ટીવીના સૌથી ચર્ચિત શો ‘બિગ બોસ 19’ અને ‘ખતરોં કે ખિલાડી 15’ વિશે ચાહકોમાં ભારે ઉત્સાહ છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ બંને શો કઈ ચેનલ પર પ્રસારિત થશે. આ દરમિયાન, ‘બિગ બોસ OTT 4’ અંગે નવી માહિતી બહાર આવી છે. નિર્માતાઓએ શોનું OTT વર્ઝન બંધ કરી દીધું છે. બિગ બોસના ફેન પેજે બિગ બોસ OTT 4 રદ થવાની માહિતી શેર કરતાની સાથે જ દિવ્ય ભાસ્કરે તેના સોર્સમાંથી તેની પુષ્ટિ કરવાનો પ્રયાસ કર્યો. દરમિયાન, સૂત્રોએ પુષ્ટિ આપી કે, બિગ બોસનું ડિજિટલ વર્ઝન એટલે કે બિગ બોસ ઓટીટી 4 રદ કરવામાં આવ્યું છે. શું બિગ બોસ 29 જિયો હોટસ્ટાર પર આવશે? બિગ બોસના ફેન્સ પેજ અનુસાર, આ વર્ષે બિગ બોસની નવી સીઝન 19 કલર્સને બદલે જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ‘ખતરોં કે ખિલાડી’ વિશે પણ કંઈક આવું જ કહેવામાં આવી રહ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જાણો આખો મામલો શું છે ટીવી શો ‘ખતરોં કે ખિલાડી’ની નવી સીઝનની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ બાદમાં એવા અહેવાલો બહાર આવ્યા કે, શોના નિર્માતા બાનીજે એશિયા (એન્ડેમોલ) છેલ્લી ઘડીએ તેનું નિર્માણ કરવાથી પાછળ હટી ગયા. આ પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે શું આ ‘બિગ બોસ’ ની આગામી સીઝનને પણ અસર કરી શકે છે, કારણ કે બંને શો એક જ પ્રોડક્શન હાઉસ બાનીજે (એન્ડેમોલ) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ‘બિગ બોસ’ની નવી સીઝન પર કોઈ ખતરો નથી પરંતુ બાદમાં ભાસ્કરના સૂત્રોએ જણાવ્યું કે, બંને શો – ‘ખતરો કે ખિલાડી’ અને ‘બિગ બોસ’ હવે કલર્સ ચેનલને બદલે સોની ટીવી પર પ્રસારિત થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નિર્માતાઓ અને ચેનલ વચ્ચેના સર્જનાત્મક મતભેદોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.