શાહરુખ ખાન અને રાની મુખર્જીના ચાહકો માટે સારા સમાચાર છે. 19 વર્ષના વહાણા બાદ આ જોડી ફરી એકવાર પડદા પર સાથે જોવા મળશે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, રાની શાહરુખની ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો કેમિયો રોલ છે. એક્ટ્રેસે તેના રોલ માટે પાંચ દિવસ શૂટિંગ પણ કર્યું છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, રાની મુખર્જી આ ફિલ્મમાં સુહાના ખાનની માતાનો રોલ કરશે. એક મહિના પહેલા, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે દીપિકા સુહાનાની માતાની ભૂમિકા ભજવશે. તેનો કેમિયો રોલ પણ હશે. પરંતુ પિંકવિલાના અહેવાલ મુજબ, ‘કિંગ’માં દીપિકાની ભૂમિકા ફક્ત એક નાનકડી ભૂમિકા કરતાં વધુ છે. નોંધનીય છે કે, શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન ફિલ્મ ‘કિંગ’ દ્વારા થિયેટરમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત એક્શન થ્રિલર ‘કિંગ’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, જેકી શ્રોફ, સુહાના ખાન, અભય વર્મા, અરશદ વારસી અને જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં છે. સુહાના ખાનની સામે અભય વર્મા જોવા મળશે. બીજી તરફ શાહરુખ અને રાનીની ઓન-સ્ક્રીન જોડીની વાત કરીએ તો બંનેએ ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ અને ‘કભી અલવિદા ના કહેના’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. દર્શકોને બંનેની જોડી ખૂબ જ પસંદ આવી છે. ફિલ્મની વાત કરીએ તો, તેની વાર્તા સુજોય ઘોષ, સિદ્ધાર્થ આનંદ, સુરેશ નાયર અને સાગર પંડ્યાએ લખી છે. કિંગના સંવાદો અબ્બાસ ટાયરવાલાએ લખ્યા છે. આ ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને માર્ફ્લિક્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ,