Astrology: ધન, વ્યવસાય, વાણી અને બુદ્ધિનો સૂચક ગ્રહ બુધ રવિવારે (18 મે,2025)થી મેષ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે, જેની નકારાત્મક અસર 5 રાશિના લોકો પર પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બુધ મેષ રાશિમાં અસ્ત થઈ રહ્યો છે. ગ્રહોના રાજકુમાર બુધનું અસ્ત તમામ રાશિઓ પર અસર કરશે. બુધ 10 જૂન સુધી અસ્ત રહેશે અને આ સમય દરમિયાન 5 રાશિના લોકોએ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. નહીંતર આ 22 દિવસ ખૂબ જ મુશ્કેલ પસાર થશે.
