સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને એક્ટ્રેસ રશ્મિકા મંદાનાના સંબંધો વિશે અવારનવાર કંઈક ને કંઈક છપાતું રહે છે. થોડા સમય પહેલાં વિજય અને રશ્મિકાની સગાઈના સમાચાર પણ આવ્યાં હતાં. એક્ટરે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં સગાઈની અફવાઓ, લગ્ન અને રશ્મિકા વિશે વાત કરી હતી. વિજય દેવરાકોંડાએ કર્યા રશ્મિકાના વખાણ
ફિલ્મફેર મેગેઝિન સાથેની મુલાકાતમાં વિજયે રૂમર્ડ ગર્લફ્રેન્ડ રશ્મિકા મંદાના માટે વખાણના ફૂલ બાંધ્યાં હતાં. એક્ટરે કહ્યું- ‘મેં રશ્મિકા સાથે બહુ ફિલ્મો તો નથી કરી, પણ મારે તેની સાથે વધુ ફિલ્મો કરવી જોઈતી હતી. તે એક શ્રેષ્ઠ એક્ટ્રેસ છે. તે એક ક્યૂટ લેડી છે તેથી કેમેસ્ટ્રી સેટ થઈ જ જાય છે. તે ખૂબ જ મહેનતું છે. તે પોતાની ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસથી કંઈપણ કરી શકે છે. તે ખૂબ જ દયાળુ અને પોતાના કરતાં બીજાના કમ્ફર્ટ અને ખુશીને પ્રાથમિકતા આપે છે. ‘હાલ તો લગ્ન કરવાનો કોઈ વિચાર નથી’
ઇન્ટરવ્યૂ દરમિયાન, વિજયે રશ્મિકાને ડેટ કરવાના સવાલ પર કોઈ જવાબ આપ્યો નહિ. આ વાત પર ન તો એક્ટરે સ્વીકાર કર્યો ન તો ઈનકાર કર્યો. લગ્નના વિષય પર, એક્ટરે કહ્યું- ‘હું ચોક્કસ લગ્ન કરીશ.’ હું હમણાં જીવનસાથી શોધી રહ્યો નથી. જ્યારે વિજયને પૂછવામાં આવ્યું કે- શું રશ્મિકા તેની આદર્શ પત્નીનાં ક્રાઇટ એરિયામાં બેસે છે? એક્ટરે જવાબ આપ્યો – કોઈપણ સારા દિલની સ્ત્રી મારા ક્રાઇટ એરિયા સેટ થઈ શકે છે. આ રીતે ડાયરેક્ટ વાત ન સ્વીકારતા આડકતરી રીતે તેણે રિલેશનશિપની હિન્ટ આપી હતી. રશ્મિકા-વિજય ઘણીવાર સાથે જોવા મળે છે
રશ્મિકા અને વિજય ઘણીવાર સાથે જોવા મળે છે. બંનેને ઘણી વખત ડેટ પર જતા જોવા મળ્યાં છે. જેના કારણે બંનેના રિલેશનશિપમાં હોવાની અફવાઓ અઢળક વખત સામે આવી હશે. જોકે, બંનેએ હજુ સુધી સત્તાવાર રીતે તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. રશ્મિકા મંદાના તાજેતરમાં સલમાન ખાન સાથે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળી હતી. આ ફિલ્મ 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થયાના કલાકો પછી, રશ્મિકા મુંબઈના એક રેસ્ટોરન્ટમાં તેના કથિત બોયફ્રેન્ડ વિજય દેવરકોંડા સાથે જોવા મળી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને લંચ ડેટ પર ગયા હતા. જોકે બંનેએ પોતે ક્યારેય પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. બંને એકબીજાને ફક્ત સારા મિત્રો તરીકે વર્ણવે છે.