78મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જેકલીન ફર્નાન્ડીઝનો જલવો જોવા મળ્યો હતો, એક્ટ્રેસને ‘વુમન ઇન સિનેમા’ પહેલ હેઠળ વિશ્વભરમાંથી પસંદ કરાયેલી 6 ખાસ મહિલામાં સ્થાન મળ્યું હતું. આ દરમિયાન, તેણે તેમની સ્વર્ગસ્થ માતા અને ઠગ સુકેશને લઈને તેમના જીવનમાં થયેલા ઉથલપાથલ વિશે પણ વાત કરી. જેક્લીને કહ્યું કે- આ બધાને કારણે તેને પબ્લિક સ્ક્રૂટીની (જાહેર તપાસ)નો પણ સામનો કરવો પડ્યો. જેક્લીને સુકેશના કેસ વિશે ડાયરેક્ટ તો વાત ન કરી પરંતુ મુશ્કેલ સમયમાં માતા-પિતા તરફથી મળેલા સમર્થન વિશે વાત કરી હતી. હોલિવૂડ રિપોર્ટર સાથે વાત કરતાં તેણે કહ્યું, ઈન્ડસ્ટ્રીનાં કલાકારો તરીકે આપણે જે પણ તબક્કામાંથી પસાર થઈએ છીએ, આપણા માતાપિતાને પણ તે જ તબક્કામાંથી પસાર થવું પડે છે. એક અભિનેતા હોવાને કારણે, તમારી સાથે સંબંધિત દરેક વસ્તુ જાહેર ક્ષેત્રમાં છે. માતાપિતા માટે તમને હંમેશા ટેકો આપવો મુશ્કેલ છે. મારી માતાને હંમેશા મારા પર ગર્વ હતો અને હંમેશા ઇચ્છતી હતી કે હું પ્રયત્ન કરતી રહું અને મારાં સપના જોતી રહું. જેકલીન ત્યારે વિવાદમાં ફસાઈ ગઈ જ્યારે ઠગ સુકેશ સાથેની તેની કેટલીક રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ. છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં છેલ્લા ઘણા વર્ષોથી જેલમાં છે. તપાસમાં જાણવા મળ્યું કે જેકલીન એક સમયે સુકેશ સાથે રિલેશનશિપમાં હતી. આ કારણે, એક્ટ્રેસ પણ તપાસના દાયરામાં આવી ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે- સુકેશે જેક્લીન સાથે સંબંધ બાંધ્યો હતો અને તે પોતે એક ઉદ્યોગપતિ હોવાનો દાવો કરતો હતો. તે સમયે, તેમણે તેમને ઘણી મોંઘી ભેટો પણ આપી. તે જ સમયે, જેક્લીને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે- તેને ખબર નહોતી કે સુકેશ ઠગ છે. જેકલીનના ઇનકાર છતાં, સુકેશ ઘણીવાર ખાસ પ્રસંગોએ જેલમાંથી તેને પત્રો લખે છે અને તેને કંઈક ભેટ આપવાનો દાવો કરે છે. ‘વુમન ઇન સિનેમા’ની ખાસ મહેમાન બની જેકલીન
કાન ફેસ્ટિવલમાં ‘વુમન ઇન સિનેમા’ પહેલ હેઠળ વિશ્વભરમાંથી પસંદ કરાયેલી 6 ખાસ મહિલામાં જેક્લિનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પહેલ રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેક્લિને પણ આ સન્માનની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને લખ્યું, “@redseafilm સાથે કાનનો પહેલો દિવસ. મહિલા સ્ટોરી ટેલરને પ્રોત્સાહન આપતી પહેલ ‘વુમન ઇન સિનેમા’માં સન્માનિત થવાનો આનંદ છે.”