P24 News Gujarat

સોનુ નિગમનું નિવેદન નોંધવા કર્ણાટક પોલીસ મુંબઈ આવશે:ભાષા વિવાદમાં ગાયકને રાહત; આગામી સુનાવણી સુધી સિંગર સામે કોઈ કાર્યવાહી નહીં કરવા કોર્ટનો આદેશ

૩ મેના રોજ બેંગ્લોરમાં એક કોન્સર્ટ દરમિયાન કન્નડ ભાષા પર આપેલા નિવેદન બદલ સોનુ નિગમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે સોનુ નિગમનું નિવેદન ટૂંક સમયમાં નોંધવામાં આવશે. જોકે, કર્ણાટક હાઈકોર્ટે આ કેસમાં ગાયકને મોટી રાહત આપી છે. તેમને પોતાનું નિવેદન નોંધાવવા માટે કર્ણાટક જવાની જરૂર રહેશે નહીં, પરંતુ કર્ણાટક પોલીસ તેમનું નિવેદન લેવા માટે મુંબઈ આવશે. અહેવાલો અનુસાર, બેંગલુરુના અવલાહલ્લી પોલીસ સ્ટેશનના એક ઇન્સ્પેક્ટર અને 2 અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં મુંબઈ પહોંચશે અને ગાયકનું નિવેદન લેશે, જેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આગામી સુનાવણી સુધી ગાયક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે આ કેસમાં અંતિમ રિપોર્ટ ફાઇલ કરવા પર પણ રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. એડિશનલ સ્ટેટ ગવર્નમેન્ટ એડવોક્ટે બી.એન. જગદીશે કોર્ટને જાણ કરી છે કે જો સોનુ નિગમ તપાસમાં સહકાર આપશે તો તેની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. ૩ મેના રોજ, ગાયક વિરુદ્ધ બેંગલુરુના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 351 (2) (ગુનાહિત ધાકધમકી), 352 (જાહેર ઉશ્કેરણી) અને 352 (1) (શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી ઉશ્કેરણી અથવા અપમાન) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા પછી, સોનુ નિગમે કર્ણાટક હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. જાણો શું છે આખો વિવાદ? સોનુ નિગમે તાજેતરમાં બેંગલુરુની એક કોલેજમાં પરફોર્મ કર્યું. જ્યારે સિંગર તેના આઇકોનિક હિન્દી ગીતો ગાઈ રહ્યો હતો, ત્યારે એક ચાહકે મોટેથી, કન્નડ-કન્નડ બૂમો પાડવાનું શરૂ કર્યું. આ સાંભળીને સોનુ નિગમે પોતાનું પરફોર્મન્સ અધવચ્ચે જ બંધ કરી દીધું અને છોકરાને ઠપકો આપ્યો. ચાહકને ઠપકો આપતા સોનુએ કહ્યું, મને એ ગમ્યું નહીં કે, ત્યાં એક છોકરો હતો, જેની ઉંમર કદાચ એટલી નહીં હોય, જેટલા વર્ષોથી હું કન્નડમાં ગીતો ગાઈ રહ્યો છું. તે કેટલું અસંસ્કારી હતું કે ભીડમાંથી “કન્નડ-કન્નડ” બૂમો પાડી રહ્યો હતો. આ જ કારણે છે કે, પહેલગામમાં જે થયું તેનું કારણ આ જ છે, જે તું અહીંયા કરી રહ્યો છે. સોનુ નિગમ વિરુદ્ધ બેંગલુરુમાં FIR દાખલ ત્યારબાદ સોનુ નિગમ વિરુદ્ધ કન્નડ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવી હતી. સિંગર વિરુદ્ધ બેંગલુરુના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. મામલો વધુ વકરતા સોનુ નિગમે પણ આ અંગે પોતાનો ખુલાસો આપ્યો. તેણે કહ્યું કે, ‘પ્રેમથી વાત કરવી અને ધમકી આપવામાં ફરક છે. ત્યાં ફક્ત ચાર કે પાંચ ગુંડા પ્રકારના લોકો જ હતા જે બૂમો પાડી રહ્યા હતા.’ ત્યાં હાજર હજારો લોકો પણ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને યાદ છે કે છોકરીઓ પણ તેના ઉપર બૂમો પાડીને તેને આવું ન કરવા રોકી રહી હતી. એ પાંચેયને યાદ અપાવવું ખૂબ જ જરૂરી હતું કે, પહેલગામમાં ભાષા પૂછીને પેન્ટ નહતા ઉતારવામાં આવ્યા. કન્નકડના લોકો ખૂબ પ્રેમાળ છે. તમારે એવું ન વિચારવું જોઈએ કે ત્યાં એવી કોઈ લહેર ચાલી રહી હતી. કન્નડ ઇન્ડસ્ટ્રીએ સિંગર પર પ્રતિબંધ મૂક્યો 5 મેના રોજ કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની એક બેઠક મળી હતી, જેમાં સોનુ નિગમ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, જ્યાં સુધી સોનુ નિગમ આ મુદ્દે માફી નહીં માંગે, ત્યાં સુધી તેને કન્નડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ આપવામાં નહીં આવે. કન્નડ ઇન્ડસ્ટ્રીએ તેના પર પ્રતિબંધ મૂકી દીધા બાદ અને વિવાદ વકર્યા બાદ સોનુ નિગમે માફી માંગી હતી સોનુ નિગમે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે, ‘સોરી કર્ણાટક, તમારા માટેનો મારો પ્રેમ મારા ઈગો કરતાં વધુ મોટો છે.’ હંમેશા પ્રેમ.’ સોનુ નિગમે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે, ‘સોરી કર્ણાટક, તમારા માટેનો મારો પ્રેમ મારા ઈગો કરતાં વધુ મોટો છે.’ હંમેશા પ્રેમ.’ દીકરાની ઉંમરના યુવકે હજારો લોકોની સામે મને ધમકાવ્યો- સોનુ નિગમ આ સિવાય સોનુ નિગમે બીજી એક પોસ્ટ પણ શેર કરી છે. તેમાં સિંગરે સમગ્ર મામલા પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેણે લખ્યું, ‘નમસ્તે, મેં ફક્ત કર્ણાટકમાં જ નહીં પરંતુ દુનિયામાં ગમે ત્યાં ભાષા, સંસ્કૃતિ, સંગીત, સંગીતકારો, રાજ્ય અને લોકોને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે. હકીકતમાં મને હિન્દી સહિત અન્ય ભાષાઓના ગીતો કરતાં મારા કન્નડ ગીતો માટે વધુ આદર છે. સોશિયલ મીડિયા પર સેંકડો વીડિયો આ વાતનો પુરાવો છે. મારી પાસે એક કલાકથી વધુ કન્નડ ગીતો છે, જેને મેં કર્ણાટકમાં થનારા દરેક કોન્સર્ટ માટે તૈયાર કર્યા છે. જોકે, હું કોઈ યુવક નથી જે કોઈનો પણ અનાદર સહન કરી લઉં. હું 51 વર્ષનો છું, મારા જીવનના બીજા તબક્કામાં છું અને મને આ વાતે ગુસ્સે થવાનો અધિકાર છે કે, મારા દીકરાની ઉંમરના યુવકો મને હજારો લોકોની સામે ભાષાના નામે ધમકાવે, એ પણ કન્નડમાં, જે મારા કામ બાબતે મારી બીજી ભાષા છે.’ સિંગરે કહ્યું- નફરત ફેલાવનારાઓને હું નફરત કરું છું પોતાની પોસ્ટમાં, ગાયકે આગળ લખ્યું, ‘દેશભક્ત હોવાને કારણે, હું એવા બધા લોકોને નફરત કરું છું જેઓ ભાષા, જાતિ અથવા ધર્મના નામે નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને પહેલગામમાં જે બન્યું તે પછી.’ મારે તેમને તે સમજાવવું પડ્યું, અને મેં તેમ કર્યું, અને હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેના માટે મને તાળીઓ પાડી. વાત પૂરી થઈ ગઈ અને મેં એક કલાકથી વધુ સમય સુધી કન્નડ ગાયું. આ બધું સોશિયલ મીડિયા પર છે, હું કર્ણાટકના સમજદાર લોકો પર છોડી દઉં છું કે તેઓ અહીં કોણ દોષિત છે તે નક્કી કરે. હું તમારા નિર્ણયને નમ્રતાથી સ્વીકારીશ. મને કર્ણાટકની કાયદા એજન્સીઓ અને પોલીસ પર સંપૂર્ણ આદર અને વિશ્વાસ છે અને હું મારી પાસેથી જે પણ અપેક્ષા રાખું છું તેનું પાલન કરીશ. મને કર્ણાટક તરફથી દૈવી પ્રેમ મળ્યો છે અને તમારો નિર્ણય ગમે તે હોય, હું તેને હંમેશા કોઈપણ દ્વેષ વિના જાળવી રાખીશ.’

​૩ મેના રોજ બેંગ્લોરમાં એક કોન્સર્ટ દરમિયાન કન્નડ ભાષા પર આપેલા નિવેદન બદલ સોનુ નિગમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલે સોનુ નિગમનું નિવેદન ટૂંક સમયમાં નોંધવામાં આવશે. જોકે, કર્ણાટક હાઈકોર્ટે આ કેસમાં ગાયકને મોટી રાહત આપી છે. તેમને પોતાનું નિવેદન નોંધાવવા માટે કર્ણાટક જવાની જરૂર રહેશે નહીં, પરંતુ કર્ણાટક પોલીસ તેમનું નિવેદન લેવા માટે મુંબઈ આવશે. અહેવાલો અનુસાર, બેંગલુરુના અવલાહલ્લી પોલીસ સ્ટેશનના એક ઇન્સ્પેક્ટર અને 2 અધિકારીઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. તે ટૂંક સમયમાં મુંબઈ પહોંચશે અને ગાયકનું નિવેદન લેશે, જેનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કર્ણાટક હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે આગામી સુનાવણી સુધી ગાયક સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે આ કેસમાં અંતિમ રિપોર્ટ ફાઇલ કરવા પર પણ રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. એડિશનલ સ્ટેટ ગવર્નમેન્ટ એડવોક્ટે બી.એન. જગદીશે કોર્ટને જાણ કરી છે કે જો સોનુ નિગમ તપાસમાં સહકાર આપશે તો તેની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. ૩ મેના રોજ, ગાયક વિરુદ્ધ બેંગલુરુના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 351 (2) (ગુનાહિત ધાકધમકી), 352 (જાહેર ઉશ્કેરણી) અને 352 (1) (શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી ઉશ્કેરણી અથવા અપમાન) હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા પછી, સોનુ નિગમે કર્ણાટક હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. જાણો શું છે આખો વિવાદ? સોનુ નિગમે તાજેતરમાં બેંગલુરુની એક કોલેજમાં પરફોર્મ કર્યું. જ્યારે સિંગર તેના આઇકોનિક હિન્દી ગીતો ગાઈ રહ્યો હતો, ત્યારે એક ચાહકે મોટેથી, કન્નડ-કન્નડ બૂમો પાડવાનું શરૂ કર્યું. આ સાંભળીને સોનુ નિગમે પોતાનું પરફોર્મન્સ અધવચ્ચે જ બંધ કરી દીધું અને છોકરાને ઠપકો આપ્યો. ચાહકને ઠપકો આપતા સોનુએ કહ્યું, મને એ ગમ્યું નહીં કે, ત્યાં એક છોકરો હતો, જેની ઉંમર કદાચ એટલી નહીં હોય, જેટલા વર્ષોથી હું કન્નડમાં ગીતો ગાઈ રહ્યો છું. તે કેટલું અસંસ્કારી હતું કે ભીડમાંથી “કન્નડ-કન્નડ” બૂમો પાડી રહ્યો હતો. આ જ કારણે છે કે, પહેલગામમાં જે થયું તેનું કારણ આ જ છે, જે તું અહીંયા કરી રહ્યો છે. સોનુ નિગમ વિરુદ્ધ બેંગલુરુમાં FIR દાખલ ત્યારબાદ સોનુ નિગમ વિરુદ્ધ કન્નડ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવી હતી. સિંગર વિરુદ્ધ બેંગલુરુના અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો. મામલો વધુ વકરતા સોનુ નિગમે પણ આ અંગે પોતાનો ખુલાસો આપ્યો. તેણે કહ્યું કે, ‘પ્રેમથી વાત કરવી અને ધમકી આપવામાં ફરક છે. ત્યાં ફક્ત ચાર કે પાંચ ગુંડા પ્રકારના લોકો જ હતા જે બૂમો પાડી રહ્યા હતા.’ ત્યાં હાજર હજારો લોકો પણ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને યાદ છે કે છોકરીઓ પણ તેના ઉપર બૂમો પાડીને તેને આવું ન કરવા રોકી રહી હતી. એ પાંચેયને યાદ અપાવવું ખૂબ જ જરૂરી હતું કે, પહેલગામમાં ભાષા પૂછીને પેન્ટ નહતા ઉતારવામાં આવ્યા. કન્નકડના લોકો ખૂબ પ્રેમાળ છે. તમારે એવું ન વિચારવું જોઈએ કે ત્યાં એવી કોઈ લહેર ચાલી રહી હતી. કન્નડ ઇન્ડસ્ટ્રીએ સિંગર પર પ્રતિબંધ મૂક્યો 5 મેના રોજ કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સની એક બેઠક મળી હતી, જેમાં સોનુ નિગમ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે, જ્યાં સુધી સોનુ નિગમ આ મુદ્દે માફી નહીં માંગે, ત્યાં સુધી તેને કન્નડ ઈન્ડસ્ટ્રીમાં કોઈ કામ આપવામાં નહીં આવે. કન્નડ ઇન્ડસ્ટ્રીએ તેના પર પ્રતિબંધ મૂકી દીધા બાદ અને વિવાદ વકર્યા બાદ સોનુ નિગમે માફી માંગી હતી સોનુ નિગમે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે, ‘સોરી કર્ણાટક, તમારા માટેનો મારો પ્રેમ મારા ઈગો કરતાં વધુ મોટો છે.’ હંમેશા પ્રેમ.’ સોનુ નિગમે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે, ‘સોરી કર્ણાટક, તમારા માટેનો મારો પ્રેમ મારા ઈગો કરતાં વધુ મોટો છે.’ હંમેશા પ્રેમ.’ દીકરાની ઉંમરના યુવકે હજારો લોકોની સામે મને ધમકાવ્યો- સોનુ નિગમ આ સિવાય સોનુ નિગમે બીજી એક પોસ્ટ પણ શેર કરી છે. તેમાં સિંગરે સમગ્ર મામલા પર પોતાનો દૃષ્ટિકોણ રજૂ કર્યો. તેણે લખ્યું, ‘નમસ્તે, મેં ફક્ત કર્ણાટકમાં જ નહીં પરંતુ દુનિયામાં ગમે ત્યાં ભાષા, સંસ્કૃતિ, સંગીત, સંગીતકારો, રાજ્ય અને લોકોને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે. હકીકતમાં મને હિન્દી સહિત અન્ય ભાષાઓના ગીતો કરતાં મારા કન્નડ ગીતો માટે વધુ આદર છે. સોશિયલ મીડિયા પર સેંકડો વીડિયો આ વાતનો પુરાવો છે. મારી પાસે એક કલાકથી વધુ કન્નડ ગીતો છે, જેને મેં કર્ણાટકમાં થનારા દરેક કોન્સર્ટ માટે તૈયાર કર્યા છે. જોકે, હું કોઈ યુવક નથી જે કોઈનો પણ અનાદર સહન કરી લઉં. હું 51 વર્ષનો છું, મારા જીવનના બીજા તબક્કામાં છું અને મને આ વાતે ગુસ્સે થવાનો અધિકાર છે કે, મારા દીકરાની ઉંમરના યુવકો મને હજારો લોકોની સામે ભાષાના નામે ધમકાવે, એ પણ કન્નડમાં, જે મારા કામ બાબતે મારી બીજી ભાષા છે.’ સિંગરે કહ્યું- નફરત ફેલાવનારાઓને હું નફરત કરું છું પોતાની પોસ્ટમાં, ગાયકે આગળ લખ્યું, ‘દેશભક્ત હોવાને કારણે, હું એવા બધા લોકોને નફરત કરું છું જેઓ ભાષા, જાતિ અથવા ધર્મના નામે નફરત ફેલાવવાનો પ્રયાસ કરે છે, ખાસ કરીને પહેલગામમાં જે બન્યું તે પછી.’ મારે તેમને તે સમજાવવું પડ્યું, અને મેં તેમ કર્યું, અને હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ તેના માટે મને તાળીઓ પાડી. વાત પૂરી થઈ ગઈ અને મેં એક કલાકથી વધુ સમય સુધી કન્નડ ગાયું. આ બધું સોશિયલ મીડિયા પર છે, હું કર્ણાટકના સમજદાર લોકો પર છોડી દઉં છું કે તેઓ અહીં કોણ દોષિત છે તે નક્કી કરે. હું તમારા નિર્ણયને નમ્રતાથી સ્વીકારીશ. મને કર્ણાટકની કાયદા એજન્સીઓ અને પોલીસ પર સંપૂર્ણ આદર અને વિશ્વાસ છે અને હું મારી પાસેથી જે પણ અપેક્ષા રાખું છું તેનું પાલન કરીશ. મને કર્ણાટક તરફથી દૈવી પ્રેમ મળ્યો છે અને તમારો નિર્ણય ગમે તે હોય, હું તેને હંમેશા કોઈપણ દ્વેષ વિના જાળવી રાખીશ.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *