સિંગર રાહુલ વૈદ્યએ અગાઉ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને તેને ચાહકોને જોકર ગણાવ્યા હતા. વિરાટ કોહલીએ એક્ટ્રેસ અવનીત કૌરનો ફોટો લાઈક કરવા અંગે સ્પષ્ટતા આપ્યા બાદ સિંગરે રમૂજી વીડિયો પોસ્ટ કરી ક્રિકેટર પર કટાક્ષ કર્યો હતો. ત્યારે હવે રાહુલે વિરાટ કોહલીનો આભાર માનતી એક સ્ટોરી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રાહુલે વિરાટની ‘ઓપરેશન સિંદૂર’વાળી પોસ્ટને શેર કરીને લખ્યું કે, ‘મને અનબ્લોક કરવા માટે તમારો આભાર વિરાટ કોહલી. ક્રિકેટમાં અત્યારસુધીમાં મેં જોયેલા સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છો અને તમે ભારતનું ગૌરવ છો. જય હિન્દ, ગોડ બ્લેસ યુ એન્ડ યોર ફેમિલી.’ આ લખાણની સાથે જ તેણે બે હાર્ટના ઈમોજી અને હગ કરતું ઈમોજી મૂક્યું. વિરાટ-અવનીત મામલો શું છે? વિરાટ કોહલીએ થોડા દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ અવનીત કૌરનો એક ફોટો લાઈક કર્યો હતો. જોકે, થોડા સમય બાદ જ વિરાટે તે લાઈક હટાવી લીધી હતી. પરંતુ વિરાટના આ લાઈકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. જેને કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. વાતનું વતેસર થતાં વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું, ‘હું સ્પષ્ટ કરવા માંગુ છું કે ફીડ ક્લિયર કરતી વખતે, અલ્ગોરિધમે ભૂલથી એક ઇન્ટરેક્શન નોંધ્યું છે. આ પાછળ મારો કોઈ ઈરાદો નહતો. હું તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને કોઈ બિનજરૂરી અફવાઓ ન ફેલાવો. સમજવા બદલ આભાર.’ રાહુલે રમુજી વીડિયો મૂકી કટાક્ષ કર્યો હતો આ વિવાદ અંગે સિંગર રાહુલ વૈદ્યએ ઇન્સ્ટાગ્રામ પર એક રમૂજી વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે વિરાટ કોહલી પર કટાક્ષ કરતા કહ્યું, ‘હું કહેવા માગું છું કે આજ પછી અલ્ગોરિધમ ઘણા બધા ફોટા લાઈક કરશે, જે મે લાઈક નથી કર્યા. તો જે પણ છોકરી હોય, કૃપા કરીને તેના પર પીઆર ન કરશો. આ મારી ભૂલ નથી, ઇન્સ્ટાગ્રામની ભૂલ છે.’ રાહુલ એટલેથી પણ ન અટક્યો, તેણે વિરાટનો મજાક ઉડાડતા બીજો એક વીડિયો મૂક્યો, જેમાં તેણે કહ્યું, ‘વિરાટ કોહલીએ મને બ્લોક કર્યો છે. તો આ પણ કદાચ ઇન્સ્ટાગ્રામની ભૂલ હોય. વિરાટ કોહલીએ મને બ્લોક નહીં કર્યો હોય. ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમે કહ્યું હશે કે હું તારા બદલે રાહુલ વૈદ્યને બ્લોક કરી દઉં છું.’ નોંધનીય છે કે, ડિસેમ્બર 2024માં રાહુલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, વિરાટ કોહલીએ તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો છે. તેને આજસુધી ખબર નથી પડી કે વિરાટે તેને કેમ બ્લોક કર્યો છે? વિરાટ અને તેના ફેન્સને જોકર કહ્યા હતા રાહુલના નિવેદન બાદ વિરાટ કોહલીના ચાહકો નારાજ થઈ ગયા હતા. તેમણે સિંગરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. પરિણામે રાહુલે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને લખ્યું હતું કે, ‘વિરાટ કોહલીના ફેન્સ તો વિરાટથી પણ મોટા જોકર છે.’