P24 News Gujarat

નિમરત કૌર 100 વખત રિજેક્ટ થઈ:11વર્ષે પિતા ગુમાવ્યા, બીમારીએ રમત-ગમત છીનવી, સ્ટેજ સાથે પ્રેમ થયો; ‘ધ લંચ બોક્સ’થી ઇન્ટરનેશનલ સ્ટાર બની

ફિલ્મ ‘ધ લંચ બોક્સ’માં સ્વર્ગસ્થ એક્ટર ઇરફાન ખાન સાથે એક નવો ચહેરો પડદા પર જોવા મળ્યો હતો. તે સરળ, મેકઅપ વગરના ચહેરાએ લોકોના મન પર છાપ છોડી હતી. હા, બહુ ઓછા લોકો જાણે છે કે લાખો લોકોના દિલમાં પ્રવેશતાં પહેલાં, તે ચહેરાએ 13 વર્ષ સુધી સતત મહેનત કરી હતી અને અનેક રિજેક્શનનો સામનો પણ કર્યો હતો. પણ એક ફિલ્મે ફિલ્મ ઉદ્યોગ તરફથી મળેલા રિજેક્શનના બધા જ ઘા રુઝાવી દીધા. ‘ધ લંચ બોક્સ’ થી તે ચહેરાને એટલી બધી ઓળખ મળી કે આજે તે ચહેરાના અભિનયની માગ ફક્ત બોલિવૂડમાં જ નહીં, પણ હોલિવૂડમાં પણ છે. આજની સક્સેસ સ્ટોરીમાં, નિમરત કૌર બોલિવૂડથી હોલિવૂડ સુધીની તેની સફર વિશે જણાવી રહી છે…. ‘કાશ્મીરમાં, મારા પિતાનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી’ ‘1994નું વર્ષ હતું, જ્યારે શિયાળાની રજાઓ દરમિયાન, મમ્મી અને અમારી બે બહેનો પપ્પાને મળવા કાશ્મીર ગઈ હતી. ત્યાં, એક દિવસ હિઝબુલના આતંકવાદીઓએ પપ્પાનું તેમના કાર્યસ્થળ પરથી અપહરણ કર્યું. પપ્પાને મુક્ત કરવાના બદલામાં, તેઓ કેટલાક આતંકવાદીઓને મુક્ત કરવા માગતા હતા. સાત દિવસ સુધી પપ્પાને ત્રાસ આપ્યા પછી, તેઓએ તેમને ગોળી મારી દીધી. તે સમયે હું ફક્ત 11 વર્ષની હતી.’ ‘મારા પિતાની ગેરહાજરીએ મારા જીવન પર ઊંડી અસર કરી આ ઉંમરનો એ તબક્કો છે જેમાં તમે ના તો નાના બાળક છો કે ન તો પરિપક્વ વ્યક્તિ. તે તબક્કામાં, મારે જીવનનું કડવું સત્ય સહન કરવું પડ્યું. મારા જીવનનો પાયો ત્યાંથી બદલાઈ ગયો. હું સમય પહેલાં પરિપક્વ થઈ ગઈ. મને ત્યારે ખ્યાલ નહોતો, પણ આજે જ્યારે હું તે સમય વિશે વિચારું છું ત્યારે મને ખ્યાલ આવે છે. માતા અમને બંને બહેનોને લઈને દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી’ આર્મી અને સિવિલિયન લાઇમાં ઘણો તફાવત હતો ‘મારા પિતા આર્મીમાં હતા, તેથી મારું સંપૂર્ણ બાળપણ કેન્ટોનમેન્ટમાં વિત્યું. નાના શહેરોની લશ્કરી છાવણીઓમાં ખૂબ જ સુંદર અને સલામત વાતાવરણ હતું. બધા ઘરોમાં એકસરખું ફર્નિચર હતું અને બાળકો પાસે એકસરખી સ્કૂલ બેગ હતી. ખરેખર, તે એક સરળ અને સાદું વાતાવરણ હતું. આર્મી એરિયાથી સિવિલિયન એરિયામાં આવવું એ મારા જીવનમાં એક મોટો ફેરફાર હતો. હું હંમેશા પંજાબ, કાશ્મીરના નાના શહેરોમાં રહેતી હતી.’ ‘ત્યાંથી દિલ્હી આવવું એ મારા માટે મોટી વાત હતી. તે સમય મુજબ, નોઈડા પણ મારા માટે ખૂબ મોટું શહેર હતું. સિવિલિયન એરિયામાં, લોકો અલગ હતા, તેમની જીવનશૈલી અલગ હતી, વાતાવરણ અલગ હતું. પપ્પા વગર જિંદગીએ એક અલગ જ વળાંક લીધો હતો. જીવન બદલાઈ ગયું હતું. હું દિલ્હીમાં 10 વર્ષ રહી અને પછી ત્યાંથી મુંબઈ આવી.’ ઓટો ઇમ્યુન બીમારીએ રમતગમતથી દૂર રાખી ‘જ્યારે હું 9 વર્ષની હતી, ત્યારે મને રુમેટિક હાર્ટ ફીવર નામની એક વિચિત્ર ઓટોઇમ્યુન સમસ્યા થઈ. આ કારણે હું એક વર્ષ સુધી કંઈ કરી શકી નહીં. હું લગભગ પથારીવશ હાલતમાં હતી. તે સમયે હું પટિયાલામાં અભ્યાસ કરતી હતી અને દોડવીર હતી. રુમેટિક હાર્ટ ફીવરને કારણે મારે મારું રમતગમતનું જીવન છોડવું પડ્યું. દોડવું મારો શોખ હતો, મેં તેને છોડી દીધો. મને સ્ટેજ ખૂબ જ ગમતું હતું.’ ‘હું શાળામાં અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હતી. હું હંમેશા ડિબેટ અને સ્કૂલ લેવલ પ્લેનો હિસ્સો બનતી. હું શરમાળ નહોતી. મને સ્ટેજ ગમતું કારણ કે મને લોકોની પ્રતિક્રિયાઓ જોવાની તક મળતી. અભ્યાસથી કંટાળી ગઈ પછી મોડેલિંગનો માર્ગ પસંદ કર્યો ‘કોલેજ પછી મને ભણવાની ઇચ્છા નહોતી. હું ભણીને કંટાળી ગઈ હતી. મને સમજાયું કે હવે મારે એવું કંઈક કરવું પડશે જેનાથી મને પૈસા મળે અને મારે ભણવાની જરૂર ન પડે. જ્યારે મેં મારી માતાને આ વાત કહી, ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. આર્મીનું વાતાવરણ છોડીને મોડેલિંગની દુનિયામાં મારા આવવા માટે મારી માતાને ડર હતો, પણ તેમને મારામાં ઘણો વિશ્વાસ હતો.તે જાણતી હતી કે આ છોકરી એ દુનિયામાં ખોવાઈ જશે નહીં. આ રીતે હું દિલ્હીથી મુંબઈ આવી. અહીં આવ્યા પછી મેં પહેલું કામ મારો પોર્ટફોલિયો બનાવવાનું કર્યું. મારો પોર્ટફોલિયો મારા કોઈ પરિચિત વ્યક્તિએ બનાવ્યો હતો, તેથી એ બનાવવામાં મારા પૈસા બચી ગયા.’ ‘હું એક સામાન્ય છોકરી હતી જેના પર બધાનું ધ્યાન પડતું નહોતું. મને ખબર નહોતી કે હું કેવી દેખાઉં છું. વાળમાં તેલ, લાંબો સ્કર્ટ અને ઉપર સુધી મોજાં પહેરતી.આ રીતે રહેતી હતી. બાળપણ એવું હતું કે મને મારા દેખાવ જેવી બાબતોની કોઈ સભાનતા નહોતી. સ્ટેજ પર શો કરવાનો છે, માધુરી દીક્ષિત બનવાનું છે, કપડાં બદલીને નાચવાનું છે. આ મારું સ્વપ્ન હતું, પણ મને ખબર નહોતી કે તેને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવું. આ એ સમય હતો જ્યારે ભારતમાં સૌંદર્ય સ્પર્ધાઓ ખૂબ જ લોકપ્રિય હતી. સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની. તે પણ લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. છતાં, હું શાહરુખ ખાનના ઇન્ટરવ્યૂ ખૂબ વાંચતી હતી. તેમના ઇન્ટરવ્યૂનો મારા પર ઊંડો પ્રભાવ પડ્યો. તેમનું દિલ્હી કનેક્શન હતું. આ બધી બાબતો એકસાથે આવતાં, મને લાગ્યું કે મને પણ તક મળી શકે છે.’ 100 ઓડિશન આપ્યાં, બધામાં રિજેક્શન મળ્યું ‘પોર્ટફોલિયો બનાવ્યા પછી, હું તેને જાતે પ્રોડક્શન હાઉસને આપતી હતી. મેં 90-100 ઓડિશન આપ્યાં, ત્યારે મને માંડ પહેલીવાર કામ મળ્યું. મારી પહેલી જાહેરાત એશિયન પેઇન્ટ્સ માટે હતી, જેનું શૂટિંગ શૂજિત સરકારે કર્યું હતું. કેમેરા પર મારો પહેલો અનુભવ ‘તેરા મેરા પ્યાર’ મ્યુઝિક વીડિયો હતો.’ ‘સોની મ્યુઝિકના કેટલાક સંગીતકારો લંડનથી આવ્યા હતા. તે નવી છોકરી શોધી રહ્યા હતા. મને આ વાતની જાણ થતાં જ મેં મારા એક કોમન ફ્રેન્ડ દ્વારા મારો પોર્ટફોલિયો મોકલ્યો અને મને તે મ્યુઝિક વીડીયો મળી ગયો. હું ખૂબ જ નસીબદાર હતી કે લોકોને મારું પહેલું કામ ખૂબ ગમ્યું. આજ સુધી, લોકો તે ગીતના દીવાના છે.’ સતત રિજેક્શનને કારણે આત્મવિશ્વાસ ડગી ગયો ‘મુંબઈમાં બધું સરળ નહોતું. ઘરથી દૂર હોવાથી, આસપાસ કોઈ પરિવાર ન હોવાથી, તે ખૂબ રડતી હતી. હું ઘરે પણ તેમની સાથે વાત કરી શકતી નહોતી, નહીં તો તેઓ મને પાછા આવવાનું કહેત. ઓડિશન આપતી વખતે ક્યારેક એવી પરિસ્થિતિ બનતી કે આખો દિવસ પસાર થઈ જતો અને મને ખાવાનું પણ મળતું નહીં. તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને પોતાનો મેક-અપ પણ જાતે કરતી હતી. એકવાર હું ઓડિશન માટે જઈ રહી હતી ત્યારે એક કાર ચાલકે મારા પર કાદવ ઉડાડ્યો. મેં કોઈક રીતે મારી જાતને સાફ કરી અને પછી ઓડિશન માટે ગઈ.’ ‘આટલા બધા રિજેક્શન પછી, મને પોતાની જાત પર શંકા થવા લાગી. મને વિચાર આવવા લાગ્યો કે શું હું જે રીતે દેખાઉં છું તે પૂરતું નથી? શું હું સ્ક્રીન પર આવવાને લાયક નથી? ક્યારેક તેઓ કહે છે કે તમે ખૂબ જ આધુનિક દેખાવશો. ક્યારેક તેઓ મને એમ કહીને નકારી કાઢતા કે હું ખૂબ જ ભારતીય દેખાઉં છું. આવી સ્થિતિમાં, હું સમજી શકતી ન હતી કે હું ક્યાં ફિટ થઈશ. રિજેક્શન જોઈને, હું મારા જીવનમાં શું કરી રહી છું તેની ચિંતા કરવા લાગી.’ થિયેટરમાં શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો ‘મુંબઈ આવ્યાનાં ચાર વર્ષમાં મેં ઘણી બધી જાહેરાત ફિલ્મો કરી હતી. શરૂઆતમાં, મને એટલું બધું કામ મળવા લાગ્યું કે મેં રસોડા અને ઘરનું ભાડું ભરવાનું શરૂ કર્યું. મારું બેંક બેલેન્સ વ્યવસ્થિત થઈ ગયું. મારે વધારે વિચારવાની જરૂર નહોતી. નિમરત તરીકે, મને ખબર હતી કે કેવી રીતે હસવું, શરમાવું અને આશ્ચર્યચકિત હાવભાવ આપવા. પણ એક એક્ટર તરીકે મને પંક્તિઓ વાંચવાની આવડતી નહોતી. મને ખબર નહોતી કે જુદા જુદા પાત્રો કેવી રીતે ભજવવા. મેં મુંબઈમાં થિયેટરમાં જવાનું શરૂ કર્યું. નાટક જોયા પછી, મને સમજાયું કે એક સારો અભિનેતા બનવા માટે, મારે તે લોકો સાથે કામ કરવું પડશે.’ ‘હું ખૂબ મોટા ડિરેક્ટર સુનીલ શાનબાગ પાસે ગઈ. તે સમયે તે કેટલાક સંગીત નાટકો બનાવી રહ્યાં હતાં. તેમણે મને પૂછ્યું, શું તને ગાવાનું આવડે છે? મેં હા પાડી. તેમણે મને રિહર્સલ માટે બોલાવી. મેં તે સંગીત નાટકમાં એક નાનો રોલ ભજવ્યો હતો. આ રીતે મારી રંગભૂમિ(થિયેટર)ની સફર શરૂ થઈ.’ ‘મારા આગામી નાટક માટે મને શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. થિયેટરમાં શ્રેષ્ઠ એક્ટ્રેસનો ટેગ મેળવવો એ ખૂબ મોટી વાત છે. આનાથી મારો આત્મવિશ્વાસ વધુ વધ્યો. મેં 5-6 વર્ષ સુધી ખૂબ જ થિયેટર કર્યું. હિન્દી, અંગ્રેજી, નાનાં અને મોટાં બધાં પ્રકારનાં નાટકો ભજવ્યાં. આ સાથે હું જાહેરાત ફિલ્મો પણ કરતી રહી. આજે, મેં મોટાભાગે થિયેટરમાંથી શીખ્યું છે.’ ‘ધ લંચ બોક્સ’ ફિલ્મે મારું જીવન બદલી નાખ્યું ‘આ ફિલ્મ કદાચ મારી ધીરજનું પરિણામ હતી. જ્યારે મને આ ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે મને ખબર નહોતી કે આ ફિલ્મમાં બીજું કોણ કામ કરી રહ્યું છે. મને વાર્તા ખૂબ ગમી અને મેં હા પાડી. ફિલ્મમાં મારો રોલ મલાડમાં માત્ર 9 દિવસમાં શૂટ થઈ ગયો. આ ફિલ્મ ખૂબ જ મર્યાદિત સંસાધનો અને બજેટ સાથે બનાવવામાં આવી છે. મારા વાળ અને મેકઅપ કરવા માટે પણ કોઈ નહોતું. હું બધું જાતે જ કરી રહી હતી.’ ‘હું પહેલી વાર ઇરફાન સરને એક રીડિંગ(સંવાદ વાંચવાના સેશન) પર મળી હતી. તે ખૂબ જ શાંત રહેતા હતા તેથી અમે વધારે વાત કરતા નહોતા. ફિલ્મના સેટ પર યોગ્ય મુલાકાત અને વાતચીત થઈ. ઇરફાનનું કામ જોઈને ઘણું શીખી. તેમનામાં એક જાદુ હતો. જ્યારે આ ફિલ્મ કાન્સમાં બતાવવામાં આવી ત્યારે લોકો પહેલેથી જ ઊઠીને જતા રહ્યા હતા. શું લોકોને ફિલ્મ પસંદ ન આવી? શું થયું હશે એ વિચારીને અમે બધા ડરી ગયા હતા.પછીથી અમને ખબર પડી કે લોકોને આ ફિલ્મ એટલી બધી ગમી કે તેઓ તે ફિલ્મના રાઇટ મેળવવા જતા હતા. ‘લંચ બોક્સ’ 175 દેશોમાં રિલીઝ થઈ હતી. ‘મને નજીકપણું અનુભવવું હતું તેથી હું કાશ્મીર પાછી ગઈ’ ‘ધ લંચ બોક્સ’ ફિલ્મ પછી હું કાશ્મીર ગઈ. કાન્સમાં મારી ફિલ્મને મળેલા પ્રતિસાદથી હું ખૂબ જ અભિભૂત થઈ ગઈ હતી. તે સમયે મને કાશ્મીર યાદ આવ્યું. મને લાગ્યું કે જો હું હવે ત્યાં જઈશ, તો હું પપ્પાને મારી થોડી નજીક અનુભવી શકીશ.’ ‘મારા પિતાના અવસાન પછી હું પહેલી વાર ત્યાં ગઈ હતી. 1994માં જ્યારે અમે તેમને ગુમાવ્યા, ત્યારે અમારી પાસે ક્લોઝર નહોતું. ઘટનાના દિવસે, મેં પપ્પાને ઑફિસ જતા જોયા અને તે પછી મેં સીધી તેમની શબપેટીને જોઈ. અમને સમજાયું નહીં કે અમને શું થયું?’ કાન્સ મે મહિનામાં હતો, હું જૂનમાં કાશ્મીર ગઈ હતી. હું તે ગામમાં ગઈ જ્યાં પપ્પાને ગોળી વાગી હતી. હું અમે જ્યાં રહેતા હતા તે કેન્ટોન્મેન્ટમાં ગઈ. પપ્પાના નામમાં એક વ્યૂ પોઈન્ટ છે, જ્યાંથી આખી કાશ્મીર ખીણનો પહેલો નજારો દેખાય છે. હું ત્યાં ગઈ. મેં એવી બધી જગ્યાઓની મુલાકાત લીધી જેની સાથે મારી યાદો જોડાયેલી હતી, અને આશા રાખી કે મને કંઈક નવું મળશે. મારા હૃદયમાં ગુસ્સો નહોતો, ફક્ત દુઃખ હતું.’ ‘આજે ગંગાનગરમાં તેમની પ્રતિમા સ્થાપિત છે. આ મારા પરિવારની દિલથી ઈચ્છા હતી. અમે ઘણાં વર્ષોથી આના પર કામ કરી રહ્યા છીએ. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું એવી સ્થિતિમાં છું જ્યાં આ શક્ય બન્યું છે. સેના અને નાગરિક વહીવટીતંત્રના સહયોગથી, પિતાના જન્મસ્થળ પર તેમની યાદમાં પ્રતિમા સ્થાપિત કરવાનું શક્ય બન્યું. આનાથી ત્યાંના લોકોને પ્રેરણા મળશે.’ ‘ધ લંચ બોક્સ’ ફિલ્મ મને હોલિવૂડ લઈ ગઈ ‘હું લંડનમાં મારી ફિલ્મ ‘ધ લંચ બોક્સ’નું પ્રમોશન કરી રહી હતી ત્યારે મને હોલિવૂડ સિરીઝ ‘હોમલેન્ડ’ માટે ઓડિશન માટે બોલાવવામાં આવી. મને ઓડિશન માટે એક ઇમેઇલ મળ્યો. મને એકદમ આશ્ચર્ય લાગ્યું. હું મુંબઈમાં એક નાની ફિલ્મ કરી રહી હતી અને ત્યાંથી મને સીધો એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ફોન આવ્યો. મને ખબર પણ નહોતી કે સિરીઝ એટલે શું?. મેં ‘હોમલેન્ડ’ જોઇ પણ નહોતી. મેં શૂટિંગ પહેલા એક જ દિવસમાં સિરીઝના ત્રણેય ભાગ જોઈ લીધા.’ ‘સ્ક્રીન ટેસ્ટમાં હું મારા પોતાના કપડાં મારી સાથે લઈ ગઈ હતી. હું આ સિરીઝમાં એક પાકિસ્તાની છોકરીની ભૂમિકા ભજવી રહી હતી. ‘ધ લંચ બોક્સ’માં હું ગૃહિણી હતી અને ‘હોમલેન્ડ’માં મારે સીધી ISI એજન્ટની ભૂમિકા ભજવવાની હતી. મેં તેમને સલાહ આપી કે પંજાબ બંને બાજુ છે, તેથી ત્યાં કંઈક સાંસ્કૃતિક મૂલ્ય હોવું જોઈએ. મને સિરીઝ માટે પંજાબી અને સ્કાર્ફનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો.’ ‘એરલિફ્ટ’ થી કમર્શિયલ ફિલ્મોનો સફળતાનો સ્વાદ ચાખ્યો ‘અત્યાર સુધી હું આર્ટ ફિલ્મો અને થિયેટર કરતી હતી. આ દરમિયાન, મને અક્ષય કુમાર સાથે કામ કરવાની તક મળી. ‘એરલિફ્ટ’ના નિર્માતા નિખિલ અડવાણી મને આ ફિલ્મ માટે ઇચ્છતા હતા. અક્ષય કુમાર સાથે કામ કરવું મારા માટે ખૂબ જ મોટી વાત હતી. જ્યારે હું તેમને પહેલી વાર સેટ પર મળી ત્યારે તેમની ફિલ્મોનાં ગીતો મારી સામે વાગી રહ્યાં હતાં. હું શાળામાં, જન્મદિવસની પાર્ટીઓમાં અને બીજી બધી જગ્યાએ તેમનાં ગીતો પર નાચતાં નાચતાં મોટી થઈ છું.’ ‘એરલિફ્ટ’ એક મોટી હિટ ફિલ્મ સાબિત થઈ, જેના કારણે તે કમર્શિયલી રીતે સફળ ફિલ્મ બની. ‘એરલિફ્ટ’ પૂરું થયું ત્યાં સુધીમાં મને ફરીથી બીજો એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મળ્યો. મેં અમેરિકી મિસ્ટ્રી સાયન્સ ફિક્શન ‘વેવર્ડ પાઇન્સ’ માં કામ કર્યું. ‘ધ ટેસ્ટ કેસ’ માટે ઘણું બલિદાન આપવું પડ્યું વર્ષ 2017 માં, મેં ‘ધ ટેસ્ટ કેસ’ વેબ સિરીઝ કરી, જે ભારતીય સેના પર આધારિત હતી. આ સિરીઝ મારા હૃદયની ખૂબ નજીક હતી. મેં આ માટે ખૂબ જ મહેનત કરી હતી. મેં 3 મહિના માટે વોર ટ્રેનિંગ લીધી હતી. મેં ખાંડ, કેફીન, કાર્બોહાઇડ્રેટ્સ, બધું જ છોડી દીધું. મેં શારીરિક રીતે એટલી મહેનત કરી કે થોડા સમય પછી મને એવું લાગવા લાગ્યું કે હું આર્મી કમાન્ડો છું. આ સિરીઝ અને યુનિફોર્મ મને મારા પિતાની યાદ અપાવે છે, તેથી મેં સિરીઝનો પોશાક મારી પાસે રાખ્યો છે. ક્લાઇમેક્સ એટલો મુશ્કેલ હતો કે હું બેહોશ થઈ ગઈ હતી.’ ‘હું બોરીવલીના નેશનલ પાર્કમાં એક એક્શન સીન શૂટ કરી રહી હતી અને ત્યાં ખૂબ જ ગરમી હતી. મને ડિહાઇડ્રેટેડ થઈ ગયું અને મારું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ ગયું. આ સિરીઝની અસર છોકરીઓ પર ઘણી ભારે રહી છે. આજે પણ, જ્યારે હું એરપોર્ટ સુરક્ષામાંથી પસાર થાઉં છું, ત્યારે ઘણી વાર CRPF છોકરીઓ મને કહે છે કે તેઓ આ સિરીઝ જોયા પછી ફોર્સમાં જોડાઈ હતી.’ ‘દસવી’ ફિલ્મ માટે 15 કિલો વજન વધાર્યું ‘ધ ટેસ્ટ કેસ’ સિરીઝ પછી, મેં અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘દસવી’ માં કામ કર્યું. ફિલ્મ માટે મારે 15 કિલો વજન વધારવું પડ્યું. ‘દસવી’ કોવિડ પહેલા શૂટ થઈ રહી હતી, પછી કોવિડ આવ્યો. લોકડાઉન લાગુ થયું ત્યારે મારી પાસે ફક્ત બે દિવસ કામ બાકી હતું. મારે લાંબા સમય સુધી 15 કિલો વજન જાળવી રાખવું પડ્યું કારણ કે મારું શૂટિંગ બાકી હતું. એ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. પછી મેં ‘સ્કૂલ ઓફ લાઇઝ’ અને પછી અમેરિકન સિરીઝ ‘ફાઉન્ડેશન’ પણ કરી. આ વર્ષે, મારી ફિલ્મ ‘સ્કાયફોર્સ’ અને સિરીઝ ‘કુલ – ધ લેગસી ઓફ રાયસિંધ્સ’ રિલીઝ થઈ છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ટૂંક સમયમાં હું અમિતાભ બચ્ચન સાથે ‘સેક્શન-84’માં પણ જોવા મળીશ.

