‘ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદ જિલ્લાના કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છ જિલ્લાની મુલાાકત સમયે પીએમ મોદી ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. 27મીએ દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ કરશે PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસી
વડાપ્રધાન 26 અને 27મી મેના રોજ ગુજરાત આવશે. 26મી તારીખે કચ્છમાં માતાના મઢ, ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. 27મીએ ભુજના મિરઝાપુર રોડ પર જાહેરસભાને સંબોધિત કરશે. 27મી તારીખે દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું પીએમના હસ્તે લોકાર્પણ કરાશે. આ પ્લાન્ટનું 20 એપ્રિલ 2022ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રફૂલ પાનસેરિયા અને વિનોદ ચાવડાને કાર્યક્રમની જવાબદારી સોંપાઈ
નરેન્દ્ર મોદીના ભુજના કાર્યક્રમની જવાબદારી પ્રફુલ પાનસેરીયા ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત તમામ કાર્યક્રમની તૈયારીઓમાં વિનોદ ચાવડાને પણ મહત્વની જવાબદારી આપવામાં આવી છે.
’ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે. 26 અને 27 મેના પ્રધાનમંત્રી કચ્છ અને દાહોદ જિલ્લાના કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છ જિલ્લાની મુલાાકત સમયે પીએમ મોદી ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે. 27મીએ દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ કરશે PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસી