P24 News Gujarat

દેશની પહેલી બુલેટ ટ્રેન ક્યાં પહોંચી?:71% કામ પૂર્ણ, નર્મદા પર સૌથી લાંબો પુલ તૈયાર, 2026માં થઈ શકે છે પ્રથમ ટ્રાયલ

16 મે 2025, સાબરમતીમાં 42 ડિગ્રી તાપમાનમાં દેશના પ્રથમ હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ જગ્યા રેલવે સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર છે. અમદાવાદથી મુંબઈ સુધી બની રહેલા આ પ્રોજેક્ટનું આ ગુજરાતમાં પ્રથમ સ્ટેશન છે. એટલે જ અહીં સૌથી વધુ કામ પણ થયું છે. આખા પ્રોજેક્ટની વાત કરીએ તો, અત્યાર સુધી 71% કામ પૂરું થઈ ચૂક્યું છે. નર્મદા નદી પર બની રહેલો સૌથી લાંબો 1.4 કિમીનો પુલ પણ તૈયાર છે. બધું યોજના મુજબ ચાલે, તો 2026ના અંત સુધી બુલેટ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ થઈ શકે છે. 2015માં PM મોદીએ અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન ચલાવવાની ઘોષણા કરી હતી. 14 સપ્ટેમ્બર 2017ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો. લગભગ 7 વર્ષ પછી આ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો, ભાસ્કરે આ જાણવાનો પ્રયાસ કર્યો. આ માટે રેલ કોરિડોરના બાંધકામ અને મેનેજમેન્ટનું કામ સંભાળતી કંપની NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તા સાથે વાતચીત કરી. 508 કિમીનો કોરિડોર, લગભગ 378 કિમીના પિલર તૈયાર
નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે NHSRCLના જણાવ્યા મુજબ, 508 કિમી લાંબા કોરિડોરમાં અત્યાર સુધી 378 કિલોમીટરનું પિયર વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે. પિયર એટલે થાંભલા કે પિલર, જે વાયાડક્ટને ટેકો આપે છે. આના પર ગર્ડર લોન્ચિંગ અને પછી ટ્રેક નાખવામાં આવશે. આશા છે કે 2026ના અંત સુધી ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચેના એક સેક્શન પર બુલેટ ટ્રેનનું ટ્રાયલ થઈ શકે. ગુજરાતમાં ચાલતું કામ લાસ્ટ ફેઝમાં
ગુજરાત સેક્શનમાં બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રની સરખામણીએ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અહીં બની રહેલા 348 કિમી લાંબા કોરિડોરનું કામ અંતિમ તબક્કામાં છે. દાદરા અને નગર હવેલીના 4.3 કિમીના હિસ્સામાં પણ બાંધકામ લગભગ પૂર્ણ થવાના આરે છે. ગુજરાતમાં અત્યાર સુધી 272 કિમી વાયાડક્ટ એટલે કે એલિવેટેડ હિસ્સાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 24માંથી 14 પુલ બની ચૂક્યા છે. નર્મદા, કિમ, પાર અને પૂર્ણા નદીઓ પર પુલ તૈયાર છે. તાપી અને માહી પર કામ ચાલી રહ્યું છે. રાજ્યની એકમાત્ર 350 મીટર લાંબી સુરંગ પણ બની ગઈ છે. ટ્રેક સિસ્ટમનું કામ ઝડપથી થઈ રહ્યું છે. 135 કિમીમાં કોંક્રીટ ટ્રેક બેડ તૈયાર છે. 64 કિમીમાં RC એટલે કે રિઇન્ફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડ બની ચૂક્યું છે. સુરત અને બિલીમોરા વચ્ચે પાટા નાખવાનું કામ શરૂ થઈ ગયું છે. જાપાનથી લાવવામાં આવેલી 25 મીટર લાંબી પાટાઓને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીનથી જોડીને 200 મીટર લાંબા રેલ પેનલ બનાવવામાં આવે છે. અત્યાર સુધી 298 પેનલ વેલ્ડ થઈ ચૂક્યા છે. આ લગભગ 60 કિમી પાટા જેટલું છે. આને રેલ ફીડર કાર વડે ટ્રેક સ્લેબ પર ફિક્સ કરવામાં આવે છે. આ કામ માટે ઇજનેરોને સુરતમાં જાપાન તરફથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં ચાર ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ બનાવ્યા છે. ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી 130 કિમીમાં ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધનો અને 150 કિમીમાં નોઇઝ બેરિયર લગાવ્યા છે. ગુજરાતના આઠ સ્ટેશનો- વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીનું કામ અલગ-અલગ તબક્કામાં છે. સાબરમતી, આણંદ/નડિયાદ, બિલીમોરા અને સુરત સ્ટેશનો પર સ્ટ્રક્ચર અને સ્લેબનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. અહીં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. સુરતથી બિલીમોરા સુધી ઑગસ્ટ 2026 સુધી ટ્રેન ચલાવવાનો ટાર્ગેટ
ગુજરાતનો પ્રથમ સેક્શન સુરતથી બિલીમોરા સુધી લગભગ 50 કિમીનો છે. આને ઑગસ્ટ 2026 સુધી શરૂ કરવાનો ટાર્ગેટ છે. આખો ગુજરાત સેક્શન 2027 કે 2028 સુધી તૈયાર થઈ શકે છે. સંપૂર્ણ મુંબઈ-અમદાવાદ લાઇન 2028થી 2030 વચ્ચે પૂરો થઈ શકે છે. જોકે, આ મહારાષ્ટ્રમાં કામની ગતિ પર નિર્ભર રહેશે. મહારાષ્ટ્રમાં પણ કામે ઝડપ પકડી
મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી શિલફાટા સુધી 21 કિમી લાંબી ભારતની પ્રથમ અંડરગ્રાઉન્ડ અને સમુદ્રની નીચે બનતી સુરંગનું બાંધકામ ચાલી રહ્યું છે. આ સુરંગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે. આમાં 16 કિમી સુરંગ ટનલ બોરિંગ મશીનથી અને બાકીના 5 કિમી સુરંગ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડથી બનાવવામાં આવી રહી છે. આમાં થાણે ક્રીકની નીચે 7 કિલોમીટર લાંબી સમુદ્રી સુરંગ પણ સામેલ છે. થાણે, વિરાર અને બોઈસરમાં એલિવેટેડ સ્ટેશનોનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. સંરેખણ સાથે ઘણી જગ્યાએ પિયર ફાઉન્ડેશન અને પિયરનું કામ પ્રોગ્રેસમાં છે. અત્યાર સુધી લગભગ 34 કિમી પિયરનું કામ પૂરું થઈ ચૂક્યું છે. પાલઘર જિલ્લામાં સાત પહાડી સુરંગો NATM ટેકનિકથી બનાવવામાં આવી રહી છે. વૈતરણા અને જગની નદી પર પણ કામ શરૂ થઈ ગયું છે. શરૂઆતમાં મહારાષ્ટ્રમાં ગુજરાતની સરખામણીએ કામ ધીમું ચાલતું હતું. હવે મહારાષ્ટ્રમાં પણ કામે ઝડપ પકડી લીધી છે. ખાસ કરીને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ એપ્રિલ 2024થી મહારાષ્ટ્રના શિલફાટાથી ગુજરાત બોર્ડર સુધી 135 કિલોમીટર લાંબા હિસ્સા (જેને પેકેજ C3 કહે છે) પર કામ શરૂ કર્યું છે. હવે LT કંપની જ લગભગ 92% એટલે કે 469 કિલોમીટરથી વધુ પર સિવિલ વર્કનું કામ કરી રહી છે. ભલે મહારાષ્ટ્રનું કામ ગુજરાતથી થોડું પાછળ હોય, પરંતુ હવે તમામ જરૂરી ભાગો પર કામ શરૂ થઈ ગયું છે. આમાં થાણે ક્રીકની નીચે સમુદ્રની અંદર બનનારી 7 કિમી લાંબી સુરંગ પણ સામેલ છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં બની રહેલા એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું પ્રથમ કોંક્રીટ બેઝ સ્લેબ જમીનથી 32 મીટર નીચે નાખવામાં આવ્યું છે. આ સ્ટેશન ત્રણ માળનું હશે. આમાં 6 પ્લેટફોર્મ હશે. આને મેટ્રો સાથે પણ જોડવામાં આવશે. મહારાષ્ટ્રના 4 સ્ટેશન જાપાનમાં ચાલી રહી છે સ્ટાફની ટ્રેનિંગ, 2030 સુધી તૈયાર થશે પ્રોજેક્ટ
NHSRCLએ જાપાની એજન્સીઓ સાથે મળીને હાઇ-સ્પીડ રેલના મુખ્ય સ્ટાફ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તાજેતરમાં ટ્રેનિંગમાટે 14 જુનિયર મેનેજરોને જાપાન મોકલવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટની શરૂઆતના ખર્ચનો અંદાજ 1.08 લાખ કરોડ રૂપિયા હતો. આ ખર્ચ હવે વધીને 1.6 લાખ કરોડથી 2 લાખ કરોડ રૂપિયાની વચ્ચે પહોંચી શકે છે. આખો પ્રોજેક્ટ 2030 સુધી તૈયાર થવાની આશા છે. NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તા જણાવે છે, ‘બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ બે થી અઢી કલાકમાં પૂરો થશે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન હશે. મુંબઈનું સ્ટેશન બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જમીનથી 30 મીટર નીચે બનશે. થાણે, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા સ્ટેશનો એલિવેટેડ હશે.’ ‘સ્ટેશનો પર ઑટોમેટિક ફેર ગેટ, બિઝનેસ ક્લાસ માટે ખાસ લાઉન્જ અને એસી વેઇટિંગ રૂમ હશે. પ્લેટફોર્મ પર એસી નહીં હોય. સ્ટેશનોને ટ્રેન, મેટ્રો અને બસ રૂટ સાથે જોડવામાં આવશે. સાબરમતીમાં આવું મલ્ટિ-મોડલ હબ તૈયાર થઈ ચૂક્યું છે, જ્યાં બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો અને બસ એક જ જગ્યાએ મળશે.’ ‘ગુજરાતમાં 352 કિલોમીટરના ભાગોમાંથી 290 કિલોમીટર પર પુલ બની ચૂક્યા છે. આગામી 1-2 વર્ષમાં ટ્રાયલ રન શરૂ થશે. ટ્રેનો આખા રૂટ પર એકસાથે નહીં, પરંતુ ટુકડામાં દોડશે. પહેલા વાપીથી સુરત, પછી સુરતથી વડોદરા અને અંતે અમદાવાદ સુધી. મુંબઈ સેક્શનમાં જમીન મેળવવામાં વિલંબ થયો હતો, પરંતુ હવે ત્યાં પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે. 21 કિલોમીટર લાંબી સુરંગનું કામ શરૂ થઈ ગયું છે, જેમાં 7 કિલોમીટરનો હિસ્સો સમુદ્રની નીચે હશે.’ ‘સુરત અને આણંદમાં પાટા નાખવાનું અને ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત પુલ બનાવવા માટે 40 મીટર ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કામ માટે જાપાનથી ટેકનોલોજી અને ટ્રેનિંગ મળી છે.’ ભારતના ઇજનેરો શીખવા માટે જાપાન ગયા. ત્યાંથી પણ નિષ્ણાતો ભારત આવ્યા. NHSRCL સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે કે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય અને આગામી 1-2 વર્ષમાં બુલેટ ટ્રેનનું સપનું સાકાર થાય. બુલેટ ટ્રેનમાં ભૂકંપ ચેતવણી સિસ્ટમ
બુલેટ ટ્રેનમાં પ્રથમ વખત અર્થક્વેક વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. આ સિસ્ટમ જાપાની ટેકનોલોજી પર આધારિત છે. ભૂકંપ આવે ત્યારે આ સિસ્ટમ તાત્કાલિક વીજળીનો પુરવઠો બંધ કરી દેશે. વીજળી બંધ થતાં જ ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક લાગશે અને ટ્રેન ત્યાં જ ઊભી રહી જશે. આ સિસ્ટમ હેઠળ કુલ 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે. આમાંથી 22 મશીનો ટ્રેનના રૂટ પર લગાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં 8 અને ગુજરાતમાં 14 મશીનો લગાવાશે. બાકીના 6 મશીનો એવી જગ્યાઓ પર લગાવવામાં આવશે, જ્યાં ભૂકંપનો ખતરો વધુ હોય. આમાંથી 4 મહારાષ્ટ્રમાં અને 2 ગુજરાતમાં લગાવાશે. નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી મોટો પુલ તૈયાર
ગુજરાતમાં નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી લાંબો પુલ બની ચૂક્યો છે. આની લંબાઈ 1.4 કિલોમીટર છે. પુલનો પાયો ‘વેલ ફાઉન્ડેશન’ ટેકનિકથી બનાવવામાં આવ્યો છે. 25માંથી કેટલાક ફાઉન્ડેશનની ઊંડાઈ કુતુબમિનારની ઊંચાઈ કરતાં પણ વધુ છે. જાપાનથી આવનારી બુલેટ ટ્રેનથી થશે ટ્રાયલ
આ પ્રોજેક્ટનો લગભગ 468 કિલોમીટરનો હિસ્સો એલિવેટેડ વાયાડક્ટ પર બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પ્રથમ 40 મીટર લાંબું ફુલ સ્પાન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ બોક્સ ગર્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આનું વજન 970 મેટ્રિક ટન છે. આ ભારતમાં અત્યાર સુધીનું સૌથી ભારે PSC બોક્સ ગર્ડર છે. જાપાને ભારતને બે શિન્કાન્સેન ટ્રેનો (E5 અને E3 સિરીઝ) મફતમાં આપવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોની ડિલિવરી 2026ની શરૂઆતમાં થઈ શકે છે. આનો ઉપયોગ શરૂઆતના ટ્રાયલ રન માટે થઈ શકે છે. NHSRCLના જણાવ્યા મુજબ, રૂટમાં આવતી નદીઓ, રેલવે લાઇનો અને સ્ટેટ હાઇવેને પાર કરવા માટે પુલ તૈયાર કરવો એ મોટો પડકાર છે. રેલવે ટ્રેક અને હાઇવે પાર કરવા માટે બની રહેલા સ્ટીલના પુલોમાંથી 7મો પુલ તાજેતરમાં સુરત-વડોદરા સેક્શન પર બન્યો છે. આ ડેડિકેટેડ ફ્રેઇટ રેલ કોરિડોરની ઉપર બનાવ્યો છે. 70 મીટર લાંબો અને 674 મેટ્રિક ટન વજનનો આ પુલ કોલકાતાના દુર્ગાપુરમાં તૈયાર કર્યો હતો. આ પુલોમાં લગભગ 70 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે. આની આયુષ્ય 100 વર્ષ આંકવામાં આવી છે.

​16 મે 2025, સાબરમતીમાં 42 ડિગ્રી તાપમાનમાં દેશના પ્રથમ હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. આ જગ્યા રેલવે સ્ટેશનથી માત્ર 300 મીટર દૂર છે. અમદાવાદથી મુંબઈ સુધી બની રહેલા આ પ્રોજેક્ટનું આ ગુજરાતમાં પ્રથમ સ્ટેશન છે. એટલે જ અહીં સૌથી વધુ કામ પણ થયું છે. આખા પ્રોજેક્ટની વાત કરીએ તો, અત્યાર સુધી 71% કામ પૂરું થઈ ચૂક્યું છે. નર્મદા નદી પર બની રહેલો સૌથી લાંબો 1.4 કિમીનો પુલ પણ તૈયાર છે. બધું યોજના મુજબ ચાલે, તો 2026ના અંત સુધી બુલેટ ટ્રેનનું પ્રથમ ટ્રાયલ થઈ શકે છે. 2015માં PM મોદીએ અમદાવાદથી મુંબઈ સુધી બુલેટ ટ્રેન ચલાવવાની ઘોષણા કરી હતી. 14 સપ્ટેમ્બર 2017ના રોજ આ પ્રોજેક્ટનો શિલાન્યાસ થયો હતો. લગભગ 7 વર્ષ પછી આ પ્રોજેક્ટ ક્યાં પહોંચ્યો, ભાસ્કરે આ જાણવાનો પ્રયાસ કર્યો. આ માટે રેલ કોરિડોરના બાંધકામ અને મેનેજમેન્ટનું કામ સંભાળતી કંપની NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તા સાથે વાતચીત કરી. 508 કિમીનો કોરિડોર, લગભગ 378 કિમીના પિલર તૈયાર
નેશનલ હાઇ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે NHSRCLના જણાવ્યા મુજબ, 508 કિમી લાંબા કોરિડોરમાં અત્યાર સુધી 378 કિલોમીટરનું પિયર વર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે. પિયર એટલે થાંભલા કે પિલર, જે વાયાડક્ટને ટેકો આપે છે. આના પર ગર્ડર લોન્ચિંગ અને પછી ટ્રેક નાખવામાં આવશે. આશા છે કે 2026ના અંત સુધી ગુજરાતમાં સુરત અને બિલીમોરા વચ્ચેના એક સેક્શન પર બુલેટ ટ્રેનનું ટ્રાયલ થઈ શકે. ગુજરાતમાં ચાલતું કામ લાસ્ટ ફેઝમાં
ગુજરાત સેક્શનમાં બુલેટ ટ્રેનનું કામ મહારાષ્ટ્રની સરખામણીએ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. અહીં બની રહેલા 348 કિમી લાંબા કોરિડોરનું કામ અંતિમ તબક્કામાં છે. દાદરા અને નગર હવેલીના 4.3 કિમીના હિસ્સામાં પણ બાંધકામ લગભગ પૂર્ણ થવાના આરે છે. ગુજરાતમાં અત્યાર સુધી 272 કિમી વાયાડક્ટ એટલે કે એલિવેટેડ હિસ્સાનું કામ પૂર્ણ થઈ ગયું છે. 24માંથી 14 પુલ બની ચૂક્યા છે. નર્મદા, કિમ, પાર અને પૂર્ણા નદીઓ પર પુલ તૈયાર છે. તાપી અને માહી પર કામ ચાલી રહ્યું છે. રાજ્યની એકમાત્ર 350 મીટર લાંબી સુરંગ પણ બની ગઈ છે. ટ્રેક સિસ્ટમનું કામ ઝડપથી થઈ રહ્યું છે. 135 કિમીમાં કોંક્રીટ ટ્રેક બેડ તૈયાર છે. 64 કિમીમાં RC એટલે કે રિઇન્ફોર્સ્ડ કોંક્રીટ ટ્રેક બેડ બની ચૂક્યું છે. સુરત અને બિલીમોરા વચ્ચે પાટા નાખવાનું કામ શરૂ થઈ ગયું છે. જાપાનથી લાવવામાં આવેલી 25 મીટર લાંબી પાટાઓને ફ્લેશ બટ વેલ્ડિંગ મશીનથી જોડીને 200 મીટર લાંબા રેલ પેનલ બનાવવામાં આવે છે. અત્યાર સુધી 298 પેનલ વેલ્ડ થઈ ચૂક્યા છે. આ લગભગ 60 કિમી પાટા જેટલું છે. આને રેલ ફીડર કાર વડે ટ્રેક સ્લેબ પર ફિક્સ કરવામાં આવે છે. આ કામ માટે ઇજનેરોને સુરતમાં જાપાન તરફથી ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં ચાર ટ્રેક કન્સ્ટ્રક્શન બેઝ બનાવ્યા છે. ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ શરૂ થઈ ગયું છે. અત્યાર સુધી 130 કિમીમાં ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધનો અને 150 કિમીમાં નોઇઝ બેરિયર લગાવ્યા છે. ગુજરાતના આઠ સ્ટેશનો- વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ/નડિયાદ, અમદાવાદ અને સાબરમતીનું કામ અલગ-અલગ તબક્કામાં છે. સાબરમતી, આણંદ/નડિયાદ, બિલીમોરા અને સુરત સ્ટેશનો પર સ્ટ્રક્ચર અને સ્લેબનું કામ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે. અહીં ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે. સુરતથી બિલીમોરા સુધી ઑગસ્ટ 2026 સુધી ટ્રેન ચલાવવાનો ટાર્ગેટ
ગુજરાતનો પ્રથમ સેક્શન સુરતથી બિલીમોરા સુધી લગભગ 50 કિમીનો છે. આને ઑગસ્ટ 2026 સુધી શરૂ કરવાનો ટાર્ગેટ છે. આખો ગુજરાત સેક્શન 2027 કે 2028 સુધી તૈયાર થઈ શકે છે. સંપૂર્ણ મુંબઈ-અમદાવાદ લાઇન 2028થી 2030 વચ્ચે પૂરો થઈ શકે છે. જોકે, આ મહારાષ્ટ્રમાં કામની ગતિ પર નિર્ભર રહેશે. મહારાષ્ટ્રમાં પણ કામે ઝડપ પકડી
મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સથી શિલફાટા સુધી 21 કિમી લાંબી ભારતની પ્રથમ અંડરગ્રાઉન્ડ અને સમુદ્રની નીચે બનતી સુરંગનું બાંધકામ ચાલી રહ્યું છે. આ સુરંગ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભાગ છે. આમાં 16 કિમી સુરંગ ટનલ બોરિંગ મશીનથી અને બાકીના 5 કિમી સુરંગ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડથી બનાવવામાં આવી રહી છે. આમાં થાણે ક્રીકની નીચે 7 કિલોમીટર લાંબી સમુદ્રી સુરંગ પણ સામેલ છે. થાણે, વિરાર અને બોઈસરમાં એલિવેટેડ સ્ટેશનોનું બાંધકામ ઝડપથી ચાલી રહ્યું છે. સંરેખણ સાથે ઘણી જગ્યાએ પિયર ફાઉન્ડેશન અને પિયરનું કામ પ્રોગ્રેસમાં છે. અત્યાર સુધી લગભગ 34 કિમી પિયરનું કામ પૂરું થઈ ચૂક્યું છે. પાલઘર જિલ્લામાં સાત પહાડી સુરંગો NATM ટેકનિકથી બનાવવામાં આવી રહી છે. વૈતરણા અને જગની નદી પર પણ કામ શરૂ થઈ ગયું છે. શરૂઆતમાં મહારાષ્ટ્રમાં ગુજરાતની સરખામણીએ કામ ધીમું ચાલતું હતું. હવે મહારાષ્ટ્રમાં પણ કામે ઝડપ પકડી લીધી છે. ખાસ કરીને લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ એપ્રિલ 2024થી મહારાષ્ટ્રના શિલફાટાથી ગુજરાત બોર્ડર સુધી 135 કિલોમીટર લાંબા હિસ્સા (જેને પેકેજ C3 કહે છે) પર કામ શરૂ કર્યું છે. હવે LT કંપની જ લગભગ 92% એટલે કે 469 કિલોમીટરથી વધુ પર સિવિલ વર્કનું કામ કરી રહી છે. ભલે મહારાષ્ટ્રનું કામ ગુજરાતથી થોડું પાછળ હોય, પરંતુ હવે તમામ જરૂરી ભાગો પર કામ શરૂ થઈ ગયું છે. આમાં થાણે ક્રીકની નીચે સમુદ્રની અંદર બનનારી 7 કિમી લાંબી સુરંગ પણ સામેલ છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં બની રહેલા એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશનનું પ્રથમ કોંક્રીટ બેઝ સ્લેબ જમીનથી 32 મીટર નીચે નાખવામાં આવ્યું છે. આ સ્ટેશન ત્રણ માળનું હશે. આમાં 6 પ્લેટફોર્મ હશે. આને મેટ્રો સાથે પણ જોડવામાં આવશે. મહારાષ્ટ્રના 4 સ્ટેશન જાપાનમાં ચાલી રહી છે સ્ટાફની ટ્રેનિંગ, 2030 સુધી તૈયાર થશે પ્રોજેક્ટ
NHSRCLએ જાપાની એજન્સીઓ સાથે મળીને હાઇ-સ્પીડ રેલના મુખ્ય સ્ટાફ માટે ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તાજેતરમાં ટ્રેનિંગમાટે 14 જુનિયર મેનેજરોને જાપાન મોકલવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટની શરૂઆતના ખર્ચનો અંદાજ 1.08 લાખ કરોડ રૂપિયા હતો. આ ખર્ચ હવે વધીને 1.6 લાખ કરોડથી 2 લાખ કરોડ રૂપિયાની વચ્ચે પહોંચી શકે છે. આખો પ્રોજેક્ટ 2030 સુધી તૈયાર થવાની આશા છે. NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તા જણાવે છે, ‘બુલેટ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આનાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ બે થી અઢી કલાકમાં પૂરો થશે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન હશે. મુંબઈનું સ્ટેશન બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જમીનથી 30 મીટર નીચે બનશે. થાણે, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ જેવા સ્ટેશનો એલિવેટેડ હશે.’ ‘સ્ટેશનો પર ઑટોમેટિક ફેર ગેટ, બિઝનેસ ક્લાસ માટે ખાસ લાઉન્જ અને એસી વેઇટિંગ રૂમ હશે. પ્લેટફોર્મ પર એસી નહીં હોય. સ્ટેશનોને ટ્રેન, મેટ્રો અને બસ રૂટ સાથે જોડવામાં આવશે. સાબરમતીમાં આવું મલ્ટિ-મોડલ હબ તૈયાર થઈ ચૂક્યું છે, જ્યાં બુલેટ ટ્રેન, રેલવે, મેટ્રો અને બસ એક જ જગ્યાએ મળશે.’ ‘ગુજરાતમાં 352 કિલોમીટરના ભાગોમાંથી 290 કિલોમીટર પર પુલ બની ચૂક્યા છે. આગામી 1-2 વર્ષમાં ટ્રાયલ રન શરૂ થશે. ટ્રેનો આખા રૂટ પર એકસાથે નહીં, પરંતુ ટુકડામાં દોડશે. પહેલા વાપીથી સુરત, પછી સુરતથી વડોદરા અને અંતે અમદાવાદ સુધી. મુંબઈ સેક્શનમાં જમીન મેળવવામાં વિલંબ થયો હતો, પરંતુ હવે ત્યાં પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે. 21 કિલોમીટર લાંબી સુરંગનું કામ શરૂ થઈ ગયું છે, જેમાં 7 કિલોમીટરનો હિસ્સો સમુદ્રની નીચે હશે.’ ‘સુરત અને આણંદમાં પાટા નાખવાનું અને ઓવરહેડ ઇલેક્ટ્રિક લાઇન લગાવવાનું કામ ચાલી રહ્યું છે. ભારતમાં પ્રથમ વખત પુલ બનાવવા માટે 40 મીટર ફુલ સ્પાન લોન્ચિંગ મેથડ ટેકનિકનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કામ માટે જાપાનથી ટેકનોલોજી અને ટ્રેનિંગ મળી છે.’ ભારતના ઇજનેરો શીખવા માટે જાપાન ગયા. ત્યાંથી પણ નિષ્ણાતો ભારત આવ્યા. NHSRCL સંપૂર્ણ પ્રયાસ કરી રહી છે કે આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય અને આગામી 1-2 વર્ષમાં બુલેટ ટ્રેનનું સપનું સાકાર થાય. બુલેટ ટ્રેનમાં ભૂકંપ ચેતવણી સિસ્ટમ
બુલેટ ટ્રેનમાં પ્રથમ વખત અર્થક્વેક વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. આ સિસ્ટમ જાપાની ટેકનોલોજી પર આધારિત છે. ભૂકંપ આવે ત્યારે આ સિસ્ટમ તાત્કાલિક વીજળીનો પુરવઠો બંધ કરી દેશે. વીજળી બંધ થતાં જ ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક લાગશે અને ટ્રેન ત્યાં જ ઊભી રહી જશે. આ સિસ્ટમ હેઠળ કુલ 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે. આમાંથી 22 મશીનો ટ્રેનના રૂટ પર લગાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં 8 અને ગુજરાતમાં 14 મશીનો લગાવાશે. બાકીના 6 મશીનો એવી જગ્યાઓ પર લગાવવામાં આવશે, જ્યાં ભૂકંપનો ખતરો વધુ હોય. આમાંથી 4 મહારાષ્ટ્રમાં અને 2 ગુજરાતમાં લગાવાશે. નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી મોટો પુલ તૈયાર
ગુજરાતમાં નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી લાંબો પુલ બની ચૂક્યો છે. આની લંબાઈ 1.4 કિલોમીટર છે. પુલનો પાયો ‘વેલ ફાઉન્ડેશન’ ટેકનિકથી બનાવવામાં આવ્યો છે. 25માંથી કેટલાક ફાઉન્ડેશનની ઊંડાઈ કુતુબમિનારની ઊંચાઈ કરતાં પણ વધુ છે. જાપાનથી આવનારી બુલેટ ટ્રેનથી થશે ટ્રાયલ
આ પ્રોજેક્ટનો લગભગ 468 કિલોમીટરનો હિસ્સો એલિવેટેડ વાયાડક્ટ પર બનાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં પ્રથમ 40 મીટર લાંબું ફુલ સ્પાન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ બોક્સ ગર્ડર તૈયાર કરવામાં આવ્યું છે. આનું વજન 970 મેટ્રિક ટન છે. આ ભારતમાં અત્યાર સુધીનું સૌથી ભારે PSC બોક્સ ગર્ડર છે. જાપાને ભારતને બે શિન્કાન્સેન ટ્રેનો (E5 અને E3 સિરીઝ) મફતમાં આપવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોની ડિલિવરી 2026ની શરૂઆતમાં થઈ શકે છે. આનો ઉપયોગ શરૂઆતના ટ્રાયલ રન માટે થઈ શકે છે. NHSRCLના જણાવ્યા મુજબ, રૂટમાં આવતી નદીઓ, રેલવે લાઇનો અને સ્ટેટ હાઇવેને પાર કરવા માટે પુલ તૈયાર કરવો એ મોટો પડકાર છે. રેલવે ટ્રેક અને હાઇવે પાર કરવા માટે બની રહેલા સ્ટીલના પુલોમાંથી 7મો પુલ તાજેતરમાં સુરત-વડોદરા સેક્શન પર બન્યો છે. આ ડેડિકેટેડ ફ્રેઇટ રેલ કોરિડોરની ઉપર બનાવ્યો છે. 70 મીટર લાંબો અને 674 મેટ્રિક ટન વજનનો આ પુલ કોલકાતાના દુર્ગાપુરમાં તૈયાર કર્યો હતો. આ પુલોમાં લગભગ 70 હજાર મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે. આની આયુષ્ય 100 વર્ષ આંકવામાં આવી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *