સાપ્તાહિક રાશિફળ: આજથી મે મહિનાનું ત્રીજુ સપ્તાહ (19 મે થી 25 મે, 2025) શરૂ થઈ રહ્યું છે, ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે કર્ક રાશિના લોકોએ વાહન ધીમે ચલાવવું, અર્થહીન વાર્તાલાપથી દૂર રહેવું. તો કન્યા રાશિના જાતકોએ કામકાજમાં વધુ ચોકસાઈ રાખવી હિતાવહ છે. વૃશ્ચિક રાશિવાળાએ કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું, શાંતિથી સમય પસાર કરવો.
