રાજકોટ રેલવે ડિવિઝન હેઠળ આવતા 17 સ્ટેશનોનું અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. આ પૈકી હાલમાં 6 સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથળી, હાપા અને મોરબીનો સમાવેશ થાય છે. તમામ સ્ટેશનોનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 22 મે, 2025ના સવારે 9:30 વાગ્યે કરવામાં આવશે નવીનીકરણ થયેલા સ્ટેશનોમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. ત્યારે જુઓ જામવંથલી અને હાપા સ્ટેશનનો કાયાપલટ થયા પછીનો નઝારો. પ્રોજેક્ટ અંતર્ગત માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી
ભારતીય રેલ્વે દ્વારા દેશભરના રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત હાપા, જામ રેલ્વે સ્ટેશનને સંપૂર્ણપણે કાયાપલટ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત બંને સ્ટેશનો પર મુસાફરોની સુવિધા અને અનુભવને વધારવા માટે અનેકવિધ આધુનિક સુવિધાઓ ઉમેરી અને હાલની માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી છે. પ્રોજેક્ટ હેઠળ સ્ટેશનો પર ઉપલબ્ધ સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો કરવામાં આવ્યો છે. લાંબા ગાળાને ધ્યાને રાખીને સ્ટેશન પર શહેર કેન્દ્રિત નિર્માણ કરાયું
હાપા અને જામવંથલી સહિતના સ્ટેશનોમાં ખાસ કરીને વેઇટિંગ હોલ, શૌચાલય, જરૂરિયાત મુજબ લિફ્ટ/એસ્કેલેટર, સ્વચ્છતા, મફત વાઇ-ફાઇ, ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ’ જેવી યોજનાઓ દ્વારા સ્થાનિક ઉત્પાદનો માટે કિઓસ્ક, વધુ સારી પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ્સ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, બિઝનેસ મીટિંગ માટે નામાંકિત જગ્યાઓ, લેન્ડસ્કેપિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ યોજનામાં બિલ્ડિંગમાં સુધારો, શહેરની બંને બાજુ સાથે સ્ટેશનનું જોડાણ, મલ્ટી-મોડલ એકીકરણ, દિવ્યાંગજન માટે સુવિધાઓ, ટકાઉ – પર્યાવરણને અનુકૂળ બાંધકામ, બેલાસ્ટલેસ ટ્રેકની જોગવાઈ, તબક્કાવાર અને લાંબા ગાળાને ધ્યાને રાખીને સ્ટેશન પર શહેર કેન્દ્રિત નિર્માણ કરવામાં આવ્યું છે. હાપા રેલ્વે સ્ટેશનનો ઇતિહાસ અને મહત્વ:
હાપા રેલ્વે સ્ટેશન ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં આવેલું મહત્વનું રેલ્વે સ્ટેશન છે. તે રાજકોટ ડિવિઝન હેઠળના પશ્ચિમ રેલ્વે ઝોનમાં આવેલું છે. હાપા રેલ્વે સ્ટેશન જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલું છે અને જામનગરથી પૂર્વ દિશામાં આશરે 10 કિલોમીટરના અંતરે આવેલું છે. કેટલાંક એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનો હાપા ખાતે ઊભી રહે છે અને સમગ્ર ભારત સાથે સુગમ અને સરળ જોડાણ પૂરું પાડે છે. સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જેવી કેટલીક અન્ય મહત્વની ટ્રેનો પણ હાપા રોકાય છે. હાપા રેલ્વે સ્ટેશન સ્થાનિક પ્રદેશની જરૂરિયાતોને પૂરી કરતું હોવાથી તેનું મહત્વ વધારે છે. તે પશ્ચિમ રેલ્વે સાથે જોડાયેલું હોવાથી, હાલમાં, સ્ટેશનને NSG-5 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અહીં દૈનિક 716 મુસાફરોની સરેરાશ અવરજવર છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ હાપા સ્ટેશનનો પુનર્વિકાસ
ગુજરાતના હાપા રેલ્વે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ સમગ્ર ભારતમાં રેલ્વે માળખાને આધુનિક બનાવવાનો છે. જામનગરની સીમા પર સ્થિત આ સ્ટેશન પ્રદેશના અનેક ઔદ્યોગિક મહત્વના સ્થળોનું પ્રવેશદ્વાર હોવાથી, હાપા સ્ટેશન યોજના (ABSS) હેઠળ મોટું પરિવર્તન જોવા મળશે. રૂ. 12.79 કરોડના મંજૂર બજેટ સાથે, પુનર્વિકાસ કાર્ય પૂરું થયું છે. મુસાફરો માટે બહેતર અનુભવ સુનિશ્ચિત કરવા માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવા માટે સ્ટેશનનું આધુનિકીકરણ કરાયું છે. જામવંથલી રેલ્વે સ્ટેશનનો ઇતિહાસ અને મહત્વ:
જામવંથલી રેલ્વે સ્ટેશન પણ ભારતીય રેલ્વેના વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ શરૂ કરવામાં આવી રહેલા મહત્વપૂર્ણ સ્ટેશનોમાંનું એક છે. આ યોજના લાંબા ગાળાના અભિગમ સાથે સતત ધોરણે સ્ટેશનના વિકાસની કલ્પના કરે છે. આ રેલ્વે સ્ટેશન ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું એક મહત્વનું રેલ્વે સ્ટેશન છે. જામનગર શહેરથી આ સ્ટેશન આશરે 31 કિલોમીટર દૂર છે. પેસેન્જર અને સુપરફાસ્ટ ટ્રેનો જામવંથલી રેલ્વે સ્ટેશન પર રોકાય છે. રેલ્વે સ્ટેશન સ્થાનિક પ્રદેશની જરૂરિયાતોને પૂરી કરતું હોવાથી તેનું મહત્વ વધારે છે. પશ્ચિમ રેલ્વે સાથે જોડાયેલું હોવાથી, હાલમાં, સ્ટેશનને NSG-5 તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. મુસાફરોની સરેરાશ દૈનિક અવરજવર 66 છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ જામવંથલી સ્ટેશનનો પુનર્વિકાસ
ગુજરાતના જામવંથલી રેલ્વે સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પુનર્વિકસિત કરવામાં આવ્યું છે, જેનો હેતુ સમગ્ર ભારતમાં રેલ્વે માળખાને આધુનિક બનાવવાનો છે. પ્રદેશના અનેક કૃષિ મહત્વના સ્થળોનું કેન્દ્ર હોવાથી, જામનગર સ્ટેશન, અમૃત ભારત સ્ટેશન યોજના (ABSS) હેઠળ એક મોટું પરિવર્તન હેઠળ આવશે. રૂ. 3.05 કરોડના મંજૂર બજેટ સાથે, પુનર્વિકાસ કાર્ય પૂરું થશે. મુસાફરો માટે સુધારેલ અનુભવ સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે. બંને સ્ટેશનો પર મુસાફરો માટે વધારાની સુવિધાઓ: