નવી પેઢીના સ્ટાર કિડ્સમાં અનન્યા પાંડે અને સુહાના ખાન પછી, સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં, તેનો મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે જેમાં તે ગાયક ગુરુ રંધાવા સાથે જોવા મળી રહી છે. શનાયાનો મ્યુઝિક વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને બહુ પસંદ આવ્યો નથી. તે કહી રહ્યા છે કે ‘અનન્યા પાંડે શનાયા કરતાં વધુ સારી છે.’ શનાયાએ આ ગીત તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કર્યું છે. જ્યાં, તેને લોકો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેટલાક લોકો શનાયાને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની સરખામણી કેટરિના સાથે કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોએ શનાયાને સંપૂર્ણપણે નકલી ગણાવી છે. અનુરાગ ગુપ્તા લખે છે- ‘તને ડાન્સ પણ નથી આવડતો.’ આયેશા તસ્નીમ લખે છે – ‘શું આ કોઈ એક્સપ્રેશન કહેવાય?, મને ખબર નથી કેમ પણ તે એક્ટ્રેસ જેવી દેખાતી નથી. હવે હું અનન્યા પાંડેને ખૂબ માન આપવા માંગુ છું.’ મોહમ્મદ નામનો એક યુઝર લખે છે – ‘નેપોટિઝ્મ વધી રહ્યો છે.’ મોહિત આહુજા લખે છે- ‘એક યોગ્ય મોડેલ કાસ્ટ કરો.’ આ બનાવટી છે. કોઈ એક્સપ્રેશન નથી.’ નોંધનીય છે કે, શનાયા ઉપરાંત મોરોક્કન-અમેરિકન રેપર ફ્રેન્ચ મોન્ટાના પણ ગુરુ રંધાવાના મ્યુઝિક વીડિયો ‘વાઇબ’માં જોવા મળે છે. આ વીડિયો લાસ વેગાસમાં શૂટ કરવામાં આવ્યો હતો. 16 મેના રોજ રિલીઝ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં દસ મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત યુટ્યુબ ટ્રેન્ડિંગમાં પણ સામેલ છે. શનાયા કપૂરના ડેબ્યૂ વિશે વાત કરીએ તો, તે પહેલા ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘બેધડક’થી ડેબ્યૂ કરવાની હતી પરંતુ આ ફિલ્મ અધૂરી રહી ગઈ. હવે તે ટૂંક સમયમાં ફિલ્મ ‘આંખો કી ગુસ્તાખિયાં’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સામે વિક્રાંત મેસી જોવા મળશે.