આજે (19 મે, 2025) વહેલી સવારમાં રાજકોટમાં 38 બુટલેગર સહિતના આરોપીના ગેરકાયદે મકાનો પર તંત્રએ બૂલડોઝર ફેરવ્યું છે. પોલીસના મોટા કાફલા સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવતા રૈયા ધાર વિસ્તારમાં પરશુરામ ટેકરી પાસે આવેલ 55 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે. 38 બુટલેગર સહિતના ગુનેગારોના 55 જેટલા ગેરકાયદે મકાન તોડી પાડવામાં આવ્યા છે. રાજકોટ પોલીસે મનપા અને પીજીવીસીએલ તંત્રને સાથે રાખી દબાણો દૂર કર્યા હતાં. ચોરી, લૂંટ, મારામારી, પ્રોહિબિશન જેવા અલગ-અલગ ગુનામાં સંડોવાયેલ આરોપીઓએ ગેરકાયદે દબાણો ખડકી દીધા હતા, જેને વહેલી સવારે તોડી પાડવામાં આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યાં છીએ…