છે?
ટીમ કૂપરે વાત કરી કે કિરાણા હિલ્સને આસાનીથી ગૂગલ અર્થ કે સેટેલાઈટ ઈમેજથી જોઈ શકાય છે. ત્યાં જોઈ શકાય છે કે કિરાણા હિલ્સમાં 30થી 40 બાંધકામ દેખાય છે. અહીં લશ્કરી હલચલ પણ છે. જમીનની ઉપર જોઈ શકાય છે કે અહીં ટસ્પોટા ઈલેક્ટ્રો લોન્ચર છે. મોટી ટ્રક છે, જે નાની મિસાઈલ, મોટી બેલિસ્ટિક મિસાઈલ લઈને જઈ રહી છે. આ ટ્રક મોટેભાગે અંદરના ભાગે જ પાર્ક થયેલી રહે છે. યુદ્ધની સ્થિતિમાં આ ટ્રક કિરાણા જંગલની બહાર નીકળે છે ને આકાશમાં વિમાન પર ફાયર કરે છે. આ તો ઓવરગ્રાઉન્ડ ફેસેલિટીની વાત થઈ. અંડરગ્રાઉન્ડ ફેસિલિટીની વાત કરીએ તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કિરાણા હિલ્સની ઉત્તર-પશ્ચિમી ભાગમાં સુરંગ છે, જેમાં બે પ્રવેશદ્વાર છે. અહીં જ નહીં, દુનિયાભરના દેશો પોતાના ક્ષેત્રમાં અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી ઊભી કરતા હોય છે, જેમ કે યુગોસ્લાવિયા, ચીન, નોર્થ કોરિયા… મોટા ભાગના દેશોમાં આવી ફેસિલિટી હોય છે. એમાં પણ બે સુરંગોની હાજરી એ સંકેત આપે છે કે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર એક્ટિવિટી હોઈ શકે. સુરંગમાં યુ શેપના બે દરવાજા હોય છે. એકમાંથી તમે એન્ટર થાવ છો ને છેક બીજા છેડે નીકળો છો. આવી જગ્યાઓમાં હેવી કોંક્રીટ અને મેટલના દરવાજા હોય છે, જે બંધ થઈ ગયા પછી એને ગોળીથી પણ ભેદી શકાતા નથી. સામાન્ય રીતે આવી અંડરગ્રાઉન્ડ જગ્યાઓ ન્યૂક્લિયર વેપનથી બચવા બનાવાયેલી હોય છે. ટીમ કૂપરે ભારતીય વાયુસેના વિશે આ વાત કરી
ભારતીય એરફોર્સના ઓફિસરો પ્રત્યે મને માન છે, પણ તેમણે કહ્યું હતું કે અમને કિરાણા હિલ્સ વિશે ખબર નથી તો આ વાત ગળે ઊતરે એવી નથી. આવી અંડરગ્રાઉન્ડ જગ્યામાં જમીનની ઉપર બની શકે કે પાકિસ્તાન કોઈ મશરૂમ કે બીજા શાકભાજીની ખેતી કરતું હોય. અહીં ઓસ્ટ્રિયામાં પણ ઘણી એવી જગ્યા છે, જે બીજા વિશ્વયુદ્ધના સમયથી બચાવવા માટે બનાવાઈ છે. પાકિસ્તાને પણ ખેતી કરી હોય, પણ નીચે બચવા માટેની જગ્યા નહીં, પણ ન્યૂક્લિયરનો ભંડાર રાખ્યો હોય. આ સ્ટોરેજ ફેસિલિટી છે. જો આવું હશે તો ભારતે એ જ જગ્યાને ટાર્ગેટ બનાવી હશે. મેં પહેલાં પણ કહ્યું એમ સંઘર્ષમાં એક પક્ષ એવાં સ્થાનો પર હુમલો કરવામાં સક્ષમ છે તો એનો મતલબ એવો થાય કે બીજા પક્ષ પણ એવું જ કરી શકે, પણ જ્યારે કોઈ એક દેશ પરમાણુ જગ્યા પર ઘા કરે છે તો બીજો દેશ કાર્યવાહી કરતો નથી. પાકિસ્તાનના કિસ્સામાં પણ આવું જ થયું હોવું જોઈએ, એવું મારું માનવું છે. ભારતે જે સ્ટ્રેટેજી સાથે હુમલો કર્યો છે એના પરથી સમજી શકાય કે દુશ્મને પોતાની રક્ષા કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે. પાકિસ્તાનની જમીન પરની ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો, સાથે સાથે હવાથી જમીન પર છોડવાની મિસાઈલનો ઉપયોગ થયો. પહેલા એરબેઝ નષ્ટ કર્યા ને પછી કિરાણા હિલ્સ પર હુમલો કર્યો હોવાના સમાચાર મેં સાંભળ્યા. શું કિરાણા હિલ્સમાં ન્યૂક્લિયર રેડિએશન લીકેજ થયું છે?
દુનિયાભરના સમાચારમાં અને સોશિયલ મીડિયામાં એવી વાત ચાલી રહી છે કે પાકિસ્તાનના કિરાણ હિલ્સમાં ન્યુક્લિયર વેપનમાંથી લીકેજ થયું છે ને કિરાણા હિલ્મસાં રેડિએશન ફેલાવા લાગ્યું છે. પણ તથ્ય શું છે તે હજી બહાર આવ્યું નથી. પાકિસ્તાને પરમાણુ પરિક્ષણ માટે 80ના દાયકામાં કિરાણા હિલ્સની પસંદગી કરી હતી. આ હિલ્સ મજબૂત ખડકોથી બેનલી છે અને આ ડુંગરા કાળા પથ્થરોના હોવાથી સ્થાનિક લોકો તેને ‘કાલી પહાડી’ પણ કહે છે. આ કિરાણા ડુંગરા બહુ ઊંચા નથી. તેની સૌથી ઊંચી ટૂંક વધીને 320 મીટરની છે. આ મજબૂત પહાડની નીચે પાકિસ્તાને 50 જેટલી સુરંગો બનાવી છે જેમાં તેણે પોતાના ન્યુક્લિયર વેપન દુનિયાથી છુપાવી રાખ્યા હોવાનું કહેવાય છે. ગુગલ અર્થમાંથી જોઈએ તો આ સુરંગોના દ્વાર દેખાય છે. અમેરિકાએ અહીં પરમાણુ પરિક્ષણ કરવાની ના પાડી હતી
પાકિસ્તાન ઈન્સ્ટીટ્યુશન ઓફ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી, પિનસ્ટેક મેટલોજિકલ લેબોરેટરીઝ, ML અને ખાન રિસર્ચ લેબોરેટરીઝે સાથે મળીને ન્યુક્લિયર વેપન તૈયાર કર્યા છે. 1983થી 1990ના દાયકામાં પાકિસ્તાને કિરાણા હિલ્સમાં ઘણીવાર પરમાણુ પરિક્ષણ કરવાની કોશિશ કરી, પણ અમેરિકન સેટેલાઈટે આની જાણકારી મેળવી લીધી. કિરાણામાં પરમાણુ પરિક્ષણ સામે અમેરિકાએ વાંધો લીધો એટલે પાકિસ્તાને પરમાણુ ટેસ્ટિંગની જગ્યા બદલી નાખી પણ કિરાણામાં સુરંગો બનાવીને ન્યુક્લિયર ભંડાર છુપાવી રાખ્યો છે. પાકિસ્તાની સેનાની ખાસ યુનિટ સ્પેશિયલ વર્ક્સ ડેવલપમેન્ટે અહીં સુરંગો બનાવી છે જે 5થી લઈને 15 મીટર સુધી પહોળી છે. હિલ્સની અંદર સુરંગની દીવાલો અઢીથી પાંચ મીટર પહોળી બનાવાઈ છે. જેને ત્રણ લેયરમાં આરસીસી, સ્ટીલથી મજબૂત બનાવાઈ છે. જેથી બહારથી કોઈ હુમલો થાય તો તેની અસર આ સુરંગોમાં રાખેલા ન્યુક્લિયર ભંડારને ન થાય. અમેરિકી સેટેલાઈટથી બચવા માટે સુરંગ બનાવવાનું કામ રાત્રે થતું હતું. શું અમેરિકાનું રેડિયેશન માપતું વિમાન પાકિસ્તાન પહોંચ્યું છે?
વાત એવી ફેલાઈ કે, ભારતે પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલા કર્યા ને કિરાણા હિલ્સ પર પણ મિસાઈલો છોડી. પણ ભારતીય વાયુસેનાએ સેટેલાઈટ તસવીરોના પુરાવા સાથે બતાવી દીધું કે ભારતે પાકિસ્તાનના ક્યા એકબેઝ પર ક્યાં હુમલા કર્યા છે. ભારતે સરગોધા એરબેઝ તબાહ કરી દીધું પણ એ સ્વીકાર્યું છે કે તેણે કિરાણા હિલ્સ પર કોઈ હુમલો નથી કર્યો. પણ આ વાત ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે અમેરિકી એરક્રાફ્ટ B350 C-AMS પાકિસ્તાનની વાયુ સીમામાં ઊડતું જોવા મળ્યું. ટેઈલ નંબર N 111 SZ ધરાવતા આ વિમાનને કેટલાક લોકોએ સેટેલાઈટમાં જોયું તો સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ મૂકીને સવાલ ઉઠાવ્યો કે આ વિમાન પાકિસ્તાનની સીમામાં કેમ આવ્યું છે? એવું કહેવાય છે કે આ વિમાન અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું છે. જે એરિયલ મેઝરિંગ સિસ્ટમ AMS સાથેનું છે. આ વિમાનને ન્યુક્લિયર રેડિએશન લીક થયું છે કે નહીં, તેની તપાસ કરવા માટે મોકલવામાં આવે છે. આ વિમાન એ તપાસ પણ કરે છે કે જો ન્યુક્લિયર રેડિએશન ફેલાયું છે તો તેની કેટલી વ્યાપક અસર થઈ શકે તેમ છે. અમેરિકી પ્લેનમાં ગામા રે રિસર્ચ સેન્ટર, રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ અને આધુનિક જિયોગ્રાફિક મેપિંગ ટૂલ્સ સહિતની સિસ્ટમ હોય છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ લખાયું છે કે, 2010માં અમેરિકાએ આ વિમાન પાકિસ્તાનની એવિએશન વીંગને આપી દીધું હતું. એટલે આમાં બે વાત સામે આવી રહી છે. કાં તો પાકિસ્તાને એકલા આ વિમાન ઊડાડીને રેડિએશનની તપાસ માટે મોકલ્યું, અથવા પાકિસ્તાન અને અમેરિકાએ સાથે મળીને આ તપાસ કરી હોય એવું પણ બને. ઈજિપ્તથી બોરોન ભરીને પ્લેન પાકિસ્તાનમાં આવ્યું?
સોશિયલ મીડિયા પર આ અમેરિકી વિમાનની ચર્ચા હતી ત્યાં કેટલાક લોકોએ ફ્લાઈટરડાર.કોમ નામની વેબસાઈટમાંથી શોધી કાઢ્યું કે, ઈજિપ્ત એર ફોર્સનું કાર્ગો પ્લેન ચીન થઈને પાકિસ્તાનમાં ઉતર્યું છે. આ વિમાન EGY1916 અંગે એવી ચર્ચા ચાલુ થઈ ગઈ કે પાકિસ્તાન અને અમેરિકાએ આને તરત મગાવ્યું છે અને તેમાં મિસ્ર (ઈજિપ્ત)થી બોરોન સાથે જોડાયેલા કમ્પાઉન્ડ મગાવાયા છે. મિસ્રમાં નીલ નદીમાંથી બોરોન મોટી માત્રામાં મળી આવે છે. જેનો ઉપયોગ ન્યુક્લિયર રેડિએશન પર કાબૂ મેળવવામાં કરવામાં આવે છે. બોરોન એક રાસાયણિક તત્વ છે. તે ક્રિસ્ટલ આકારમાં હોય છે ત્યારે તે ગ્રે કલરમાં હોય છે. બોરોનમાંથી બોરિક એસિડ બને છે. પાકિસ્તાન તરત જ પરમાણુ હુમલાની ધમકી કેમ આપવાનું શરૂ કરી દે છે?
ભારત અને પાકિસ્તાન બંનેએ 1998માં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. 2003માં ભારતે પરમાણુ હુમલા માટે ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિ અપનાવી હતી. એનો અર્થ એ કે ભારત પહેલો હુમલો નહીં કરે. એટલા માટે ભારતનું નેતૃત્વ ક્યારેય પરમાણુ હુમલાની ધમકી આપતું નથી. બીજી બાજુ, પાકિસ્તાન પાસે કોઈ પરમાણુ સિદ્ધાંત નથી. જો તક મળે તો તે વહેલા પણ પરમાણુ હુમલો કરી શકે છે. એટલા માટે તે પોતાનાં પરમાણુ શસ્ત્રોને હાઈ એલર્ટ પર રાખે છે. અમેરિકન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના રિસર્ચ એસોસિયેટ દિયા અષ્ટકાલાના મતે, પાકિસ્તાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ સંપૂર્ણપણે તેની લશ્કરી નબળાઈઓને છુપાવવા અને ભારત સાથે સ્પર્ધા કરવાનો છે. પાકિસ્તાનને લાગે છે કે જો યુદ્ધ થાય છે તો તે હારી શકે છે. એટલા માટે તે પરમાણુ ધમકીઓ આપીને ડરાવવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો પર આતંકવાદીઓનો કબજો
પાકિસ્તાનનો સ્ટ્રેટેજિક પ્લાન ડિપાર્ટમેન્ટ પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને દેખરેખનું ધ્યાન રાખે છે. પાકિસ્તાનમાં પરમાણુ સ્થળોએ લગભગ 9 હજાર વૈજ્ઞાનિકો કામ કરે છે. બે નિવૃત્ત પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિકો ઓસામા બિન લાદેનને મળ્યા હોવાના અહેવાલો હતા.
નવેમ્બર 2007માં એક આત્મઘાતી બોમ્બરે પાકિસ્તાની વાયુસેનાના બેઝ પર બસ અછડાવીને હુમલો કર્યો હતો, આ બસમાં પરમાણુ શસ્ત્રો હોવાની વાતો થઈ હતી.
ડિસેમ્બર 2007માં પાકિસ્તાનના કામરા એરબેઝ પર એક આત્મઘાતી હુમલો થયો હતો, આ હુમલો પરમાણુ શસ્ત્રોના કેટલાક ભાગોને વીણવા માટે કરાયો હતો. આતંકીઓ આ ભાગોમાંથી બીજા હથિયારો બનાવે છે.
2011 સુધી આતંકવાદીઓએ પાકિસ્તાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે સંબંધિત ઓછામાં ઓછાં 6 સ્થળને નિશાન બનાવ્યા છે. જો આતંકવાદીઓ પરમાણુ શસ્ત્રો મેળવવાની ખૂબ નજીક આવી જાય તો દુનિયા માટે જોખમ ઊભું થાય. છેલ્લે,
અમેરિકી પરમાણુ વૈજ્ઞાનિક જ્યોર્જ વાલ્ડે કહ્યું હતું કે, પરમાણુ શસ્ત્રો આપણને આતંકનું સંતુલન સિવાય બીજું કંઈ આપતા નથી અને આતંકનું સંતુલન પણ એક આતંક સમાન જ છે. સોમવારથી શુક્રવાર જોતા રહો એડિટર વ્યૂ….. નમસ્કાર…. (રિસર્ચ – યશપાલ બક્ષી)

​વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં સંદેશો આપ્યો હતો કે ન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં ચાલે. આ સીધો સંદેશો આપવા પાછળનું કારણ છે. થયું એવું કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બે એરબેઝને સમજીને ટાર્ગેટ કર્યા, સરગોધા અને મુશાકને. આમાં સરગોધા એરબેઝથી માત્ર 15 કિલોમીટરના અંતરે કિરાણા હિલ્સ એરિયા છે. કિરાણા હિલ્સ એ પહાડી વિસ્તાર છે, જ્યાં પાકિસ્તાને પોતાના ન્યૂક્લિયર વેપન છુપાવી રાખ્યાં છે અને ભારતે એ જ જગ્યા નજીક બ્રહ્મોસથી તબાહી મચાવી હોવાનું કહેવાય છે. ભારતના આ જનોઈવઢ ઘાથી પાકિસ્તાનને પરસેવો છૂટી ગયો છે. નમસ્કાર, જ્યારે ત્રણેય પાંખના DGMOની પ્રેસ-કોન્ફરન્સ હતી ત્યારે એરમાર્શલ એ.કે. ભારતીને એક પત્રકારે સવાલ કર્યો કે પાકિસ્તાને કિરાણા હિલ્સમાં જ્યાં ન્યૂક્લિયર વેપન છુપાવ્યાં છે ત્યાં પ્રહાર કર્યો છે? ત્યારે એરમાર્શલે મૂછમાં હસીને જવાબ આપ્યો હતો કે કિરાણા હિલ્સ એરિયા? એ શું છે? અમને આ વિસ્તારની કાંઈ ખબર જ નથી ! ભારતે બહુ સ્ટ્રેટેજી સાથે પાકિસ્તાન પર પ્રહાર કર્યો છે. ઓસ્ટ્રિયાના વોર એનાલિસ્ટ શું કહે છે?
ઓસ્ટ્રિયાના વોર એનાલિસ્ટ ટોમ કૂપરે ઈન્ડિયા ટીવી સાથેની વાતચીતમાં કહ્યું, જ્યારે કોઈ દેશ વોર સાયન્સ સાથે કામ કરે ત્યારે બહુ વ્યવસ્થિત આયોજન સાથે કરે છે. ભારતે સ્ટ્રેટેજી સાથે પાકિસ્તાનના હુમલાને રોક્યા છે. એને નિષ્ફળ બનાવ્યા છે. પછી ભારતે દુશ્મનના એરબેઝને નષ્ટ કર્યા, આનાથી દુશ્મનની વાયુસેનાની કમર તૂટી જાય છે.
જ્યારે ભારતને ખબર છે કે પાકિસ્તાન પાસે ન્યૂક્લિયર ભંડાર અને કમાન્ડ સેન્ટર છે અને ત્યાં નજીકમાં એટેક કરવાનું પગલું ભરવામાં આવે છે. ત્યારે પાકિસ્તાન જવાબી કાર્યવાહી નથી કરી શકતું. એ જ કારણ છે કે ભારતે 90થી 96 કલાકની અંદર પાકિસ્તાની જોખમને એ હદે નિષ્ક્રિય કરી નાખ્યું છે કે તે કિરાણા હિલ્સમાં પણ હુમલો કરવા સક્ષમ હતું. કિરાણા હિલ્સ ગાઢ વિસ્તાર છે, જે સરગોધા અને મુશાક એકબેઝથી માંડ 10-15 કિલોમીટર જ દૂર છે. સરગોધા એરબેઝ પર એવી રીતે હુમલો કરાય છે કે પાકિસ્તાન જવાબી કાર્યવાહી નથી કરી શકતું તો ભારતની આ સ્પષ્ટ જીત છે. કિરાણા હિલ્સ શું છે ને એને પાકિસ્તાનનો પરમાણુ ભંડાર કેમ કહેવાય છે?
ટીમ કૂપરે વાત કરી કે કિરાણા હિલ્સને આસાનીથી ગૂગલ અર્થ કે સેટેલાઈટ ઈમેજથી જોઈ શકાય છે. ત્યાં જોઈ શકાય છે કે કિરાણા હિલ્સમાં 30થી 40 બાંધકામ દેખાય છે. અહીં લશ્કરી હલચલ પણ છે. જમીનની ઉપર જોઈ શકાય છે કે અહીં ટસ્પોટા ઈલેક્ટ્રો લોન્ચર છે. મોટી ટ્રક છે, જે નાની મિસાઈલ, મોટી બેલિસ્ટિક મિસાઈલ લઈને જઈ રહી છે. આ ટ્રક મોટેભાગે અંદરના ભાગે જ પાર્ક થયેલી રહે છે. યુદ્ધની સ્થિતિમાં આ ટ્રક કિરાણા જંગલની બહાર નીકળે છે ને આકાશમાં વિમાન પર ફાયર કરે છે. આ તો ઓવરગ્રાઉન્ડ ફેસેલિટીની વાત થઈ. અંડરગ્રાઉન્ડ ફેસિલિટીની વાત કરીએ તો જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કિરાણા હિલ્સની ઉત્તર-પશ્ચિમી ભાગમાં સુરંગ છે, જેમાં બે પ્રવેશદ્વાર છે. અહીં જ નહીં, દુનિયાભરના દેશો પોતાના ક્ષેત્રમાં અંડરગ્રાઉન્ડ એક્ટિવિટી ઊભી કરતા હોય છે, જેમ કે યુગોસ્લાવિયા, ચીન, નોર્થ કોરિયા… મોટા ભાગના દેશોમાં આવી ફેસિલિટી હોય છે. એમાં પણ બે સુરંગોની હાજરી એ સંકેત આપે છે કે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર એક્ટિવિટી હોઈ શકે. સુરંગમાં યુ શેપના બે દરવાજા હોય છે. એકમાંથી તમે એન્ટર થાવ છો ને છેક બીજા છેડે નીકળો છો. આવી જગ્યાઓમાં હેવી કોંક્રીટ અને મેટલના દરવાજા હોય છે, જે બંધ થઈ ગયા પછી એને ગોળીથી પણ ભેદી શકાતા નથી. સામાન્ય રીતે આવી અંડરગ્રાઉન્ડ જગ્યાઓ ન્યૂક્લિયર વેપનથી બચવા બનાવાયેલી હોય છે. ટીમ કૂપરે ભારતીય વાયુસેના વિશે આ વાત કરી
ભારતીય એરફોર્સના ઓફિસરો પ્રત્યે મને માન છે, પણ તેમણે કહ્યું હતું કે અમને કિરાણા હિલ્સ વિશે ખબર નથી તો આ વાત ગળે ઊતરે એવી નથી. આવી અંડરગ્રાઉન્ડ જગ્યામાં જમીનની ઉપર બની શકે કે પાકિસ્તાન કોઈ મશરૂમ કે બીજા શાકભાજીની ખેતી કરતું હોય. અહીં ઓસ્ટ્રિયામાં પણ ઘણી એવી જગ્યા છે, જે બીજા વિશ્વયુદ્ધના સમયથી બચાવવા માટે બનાવાઈ છે. પાકિસ્તાને પણ ખેતી કરી હોય, પણ નીચે બચવા માટેની જગ્યા નહીં, પણ ન્યૂક્લિયરનો ભંડાર રાખ્યો હોય. આ સ્ટોરેજ ફેસિલિટી છે. જો આવું હશે તો ભારતે એ જ જગ્યાને ટાર્ગેટ બનાવી હશે. મેં પહેલાં પણ કહ્યું એમ સંઘર્ષમાં એક પક્ષ એવાં સ્થાનો પર હુમલો કરવામાં સક્ષમ છે તો એનો મતલબ એવો થાય કે બીજા પક્ષ પણ એવું જ કરી શકે, પણ જ્યારે કોઈ એક દેશ પરમાણુ જગ્યા પર ઘા કરે છે તો બીજો દેશ કાર્યવાહી કરતો નથી. પાકિસ્તાનના કિસ્સામાં પણ આવું જ થયું હોવું જોઈએ, એવું મારું માનવું છે. ભારતે જે સ્ટ્રેટેજી સાથે હુમલો કર્યો છે એના પરથી સમજી શકાય કે દુશ્મને પોતાની રક્ષા કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે. પાકિસ્તાનની જમીન પરની ડિફેન્સ સિસ્ટમનો નાશ કર્યો, સાથે સાથે હવાથી જમીન પર છોડવાની મિસાઈલનો ઉપયોગ થયો. પહેલા એરબેઝ નષ્ટ કર્યા ને પછી કિરાણા હિલ્સ પર હુમલો કર્યો હોવાના સમાચાર મેં સાંભળ્યા. શું કિરાણા હિલ્સમાં ન્યૂક્લિયર રેડિએશન લીકેજ થયું છે?
દુનિયાભરના સમાચારમાં અને સોશિયલ મીડિયામાં એવી વાત ચાલી રહી છે કે પાકિસ્તાનના કિરાણ હિલ્સમાં ન્યુક્લિયર વેપનમાંથી લીકેજ થયું છે ને કિરાણા હિલ્મસાં રેડિએશન ફેલાવા લાગ્યું છે. પણ તથ્ય શું છે તે હજી બહાર આવ્યું નથી. પાકિસ્તાને પરમાણુ પરિક્ષણ માટે 80ના દાયકામાં કિરાણા હિલ્સની પસંદગી કરી હતી. આ હિલ્સ મજબૂત ખડકોથી બેનલી છે અને આ ડુંગરા કાળા પથ્થરોના હોવાથી સ્થાનિક લોકો તેને ‘કાલી પહાડી’ પણ કહે છે. આ કિરાણા ડુંગરા બહુ ઊંચા નથી. તેની સૌથી ઊંચી ટૂંક વધીને 320 મીટરની છે. આ મજબૂત પહાડની નીચે પાકિસ્તાને 50 જેટલી સુરંગો બનાવી છે જેમાં તેણે પોતાના ન્યુક્લિયર વેપન દુનિયાથી છુપાવી રાખ્યા હોવાનું કહેવાય છે. ગુગલ અર્થમાંથી જોઈએ તો આ સુરંગોના દ્વાર દેખાય છે. અમેરિકાએ અહીં પરમાણુ પરિક્ષણ કરવાની ના પાડી હતી
પાકિસ્તાન ઈન્સ્ટીટ્યુશન ઓફ ન્યુક્લિયર સાયન્સ એન્ડ ટેકનોલોજી, પિનસ્ટેક મેટલોજિકલ લેબોરેટરીઝ, ML અને ખાન રિસર્ચ લેબોરેટરીઝે સાથે મળીને ન્યુક્લિયર વેપન તૈયાર કર્યા છે. 1983થી 1990ના દાયકામાં પાકિસ્તાને કિરાણા હિલ્સમાં ઘણીવાર પરમાણુ પરિક્ષણ કરવાની કોશિશ કરી, પણ અમેરિકન સેટેલાઈટે આની જાણકારી મેળવી લીધી. કિરાણામાં પરમાણુ પરિક્ષણ સામે અમેરિકાએ વાંધો લીધો એટલે પાકિસ્તાને પરમાણુ ટેસ્ટિંગની જગ્યા બદલી નાખી પણ કિરાણામાં સુરંગો બનાવીને ન્યુક્લિયર ભંડાર છુપાવી રાખ્યો છે. પાકિસ્તાની સેનાની ખાસ યુનિટ સ્પેશિયલ વર્ક્સ ડેવલપમેન્ટે અહીં સુરંગો બનાવી છે જે 5થી લઈને 15 મીટર સુધી પહોળી છે. હિલ્સની અંદર સુરંગની દીવાલો અઢીથી પાંચ મીટર પહોળી બનાવાઈ છે. જેને ત્રણ લેયરમાં આરસીસી, સ્ટીલથી મજબૂત બનાવાઈ છે. જેથી બહારથી કોઈ હુમલો થાય તો તેની અસર આ સુરંગોમાં રાખેલા ન્યુક્લિયર ભંડારને ન થાય. અમેરિકી સેટેલાઈટથી બચવા માટે સુરંગ બનાવવાનું કામ રાત્રે થતું હતું. શું અમેરિકાનું રેડિયેશન માપતું વિમાન પાકિસ્તાન પહોંચ્યું છે?
વાત એવી ફેલાઈ કે, ભારતે પાકિસ્તાનના 11 એરબેઝ પર હુમલા કર્યા ને કિરાણા હિલ્સ પર પણ મિસાઈલો છોડી. પણ ભારતીય વાયુસેનાએ સેટેલાઈટ તસવીરોના પુરાવા સાથે બતાવી દીધું કે ભારતે પાકિસ્તાનના ક્યા એકબેઝ પર ક્યાં હુમલા કર્યા છે. ભારતે સરગોધા એરબેઝ તબાહ કરી દીધું પણ એ સ્વીકાર્યું છે કે તેણે કિરાણા હિલ્સ પર કોઈ હુમલો નથી કર્યો. પણ આ વાત ત્યારે વધારે ચર્ચામાં આવી જ્યારે અમેરિકી એરક્રાફ્ટ B350 C-AMS પાકિસ્તાનની વાયુ સીમામાં ઊડતું જોવા મળ્યું. ટેઈલ નંબર N 111 SZ ધરાવતા આ વિમાનને કેટલાક લોકોએ સેટેલાઈટમાં જોયું તો સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ મૂકીને સવાલ ઉઠાવ્યો કે આ વિમાન પાકિસ્તાનની સીમામાં કેમ આવ્યું છે? એવું કહેવાય છે કે આ વિમાન અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીનું છે. જે એરિયલ મેઝરિંગ સિસ્ટમ AMS સાથેનું છે. આ વિમાનને ન્યુક્લિયર રેડિએશન લીક થયું છે કે નહીં, તેની તપાસ કરવા માટે મોકલવામાં આવે છે. આ વિમાન એ તપાસ પણ કરે છે કે જો ન્યુક્લિયર રેડિએશન ફેલાયું છે તો તેની કેટલી વ્યાપક અસર થઈ શકે તેમ છે. અમેરિકી પ્લેનમાં ગામા રે રિસર્ચ સેન્ટર, રિયલ ટાઈમ ડેટા ટ્રાન્સમિશન સિસ્ટમ અને આધુનિક જિયોગ્રાફિક મેપિંગ ટૂલ્સ સહિતની સિસ્ટમ હોય છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ લખાયું છે કે, 2010માં અમેરિકાએ આ વિમાન પાકિસ્તાનની એવિએશન વીંગને આપી દીધું હતું. એટલે આમાં બે વાત સામે આવી રહી છે. કાં તો પાકિસ્તાને એકલા આ વિમાન ઊડાડીને રેડિએશનની તપાસ માટે મોકલ્યું, અથવા પાકિસ્તાન અને અમેરિકાએ સાથે મળીને આ તપાસ કરી હોય એવું પણ બને. ઈજિપ્તથી બોરોન ભરીને પ્લેન પાકિસ્તાનમાં આવ્યું?
સોશિયલ મીડિયા પર આ અમેરિકી વિમાનની ચર્ચા હતી ત્યાં કેટલાક લોકોએ ફ્લાઈટરડાર.કોમ નામની વેબસાઈટમાંથી શોધી કાઢ્યું કે, ઈજિપ્ત એર ફોર્સનું કાર્ગો પ્લેન ચીન થઈને પાકિસ્તાનમાં ઉતર્યું છે. આ વિમાન EGY1916 અંગે એવી ચર્ચા ચાલુ થઈ ગઈ કે પાકિસ્તાન અને અમેરિકાએ આને તરત મગાવ્યું છે અને તેમાં મિસ્ર (ઈજિપ્ત)થી બોરોન સાથે જોડાયેલા કમ્પાઉન્ડ મગાવાયા છે. મિસ્રમાં નીલ નદીમાંથી બોરોન મોટી માત્રામાં મળી આવે છે. જેનો ઉપયોગ ન્યુક્લિયર રેડિએશન પર કાબૂ મેળવવામાં કરવામાં આવે છે. બોરોન એક રાસાયણિક તત્વ છે. તે ક્રિસ્ટલ આકારમાં હોય છે ત્યારે તે ગ્રે કલરમાં હોય છે. બોરોનમાંથી બોરિક એસિડ બને છે. પાકિસ્તાન તરત જ પરમાણુ હુમલાની ધમકી કેમ આપવાનું શરૂ કરી દે છે?
ભારત અને પાકિસ્તાન બંનેએ 1998માં પરમાણુ પરીક્ષણો કર્યા હતા. 2003માં ભારતે પરમાણુ હુમલા માટે ‘નો ફર્સ્ટ યુઝ’ નીતિ અપનાવી હતી. એનો અર્થ એ કે ભારત પહેલો હુમલો નહીં કરે. એટલા માટે ભારતનું નેતૃત્વ ક્યારેય પરમાણુ હુમલાની ધમકી આપતું નથી. બીજી બાજુ, પાકિસ્તાન પાસે કોઈ પરમાણુ સિદ્ધાંત નથી. જો તક મળે તો તે વહેલા પણ પરમાણુ હુમલો કરી શકે છે. એટલા માટે તે પોતાનાં પરમાણુ શસ્ત્રોને હાઈ એલર્ટ પર રાખે છે. અમેરિકન થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝના રિસર્ચ એસોસિયેટ દિયા અષ્ટકાલાના મતે, પાકિસ્તાનનો ન્યૂક્લિયર પ્રોગ્રામ સંપૂર્ણપણે તેની લશ્કરી નબળાઈઓને છુપાવવા અને ભારત સાથે સ્પર્ધા કરવાનો છે. પાકિસ્તાનને લાગે છે કે જો યુદ્ધ થાય છે તો તે હારી શકે છે. એટલા માટે તે પરમાણુ ધમકીઓ આપીને ડરાવવાનો પ્રયાસ કરે છે. પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો પર આતંકવાદીઓનો કબજો
પાકિસ્તાનનો સ્ટ્રેટેજિક પ્લાન ડિપાર્ટમેન્ટ પરમાણુ શસ્ત્રોની સુરક્ષા અને દેખરેખનું ધ્યાન રાખે છે. પાકિસ્તાનમાં પરમાણુ સ્થળોએ લગભગ 9 હજાર વૈજ્ઞાનિકો કામ કરે છે. બે નિવૃત્ત પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિકો ઓસામા બિન લાદેનને મળ્યા હોવાના અહેવાલો હતા.
નવેમ્બર 2007માં એક આત્મઘાતી બોમ્બરે પાકિસ્તાની વાયુસેનાના બેઝ પર બસ અછડાવીને હુમલો કર્યો હતો, આ બસમાં પરમાણુ શસ્ત્રો હોવાની વાતો થઈ હતી.
ડિસેમ્બર 2007માં પાકિસ્તાનના કામરા એરબેઝ પર એક આત્મઘાતી હુમલો થયો હતો, આ હુમલો પરમાણુ શસ્ત્રોના કેટલાક ભાગોને વીણવા માટે કરાયો હતો. આતંકીઓ આ ભાગોમાંથી બીજા હથિયારો બનાવે છે.
2011 સુધી આતંકવાદીઓએ પાકિસ્તાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ સાથે સંબંધિત ઓછામાં ઓછાં 6 સ્થળને નિશાન બનાવ્યા છે. જો આતંકવાદીઓ પરમાણુ શસ્ત્રો મેળવવાની ખૂબ નજીક આવી જાય તો દુનિયા માટે જોખમ ઊભું થાય. છેલ્લે,
અમેરિકી પરમાણુ વૈજ્ઞાનિક જ્યોર્જ વાલ્ડે કહ્યું હતું કે, પરમાણુ શસ્ત્રો આપણને આતંકનું સંતુલન સિવાય બીજું કંઈ આપતા નથી અને આતંકનું સંતુલન પણ એક આતંક સમાન જ છે. સોમવારથી શુક્રવાર જોતા રહો એડિટર વ્યૂ….. નમસ્કાર…. (રિસર્ચ – યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *