P24 News Gujarat

30 વર્ષ બાદ રવિનાના ‘ટીપ ટીપ બરસા’ પર દીકરીનો ડાન્સ:અનન્યાએ પિતા ચંકી પાંડે સાથે પરફોર્મ કર્યું, એવોર્ડ સેરેમનીમાં તમન્નાનો લુક ચર્ચામાં રહ્યો

શનિવારે મુંબઈમાં 23મો ઝી સિને એવોર્ડ્સ 2025 યોજાયો હતો, જ્યાં તમન્ના ભાટિયા, રાશા થડાની અને અનન્યા પાંડેના પરફોર્મન્સે ફેન્સનું દિલ જીતી લીધું હતું. જેકલીન ફર્નાન્ડીઝ અને રશ્મિકા મંદાના સહિત ઘણા સેલેબ્સના રેડ કાર્પેટ લુક્સ હેડલાઇન્સમાં છે. આ વર્ષે કાર્તિક આર્યનને વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે, જે સુનીલ શેટ્ટી અને અનન્યા પાંડે દ્વારા આપવામાં આવ્યો હતો. એવોર્ડ્સના પરફોર્મન્સની એક ઝલક-
‘આઝાદ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર રવિના ટંડનની પુત્રી રાશાએ આ વર્ષે ઝી સિને એવોર્ડ્સમાં પોતાના કરિયરનું પહેલું પર્ફોર્મન્સ આપ્યું હતું. તેને યાદગાર બનાવવા માટે, તેણે તેની માતાનું 30 વર્ષ પહેલાંનું આઈકોનિક સોન્ગ “ટિપ ટિપ બરસા પાની” પસંદ કર્યું હતું. રાશાએ તેની માતાની જેમ સ્ટેજ પર પીળા-ગોલ્ડન રંગની સાળી પહેલી હતી. જેને સ્ટેજનું ગ્લેમર વધાર્યું હતું. એટલું જ નહીં, રાશાએ માધુરી દીક્ષિતના ગીત “એક દો તીન” પર પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. તમન્ના ભાટિયાએ ગયા વર્ષના ચાર્ટબસ્ટર ગીત ‘આજ કી રાત’ અને ઐશ્વર્યા રાયના ગીત ‘કજરા રે’ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું. અનન્યા પાંડેએ તેના તમામ ગીતોને બાજુ પર રાખી, તેના પિતા ચંકી પાંડેની ફિલ્મ ‘પાપ કી દુનિયા’ના ‘મેરા દિલ તોતા બન જાયે’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન, તેણે તેના પિતા ચંકી પાંડેને સ્ટેજ પર બોલાવ્યા અને બંને સાથેએ સ્ટેપ પરફોર્મ કર્યા હતાં. એવોર્ડ નાઇટમાં કાર્તિક આર્યનએ હાર્નેસમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી અને ફેન્સનું દિલ જીતી લીધું હતું. ઝી સિને એવોર્ડ્સના રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઝના લુક્સ પર એક નજર-

​શનિવારે મુંબઈમાં 23મો ઝી સિને એવોર્ડ્સ 2025 યોજાયો હતો, જ્યાં તમન્ના ભાટિયા, રાશા થડાની અને અનન્યા પાંડેના પરફોર્મન્સે ફેન્સનું દિલ જીતી લીધું હતું. જેકલીન ફર્નાન્ડીઝ અને રશ્મિકા મંદાના સહિત ઘણા સેલેબ્સના રેડ કાર્પેટ લુક્સ હેડલાઇન્સમાં છે. આ વર્ષે કાર્તિક આર્યનને વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે, જે સુનીલ શેટ્ટી અને અનન્યા પાંડે દ્વારા આપવામાં આવ્યો હતો. એવોર્ડ્સના પરફોર્મન્સની એક ઝલક-
‘આઝાદ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર રવિના ટંડનની પુત્રી રાશાએ આ વર્ષે ઝી સિને એવોર્ડ્સમાં પોતાના કરિયરનું પહેલું પર્ફોર્મન્સ આપ્યું હતું. તેને યાદગાર બનાવવા માટે, તેણે તેની માતાનું 30 વર્ષ પહેલાંનું આઈકોનિક સોન્ગ “ટિપ ટિપ બરસા પાની” પસંદ કર્યું હતું. રાશાએ તેની માતાની જેમ સ્ટેજ પર પીળા-ગોલ્ડન રંગની સાળી પહેલી હતી. જેને સ્ટેજનું ગ્લેમર વધાર્યું હતું. એટલું જ નહીં, રાશાએ માધુરી દીક્ષિતના ગીત “એક દો તીન” પર પણ પર્ફોર્મન્સ આપ્યું હતું. તમન્ના ભાટિયાએ ગયા વર્ષના ચાર્ટબસ્ટર ગીત ‘આજ કી રાત’ અને ઐશ્વર્યા રાયના ગીત ‘કજરા રે’ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું. અનન્યા પાંડેએ તેના તમામ ગીતોને બાજુ પર રાખી, તેના પિતા ચંકી પાંડેની ફિલ્મ ‘પાપ કી દુનિયા’ના ‘મેરા દિલ તોતા બન જાયે’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન, તેણે તેના પિતા ચંકી પાંડેને સ્ટેજ પર બોલાવ્યા અને બંને સાથેએ સ્ટેપ પરફોર્મ કર્યા હતાં. એવોર્ડ નાઇટમાં કાર્તિક આર્યનએ હાર્નેસમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી અને ફેન્સનું દિલ જીતી લીધું હતું. ઝી સિને એવોર્ડ્સના રેડ કાર્પેટ પર સેલિબ્રિટીઝના લુક્સ પર એક નજર- 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *