એક્ટર સુનિલ શેટ્ટીની દીકરી અને એક્ટ્રેસ અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલના ઘરે થોડા સમય પહેલાં પારણું બંધાયું. ત્યારે પિતા સુનિલ શેટ્ટી દીકરીના સિઝેરિયનના બદલે નેચરલ ડિલિવરી કરાવવાના નિર્ણયની પ્રશંસા કરતા થાકી નથી રહ્યો. સુનિલ શેટ્ટીએ કહ્યું, ‘અથિયાની માતા માના શેટ્ટીના કારણે તેણી આટલા ગ્રેસ સાથે માતૃત્વ સંભાળી રહી છે.’ ચાલુ વર્ષે 24 માર્ચે અથિયા શેટ્ટી અને કે.એલ. રાહુલની દીકરી ઈવારાનો જન્મ થયો. જે અંગે બંનેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સારા સમાચાર આપ્યાં હતાં અને દીકરીને આશીર્વાદ ગણાવી હતી. દરમિયાન સુનિલ શેટ્ટીએ ન્યૂઝ18 શોશાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પોતાની દીકરીની માતા બનવાની સફર વિશે ખૂલીને વાત કરી. તેમજ દીકરીના નિર્ણય પ્રત્યે ગર્વ વ્યક્ત કર્યો. ‘અથિયાએ મારા પર ઊંડી અસર છોડી છે’- સુનિલ એક્ટરે કહ્યું, ‘અત્યારે જ્યારે દુનિયામાં દરેક વ્યક્તિ કમ્ફર્ટ માટે સિઝેરિયન દ્વારા બાળક ઈચ્છી રહ્યું છે, ત્યારે અથિયાએ તે કમ્ફર્ટ પસંદ કરવાને બદલે નેચરલ ડિલિવરી કરવાનું પસંદ કર્યું. મને યાદ છે કેવી રીતે હૉસ્પિટલના દરેક નર્સ અને પીડિયાટ્રિશિયન કહી રહ્યાં હતાં કે, જે રીતે તે આ આખી પ્રક્રિયામાંથી પસાર થઈ, એ અવિશ્વસનીય છે.’ અથિયાને આટલી સારી રીતે બધું સંભાળતા જોઈને સુનિલ શેટ્ટી પર ખૂબ ઊંડી અસર પડી છે. એક્ટરે કહ્યું, ‘એક પિતા તરીકે તેણે મારી પર ઊંડી અસર કરી. મને થયું કે, વાહ, તેણી તૈયાર છે. આ કરવા માટે અથિયા ખૂબ જ મજબૂત હતી.’ ‘માતા પાસેથી અથિયાએ આ શક્તિ મેળવી’- સુનિલ એક્ટરે માન્યું કે, અથિયા પાસે આ આંતરિક શક્તિ તેની માતા, માના શેટ્ટી પાસેથી આવી છે. તેણે કહ્યું, ‘અથિયાની માતા પોતે એક સશક્ત મહિલા છે અને અથિયા કદાચ આ બધું તેની માતા પાસેથી જ શીખી ગઈ હશે. અથિયાએ માતૃત્વનો સામનો એટલી શાંતિથી કર્યો છે કે, તે ક્યારેય એક ક્ષણ માટે પણ બદલાયેલી દેખાઈ નથી. તેણે ક્યારેય કોઈ પ્રકારનો તણાવ કે ચિંતા દેખાડી નથી કે પછી એવું નથી કહ્યું કે તે થાકી ગઈ છે.’ સુનિલે કહ્યું, ‘દરેક પિતા માટે તેની દીકરી નાનું બાળક હોય છે. મને પણ એવું જ હતું કે, તે માતૃત્વને કેવી રીતે સંભાળશે, પણ તે અદભુત છે! તેણે મને આશ્ચર્યચકિત કરી દીધો. હું દરરોજ માનાને કહું છું કે મને અથિયા પર કેટલો ગર્વ છે. તેણે જે રીતે તેના નવા જીવન સાથે અનુકૂલન સાધ્યું છે, પછી ભલે તે તેની ડિલિવરી હોય કે અન્ય કોઈ વસ્તુ, તેનાથી હંમેશા મને ગર્વ અનુભવ થાય છે.’ નાનાની ભૂમિકા અંગે સુનિલ જણાવે છે કે, ‘મારું ઈન્સ્ટાગ્રામ ફીડ બાળકોથી ભરેલું છે. હું દરરોજ અથિયાને ચાઈલ્ડ કેર અંગેની રીલ્સ મોકલું છું અને તે મને નાના-નાની અને પૌત્ર-પૌત્રી વચ્ચેના બોન્ડ અંગેની રીલ્સ મોકલે છે.’