​ફિલ્મ ‘ધ લંચ બોક્સ’માં સ્વર્ગસ્થ એક્ટર ઇરફાન ખાન સાથે એક નવો ચહેરો પડદા પર જોવા મળ્યો હતો. તે સરળ, મેકઅપ વગરના ચહેરાએ લોકોના મન પર છાપ છોડી હતી. હા, બહુ ઓછા લોકો જાણે છે કે લાખો લોકોના દિલમાં પ્રવેશતાં પહેલાં, તે ચહેરાએ 13 વર્ષ સુધી સતત મહેનત કરી હતી અને અનેક રિજેક્શનનો સામનો પણ કર્યો હતો. પણ એક ફિલ્મે ફિલ્મ ઉદ્યોગ તરફથી મળેલા રિજેક્શનના બધા જ ઘા રુઝાવી દીધા. ‘ધ લંચ બોક્સ’ થી તે ચહેરાને એટલી બધી ઓળખ મળી કે આજે તે ચહેરાના અભિનયની માગ ફક્ત બોલિવૂડમાં જ નહીં, પણ હોલિવૂડમાં પણ છે. આજની સક્સેસ સ્ટોરીમાં, નિમરત કૌર બોલિવૂડથી હોલિવૂડ સુધીની તેની સફર વિશે જણાવી રહી છે…. ‘કાશ્મીરમાં, મારા પિતાનું આતંકવાદીઓ દ્વારા અપહરણ કરીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી’ ‘1994નું વર્ષ હતું, જ્યારે શિયાળાની રજાઓ દરમિયાન, મમ્મી અને અમારી બે બહેનો પપ્પાને મળવા કાશ્મીર ગઈ હતી. ત્યાં, એક દિવસ હિઝબુલના આતંકવાદીઓએ પપ્પાનું તેમના કાર્યસ્થળ પરથી અપહરણ કર્યું. પપ્પાને મુક્ત કરવાના બદલામાં, તેઓ કેટલાક આતંકવાદીઓને મુક્ત કરવા માગતા હતા. સાત દિવસ સુધી પપ્પાને ત્રાસ આપ્યા પછી, તેઓએ તેમને ગોળી મારી દીધી. તે સમયે હું ફક્ત 11 વર્ષની હતી.’ ‘મારા પિતાની ગેરહાજરીએ મારા જીવન પર ઊંડી અસર કરી આ ઉંમરનો એ તબક્કો છે જેમાં તમે ના તો નાના બાળક છો કે ન તો પરિપક્વ વ્યક્તિ. તે તબક્કામાં, મારે જીવનનું કડવું સત્ય સહન કરવું પડ્યું. મારા જીવનનો પાયો ત્યાંથી બદલાઈ ગયો. હું સમય પહેલાં પરિપક્વ થઈ ગઈ. મને ત્યારે ખ્યાલ નહોતો, પણ આજે જ્યારે હું તે સમય વિશે વિચારું છું ત્યારે મને ખ્યાલ આવે છે. માતા અમને બંને બહેનોને લઈને દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી’ આર્મી અને સિવિલિયન લાઇમાં ઘણો તફાવત હતો ‘મારા પિતા આર્મીમાં હતા, તેથી મારું સંપૂર્ણ બાળપણ કેન્ટોનમેન્ટમાં વિત્યું. નાના શહેરોની લશ્કરી છાવણીઓમાં ખૂબ જ સુંદર અને સલામત વાતાવરણ હતું. બધા ઘરોમાં એકસરખું ફર્નિચર હતું અને બાળકો પાસે એકસરખી સ્કૂલ બેગ હતી. ખરેખર, તે એક સરળ અને સાદું વાતાવરણ હતું. આર્મી એરિયાથી સિવિલિયન એરિયામાં આવવું એ મારા જીવનમાં એક મોટો ફેરફાર હતો. હું હંમેશા પંજાબ, કાશ્મીરના નાના શહેરોમાં રહેતી હતી.’ ‘ત્યાંથી દિલ્હી આવવું એ મારા માટે મોટી વાત હતી. તે સમય મુજબ, નોઈડા પણ મારા માટે ખૂબ મોટું શહેર હતું. સિવિલિયન એરિયામાં, લોકો અલગ હતા, તેમની જીવનશૈલી અલગ હતી, વાતાવરણ અલગ હતું. પપ્પા વગર જિંદગીએ એક અલગ જ વળાંક લીધો હતો. જીવન બદલાઈ ગયું હતું. હું દિલ્હીમાં 10 વર્ષ રહી અને પછી ત્યાંથી મુંબઈ આવી.’ ઓટો ઇમ્યુન બીમારીએ રમતગમતથી દૂર રાખી ‘જ્યારે હું 9 વર્ષની હતી, ત્યારે મને રુમેટિક હાર્ટ ફીવર નામની એક વિચિત્ર ઓટોઇમ્યુન સમસ્યા થઈ. આ કારણે હું એક વર્ષ સુધી કંઈ કરી શકી નહીં. હું લગભગ પથારીવશ હાલતમાં હતી. તે સમયે હું પટિયાલામાં અભ્યાસ કરતી હતી અને દોડવીર હતી. રુમેટિક હાર્ટ ફીવરને કારણે મારે મારું રમતગમતનું જીવન છોડવું પડ્યું. દોડવું મારો શોખ હતો, મેં તેને છોડી દીધો. મને સ્ટેજ ખૂબ જ ગમતું હતું.’ ‘હું શાળામાં અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતી હતી. હું હંમેશા ડિબેટ અને સ્કૂલ લેવલ પ્લેનો હિસ્સો બનતી. હું શરમાળ નહોતી. મને સ્ટેજ ગમતું કારણ કે મને લોકોની પ્રતિક્રિયાઓ જોવાની તક મળતી. અભ્યાસથી કંટાળી ગઈ પછી મોડેલિંગનો માર્ગ પસંદ કર્યો ‘કોલેજ પછી મને ભણવાની ઇચ્છા નહોતી. હું ભણીને કંટાળી ગઈ હતી. મને સમજાયું કે હવે મારે એવું કંઈક કરવું પડશે જેનાથી મને પૈસા મળે અને મારે ભણવાની જરૂર ન પડે. જ્યારે મેં મારી માતાને આ વાત કહી, ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. આર્મીનું વાતાવરણ છોડીને મોડેલિંગની દુનિયામાં મારા આવવા માટે મારી માતાને ડર હતો, પણ તેમને મારામાં ઘણો વિશ્વાસ હતો.તે જાણતી હતી કે આ છોકરી એ દુનિયામાં ખોવાઈ જશે નહીં. આ રીતે હું દિલ્હીથી મુંબઈ આવી. અહીં આવ્યા પછી મેં પહેલું કામ મારો પોર્ટફોલિયો બનાવવાનું કર્યું. મારો પોર્ટફોલિયો મારા કોઈ પરિચિત વ્યક્તિએ બનાવ્યો હતો, તેથી એ બનાવવામાં મારા પૈસા બચી ગયા.’ ‘હું એક સામાન્ય છોકરી હતી જેના પર બધાનું ધ્યાન પડતું નહોતું. મને ખબર નહોતી કે હું કેવી દેખાઉં છું. વાળમાં તેલ, લાંબો સ્કર્ટ અને ઉપર સુધી મોજાં પહેરતી.આ રીતે રહેતી હતી. બાળપણ એવું હતું કે મને મારા દેખાવ જેવી બાબતોની કોઈ સભાનતા નહોતી. સ્ટેજ પર શો કરવાનો છે, માધુરી દીક્ષિત બનવાનું છે, કપડાં બદલીને નાચવાનું છે. આ મારું સ્વપ્ન હતું, પણ મને ખબર નહોતી કે તેને વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવવું. આ એ સમય હતો જ્યારે ભારતમાં સૌંદર્ય સ્પર્ધાઓ ખૂબ જ લોકપ્રિય હતી. સુષ્મિતા સેન મિસ યુનિવર્સ બની. તે પણ લશ્કરી પૃષ્ઠભૂમિમાંથી આવે છે. છતાં, હું શાહરુખ ખાનના ઇન્ટરવ્યૂ ખૂબ વાંચતી હતી. તેમના ઇન્ટરવ્યૂનો મારા પર ઊંડો પ્રભાવ પડ્યો. તેમનું દિલ્હી કનેક્શન હતું. આ બધી બાબતો એકસાથે આવતાં, મને લાગ્યું કે મને પણ તક મળી શકે છે.’ 100 ઓડિશન આપ્યાં, બધામાં રિજેક્શન મળ્યું ‘પોર્ટફોલિયો બનાવ્યા પછી, હું તેને જાતે પ્રોડક્શન હાઉસને આપતી હતી. મેં 90-100 ઓડિશન આપ્યાં, ત્યારે મને માંડ પહેલીવાર કામ મળ્યું. મારી પહેલી જાહેરાત એશિયન પેઇન્ટ્સ માટે હતી, જેનું શૂટિંગ શૂજિત સરકારે કર્યું હતું. કેમેરા પર મારો પહેલો અનુભવ ‘તેરા મેરા પ્યાર’ મ્યુઝિક વીડિયો હતો.’ ‘સોની મ્યુઝિકના કેટલાક સંગીતકારો લંડનથી આવ્યા હતા. તે નવી છોકરી શોધી રહ્યા હતા. મને આ વાતની જાણ થતાં જ મેં મારા એક કોમન ફ્રેન્ડ દ્વારા મારો પોર્ટફોલિયો મોકલ્યો અને મને તે મ્યુઝિક વીડીયો મળી ગયો. હું ખૂબ જ નસીબદાર હતી કે લોકોને મારું પહેલું કામ ખૂબ ગમ્યું. આજ સુધી, લોકો તે ગીતના દીવાના છે.’ સતત રિજેક્શનને કારણે આત્મવિશ્વાસ ડગી ગયો ‘મુંબઈમાં બધું સરળ નહોતું. ઘરથી દૂર હોવાથી, આસપાસ કોઈ પરિવાર ન હોવાથી, તે ખૂબ રડતી હતી. હું ઘરે પણ તેમની સાથે વાત કરી શકતી નહોતી, નહીં તો તેઓ મને પાછા આવવાનું કહેત. ઓડિશન આપતી વખતે ક્યારેક એવી પરિસ્થિતિ બનતી કે આખો દિવસ પસાર થઈ જતો અને મને ખાવાનું પણ મળતું નહીં. તે ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને પોતાનો મેક-અપ પણ જાતે કરતી હતી. એકવાર હું ઓડિશન માટે જઈ રહી હતી ત્યારે એક કાર ચાલકે મારા પર કાદવ ઉડાડ્યો. મેં કોઈક રીતે મારી જાતને સાફ કરી અને પછી ઓડિશન માટે ગઈ.’ ‘આટલા બધા રિજેક્શન પછી, મને પોતાની જાત પર શંકા થવા લાગી. મને વિચાર આવવા લાગ્યો કે શું હું જે રીતે દેખાઉં છું તે પૂરતું નથી? શું હું સ્ક્રીન પર આવવાને લાયક નથી? ક્યારેક તેઓ કહે છે કે તમે ખૂબ જ આધુનિક દેખાવશો. ક્યારેક તેઓ મને એમ કહીને નકારી કાઢતા કે હું ખૂબ જ ભારતીય દેખાઉં છું. આવી સ્થિતિમાં, હું સમજી શકતી ન હતી કે હું ક્યાં ફિટ થઈશ. રિજેક્શન જોઈને, હું મારા જીવનમાં શું કરી રહી છું તેની ચિંતા કરવા લાગી.’ થિયેટરમાં શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો ‘મુંબઈ આવ્યાનાં ચાર વર્ષમાં મેં ઘણી બધી જાહેરાત ફિલ્મો કરી હતી. શરૂઆતમાં, મને એટલું બધું કામ મળવા લાગ્યું કે મેં રસોડા અને ઘરનું ભાડું ભરવાનું શરૂ કર્યું. મારું બેંક બેલેન્સ વ્યવસ્થિત થઈ ગયું. મારે વધારે વિચારવાની જરૂર નહોતી. નિમરત તરીકે, મને ખબર હતી કે કેવી રીતે હસવું, શરમાવું અને આશ્ચર્યચકિત હાવભાવ આપવા. પણ એક એક્ટર તરીકે મને પંક્તિઓ વાંચવાની આવડતી નહોતી. મને ખબર નહોતી કે જુદા જુદા પાત્રો કેવી રીતે ભજવવા. મેં મુંબઈમાં થિયેટરમાં જવાનું શરૂ કર્યું. નાટક જોયા પછી, મને સમજાયું કે એક સારો અભિનેતા બનવા માટે, મારે તે લોકો સાથે કામ કરવું પડશે.’ ‘હું ખૂબ મોટા ડિરેક્ટર સુનીલ શાનબાગ પાસે ગઈ. તે સમયે તે કેટલાક સંગીત નાટકો બનાવી રહ્યાં હતાં. તેમણે મને પૂછ્યું, શું તને ગાવાનું આવડે છે? મેં હા પાડી. તેમણે મને રિહર્સલ માટે બોલાવી. મેં તે સંગીત નાટકમાં એક નાનો રોલ ભજવ્યો હતો. આ રીતે મારી રંગભૂમિ(થિયેટર)ની સફર શરૂ થઈ.’ ‘મારા આગામી નાટક માટે મને શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. થિયેટરમાં શ્રેષ્ઠ એક્ટ્રેસનો ટેગ મેળવવો એ ખૂબ મોટી વાત છે. આનાથી મારો આત્મવિશ્વાસ વધુ વધ્યો. મેં 5-6 વર્ષ સુધી ખૂબ જ થિયેટર કર્યું. હિન્દી, અંગ્રેજી, નાનાં અને મોટાં બધાં પ્રકારનાં નાટકો ભજવ્યાં. આ સાથે હું જાહેરાત ફિલ્મો પણ કરતી રહી. આજે, મેં મોટાભાગે થિયેટરમાંથી શીખ્યું છે.’ ‘ધ લંચ બોક્સ’ ફિલ્મે મારું જીવન બદલી નાખ્યું ‘આ ફિલ્મ કદાચ મારી ધીરજનું પરિણામ હતી. જ્યારે મને આ ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે મને ખબર નહોતી કે આ ફિલ્મમાં બીજું કોણ કામ કરી રહ્યું છે. મને વાર્તા ખૂબ ગમી અને મેં હા પાડી. ફિલ્મમાં મારો રોલ મલાડમાં માત્ર 9 દિવસમાં શૂટ થઈ ગયો. આ ફિલ્મ ખૂબ જ મર્યાદિત સંસાધનો અને બજેટ સાથે બનાવવામાં આવી છે. મારા વાળ અને મેકઅપ કરવા માટે પણ કોઈ નહોતું. હું બધું જાતે જ કરી રહી હતી.’ ‘હું પહેલી વાર ઇરફાન સરને એક રીડિંગ(સંવાદ વાંચવાના સેશન) પર મળી હતી. તે ખૂબ જ શાંત રહેતા હતા તેથી અમે વધારે વાત કરતા નહોતા. ફિલ્મના સેટ પર યોગ્ય મુલાકાત અને વાતચીત થઈ. ઇરફાનનું કામ જોઈને ઘણું શીખી. તેમનામાં એક જાદુ હતો. જ્યારે આ ફિલ્મ કાન્સમાં બતાવવામાં આવી ત્યારે લોકો પહેલેથી જ ઊઠીને જતા રહ્યા હતા. શું લોકોને ફિલ્મ પસંદ ન આવી? શું થયું હશે એ વિચારીને અમે બધા ડરી ગયા હતા.પછીથી અમને ખબર પડી કે લોકોને આ ફિલ્મ એટલી બધી ગમી કે તેઓ તે ફિલ્મના રાઇટ મેળવવા જતા હતા. ‘લંચ બોક્સ’ 175 દેશોમાં રિલીઝ થઈ હતી. ‘મને નજીકપણું અનુભવવું હતું તેથી હું કાશ્મીર પાછી ગઈ’ ‘ધ લંચ બોક્સ’ ફિલ્મ પછી હું કાશ્મીર ગઈ. કાન્સમાં મારી ફિલ્મને મળેલા પ્રતિસાદથી હું ખૂબ જ અભિભૂત થઈ ગઈ હતી. તે સમયે મને કાશ્મીર યાદ આવ્યું. મને લાગ્યું કે જો હું હવે ત્યાં જઈશ, તો હું પપ્પાને મારી થોડી નજીક અનુભવી શકીશ.’ ‘મારા પિતાના અવસાન પછી હું પહેલી વાર ત્યાં ગઈ હતી. 1994માં જ્યારે અમે તેમને ગુમાવ્યા, ત્યારે અમારી પાસે ક્લોઝર નહોતું. ઘટનાના દિવસે, મેં પપ્પાને ઑફિસ જતા જોયા અને તે પછી મેં સીધી તેમની શબપેટીને જોઈ. અમને સમજાયું નહીં કે અમને શું થયું?’ કાન્સ મે મહિનામાં હતો, હું જૂનમાં કાશ્મીર ગઈ હતી. હું તે ગામમાં ગઈ જ્યાં પપ્પાને ગોળી વાગી હતી. હું અમે જ્યાં રહેતા હતા તે કેન્ટોન્મેન્ટમાં ગઈ. પપ્પાના નામમાં એક વ્યૂ પોઈન્ટ છે, જ્યાંથી આખી કાશ્મીર ખીણનો પહેલો નજારો દેખાય છે. હું ત્યાં ગઈ. મેં એવી બધી જગ્યાઓની મુલાકાત લીધી જેની સાથે મારી યાદો જોડાયેલી હતી, અને આશા રાખી કે મને કંઈક નવું મળશે. મારા હૃદયમાં ગુસ્સો નહોતો, ફક્ત દુઃખ હતું.’ ‘આજે ગંગાનગરમાં તેમની પ્રતિમા સ્થાપિત છે. આ મારા પરિવારની દિલથી ઈચ્છા હતી. અમે ઘણાં વર્ષોથી આના પર કામ કરી રહ્યા છીએ. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું એવી સ્થિતિમાં છું જ્યાં આ શક્ય બન્યું છે. સેના અને નાગરિક વહીવટીતંત્રના સહયોગથી, પિતાના જન્મસ્થળ પર તેમની યાદમાં પ્રતિમા સ્થાપિત કરવાનું શક્ય બન્યું. આનાથી ત્યાંના લોકોને પ્રેરણા મળશે.’ ‘ધ લંચ બોક્સ’ ફિલ્મ મને હોલિવૂડ લઈ ગઈ ‘હું લંડનમાં મારી ફિલ્મ ‘ધ લંચ બોક્સ’નું પ્રમોશન કરી રહી હતી ત્યારે મને હોલિવૂડ સિરીઝ ‘હોમલેન્ડ’ માટે ઓડિશન માટે બોલાવવામાં આવી. મને ઓડિશન માટે એક ઇમેઇલ મળ્યો. મને એકદમ આશ્ચર્ય લાગ્યું. હું મુંબઈમાં એક નાની ફિલ્મ કરી રહી હતી અને ત્યાંથી મને સીધો એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે ફોન આવ્યો. મને ખબર પણ નહોતી કે સિરીઝ એટલે શું?. મેં ‘હોમલેન્ડ’ જોઇ પણ નહોતી. મેં શૂટિંગ પહેલા એક જ દિવસમાં સિરીઝના ત્રણેય ભાગ જોઈ લીધા.’ ‘સ્ક્રીન ટેસ્ટમાં હું મારા પોતાના કપડાં મારી સાથે લઈ ગઈ હતી. હું આ સિરીઝમાં એક પાકિસ્તાની છોકરીની ભૂમિકા ભજવી રહી હતી. ‘ધ લંચ બોક્સ’માં હું ગૃહિણી હતી અને ‘હોમલેન્ડ’માં મારે સીધી ISI એજન્ટની ભૂમિકા ભજવવાની હતી. મેં તેમને સલાહ આપી કે પંજાબ બંને બાજુ છે, તેથી ત્યાં કંઈક સાંસ્કૃતિક મૂલ્ય હોવું જોઈએ. મને સિરીઝ માટે પંજાબી અને સ્કાર્ફનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો.’ ‘એરલિફ્ટ’ થી કમર્શિયલ ફિલ્મોનો સફળતાનો સ્વાદ ચાખ્યો ‘અત્યાર સુધી હું આર્ટ ફિલ્મો અને થિયેટર કરતી હતી. આ દરમિયાન, મને અક્ષય કુમાર સાથે કામ કરવાની તક મળી. ‘એરલિફ્ટ’ના નિર્માતા નિખિલ અડવાણી મને આ ફિલ્મ માટે ઇચ્છતા હતા. અક્ષય કુમાર સાથે કામ કરવું મારા માટે ખૂબ જ મોટી વાત હતી. જ્યારે હું તેમને પહેલી વાર સેટ પર મળી ત્યારે તેમની ફિલ્મોનાં ગીતો મારી સામે વાગી રહ્યાં હતાં. હું શાળામાં, જન્મદિવસની પાર્ટીઓમાં અને બીજી બધી જગ્યાએ તેમનાં ગીતો પર નાચતાં નાચતાં મોટી થઈ છું.’ ‘એરલિફ્ટ’ એક મોટી હિટ ફિલ્મ સાબિત થઈ, જેના કારણે તે કમર્શિયલી રીતે સફળ ફિલ્મ બની. ‘એરલિફ્ટ’ પૂરું થયું ત્યાં સુધીમાં મને ફરીથી બીજો એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મળ્યો. મેં અમેરિકી મિસ્ટ્રી સાયન્સ ફિક્શન ‘વેવર્ડ પાઇન્સ’ માં કામ કર્યું. ‘ધ ટેસ્ટ કેસ’ માટે ઘણું બલિદાન આપવું પડ્યું વર્ષ 2017 માં, મેં ‘ધ ટેસ્ટ કેસ’ વેબ સિરીઝ કરી, જે ભારતીય સેના પર આધારિત હતી. આ સિરીઝ મારા હૃદયની ખૂબ નજીક હતી. મેં આ માટે ખૂબ જ મહેનત કરી હતી. મેં 3 મહિના માટે વોર ટ્રેનિંગ લીધી હતી. મેં ખાંડ, કેફીન, કાર્બોહાઇડ્રેટ્સ, બધું જ છોડી દીધું. મેં શારીરિક રીતે એટલી મહેનત કરી કે થોડા સમય પછી મને એવું લાગવા લાગ્યું કે હું આર્મી કમાન્ડો છું. આ સિરીઝ અને યુનિફોર્મ મને મારા પિતાની યાદ અપાવે છે, તેથી મેં સિરીઝનો પોશાક મારી પાસે રાખ્યો છે. ક્લાઇમેક્સ એટલો મુશ્કેલ હતો કે હું બેહોશ થઈ ગઈ હતી.’ ‘હું બોરીવલીના નેશનલ પાર્કમાં એક એક્શન સીન શૂટ કરી રહી હતી અને ત્યાં ખૂબ જ ગરમી હતી. મને ડિહાઇડ્રેટેડ થઈ ગયું અને મારું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ ગયું. આ સિરીઝની અસર છોકરીઓ પર ઘણી ભારે રહી છે. આજે પણ, જ્યારે હું એરપોર્ટ સુરક્ષામાંથી પસાર થાઉં છું, ત્યારે ઘણી વાર CRPF છોકરીઓ મને કહે છે કે તેઓ આ સિરીઝ જોયા પછી ફોર્સમાં જોડાઈ હતી.’ ‘દસવી’ ફિલ્મ માટે 15 કિલો વજન વધાર્યું ‘ધ ટેસ્ટ કેસ’ સિરીઝ પછી, મેં અભિષેક બચ્ચન સાથે ફિલ્મ ‘દસવી’ માં કામ કર્યું. ફિલ્મ માટે મારે 15 કિલો વજન વધારવું પડ્યું. ‘દસવી’ કોવિડ પહેલા શૂટ થઈ રહી હતી, પછી કોવિડ આવ્યો. લોકડાઉન લાગુ થયું ત્યારે મારી પાસે ફક્ત બે દિવસ કામ બાકી હતું. મારે લાંબા સમય સુધી 15 કિલો વજન જાળવી રાખવું પડ્યું કારણ કે મારું શૂટિંગ બાકી હતું. એ સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. પછી મેં ‘સ્કૂલ ઓફ લાઇઝ’ અને પછી અમેરિકન સિરીઝ ‘ફાઉન્ડેશન’ પણ કરી. આ વર્ષે, મારી ફિલ્મ ‘સ્કાયફોર્સ’ અને સિરીઝ ‘કુલ – ધ લેગસી ઓફ રાયસિંધ્સ’ રિલીઝ થઈ છે, જેને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. ટૂંક સમયમાં હું અમિતાભ બચ્ચન સાથે ‘સેક્શન-84’માં પણ જોવા મળીશ. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *