P24 News Gujarat

પીએમ શાહબાઝે કહ્યું – ભારતે બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો:આર્મી ચીફે ફોન કરીને જણાવ્યું; નુરખાન એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું

પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે શુક્રવારે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતે 9 અને 10 મેની રાત્રે પાકિસ્તાન પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આર્મી ચીફ અસીમ મુનીરે તેમને રાત્રે 2:30 વાગ્યે ફોન કરીને જણાવ્યું હતું કે ભારતે નૂર ખાન બેઝ અને અન્ય સ્થળોએ બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. શરીફે દાવો કર્યો હતો કે પાકિસ્તાન વાયુસેનાએ સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દેશને બચાવ્યો. ચીન પાસેથી મળેલા જેટની આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ શરીફે પણ ભારત સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, તેમણે કહ્યું કે પાકિસ્તાન શાંતિ માટે ભારત સાથે વાત કરવા તૈયાર છે પરંતુ તેમાં કાશ્મીર મુદ્દો પણ સામેલ હોવો જોઈએ. ડેપ્યુટી પીએમએ સંસદમાં ફેક ન્યૂઝની કોપી બતાવી પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે શુક્રવારે સંસદમાં ટેલિગ્રાફ અખબારનું કટઆઉટ બતાવ્યું. આમાં તેમણે દાવો કર્યો હતો કે દુનિયાએ પાકિસ્તાની એરફોર્સની તાકાતનો સ્વીકાર કર્યો છે અને તેને ‘આકાશનો રાજા’ કહ્યો છે. ઇશાક ડારે ગર્વથી કહ્યું કે આ વાત તેઓ નહીં પણ આંતરરાષ્ટ્રીય મીડિયા કહી રહ્યું છે. જો કે, તેમના જુઠ્ઠાણાને પાકિસ્તાની અખબાર ડોન દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા હતા. અખબારે તેને ફેક ગણાવ્યું છે. ખરેખરમાં, ડારે બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના નકલી AI તસવીરને ટાંકીને પાકિસ્તાની એરફોર્સની પ્રશંસા કરી હતી. ટેલિગ્રાફના નકલી અને અસલી તસવીર જુઓ… PAKના પીએમએ કહ્યું- અમે ભારતનું અભિમાન ઉતારી દીધુ આ પહેલા, પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે બુધવારે પંજાબ પ્રાંતના સિયાલકોટ પસરુર છાવણીમાં પાકિસ્તાની જવાનોને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણે ભારતના અભિમાનને ધ્વસ્ત કરી નાખ્યું છે. ડોન ન્યૂઝ અનુસાર, પાકિસ્તાની પીએમએ કહ્યું કે દુશ્મન, જે આપણા કરતા મોટો છે, તેને એ વાતનો ગર્વ છે કે તેની પાસે અબજો ડોલરના લશ્કરી સાધનો છે. અમે તેને મોટો ઝટકો આપ્યો છે. આપણે યુદ્ધ અને શાંતિ બંને માટે તૈયાર છીએ. પસંદગી તમારી (ભારત) છે. શાહબાઝ શરીફે ભારતને સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સામે ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું- જો તમે અમારું પાણી બંધ કરશો, તો આ અમારી રેડ લાઈન છે. પાણી પર અમારો અધિકાર છે. અમારી સેના અમારા હકો માટે લડશે.

​પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે શુક્રવારે એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતે 9 અને 10 મેની રાત્રે પાકિસ્તાન પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આર્મી ચીફ અસીમ મુનીરે તેમને રાત્રે 2:30 વાગ્યે ફોન કરીને જણાવ્યું હતું કે ભારતે નૂર ખાન બેઝ અને અન્ય સ્થળોએ બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. શરીફે દાવો કર્યો હતો કે પાકિસ્તાન વાયુસેનાએ સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દેશને બચાવ્યો. ચીન પાસેથી મળેલા જેટની આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. અગાઉ શરીફે પણ ભારત સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, તેમણે કહ્યું કે પાકિસ્તાન શાંતિ માટે ભારત સાથે વાત કરવા તૈયાર છે પરંતુ તેમાં કાશ્મીર મુદ્દો પણ સામેલ હોવો જોઈએ. ડેપ્યુટી પીએમએ સંસદમાં ફેક ન્યૂઝની કોપી બતાવી પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે શુક્રવારે સંસદમાં ટેલિગ્રાફ અખબારનું કટઆઉટ બતાવ્યું. આમાં તેમણે દાવો કર્યો હતો કે દુનિયાએ પાકિસ્તાની એરફોર્સની તાકાતનો સ્વીકાર કર્યો છે અને તેને ‘આકાશનો રાજા’ કહ્યો છે. ઇશાક ડારે ગર્વથી કહ્યું કે આ વાત તેઓ નહીં પણ આંતરરાષ્ટ્રીય મીડિયા કહી રહ્યું છે. જો કે, તેમના જુઠ્ઠાણાને પાકિસ્તાની અખબાર ડોન દ્વારા ખુલ્લા પાડવામાં આવ્યા હતા. અખબારે તેને ફેક ગણાવ્યું છે. ખરેખરમાં, ડારે બ્રિટિશ અખબાર ધ ટેલિગ્રાફના નકલી AI તસવીરને ટાંકીને પાકિસ્તાની એરફોર્સની પ્રશંસા કરી હતી. ટેલિગ્રાફના નકલી અને અસલી તસવીર જુઓ… PAKના પીએમએ કહ્યું- અમે ભારતનું અભિમાન ઉતારી દીધુ આ પહેલા, પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે બુધવારે પંજાબ પ્રાંતના સિયાલકોટ પસરુર છાવણીમાં પાકિસ્તાની જવાનોને સંબોધન કર્યુ હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે આપણે ભારતના અભિમાનને ધ્વસ્ત કરી નાખ્યું છે. ડોન ન્યૂઝ અનુસાર, પાકિસ્તાની પીએમએ કહ્યું કે દુશ્મન, જે આપણા કરતા મોટો છે, તેને એ વાતનો ગર્વ છે કે તેની પાસે અબજો ડોલરના લશ્કરી સાધનો છે. અમે તેને મોટો ઝટકો આપ્યો છે. આપણે યુદ્ધ અને શાંતિ બંને માટે તૈયાર છીએ. પસંદગી તમારી (ભારત) છે. શાહબાઝ શરીફે ભારતને સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સામે ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું- જો તમે અમારું પાણી બંધ કરશો, તો આ અમારી રેડ લાઈન છે. પાણી પર અમારો અધિકાર છે. અમારી સેના અમારા હકો માટે લડશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *