અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર હોવાનું સામે આવ્યું છે. તે હવે હાડકાં સુધી ફેલાઈ ગયું છે. રવિવારે બાઇડનના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને આ માહિતી આપી. 82 વર્ષીય બાઇડનને ગયા અઠવાડિયે યૂરિનલમાં તકલીફની ફરિયાદ બાદ ડૉક્ટર પાસે ગયા હતા. તપાસ બાદ, તેમને ગયા શુક્રવારે આ ખતરનાક રોગ વિશે ખબર પડી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાઇડનની બીમારી વિશે કહ્યું – મેલાનિયા અને મને તેમની બીમારી વિશે જાણીને દુઃખ થયું છે. અમે જીલ બાઇડન અને તેના પરિવાર માટે પ્રાર્થના કરીએ છીએ, અને જો બાઇડન ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. 2023માં સ્કિન કેન્સરની સારવાર કરાવી હતી આ પહેલા 2023માં જો બાઇડનને સ્કિનનું કેન્સર થયું હતું. વ્હાઇટ હાઉસના ડોકટરોએ જણાવ્યું હતું કે તેમને છાતી પર બેઝલ સેલ કાર્સિનોમા, એક સામાન્ય પ્રકારનું સ્કિન કેન્સર હોવાનું નિદાન થયું છે. ફેબ્રુઆરીમાં સર્જરી દરમિયાન આ ઘા દૂર કરવામાં આવ્યો હતો. અમેરિકન કેન્સર સોસાયટી અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રોસ્ટેટ કેન્સર પુરુષોમાં સૌથી સામાન્ય કેન્સર છે અને કેન્સરથી થતા મૃત્યુનું બીજું મુખ્ય કારણ છે. સ્પર્મને બચાવવાની વ્યવસ્થા કરે છે પ્રોસ્ટેટ ગ્લેન્ડ્સ પ્રોસ્ટેટ ગ્રંથીઓ પુરુષ પ્રજનન તંત્રનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેમાં બનતું પ્રવાહી શુક્રાણુઓનું રક્ષણ કરે છે, તેને પોષણ આપે છે અને સ્ત્રી પ્રજનન અંગો સુધી પહોંચવામાં મદદ કરે છે. પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં પેઢુના ભાગમાં મૂત્રાશયની નીચે આવેલી હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિમાં થઈને પેશાબની નળી (યુરેથ્રા) પસાર થાય છે. પ્રોસ્ટેટનું કાર્ય વીર્યને પોષકતત્ત્વ આપવાનું હોય છે. પુરુષોની ઉંમર વધે એટલે મોટાભાગે પ્રોસ્ટેટની ગ્રંથિ મોટી થતી હોય છે, પરંતુ એ જરૂરી નથી કે તમામ પુરુષોને કેન્સર હોય. પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થાય ત્યારે અંદરથી પસાર થતી પેશાબની નળી પર દબાણ આવે છે અને યુરેથ્રામાં પેશાબનો ભરાવો થાય છે. સામાન્ય રીતે 100માંથી 3-4 લોકોને પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા રહેલી છે.’ બાઇડન સૌથી વૃદ્ધ અમેરિકન રાષ્ટ્રપતિ રહ્યા છે 82 વર્ષીય બાઇડને 2020માં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા હતા અને ગયા વર્ષે ફરીથી ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ તેમની ઉંમર અને માનસિક સ્થિતિ અંગે ઊભા થયેલા પ્રશ્નોને કારણે તેમણે રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. તેમણે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ટેકો આપ્યો હતો. બાઇડન કરતા ત્રણ વર્ષ નાના ટ્રમ્પે ગયા વર્ષે નવેમ્બરમાં કમલા હેરિસને હરાવીને બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી હતી. જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ બન્યા. જ્યારે તેમણે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા ત્યારે તેમની ઉંમર 78 વર્ષ અને 220 દિવસ હતી. જ્યારે ટ્રમ્પ બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની ઉંમર 78 વર્ષ અને 61 દિવસ હતી. અમેરિકાના બંધારણ મુજબ, ટ્રમ્પ ત્રીજી વખત રાષ્ટ્રપતિ ન બની શકે. આવી સ્થિતિમાં, બાઇડનનો રેકોર્ડ થોડા વર્ષો સુધી અકબંધ રહેશે. સૌથી યુવા સેનેટથી રાષ્ટ્રપતિ સુધીની બાઈડનની કારકિર્દી પર એક નજર રાષ્ટ્રપતિ પદ છોડવા સાથે બાઈડનની પાંચ દાયકાની રાજકીય કારકિર્દીનો અંત આવશે. તેમણે 30 વર્ષની ઉંમરે 1972માં ડેલવેર રાજ્યમાંથી સેનેટની ચૂંટણી જીતીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમયે બાઈડન દેશના સૌથી યુવા સેનેટર હતા. તેમણે 1988 અને 2008માં રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની રેસમાં પણ ભાગ લીધો હતો. 2008માં બરાક ઓબામાની જીત બાદ તેઓ આગામી બે ટર્મ માટે પણ ઉપરાષ્ટ્રપતિ રહ્યા. 2020માં ડેમોક્રેટિક પાર્ટીએ તેમને ડોનાલ્ડ ટ્રમ્પ સામે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. 2020માં ટ્રમ્પને હરાવીને, બાઈડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બન્યા. 2024માં તેમણે પાર્ટીના દબાણને કારણે બીજી વખત રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી છોડી દીધી હતી. આ પછી કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા, જેમને ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી પરિણામો પર બોલતા બાઈડને કહ્યું હતું કે જો તેઓ ઉમેદવાર હોત તો ટ્રમ્પને હરાવી શકતા હતા. પ્રોસ્ટેટનું કેન્સર કેમ થાય છે?
‘હજી સુધી સાયન્સ એ વાત શોધી શક્યું નથી કે પ્રોસ્ટેટનું કેન્સર થવા પાછળ જવાબદાર પરિબળો કયાં છે? સામાન્ય રીતે બીડી-તમાકુથી જડબાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે, પરંતુ પ્રોસ્ટેટ માટે તમે કોઈ ચોક્કસ કારણ આપી શકો નહીં. અનેક રિસર્ચ બાદ કોમનલી એમ કહેવામાં આવ્યું છે કે જિનેટિક મ્યુટેશનને કારણે પ્રોસ્ટેટ કેન્સર થાય છે. મ્યુટેશન એટલે કે આપણા બૉડીમાં રહેલા દરેક સેલ (કોષો)માં એક મેમરી હોય છે. મેમરીની અંદર DNA છે અને તેમાં જિનેટિક કૉડ છુપાયેલા છે. આ જિનેટક કૉડમાં ફેરફાર થાય એટલે કેન્સર થાય છે, 17થી લઈ 50 જિનેટિકમાં મ્યુટેશન થાય એટલે પ્રોસ્ટેટ કેન્સર થતું હોય છે. જિનેટિક મ્યુટેશન થવામાં સમય લાગતો હોવાથી આ કેન્સર સામાન્ય રીતે મોટી ઉંમરે થાય છે.’ , અમેરિકા સંબંધિત આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પ રિયાલિટી શો વિનરને યુએસ નાગરિકતા આપશે:પ્રવાસી સ્પર્ધકોને ગોલ્ડ માઈનિંગ, રિવર રાફ્ટિંગ જેવા ટાસ્ક હશે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ‘આઉટ ઓફ ધ બોક્સ’ આઈડિયા સામે આવ્યો છે. અમેરિકાની નાગરિકતા હવે ફક્ત કાયદાકીય પ્રક્રિયા અને સ્કિલ દસ્તાવેજો દ્વારા જ નહીં પરંતુ બિગ બોસ જેવા રિયાલિટી ટીવી શો દ્વારા પણ મેળવી શકાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો…