P24 News Gujarat

ઓપરેશન સિંદૂર- 59 સભ્યોનું ડેલિગેશન પાકિસ્તાનની પોલ ખોલશે:આમાં 51 સાંસદો-નેતાઓ, 8 રાજદૂત સામેલ, 33 દેશોની મુલાકાત લેશે; થરૂરને અમેરિકા જનાર ગ્રુપની કમાન સોંપવામાં આવી

કેન્દ્ર સરકારે શનિવારે મોડી રાત્રે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી છે. તેમાં 51 નેતાઓ અને 8 રાજદૂત સામેલ છે. NDAના 31 અને અન્ય પક્ષોના 20 છે, જેમાં કોંગ્રેસના 3 નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ડેલિગેશન વિશ્વના મુખ્ય દેશોની મુલાકાત લેશે, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય દેશોની. ત્યાં ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે. હાલમાં, ડેલિગેશન ક્યારે રવાના થશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, ડેલિગેશન 23 કે 24 મેના રોજ ભારતથી રવાના થશે એવી વાત કહેવાય છે. આ ડેલિગેશનને 7 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ગ્રુપમાં એક સાંસદને નેતા બનાવવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં 8 થી 9 સભ્યો હોય છે. આમાં 6-7 સાંસદો, સીનિયર નેતાઓ (ભૂતપૂર્વ મંત્રીઓ) અને રાજદૂતોનો સમાવેશ થાય છે. બધા ડેલિગેશનમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી ભલે તે રાજકારણી હોય કે રાજદૂત. કોંગ્રેસ સાંસદ શશી થરૂરને અમેરિકા સહિત 5 દેશોમાં જનારા ડેલિગેશનની કમાન સોંપવામાં આવી છે. ગ્રુપ 1 નું નેતૃત્વ ભાજપના સાંસદ બૈજયંત પાંડા, ગ્રુપ 2 નું નેતૃત્વ ભાજપના રવિશંકર પ્રસાદ, ગ્રુપ 3 નું નેતૃત્વ જેડીયુના સંજય કુમાર ઝા, ગ્રુપ 4 નું નેતૃત્વ શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે, ગ્રુપ 5 નું નેતૃત્વ શશિ થરૂર, ગ્રુપ 6 નું નેતૃત્વ ડીએમકે સાંસદ કનિમોઝી અને ગ્રુપ 7 નું નેતૃત્વ એનસીપી-એસસીપી સાંસદ સુપ્રિયા સુલેના હાથમાં છે. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ પોસ્ટમાં લખ્યું – એક મિશન, એક સંદેશ, એક ભારત. ઓપરેશન સિંદૂર હેઠળ 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો ટૂંક સમયમાં મુખ્ય દેશોને મળશે, જે આતંકવાદ સામેના આપણા સામૂહિક સંકલ્પને દર્શાવે છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા 4 નામોમાંથી, ફક્ત એક જ નામ પસંદ કરવામાં આવ્યું કોંગ્રેસે ડેલિગેશનમાં સમાવેશ માટે કેન્દ્રને 4 કોંગ્રેસ નેતાઓના નામ આપ્યા હતા. આમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નસીર હુસૈન અને અમરિંદર સિંહ રાજા વારિંગના નામ સામેલ હતા. કેન્દ્રએ ફક્ત આનંદ શર્માનો સમાવેશ કર્યો છે. સરકારના આ નિર્ણયની કોંગ્રેસે ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું કે પાર્ટી દ્વારા આપવામાં આવેલા ચાર નામોમાંથી ફક્ત એક જ નામ (નેતા) સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ નરેન્દ્ર મોદી સરકારની પ્રામાણિકતાનો સંપૂર્ણ અભાવ સાબિત કરે છે અને ગંભીર રાષ્ટ્રીય મુદ્દાઓ પર તે કેવી સસ્તી રાજકીય રમતો રમે છે તે દર્શાવે છે. શનિવારે, કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર લખ્યું: શુક્રવારે (16 મે) સવારે, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી. તેમણે વિદેશ મોકલવા માટેના પ્રતિનિધિમંડળ માટે 4 સાંસદોના નામ માંગ્યા હતા. કોંગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નસીર હુસૈન અને રાજા બ્રારના નામ આપ્યા હતા. થરૂરે કહ્યું- હું સન્માનિત અનુભવું છું શનિવારે, શશિ થરૂરે ડેલિગેશનનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવા બદલ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું, ‘હાલની ઘટના પર આપણા દેશના દૃષ્ટિકોણને રજૂ કરવા માટે પાંચ મુખ્ય દેશની રાજધાનીઓમાં સર્વપક્ષીય ડેલિગેશનનું નેતૃત્વ કરવા માટે ભારત સરકારના આમંત્રણથી હું સન્માનિત અનુભવું છું. જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે છે અને મારી સેવાઓની જરૂર હોય છે ત્યારે હું પાછી પાની કરીશ નહીં આ પહેલાં શશિ થરૂરે 8 મેના રોજ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ પાકિસ્તાન અને દુનિયા માટે એક મજબૂત સંદેશ છે. ભારતે 26 નિર્દોષ નાગરિકનાં મોતનો બદલો લેવા માટે ચોક્કસ કાર્યવાહી કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું- થરૂરે લક્ષ્મણ રેખા પાર કરી ‘ઓપરેશન સિંદૂર’ પર કેન્દ્ર સરકારનાં વખાણ કરવા બદલ ઘણા કોંગ્રેસના નેતાઓ શશિ થરૂરથી નારાજ છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક 14 મેના રોજ દિલ્હીમાં યોજાઈ હતી. આમાં કેટલાક નેતાઓએ થરૂર તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે આ સમય વ્યક્તિગત વિચારો વ્યક્ત કરવાનો નથી, પરંતુ પાર્ટીના સત્તાવાર વલણને સ્પષ્ટ કરવાનો છે. કોંગ્રેસ એક લોકશાહી પક્ષ છે, પરંતુ લોકો પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતા રહે છે. આ વખતે થરૂરે લક્ષ્મણરેખા પાર કરી દીધી છે. ઓવૈસીએ કહ્યું- પાકિસ્તાન માનવતા માટે જોખમી છે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને ટ્રેનિંગ, ફંડિંગ અને શસ્ત્રો આપીને માનવતા માટે જોખમી બની ગયું છે. પાકિસ્તાની ડીપ સ્ટેટ અને પાકિસ્તાની આર્મીનો ઉદ્દેશ્ય ભારતની અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવવાનો અને સમુદાયોને વિભાજીત કરવાનો છે. ઓવૈસીએ કહ્યું કે જો તેઓ સર્વપક્ષીય ડેલિગેશન સાથે જશે, તો તેઓ વિદેશી સરકારોને પાકિસ્તાનના ઇરાદાઓ વિશે જણાવશે. ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાન પોતાને ઇસ્લામ અને બધા મુસ્લિમોનો રક્ષક કહે છે, પરંતુ આ બકવાસ છે. ભારતમાં પણ 20 કરોડ મુસ્લિમો છે અને તેઓ પાકિસ્તાનના કાર્યોની નિંદા કરે છે. પાકિસ્તાન 1948થી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે રોકાવાનું નામ લેતું નથી. ઓવૈસીએ કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને બકવાસ ગણાવ્યા અને કહ્યું કે તેમને ભાજપમાંથી હાંકી કાઢવા જોઈએ. અગાઉની સરકારોએ પણ પોતાના વિચારો રજૂ કરવા માટે ડેલિગેશનને વિદેશ મોકલ્યું હતું 1994: વિપક્ષ નેતા વાજપેયીએ UNHRCમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો
આ પહેલી વાર નથી જ્યારે કેન્દ્ર સરકાર કોઈપણ મુદ્દા પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે વિપક્ષી પાર્ટીઓની મદદ લેશે. 1994ની શરૂઆતમાં, તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે કાશ્મીર મુદ્દા પર ભારતનો વલણ રજૂ કરવા માટે વિપક્ષ નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક ભારતીય ડેલિગેશનને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગ (UNHRC) મોકલ્યું હતું. તે ડેલિગેશનમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને સલમાન ખુર્શીદ જેવા નેતાઓ પણ સામેલ હતા. તે સમયે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન અંગે UNHRC સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું હતું. જોકે, ભારતીય ડેલિગેશને પાકિસ્તાનના આરોપોનો જવાબ આપ્યો અને પરિણામે પાકિસ્તાને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો. તે સમયે, યુએનમાં ભારતના રાજદૂત હામિદ અન્સારીએ પણ વડાપ્રધાન રાવની રણનીતિને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2008: મુંબઈ હુમલા પછી, મનમોહન સરકારે વિદેશમાં એક ડેલિગેશન મોકલ્યું
2008માં મુંબઈ હુમલા પછી, તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે પણ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની લિંક્સ સંબંધિત દસ્તાવેજો સાથે વિવિધ રાજકીય પક્ષોના ડેલિગેશનને વિદેશ મોકલવાનો નિર્ણય લીધો હતો. ભારતે પાકિસ્તાન પર લશ્કરી હુમલો ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, મનમોહન સરકારના રાજદ્વારી આક્રમણને કારણે, પાકિસ્તાન પર લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવા માટે ઘણું આંતરરાષ્ટ્રીય દબાણ હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ પણ પહેલી વાર પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. ઓપરેશન સિંદૂર શું છે? 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ 26 પ્રવાસીની હત્યા કરી હતી. 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં નવ આતંકવાદી ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કરી હતી. સેનાએ 100 આતંકવાદીને ઠાર માર્યા હતા. બંને દેશો 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી.

​કેન્દ્ર સરકારે શનિવારે મોડી રાત્રે 59 સભ્યોના ડેલિગેશનની જાહેરાત કરી છે. તેમાં 51 નેતાઓ અને 8 રાજદૂત સામેલ છે. NDAના 31 અને અન્ય પક્ષોના 20 છે, જેમાં કોંગ્રેસના 3 નેતાઓનો પણ સમાવેશ થાય છે. આ ડેલિગેશન વિશ્વના મુખ્ય દેશોની મુલાકાત લેશે, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના સભ્ય દેશોની. ત્યાં ઓપરેશન સિંદૂર અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ પર ભારતનું વલણ રજૂ કરશે. હાલમાં, ડેલિગેશન ક્યારે રવાના થશે તે અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે, ડેલિગેશન 23 કે 24 મેના રોજ ભારતથી રવાના થશે એવી વાત કહેવાય છે. આ ડેલિગેશનને 7 ગ્રુપમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ગ્રુપમાં એક સાંસદને નેતા બનાવવામાં આવ્યા છે. દરેક ગ્રુપમાં 8 થી 9 સભ્યો હોય છે. આમાં 6-7 સાંસદો, સીનિયર નેતાઓ (ભૂતપૂર્વ મંત્રીઓ) અને રાજદૂતોનો સમાવેશ થાય છે. બધા ડેલિગેશનમાં ઓછામાં ઓછા એક મુસ્લિમ પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી ભલે તે રાજકારણી હોય કે રાજદૂત. કોંગ્રેસ સાંસદ શશી થરૂરને અમેરિકા સહિત 5 દેશોમાં જનારા ડેલિગેશનની કમાન સોંપવામાં આવી છે. ગ્રુપ 1 નું નેતૃત્વ ભાજપના સાંસદ બૈજયંત પાંડા, ગ્રુપ 2 નું નેતૃત્વ ભાજપના રવિશંકર પ્રસાદ, ગ્રુપ 3 નું નેતૃત્વ જેડીયુના સંજય કુમાર ઝા, ગ્રુપ 4 નું નેતૃત્વ શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે, ગ્રુપ 5 નું નેતૃત્વ શશિ થરૂર, ગ્રુપ 6 નું નેતૃત્વ ડીએમકે સાંસદ કનિમોઝી અને ગ્રુપ 7 નું નેતૃત્વ એનસીપી-એસસીપી સાંસદ સુપ્રિયા સુલેના હાથમાં છે. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ પોસ્ટમાં લખ્યું – એક મિશન, એક સંદેશ, એક ભારત. ઓપરેશન સિંદૂર હેઠળ 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો ટૂંક સમયમાં મુખ્ય દેશોને મળશે, જે આતંકવાદ સામેના આપણા સામૂહિક સંકલ્પને દર્શાવે છે. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા 4 નામોમાંથી, ફક્ત એક જ નામ પસંદ કરવામાં આવ્યું કોંગ્રેસે ડેલિગેશનમાં સમાવેશ માટે કેન્દ્રને 4 કોંગ્રેસ નેતાઓના નામ આપ્યા હતા. આમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, સૈયદ નસીર હુસૈન અને અમરિંદર સિંહ રાજા વારિંગના નામ સામેલ હતા. કેન્દ્રએ ફક્ત આનંદ શર્માનો સમાવેશ કર્યો છે. સરકારના આ નિર્ણયની કોંગ્રેસે ટીકા કરી હતી. કોંગ્રેસે કહ્યું કે પાર્ટી દ્વારા આપવામાં આવેલા ચાર નામોમાંથી ફક્ત એક જ નામ (નેતા) સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ નરેન્દ્ર મોદી સરકારની પ્રામાણિકતાનો સંપૂર્ણ અભાવ સાબિત કરે છે અને ગંભીર રાષ્ટ્રીય મુદ્દાઓ પર તે કેવી સસ્તી રાજકીય રમતો રમે છે તે દર્શાવે છે. શનિવારે, કોંગ્રેસના નેતા જયરામ રમેશે X પર લખ્યું: શુક્રવારે (16 મે) સવારે, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી. તેમણે વિદેશ મોકલવા માટેના પ્રતિનિધિમંડળ માટે 4 સાંસદોના નામ માંગ્યા હતા. કોંગ્રેસે આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નસીર હુસૈન અને રાજા બ્રારના નામ આપ્યા હતા. થરૂરે કહ્યું- હું સન્માનિત અનુભવું છું શનિવારે, શશિ થરૂરે ડેલિગેશનનું નેતૃત્વ કરવાની જવાબદારી આપવા બદલ કેન્દ્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે X પર લખ્યું, ‘હાલની ઘટના પર આપણા દેશના દૃષ્ટિકોણને રજૂ કરવા માટે પાંચ મુખ્ય દેશની રાજધાનીઓમાં સર્વપક્ષીય ડેલિગેશનનું નેતૃત્વ કરવા માટે ભારત સરકારના આમંત્રણથી હું સન્માનિત અનુભવું છું. જ્યારે રાષ્ટ્રીય હિતની વાત આવે છે અને મારી સેવાઓની જરૂર હોય છે ત્યારે હું પાછી પાની કરીશ નહીં આ પહેલાં શશિ થરૂરે 8 મેના રોજ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘ઓપરેશન સિંદૂર’ પાકિસ્તાન અને દુનિયા માટે એક મજબૂત સંદેશ છે. ભારતે 26 નિર્દોષ નાગરિકનાં મોતનો બદલો લેવા માટે ચોક્કસ કાર્યવાહી કરી હતી. કોંગ્રેસે કહ્યું હતું- થરૂરે લક્ષ્મણ રેખા પાર કરી ‘ઓપરેશન સિંદૂર’ પર કેન્દ્ર સરકારનાં વખાણ કરવા બદલ ઘણા કોંગ્રેસના નેતાઓ શશિ થરૂરથી નારાજ છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક 14 મેના રોજ દિલ્હીમાં યોજાઈ હતી. આમાં કેટલાક નેતાઓએ થરૂર તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે આ સમય વ્યક્તિગત વિચારો વ્યક્ત કરવાનો નથી, પરંતુ પાર્ટીના સત્તાવાર વલણને સ્પષ્ટ કરવાનો છે. કોંગ્રેસ એક લોકશાહી પક્ષ છે, પરંતુ લોકો પોતાનાં મંતવ્યો વ્યક્ત કરતા રહે છે. આ વખતે થરૂરે લક્ષ્મણરેખા પાર કરી દીધી છે. ઓવૈસીએ કહ્યું- પાકિસ્તાન માનવતા માટે જોખમી છે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓને ટ્રેનિંગ, ફંડિંગ અને શસ્ત્રો આપીને માનવતા માટે જોખમી બની ગયું છે. પાકિસ્તાની ડીપ સ્ટેટ અને પાકિસ્તાની આર્મીનો ઉદ્દેશ્ય ભારતની અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવવાનો અને સમુદાયોને વિભાજીત કરવાનો છે. ઓવૈસીએ કહ્યું કે જો તેઓ સર્વપક્ષીય ડેલિગેશન સાથે જશે, તો તેઓ વિદેશી સરકારોને પાકિસ્તાનના ઇરાદાઓ વિશે જણાવશે. ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાન પોતાને ઇસ્લામ અને બધા મુસ્લિમોનો રક્ષક કહે છે, પરંતુ આ બકવાસ છે. ભારતમાં પણ 20 કરોડ મુસ્લિમો છે અને તેઓ પાકિસ્તાનના કાર્યોની નિંદા કરે છે. પાકિસ્તાન 1948થી ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે રોકાવાનું નામ લેતું નથી. ઓવૈસીએ કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન આપનારા મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને બકવાસ ગણાવ્યા અને કહ્યું કે તેમને ભાજપમાંથી હાંકી કાઢવા જોઈએ. અગાઉની સરકારોએ પણ પોતાના વિચારો રજૂ કરવા માટે ડેલિગેશનને વિદેશ મોકલ્યું હતું 1994: વિપક્ષ નેતા વાજપેયીએ UNHRCમાં ભારતનો પક્ષ રજૂ કર્યો હતો
આ પહેલી વાર નથી જ્યારે કેન્દ્ર સરકાર કોઈપણ મુદ્દા પર પોતાનો પક્ષ રજૂ કરવા માટે વિપક્ષી પાર્ટીઓની મદદ લેશે. 1994ની શરૂઆતમાં, તત્કાલીન વડાપ્રધાન નરસિંહ રાવે કાશ્મીર મુદ્દા પર ભારતનો વલણ રજૂ કરવા માટે વિપક્ષ નેતા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં એક ભારતીય ડેલિગેશનને જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર આયોગ (UNHRC) મોકલ્યું હતું. તે ડેલિગેશનમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને સલમાન ખુર્શીદ જેવા નેતાઓ પણ સામેલ હતા. તે સમયે પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘન અંગે UNHRC સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યું હતું. જોકે, ભારતીય ડેલિગેશને પાકિસ્તાનના આરોપોનો જવાબ આપ્યો અને પરિણામે પાકિસ્તાને પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચવો પડ્યો. તે સમયે, યુએનમાં ભારતના રાજદૂત હામિદ અન્સારીએ પણ વડાપ્રધાન રાવની રણનીતિને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2008: મુંબઈ હુમલા પછી, મનમોહન સરકારે વિદેશમાં એક ડેલિગેશન મોકલ્યું
2008માં મુંબઈ હુમલા પછી, તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે પણ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની લિંક્સ સંબંધિત દસ્તાવેજો સાથે વિવિધ રાજકીય પક્ષોના ડેલિગેશનને વિદેશ મોકલવાનો નિર્ણય લીધો હતો. ભારતે પાકિસ્તાન પર લશ્કરી હુમલો ન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, મનમોહન સરકારના રાજદ્વારી આક્રમણને કારણે, પાકિસ્તાન પર લશ્કર-એ-તૈયબા અને અન્ય આતંકવાદી જૂથો સામે કાર્યવાહી કરવા માટે ઘણું આંતરરાષ્ટ્રીય દબાણ હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ પણ પહેલી વાર પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. ઓપરેશન સિંદૂર શું છે? 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ 26 પ્રવાસીની હત્યા કરી હતી. 7 મેના રોજ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં નવ આતંકવાદી ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કરી હતી. સેનાએ 100 આતંકવાદીને ઠાર માર્યા હતા. બંને દેશો 10 મેના રોજ સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *