P24 News Gujarat

ભારતમાં કોરોનાની રિ-એન્ટ્રી!:બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શિરોડકરને કોરોના થયો, પોસ્ટ શેર કરી આપી જાણકારી

શિલ્પા શિરોડકર કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે. તેણે લખ્યું, ‘નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.’ ફેન્સ શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરી જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થયો કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે. શિલ્પા શિરોડકરની પોસ્ટ પર સેલેબ્સે ચિંતા વ્યક્ત કરી
‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકરની થોડા દિવસથી તબિયત ખરાબ હતી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે- તેણે કોરોના માટે ટેસ્ટ કરાવ્યો અને આજે તે પોઝિટિવ આવ્યો છે. શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ લખ્યું, “હે ભગવાન!!! તમારી સંભાળ રાખજો… જલ્દી સ્વસ્થ થઈ જાઓ.” આના પર શિલ્પા શિરોડકરે લખ્યું, “આભાર સોનાક્ષી. તારું પણ ધ્યાન રાખજો.” ઇન્દિરા કૃષ્ણાએ લખ્યું, “ધ્યાન રાખજો. જલ્દી સ્વસ્થ થઈ જાઓ.” શિલ્પાએ આના પર હાર્ટ ઇમોજી શેર કર્યું. અંગત જીવન પણ એટલું જ ચર્ચાસ્પદ રહ્યું
90ના દાયકામાં શિલ્પાનું નામ અનિલ કપૂર સાથે જોડાયું હતું. પરિણીત અનિલ કપૂરનું કિમી કાટકર સાથે બ્રેકઅપ થયું હતું. ત્યાર બાદ તેના સંબંધો શિલ્પા સાથે હોવાનું ચર્ચાતું હતું. અનિલ કપૂર ત્યારે ફિલ્મ-પ્રોડ્યુસર્સને ફિલ્મમાં શિલ્પાને લેવાની ભલામણ કરતો. જોકે આ સંબંધો લાંબું ટક્યા નહીં. અનિલ કપૂર ને માધુરી દીક્ષિતની નિકટતાને કારણે એક્ટરના શિલ્પા સાથેના સંબંધોનો અંત આવ્યો હતો. સચિન સાથે પણ નામ જોડાયું
90ના દાયકામાં ભારતનો મોસ્ટ એલિજિબલ બેચલર્સમાંનો એક ક્રિકેટર સચિન તેંડુલકર હતો. સચિનનાં લગ્નના કિસ્સા અનેકવાર મેગેઝિનમાં વાંચવા મળતા. વિવાદથી દૂર રહેનાર સચિનનું નામ શિલ્પા શિરોડકર સાથે જોડાયું હતું. ચર્ચા હતી કે બંને મહારાષ્ટ્રિયન હોવાથી ટૂંક સમયમાં જ લગ્ન કરશે. જોકે પછીથી સચિને આ માત્ર અફવા હોવાનું કહીને તમામને નવાઈમાં મૂક્યા હતા. સચિને કહ્યું હતું કે તે ક્યારેય શિલ્પાને મળ્યો નથી. સિંગાપોર કોરોનાની નવી લહેર શરૂ થઈ
વિશ્વમાંથી હજુ કોરોનાએ વિદાય લીધી નથી. હોંગકોંગથી સિંગાપોર સુધી કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે. હોંગકોંગ અને સિંગાપોરમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને લોકોને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના સમાચાર છે. હવે વધુ એક એક્ટ્રેસ પણ કોરોનાની ઝપેટમાં આવી છે. સિંગાપોરના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે હાલમાં દેશમાં ફેલાઈ રહેલો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા વધુ ચેપી નથી.

​શિલ્પા શિરોડકર કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે. તેણે લખ્યું, ‘નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.’ ફેન્સ શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરી જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થયો કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે. શિલ્પા શિરોડકરની પોસ્ટ પર સેલેબ્સે ચિંતા વ્યક્ત કરી
‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકરની થોડા દિવસથી તબિયત ખરાબ હતી. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે- તેણે કોરોના માટે ટેસ્ટ કરાવ્યો અને આજે તે પોઝિટિવ આવ્યો છે. શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ લખ્યું, “હે ભગવાન!!! તમારી સંભાળ રાખજો… જલ્દી સ્વસ્થ થઈ જાઓ.” આના પર શિલ્પા શિરોડકરે લખ્યું, “આભાર સોનાક્ષી. તારું પણ ધ્યાન રાખજો.” ઇન્દિરા કૃષ્ણાએ લખ્યું, “ધ્યાન રાખજો. જલ્દી સ્વસ્થ થઈ જાઓ.” શિલ્પાએ આના પર હાર્ટ ઇમોજી શેર કર્યું. અંગત જીવન પણ એટલું જ ચર્ચાસ્પદ રહ્યું
90ના દાયકામાં શિલ્પાનું નામ અનિલ કપૂર સાથે જોડાયું હતું. પરિણીત અનિલ કપૂરનું કિમી કાટકર સાથે બ્રેકઅપ થયું હતું. ત્યાર બાદ તેના સંબંધો શિલ્પા સાથે હોવાનું ચર્ચાતું હતું. અનિલ કપૂર ત્યારે ફિલ્મ-પ્રોડ્યુસર્સને ફિલ્મમાં શિલ્પાને લેવાની ભલામણ કરતો. જોકે આ સંબંધો લાંબું ટક્યા નહીં. અનિલ કપૂર ને માધુરી દીક્ષિતની નિકટતાને કારણે એક્ટરના શિલ્પા સાથેના સંબંધોનો અંત આવ્યો હતો. સચિન સાથે પણ નામ જોડાયું
90ના દાયકામાં ભારતનો મોસ્ટ એલિજિબલ બેચલર્સમાંનો એક ક્રિકેટર સચિન તેંડુલકર હતો. સચિનનાં લગ્નના કિસ્સા અનેકવાર મેગેઝિનમાં વાંચવા મળતા. વિવાદથી દૂર રહેનાર સચિનનું નામ શિલ્પા શિરોડકર સાથે જોડાયું હતું. ચર્ચા હતી કે બંને મહારાષ્ટ્રિયન હોવાથી ટૂંક સમયમાં જ લગ્ન કરશે. જોકે પછીથી સચિને આ માત્ર અફવા હોવાનું કહીને તમામને નવાઈમાં મૂક્યા હતા. સચિને કહ્યું હતું કે તે ક્યારેય શિલ્પાને મળ્યો નથી. સિંગાપોર કોરોનાની નવી લહેર શરૂ થઈ
વિશ્વમાંથી હજુ કોરોનાએ વિદાય લીધી નથી. હોંગકોંગથી સિંગાપોર સુધી કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે. હોંગકોંગ અને સિંગાપોરમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને લોકોને કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ભારતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58 નવા કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈની KEM હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોતના સમાચાર છે. હવે વધુ એક એક્ટ્રેસ પણ કોરોનાની ઝપેટમાં આવી છે. સિંગાપોરના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે હાલમાં દેશમાં ફેલાઈ રહેલો વેરિઅન્ટ અગાઉના વેરિઅન્ટ કરતા વધુ ચેપી નથી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *